સખી કે શત્રુ Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સખી કે શત્રુ

જીગીશા એક સાધારણ ગૃહિણી હતી તેના પતિ પોલીસ ખાતામાં ઊંચું સ્થાન ધરાવતા હતા. બંને વચ્ચે ખૂબ જ લાગણી ભર્યા સંબંધો હતા અને એકબીજાને એટલો જ આદર આપતા ગમે ત્યારે જીગીશા કોઈ પણ કૌટુંબિક પ્રસંગ હોય કે તેની સખીઓની સાથે બેસીને ગપ્પા મારતી હોય ત્યારે રામનો ઉલ્લેખ અચૂક હોય કે મારા રામ મારા રામ અને ખરેખર રામ એ સાક્ષાત પુજનીય પુરુષ જ હતા જીગીશા પણ ખૂબ જ સ્વભાવની સારી હતી હંમેશા બીજાને મદદ કરવા માટે તે તત્પર રહેતી અને જીગીશા ને ઘરે કોઈ વાતની ખોટ પણ ન હતી પણ આખો દિવસ ઘરમાં જ રહેવાથી તે ઇચ્છતી કે તે પણ કોઈ કાર્ય કરે જેથી તેનો સમય પણ પસાર થાય અને બે પૈસાની આવક પણ થાય આમ જ તે એક નાનકડી બ્યુટી પ્રોડક્ટમાં સેલિંગની કંપનીમાં સેલ્સમેન કે મેનેજરની પદવી હાંસલ કરે છે અને તેમાં તેની ઘણી ખરી સહેલીઓ હોય છે અને આ બધી સહેલીઓ ઘણી વખત એકબીજાને મળવા માટે ગેટ ટુ ગેધર રાખે છે કે ક્યારેક ક્યારેક શહેરની બાહર ફરવા પણ જાય છે જીગીશા હજી આ બિઝનેસમાં નવી નવી જોડાયેલી હતી તેથી તે દરેકને પોતાના જેવા સમજી લેતી પણ તેના મિત્ર વર્તુળમાં એટલે કે તેની સખીઓમાં કેટલી ખૂબ જ સ્માર્ટ હતી જીગીશા જેને પોતાના જેવું જ સમજતી કે તે તેના અનુભવ ના કારણે આટલી હોશિયાર અને ઘડાઈ ગયેલી છે પણ તે ઘણા ખરા એવા પણ કામ કરતી કે જે જીગીશા જાણતી ન હતી પણ હા જીગીશા સાવ ભોળી ભટ્ટ ન હતી પણ ક્યારેક ક્યારેક બીજી વ્યક્તિને સમજવા માટે માત્ર એક બે મુલાકાત જ કાફી નથી હોતી એના સાથે વધારે સમય પસાર કરવાથી તે વ્યક્તિનું વ્યક્તિત્વ સારી રીતે જાણી શકાય છે હવે બને છે એવું કે જીગીશા સાથે આ કંપનીમાં જોડાયેલી કેટલીક સખીઓ પણ જીગીશા અને ઘરે આવવા જવાનું સંબંધ રાખે છે અને ધીમે ધીમે આ સંબંધ ગાઢ બનતો જાય છે અને તેની આ સખીઓ રૂજુતા અને વિનિતા સાથે જીગીશા ને ગાઢ સંબંધ બંધાય છે ક્યારેક ક્યારેક કંપનીના કામથી કે આ સાઈડથી જ નીકળ્યા છે એમ કહીને આ બંને સખીઓ જીગીશા ના ઘરે આવવા લાગે છે અને જીગીશા પણ તેમણે બંનેને ખૂબ આદર આપે છે અને તેમને ભાવતા વ્યંજનો રાંધે છે ઋજુતા તો એકદમ નિખાલસ જ વ્યક્તિત્વ ધરાવતી હોય છે તેના મનમાં કોઈ જાતના ખરાબ ભાવ હોતા જ નથી પણ વિનિતા જીગીશા નું ઘર અને તેના પતિના આવા સારા સ્વભાવથી આકર્ષાય છે અને અને વાત વાતમાં ઘણી વખત તો રામ કઈ જગ્યાએ ડ્યુટી પર છે શું કરે છે તે પણ જાણી લે છે અને જીગીશા ને થાય છે કે એવા પ્રશ્નો એવી જ રીતે પૂછે છે બીજો એનો કોઈ સ્વાર્થ હશે નહીં
એક દિવસ અચાનક વિનીતાનો જીગીશા પર ફોન આવે છે કે રામ નો નંબર જોઈએ છે મને મારે થોડું અર્જન્ટ કામ આવી ગયું છે ત્યારે જિગીશાને વિચાર આવે છે કે રામના નંબરનું વિનીતાને શું કામ છે અને તે કહે છે કે કંઈ વાંધો નહીં હશે વળી કંઈક કામ અને પોતે રામનો નંબર તેને આપી દે છે હવે એક દિવસ એવું બને છે કે રામ ડ્યુટીના થાક થી ઘરે આરામ માટે આવ્યા હોય છે અને જીગીશા તેના માટે કોફી બનાવી અને તેને કહે છે કે તમે આરામ કરો અને તમારો મોબાઈલ સાઇલેન્ટ કરી દો જેથી તમે ડિસ્ટર્બ ન થાવ કામનું એટલું બોદરેશન હોય છે કે રામ તેની વાતનો સ્વીકાર કરે છે અને જીગીસાને કહે છે કે તું મારા માથા પર હાથ ફેરવતો મને પણ આરામ મળી જાય અને તે તેના ખોળામાં માથું રાખીને આરામ કરવા લાગે છે અને મોબાઈલ આપી દે છે જીગીશાને અને રામને ઊંઘ આવી જાય છે કે થોડી જ વારમાં રામના મોબાઈલ પર લાઇટિંગ થાય છે માટે જીગીશા તે જોવે છે તો તેમાં એક જાણીતા જ નંબર ઉપરથી કંઈક મેસેજ આવેલો હોય એવું લાગે છે તે ખોલીને જોવે છે તો તેમાં કેટલા બધા ટેક્સ મેસેજ હોય છે જે એક જ નંબર પરથી આવેલા હોય છે તેને થાય છે કે આ નંબર કોઈ જાણીતો છે અને તે પોતાના મોબાઈલમાં એ નંબર સર્ચ કરે છે અને દંગ રહી જાય છે કે અરે આ તો વિનીતાનો નંબર છે તે નંબરમાં થી આવેલા મેસેજ રીડ કરે છે અને તે પરીક્ષા કરે છે કે વિનીતા કેટલી મનની મેલી છે તે પણ રામના મોબાઈલ માંથી સામેથી હાઈ નો મેસેજ કરે છે અને કહે છે કે આઇમ સોરી પણ આપ કોણ ત્યાં વળી બ્લુયટીક થાય છે અને સામેથી પ્રત્યુતર મળે છે કે હું સુનીતી છું આપની ખૂબ મોટી ચાહક બસ આટલી જ વાતથી જીગીશા ને જાણ થઈ જાય છે કે વિનીતા તેના ઘરમાં ભંગાણ માટે કેવા પ્રયત્નો કરી રહી છે રામ જ્યારે આરામ માંથી ઊઠે છે ત્યારે જીગીશા વિનીતાની દરેક વાત રામને કહે છે ત્યારે રામ કહે છે કે આ તારી સખી નથી આ તારી શત્રુ છે.. જય દ્વારકાધીશ 🙏🏻