સ્વાતિ Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વાતિ

અમે લોકો બારમા ધોરણમાં સાથે હતા ત્યાર પછી બારમું પૂરું થયું હોય અને અમે પ્રત્યક્ષ મળ્યા હોય એવું મને યાદ પણ નથી. કારણ કે આ જ 18 વર્ષ પૂર્ણ થવા છતાં પણ સ્વાતિ મારા જીવનનો એક અહમ સ્થાન ધરાવે છે તે મારા જીવનમાં એક પ્રેરણા સ્ત્રોત છે વ્યવસાય તે પણ એક શિક્ષક છે અને મારા કરતાં પહેલાં શિક્ષિકા બની ગઈ એનો મને અનેરો આનંદ છે પણ સ્વાતિને હું જ્યારે શિક્ષિકા થઈ ત્યારે એને પણ એવો જ આનંદ થયો હશે તેવું હું માનું છું તે હંમેશા મને પ્રોત્સાહિત કરતી રહે છે અને મને જીવનમાં જ્યારે પણ સમસ્યા રહી છે ત્યારે માનસિક રીતે મને જાણે બાજુમાં જ ઉભી રહીને મદદ કરતી હોય એવી લાગણીનો અહેસાસ કરાવે છે
હું સ્વાતિ માટે ગર્વની લાગણી અનુભવ છું કે તે મારા જીવનનો એક શ્રેષ્ઠ હિસ્સો છે સાચું કહું તો સ્વાતિએ મારા જીવનમાં એક ઉજાસ છે પોતે ગમે તેટલી તકલીફમાં હશે તેમ છતાં પણ તેનો ચહેરો હંમેશા હસતો જ હોય છે સ્વાતિને હું ભલે વર્ષો થયા પ્રત્યેક્ષ સ્વરૂપે નથી મળ્યા હોય કે એકબીજા ને જોયા પણ નહીં હોય પણ તેમ છતાં જોજો નું દૂરનું અંતર એક ટેલિફોનિક વાતથી દૂર થઈ જાય છે હા ઘણી વખત એકબીજાને મળવાની ઈચ્છા ધરાવીએ છીએ પણ સમય અને સંજોગના કારણે કે કોઈ એવી જીવનની વ્યસ્તતાના કારણે
જોજનો દૂર છે એ અંતરના કારણે ક્યારે અમારા વચ્ચે આત્મીય રીતે અંતર નથી રહ્યું ક્યારેક ક્યારેક એ મને કોલ કરે તો ક્યારેક ક્યારેક હું પછી સમયનું ભાન ભૂલી જઈએ છીએ અને એકબીજાની સમસ્યાઓ અને એકબીજાની સમસ્યાઓના સમાધાન તેમ જ શીખવા જેવી કે પ્રોત્સાહિત કરતી જ બાબતો કે સંવાદો અમારી બંને વચ્ચે હોય છે
તે હંમેશા મને સાચું જ માર્ગદર્શન આપે છે અને હંમેશા યોગ્ય રાહ ચિંધે છે એ કહે છે અને હું એ પ્રમાણે મને સમજાવવા પ્રયત્ન કરું છું એ હંમેશા મને એક વાત કહે છે કે તું બહુ બહાદુર છો અને હા મારા ઉપર તેણે એક કવિતા પણ સરસ મજાની લખી હતી કે મારી સિંહણ અને મને યાદ છે કે તેણે મને એક સરસ મજાનું એક પિક્ચર મોકલ્યું હતું તેમાં એક સિંહણ અને તેના બે નાના બચ્ચા હોય છે અને એમાં તેણે લખ્યું હતું કે મારી બહાદુર બિંદુ એવું જ કંઈક લખ્યું હતું અત્યારે મને ખાસ યાદ નથી પણ મને એ વાત યાદ છે કે તે મને હંમેશા હિંમત આપતી રહે છે અને મને હંમેશા કહે છે કે બિંદુ તું એક સ્ત્રી થઈને જે કરી શકે છે એ કોઈ બીજા પુરુષ પણ ન કરી શકે ઘણી વખત હું મારા જોબ ને લગતા કે મારી કોઈ એવી અંગત બાબતોને લગતા કે કંઈ પણ એવા પ્રશ્નો એની સાથે શેર કરું છું ત્યારે એ મને પહેલા તો સાંત્વના જ આપે છે અને મને કહે છે કે તું હિંમત ન હારીશ તું ખૂબ જ સ્ટ્રોંગ છે અને તું આત્માનને ફ્લોરાની માં છો માટે તારે સ્ટ્રોંગ બનવું જ પડશે અને તારે આ જીવનમાં ઘણા ઉતાર ચડાવ પાર કરવાના છે અને એ બિંદુ તું જ કરી શકીશ
તે મને હંમેશા પ્રેરણ આપે છે મને હંમેશા સકરાત્મકતા બક્ષે છે તે પોતે પણ ઘણી સમસ્યાગ્રસ્ત હોવા છતાં પણ મને યાદ નથી કે તેને મારી જોડે ક્યારેક એવી વાત કરી હોય કે પોતાની કીંમતી સમય મને ન આપ્યો હોય કે ન ફાળવી શકી હોય હંમેશા મને જીવનના એવા પાઠ શીખવ્યા છે કે જે તે સમયે જીવનની આકરી પરીક્ષામાં હું સારી રીતે પાસ થઈ શકી છું હું એમાંથી ક્યારેય નાસીપાસ ન થઈ અને મેં પરીક્ષાઓને (જીવનરૂપી પરીક્ષાઓનો) સામનો બહાદુરીપૂર્વક કર્યો છે જે સ્વાતિ થકી જ શક્ય બન્યું છે વધુ તો હું શું કહું છું સ્વાતિ તારા વિશે બસ દ્વારકાધીશ ને પ્રાર્થના કરીશ કે તને દીર્ઘાયુ આપે અને તુ હંમેશા જેવી છો એવી જ રહે અને ખુશ રહે અંતે,,
खुश किस्मत हैं वह लोग जिनके साथ तेरा अतूट रिश्ता है
तु सदैव खुश रहे यही मेरे दिल की दुआ है,,
જય દ્વારકાધીશ 🙏🏻