મમતા વિહીન માં Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

મમતા વિહીન માં

આપણે નાનપણથી મોટા થયા ત્યારે એક જ શબ્દ સાંભળવા મળે મમતા એટલે માં નો એક ગુણ કે માં નું એ સ્વરૂપ કે જેમાં પ્રેમ ભરપૂર ભર્યો હોય પોતાના સંતાન માટે અને પોતાના બાળક માટે તે ગમે તે કરવા માટે તૈયાર હોય કે તત્પર હોય અને કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેને મમતાનો અનુભવ ન કર્યો હોય..

પણ હા સુધા એક આ દુનિયાનું એક એવું પાત્ર કે જે પોતાની માની મમતા ક્યારેય પામી જ ના શકી સુધા ને યાદ પણ નથી કે ક્યારેય છેલ્લે તેની માં એ તેને પ્રેમથી બોલાવી હશે ક્યારેક ક્યારેક તો સુધાના આંખમાંથી આંસુ અનાયાસે જ સરી પડતા કે હે ઈશ્વર મેં એવું તે શું પાપ કર્યું હશે કે મારા નસીબમાં આવી માં મને મળી સુધાની માં આખો દિવસ બેસી રહે અને સુધાને કામના ઓર્ડર જ આપ્યા કરે ઘણી વખત તો પાડોશીઓને થતું કે સુધા તેની પેટની જણેલ છે જ નહીં તે એના પતિની આગલા ઘરની દીકરી હશે પણ ના સુધા એની માતાનું સંતાન હતી તેમ છતાં પણ કોણ જાણે શું એ સ્ત્રી સુધાને માના પ્રેમથી વંચિત રાખી ક્યારેક ક્યારેક સુધા વિચારતી કે શું ખરેખર આ સ્ત્રી મારી સગી જનેતા જ છે કારણ કે નાના ભાઈને એટલો પ્રેમ અને પોતાના ઉપર એટલો તિરસ્કાર કે ક્યારેક ક્યારેક એને થઈ આવતું કે ના અમારી સગી જનેતા છે જ નહીં પણ હા તેના પિતાનું વાત્સલ્ય તેને એટલું મળતું કે સુધા ક્યારેય એવો અફસોસ ન કરતી એ મારા નસીબમાં લાગણી વિહીન માં મને મળી છે કારણ કે તેના પિતા તેનું ખૂબ જ ધ્યાન રાખતા ખબર નહીં આમને આમ તેનું બાળપણ વીતી જાય છે પણ સેકન્ડરી માં આવતા જ એક સુંદર મજાના શિક્ષકનો તેને ભેટો થાય છે અને એ સુંદર શિક્ષિકા થી તો સુધા વળી એવી તો અંજાઈ જાય છે કે તેને એવું જ લાગે છે કે માં એટલે મારા આ પ્રિય ગુરુજી કે જે સાક્ષાત માં સરસ્વતી અને માં દુર્ગા છે સુધા ક્યારેક ક્યારેક છાનીમૂની પણ પોતાના શિક્ષકને જોયા કરતી તે એટલી તો એનાથી પ્રભાવિત થઈ ગઈ હતી કે તે પોતાના ઘરના દુઃખ પણ વિસરી જતી જ્યારથી તેના શાળાના આ નવા શિક્ષકનો તેની ભેટો થયો હતો ત્યારથી તે ખુશ ખુશ રહેવા લાગી હતી અને હોશે હોશે તે શાળાએ જ હતી. ક્યારેક ક્યારેક માં તરફથી માર પડતી ખીજાતા કે હવે શાળાએ નથી જવું તો પણ સુધા જીદે ભરાઈ અને બધું ઘર કામ કરી અને શાળાએ જવા નીકળી જતી સુધા તો તેના આ પ્રિય શિક્ષકાને માં જ સમજવા માંડી હતી. ક્યારેક ક્યારેક બીજી દીકરીઓ જ્યારે ફૂલ આપવા જતી ત્યારે તે પિલ્લર ની પાછળથી છાનીમાની પોતાના શિક્ષકના મોઢાનું હાસ્ય જોઈ અને ખૂબ જ ખુશ થતી કે મારા ગુરુજી હંમેશા આમ જ હસતા રહે


તેના શિક્ષિકા બહેન નો સ્વભાવ પણ ખૂબ જ માયાળુ હતું તે ક્યારેક ક્યારેક બાળકો માટે ચોકલેટ લાવતા કે ક્યારેક ક્યારેક એમની સાથે બેસીને નાસ્તો કે જમતા સુધા પણ તેમાં જોડાઈ જતી પણ કોઈ દિવસ પોતાનું દુઃખ એ કહેતી નહીં પણ ધીમે ધીમે જ્યારે શાળાથી છોડવાનો સમય આવતો જાય છે તેમ તેમ સુધા પણ નિરશ થવા લાગે છે સુધા ધીમે ધીમે બધાથી અલગ પડતી જાય છે તેના શિક્ષક તેને ક્યારેક ક્યારેક બોલાવે છે તો પણ તે ક્યાં ખોવાયેલી અને ખોવાયેલી જ રહે છે ખબર નહીં થોડા વર્ષોમાં આ પ્રેમ તેના બાળપણના ઘાવને કેટલો સરસ મરહમ લગાવી ગયો તે તો હું વિસરી જ ગઈ હતી કે તે છતી માં એ પણ માં વગરની છું ક્યારેક ક્યારેક તે વિચારતી કે હવે આ શાળામાંથી જઈશ પછી હું શું કરીશ ત્યારે એક દિવસથી પોતાના શિક્ષકને રિસેસમાં મળવા જાય છે અને પોતાના હૃદયની વાત કરે છે અને ચોધાર આંસુડે રડી પડે છે ત્યારે તેના શિક્ષિકા બહેન કહે છે કે તું રડ નહીં બેટા બસ તું મહેનત કર ભણ અને આગળ વધ ઈશ્વર તને જલ્દીથી આવા વાતાવરણમાંથી મુક્તિ આપશે અને તને ખૂબ જ સરસ ભવિષ્ય આપશે કે જે તારા માટે આ તારું અતિતી એ ખરાબ સ્વપ્ન સમાન હશે બીજું તો હું તને શું કહું પણ હા હંમેશા તારા માટે તારી માં બનીને જ રહીશ બસ આજ તો સાંભળવું હતું સુધાને અને તે પોતાના બહેનને ભેટીને હસવા લાગે છે કે બેન હંમેશા મારી માં બનીને રહેજો મારી સાથે.જય દ્વારકાધીશ 🙏🏻