બેન, એક ફોટો જોઈએ છે Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

બેન, એક ફોટો જોઈએ છે

મેં ક્યારેય જીવનમાં એવી કલ્પના પણ કરી ન હતી કે કોઈ વ્યક્તિ મને આટલું પણ ચાહતું હશે કે એટલો ઊંચો દરજ્જો મને આપશે કે જેના માટે હું પણ મારા દ્વારકાધીશ ને પ્રાર્થના કરું છું કે હે દ્વારકાધીશ મારી ચિંતા કરવા વાળા ને તું ખુશ રાખજે અને મને ચાહનારને તું હંમેશા હસતા રાખજે..
૧૧ માં ધોરણના એડમિશન શરૂ થયા અને કોરોના કાળની શરૂઆત થઈ પણ ફોર્મ સબમીટ કરવા માટે શાળાએ આવું ફરજિયાત હતું એમાં એક દિવસ એક ભાઈ કે જે હાથેથી અપંગ હતા તે તેની દીકરીનું એડમિશન કરાવવા માટે આવ્યા જોતાં જ મારા મનમાં તેમના પ્રત્યે કરુણાની લાગણી જન્મી ઓનલાઈન ક્લાસમાં તો એ દીકરી જોડાઈ જ ન શકી. કારણ કે આર્થિક સ્થિતિ પણ એટલી સારી નહીં પણ કોરોના પછી રેગ્યુલર શાળા એ આવતી થઈ પણ હંમેશા હસતો ચહેરો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર ધીમે ધીમે શાળાની શરૂઆત થતાં અંદાજ આવી ગયો કે તે આર્થિક રીતે અને કોઈ કૌટુંબિક રીતે પીડાઈ રહી છે એટલે મારાથી બનતી મદદ કરતી કે ક્યારેક ક્યારેક રીસેસમાં મારી પાસે આવીને બેસતી પણ ક્યારે કશું જ બોલતી નહીં પણ હંમેશા તેનો હસતો ચહેરો હું પણ આનંદીત થતી ‌
એક દિવસ એક પત્ર તે બીજા વિદ્યાર્થીની સાથે મોકલાવે છે કે જે હું વાંચી સ્તબ્ધ થઈ ગઈ તે હું વર્ણવી નહીં શકું પણ તેની સમસ્યાએ ગંભીર હતી ત્યારે બારમા ધોરણમાં હતી અને તેની સમસ્યાથી પીડાઈ રહી હતી તેને નક્કી કર્યું હતું કે હવે તે ભણવાનું છોડી દેશે આ શબ્દો મારા મન પર એટલા હાવી થઈ ગયા કે ગમે તે સંજોગે હું તેનું ભણવાનું અટકાવવા માંગતી નથી મેં દ્રઢ નિશ્ચય કર્યો કે હું તેને બનતા પ્રયત્નો કરીને બારમું તો પાસ કરાવીશ જ. અને મારા સંપર્કોથી મેં જાણ્યું કે સદાય હસ્તી મારી આ વહાલી દીકરી અંદરથી કેટલી દુઃખી હતી તે મને ક્યારે કઈ ના શકી અથવા તો એવું બન્યું કે તે મને કહેવા ઈચ્છતી હશે પણ એવી પરિસ્થિતિને જોઈ અને કઈ નઈ શક્યું હોય કે કહેવાનો અવકાશ જ નહીં મળ્યો હોય ત્યારે મને ઘણું દુઃખ થયું ત્યારે મને થયું કે આપણે કેટલી પીડાઓ લઈને ફરીએ છીએ અને ફરિયાદ કરીએ છીએ પણ આ દિકરીએ તો કોઈની ફરિયાદ પણ ન કરી અને સહન જ કરતી રહી પણ મેં એને ફોન કરીને સમજાવી કે તારે સમસ્યાનો સમાધાન તો હું ન કરી શકું પણ તને ભણતા ઉઠાડી પણ ન શકું તારે મારા માટે ભણવું જ પડશે અને તેને સમજાવી અને મેં તેને ઘરકામ માટેનું સમજાવી દીધું કે કઈ રીતે તારે શાળાએ આવતા પહેલા તારું ઘર સાચવવાનું તારી બધી જ બાબતોનું તારે ધ્યાન રાખવાનું છે પણ ભણવાનું છૂટવું ન જોઈએ એના માટે તારે ખાસ તકેદારી રાખવી પડશે અને બીજે દિવસે હું જોઉં છું કે દીકરી શાળામાં હાજર હતી. હું તો ખુશ થઈ ગઈ પણ મારા કરતા પણ તેની ખુશી અનેક ગણી હતી તે હંમેશા મને કહેતી કે હું બેન તમને મારી માં જ માનું છું પણ એ બાબત પર એટલું ધ્યાન ન આપતી અને એની ચિઠ્ઠીમાં તેની જે પીડા અને વેદનામાંથી તેમજ તપાસ કરતા મને જે ખ્યાલ આવ્યો કે તે સાંભળી મારું હૃદય રડી પડ્યું કે કેટલી પીડાય છે આ દીકરીની અંદર કેટલી સહન શક્તિ છે મેં તેને આશ્વાસન આપ્યું કે હવેથી ગમે ત્યારે એવું લાગે તો નિઃસંકોચે મને કહી દેવાનું અને મને તારી માં જ સમજજે અને તેની આંખોમાં અશ્રુ ઓ રૂપી દરિયો વહી ગયો મારા પણ અશ્રુઓ વહી ન શક્યા બસ રોકાઈ જ ગયા
અને એક દિવસ તે આવે છે અને મને કહે છે કે બેન મારે તમારો એક ફોટો જોઈએ છે કારણ કે હવે બારમા ધોરણનો સમય બહુ ઓછો છે અહીં ભણવાનો તો સમય હમણાં વીતી જશે પણ મારે તમારો એક ફોટો જોઈએ છે મને આશ્ચર્ય ન થયું કારણ કે આજના ડિજિટલ યુગમાં પણ તેની પાસે કે તેના ઘરમાં એન્ડોઇડ ફોન ન હતો તેથી હું સમજી શકતી હતી ત્યારબાદ તેની મને જે બહુ માન આપ્યું તે પણ હું અહીં વર્ણાવી શકતી નથી કારણ કે તે વધારે અતિશયોક્તિ ભરી લાગશે માટે...
છેલ્લે હું બસ એટલું જ કહીશ કે હે મારા દ્વારકાધીશ તે મને ઘણું આપ્યું છે અને તું તો બધાના મન મંદિરમાં રહે છે પણ હું તારો આભાર કઈ રીતે વ્યક્ત કરું કારણ કે હું પણ ઘણાના હૃદયમાં રહું છું માટે હું તારો હૃદય પૂર્વક આભાર માનું છું જય દ્વારકાધીશ 🙏🏻