કોને ભૂલુંને કોને સમરુ રે - 167 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 167

રવિવારની સાંજે ચંપકલાલ ચંપાબેન સાથે સોનલ આવી આગળ ચંપાબેન તેની પાછળચંપકલાલ..તેની પાછળ સોનલ...હકીકતમા પણ ચંપકલાલ વાસ્તવિક જીંદગીમાં પણ ચંપાબેનનીપાછળ ચાલતા રહ્યા હતા..ચંપાબેનનો એવો પ્રભાવી માયાળુ સ્વભાવ..કે ચંપકલાલ તેની સામેહથીયાર હેઠા મુકી દેતા હતા...અને સોનલ...? સોમલની વાતતો મુકાબલા પછી કહી શંકાઓને ?

ચંદ્રકાંતનાં ઘરે બેલ વાગી એટલે જયાબેને સહુને સાવધ કર્યા તમારા અમરેલીવાળા ચંપકલાલઆવ્યા લાગે છે પછી જગુભાઇને ઇશારો કર્યોકંઇ બાફતા નહી .આપણે છોકરાવાળા છીએ એટલેએકદમ જરા ઓછું બોલવાનું .”

આમેય તમે ક્યાં કોઇને બોલવા દ્યો છો ?” જગુભાઇએ વળતો ધા મારી દીધો.

ચંદ્રકાંતે બાજી સંભાળી લીધી .. “હવે તમારું પુરુ થયુ હોય તો દરવાજો ખોલવા જાઉં ?”

દરવાજાની કડી ખોલી એટલે આતુર ત્રણ વ્યક્તિએ ઘરમાં પ્રવેશ કર્યો. ચંપકલાલની તથા ચંપાબેનનીમુલાકાતો ચંદ્રકાંત સાથે તથા જયાબેન જગુભાઇ સાથે થઇ ગયેલી.ચંપાબેન સાથે હાથ પકડીને જેયુવતીએ પ્રવેશ કર્યો તેનાં ઉપર આછડતી નજર ચંદ્રકાંત મારતા હતા ત્યારે સોનલ તેને ધારી ધારીનેજોઇ રહી .ચંદ્રકાંત દરવાજા ઉપર ત્રેણયનું સ્વાગત કર્યુ..

"આવો આવો પધારો.." ચંદ્રકાંતે ઘરમા સહુનાં સ્વાગત કર્યું .

સોનલની આંખ કહેતી હતી આશ્ચર્યથી "મહા નાટકી લાગે છે ..ઘરમા કોઇ પધારો બોલે..?હાં આવોઆવો કે રામ રામ (ના તો ગામડાના અભણ ખેડુતો બોલે )અમે તો જમીનદાર..એંહ..ભાવનગરમાંભણેલાં ...અમરેલી તો એની સામે બચુડુ છે બચુડુ..એંહ.."

" જૈ શ્રી કૃષ્ણ ભાઇ આપણા અમરેલીમાં તો બધા એક બાીજાને મળે એમા કપોળીયા હોય તો ખાલીજૈ શ્રી કૃષ્ણ.."ચંપકલાલ બોલતા અચાનક ચુપ થઇ ગયા ત્યારે ચંદ્રકાંતે જોયુ કે ચંપાબેને ચંપકલાલનેએક કોણી મારીને ચુપ કરી દીધેલા.."અમારા એને બોલવા બહુ જોવે.."ચંપાબેને ખુલાસો કર્યો ચંદ્રકાંતે

વળતો જવાબ આપ્યો .."કાકી વાત તો સાચી છે પણ કાકા આખો દીવસ દલાલી કરતા બોલબોલકરતા હોય એટલે પછી મુંગા કેમ રહે ..? એમની આદત થઇ જાય પછી તમારેરોકવા પડે . ચંપાબેનસ્તબ્ધ થઇ ગયામે કોણી મારી ચંપકલાલને ચુપ કર્યા ઇંટ ચંદ્રકાંતે જોઇ પણ લીધું ને મને પણસમજાવી દીધું કે તે કેટલો ચકોર છે તેની બાજ નજર છે બાપરે છોકરોતો બહુ પાણીવાળો છે ..” ચંપાબેન પહેલે ઝટકે ચંદ્રકાંતને પાસ કરી દીધો.

ફઈની પાછળ શેતરંજી ઉપર બેઠેલી સોનલની આંખ કહેતી હતી "બહુ ચાંપલો છે..મારા ફુવાને મારાફૈઇ ચુપ કરે એમાં એને શી પંચાત..?પોતે પણ ક્યાં ઓછી બડબડ છે..?"

ચંદ્રકાંત આજે ઉદાસ મુડમાં હતા એટલે એક ગીત અંદર ગુંજતું હતુ.."જાને ક્યા ઢુઢતી રહેતી હૈ યેઆંખે મુજમે...રાખકે ઢેર મેં શોલા હૈ ચીનગારી હૈ...પણ બહાર હસતો મુખવટો ધારણ કરેલો..

જયાબા ચાની ઓફર કરી...”અમારામાંતો એવા સંસ્કાર કે ઘરે કોઇ આવે એટલે ચા વગર જવા દઇએ ..મુકુને ચા ?” જયાબેન પોતેજ પોતાની જાળમાં ફસાઇ ગયા.

"અમે જમીને છેલ્લે કોળીયે આવ્યા છીએ બસ ખાલી પાણી આપજો"ચંપાબેન

"એમ થોડુ ચાલે...?"જયાબેન ઉપરછલ્લો આગ્રહ કર્યો

"ના મોટાબેન અમે અંજળ હશે તો ફરીવાર આવીયે ત્યારે ચા પાણી પાક્કા બસ...બેસો અંહી અમારીબાજુમાં."ચંપાબેને જયાબેનને પ્રેમથી બાજુમા બેસાડ્યા ત્યારે જયાબેનની નજર ચકળવકળ થતીછોકરીની આંખ ઉપર હતી..આખી છોકરી ઉપર ઉપરથી નીચે સુધી એક્સરે જેવી ધારદાર નજરફેરવી..."આમ તો નમણી છે,પાતળી છે પણ રંગે જરા શ્યામ છે..હમમ.બાકી નાક નકશો સરસ છે પણગામડાના ભોથા જેવી લાગતી તો નથી...ભલે આપણા જેવી ફોરવર્ડ નથી લાગતી.."જયાબેન આગળવિચારત પણ ચંપાબેને ઇશારો કર્યો .

"છોકરાવ વાત કરે જો તમારી ઇચ્છા હોય તો.." સીધી બોલીંગ ચંપાબેન કરી.

જયાબેને ચંદ્રકાંતને રસોડામાં લઇ જઇ પુછ્યુ..."તને કંઇક રસ હોય તો મીટીંગ કરવાનુ કહે છે,બાકીમને તો સહેજ કાળી અને અસ્સલ ગામડાની કંઇ ભાળ્યુ નો હોય એવી લાગી.." જયાબેને ખેલ શરુકર્યો.

"કંઇ વાંધો નહી પણ મને વાત કરવાનું મન છે.."ચંદ્રકાંતે બહુ વિચારીને જવાબ આપ્યો.

"ઠીકછે,આમેય તું ઉંધડીયો છે એટલે તને શું કહેવુ..?"જયાબા લાલચોળ થઇ ગયા હતા પણપાછો મુખવટો ધારણ કરી બહારની રૂમમાં આવ્યા ત્યાં સુધીમાં જગુભાઇએ આછડતી નજરે કન્યાઉપર નજર મારી અને સોનલની આંખમા જોઇ ને જાણે ઠંડક થઇ.

----

મીટિંગ માટે રસોડામાં બન્ને માટે સગવડ કરવા ચંદ્રકાંત બહાર આવ્યા. એક માત્ર ફોલ્ડીંગ ચેર અનેબીજું ટેબલ રસોડા અંદર ગોઠવીને જયાબા ને ઇશારો કર્યો . જયાબાએ ચંપાબેનને ઇશારો કર્યોએટલે સોનલ ઉભી થઇ . એની ગર્વીલી ટટ્ટાર ચાલ હાઇટ અને ચાલવાની રીત અનાયાસે જયાબેનતથા જગુભાઇએ નોંધી લીધી .. નાનકડું પર્સ અને લેડીઝ રુમાલ લઇ રસોડામાં પ્રવેશ કર્યો ત્યારે તેનીચકોર નજરે ચારે તરફ જોઇ લીધું હતું. ચંદ્રકાંતે ટેબલ થી થોડી દુર ખુરસી મુકી હતી. ચંદ્રકાંતે સોનલનેચેર ઉપર બેસવા ઇશારો કર્યો ..”બેસોચંદ્રકાંતે સામે ટેબલ ઉપર બેસીને વાતનો દોર પોતાનાં હાથમાંલીધો.

સોનલ આપ ભાવનગરમા ક્યારે હતા...? આઇ મીન કંઇ સાલમાં હતા કારણકે હું ભાવનગર અવારનવાર આવું છુંચંદ્રકાંત

સોનલે ફરીથી ચંદ્રકાંતને ધારી ધારીને જોઇ અનાયાસ બોલીમને લાગે છે મેં તમને જોયા છે..હું યાદ કરું છુક્યાં ક્યાં .. હમમ યાદ આવ્યું .ભાવનગરમા યુથ ફેસ્ટીવલમાં...યેસ યસ..નાટકમા.."

ચંદ્રકાંત આશ્ચર્ય ચકિત થઇ ગયા... મોઢું ખુલ્લું રહી ગયું .. છોકરી કમાલ છે મોટી બબાલ છે કેધમાલ છે ગજબ છે છોકરીની કમાલ મેમરી છે મનમાં બબડી રહ્યા.

"હાં. હવે બધુ યાદ આવી ગયું યસ તમને બેસ્ટ એક્ટર નું પ્રાઇઝ પણ મળેલું...બરાબર? નાટકમાં તોતમે માસ્ટર છો..?"સોનલે સીક્સ ઉપર સીક્સ ઝીંકી દીધી….બે મીનીટ તો ચંદ્રકાંતને કળ વળતાથઇસોનલનો છેલ્લો ઇશારો પણ ચંદ્રકાંતને સમજાય ગયો અને તેની ઉદાસી ફરી બહાર આવીગઇ

"હેં..?ના સોનલ તમારી યાદશક્તિને દાદ તો દેવી પડે . ગજબ કહેવાય . તમને પણ યાદ છે મનેબેસ્ટ એક્ટરનુ પ્રાઇમસ પણ મળેલું ..આઇ એમ રીયલી સરપ્રાઇઝ . પણછેલ્લે તમે જે કહ્યું મનેબરાબર સમજાઇ ગયુંહું નાટકમા નાટકીય હોઉ પણ જીંદગીમા ક્યારેય નાટક કે મુખવટા નથીગમતા.. હું જેવો છું તેવો છુ ..સતત માર્કેટીંગ સેલ્સટેકને લીધે થોડો બોલકણો છું પણ જેવો છું તેવોછું . મને મુખવટા દંભ જરાયે નથી ગમતા.કદાચ એટલે મને બહુ ગુસ્સો આવી જાય છે આવા માણસોઉપર.

"મારુ પણ એવું છે..આપણે જેવા અંદર છીએ તેવા બહાર દેખાવોમાં નાનમ શેની ?કદાચ મારા પપ્પાએટલે કાકાએ જીંદગીમા સંસ્કાર અને વાંચનનો ગાડો શોખ બે વસ્તુ મને લોહીમાં આપી છે .."

"એક મિનીટ ,એટલે તમને સાહિત્યનો પણ શોખ છે..?" ચંદ્રકાંતએક પછી એક વાત ઉપરસોનલથી અંજાય ગયા હતા

"હા હું થોડુ લખતી પણ હતી..."સોનલે બીજો ધડાકો કર્યો ત્યારે ચંદ્રકાંત સાવ ચિત થઇ ગયા …”ઓહોહો જાદુગરની તો બહુ જબરી છે લેખક છે ..વાહ

તો તમે 'ઝ્રે દિલ' નામથી મારી કવિતા કવિતા મેગેઝીનમાં આવી હતી વાંચી હતી..? “ચંદ્રકાંતનાપ્રાણ કંઠે આવી ગયા હતા….

" હા વાંચી હતી બહુ યાદ નથી પણ કંઇક સ્ટેશન ઉપર કદાચ હતી . સરસ હતી પણ કવિતા તો ઠીકઆવુ ઉપનામ ક્યારેય સાંભળ્યું નહોતુ તે યાદ રહી ગયુ હતુ ઝ્રે દિલ..?" સોનલના પહેલા નશામાંચંદ્રકાંત ઝૂમી રહ્યા હતાં. જાણે ચંદ્રકાંતનુ દિલ ઝરવા માંડ્યુ હતુ....

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો