કોને ભૂલુંને કોને સમરુ રે - 166 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 166

બીજે દિવસે એટલે રવીવારે ચંપકલાલ તાનમાં આવી ગયા હતા..કુંવરજીભાઇ શાક માર્કેટમાં મળ્યા..ત્યારે હસુ હસુ થતુ મોઢુ જોઇ મહા ચાણક્ય કુંવરજીભાઇએ છુંછી આંખથી ચંપકલાલનો એક્સરેકાઢ્યો..

"શું ચંપકલાલ બહુ આમ મોજમા લાગો છો...!?જાણે ઇડરીયો ગઢ જીતીને આવ્યા હો એવું લાગેછે...હેં? નક્કી તમારા સાળાની દિકરી માટે કંઇક ખબર છે એટલે મને કહેતા નથી..!!!"

આમ પણ હવામાંથી ગંધ પારખી લેવામાં એક્કા હતા કુંવરજભાઇ.કુંવરજીભાઇનુ હવામાં મારેલું તીરબરાબર નિશાન ઉપર લાગ્યુ...ચંપકલાલ ગેંગેફેંફે થઇ થોથવાઇ ગયા

"અરે ના ભઇ ના...આતો લોખંડબજારમા દલાલીમાં સારુ કામ મળ્યુ એટલે જરા વધારે હરખાયો બાકીતમે ધારો છો એવું કંઇ નથી હોં..અને તમેતો અમારા વડિલછો એટલે તમને પુછ્યા વગર તો અમે પાણીયે પીએ..."

કુંવરજીભાઇ સમજી ગયા કે ચંપુડો વાત છુપાવે છે પણ એક નંબરનો અક્કલમઠો કહેવાનું કહીગયો ..પણ હમણા એની પીદી કાઢી નાખીશ..જોજો

પણ ચંપકલાલ ગભરાઇને બોલ્યા "આજે ઘરે મેમાન છે એટલે મારે ભાગવું પડશે.."

"કેમ છોકરાવાળા ઘરે આવવાનાં છે..?"

ચંપકલાલનાં પગમાં કુંવરજીભાઇએ બોંબ ફોડ્યો..”જૈ શ્રી કૃષ્ણકરી ચંપકલાલ જવાબ દીધા વીનાઉતાવળી ચાલે ઘર તરફ તરફ ભાગ્યા.

-----

"કેમ છો જગુભાઇ,હમણા કંઇ શાક લેવા આવતા નથી એટલે આમ ખબર પણ કાઢી લઉં , બધુબરોબર છે ને ? આમ પણ રવિવાર છે એટલે મારા કુંવરને મળતો આવું...!!!" કુંવરજીબાપા લીધુંકામ મુકે વાતમાં માલ નહી એટલે રવિવારે વહેલી સવારે બાપાની પધરામણી થઇ .

"તમે આવો તો અમને બહુ ગમે બાપા ..તમારી પાંસેથી દર વખતે બહુ નવુ નવું જાણવાનુંમળે.."ચંદ્રકાંતે પણ જે હવામા તીર માર્યુ..

"ઓલા ચંપકલાલ આવ્યા હતા..?એના સાળાની છોકરીનું કરવાનું છે તે રઘવાયા રઘવાયા દોડ્યા કરેછે કાંદીવલીમા ચારેકોર ,પણ ભલામાણસ છોકરી ને એના સાળા ગમેએમ તોય ખેડૂત ને ?અનેઆપણે ભણેલા ગણેલાં સંસ્કારી ઉંચા ખાનદાનનાં ....ફેર ફેર..શું કે છે કુંવર..?"કહી ચંદ્રકાંતનીપીઠ ઉપર ધબ્બો મારી દીધો અને ઇશારો કરી દીધો "હમ સબપે નજર રખતે હૈ જાની.."

ચંદ્રકાંતને જીંદગીભર એક ઉચ્ચ સંસ્કાર મોર્ડન ખાનદાન શબ્દો સાથે ભારે નફરત હતી..એટલેબાપાનો ધબ્બો ખાઈને સમસમી ગયો, પણ બાપાને પણ ડાયરીમાં નોટ કરી લીધાજયાબેનનાંઅહંકાર, ગુરૂરને કુંવરજીબાપા બરાબર સમજીને તીર મારી ગયા

જગુભાઇતો એકદમ આવાચક થઇ ગયેલા ...પણ જયાબેન પણ ઉસ્તાદો કે ઉસ્તાદ હતા .."અમને તોકંઇ ખબર નથી પણ ચંપકલાલ હોય કે મગનલાલ હોય પણ બાપા છોકરી વરાવવી કંઇ સેલી છે..?બિચારા ગામડાનાં હોય એટલે ભલે આપણે કહીયે પણ ફેર ફેર ..છોકરી બહારગામ ભણી હોયતોય એની રીતભાત થોડી આપડા જેવી હોય..?આપણે તો શહેરની છોકરી ચાલવાનીજોજોને.."જયાબેને બે બાજુ તીર ચલાવ્યું .

"તો મારી પાંસે ગઇ કાલે બે છોકરીની વાત આવી છે..એક ભીંડ મધ્ય પ્રદેશની આપણા કપોળસોળ ખાનદાનની ભણેલી આપણા સગામાં ને જાણીતામાં છે બીજી શીહોરની છે તો વળી બહુ મોટીપાર્ટી ,મોટુ વાસણનુ કારખાનુ...પાછા પાક્કા સોળ એકદમ સંસ્કારી ખાનદાનીના જોટો જડે એવાં હોજયા ..પણ એના બાપા બે દિવસ પહેલાં કલકત્તા ગયા છે એટલે પંદર દિવસ પછી ગોઠવીયે...બાકીમારો છોકરો તો ચંદરવો છે ચંદરવો .એવી ઉતાવળ થોડી કરાય..? નકામાં ક્યાંક ખાડે પડી જઇએબાપા ..” પછી ચિંતિત ચહેરો બનાવી માથું નીચું રાખી સુડુડ સુડુડ ચા ગટગટાવી બાપાએ ટોપી માથેસરખી કરી બોલ્યાલ્યો હાંઉત્યારે હું જાવ હજી કારખાને પહોંચવાનું છેજૈ શ્રી કૃષ્ણકુંવરજીબાપા થાય એનાંથી વધારે રોડા નાખી રવાનાં થયા .એટલે આજે ચંદ્રકાંતની બાટલી ફૂટી ગઇ

"બા તમે જે આખી જીંદગી આમ આડા તીર માર છો મને સીધા વાગે છે..સમજ્યા...? તમારીખાનદાની ને ઉચ્ચ સંસ્કારની પીપુડી વગાડવાની બંધ કરો...મને નફરત થઇ જાય છે આવા બનાવટીવિચારેથી..સાવ આર્થીક રીતે ખોખલા આપણે છીએ, સરકારી આઝાદીનાં લડવૈયાનું ભીખનું પેશનલઇ ને મારા બાપા શરમથી મરી જાય છે .બિચારા પાઇ પાઇ કરીને બચાવે છે તો તમે જાણો છોએટલે ઝટકા શું કામ મારવાના..?એવી કઇ મોટીખાનદાની ઉચ્ચ સંસ્કાર વ્યાજ જાય છે તમારામાં? હાય પૈસો બસ એમાં નજર છે . છે મને તો નથી સમજાતુ કે બોલવુ કંઇ પેટમાં કઇ કેટલા વળનોપાર નઇ" ચંદ્રકાંતે આજે જયા બા સાથે હિસાબ કરી લેવાનું નક્કી કર્યું હતું એટલે પુરા જોશથી ફુફાડોમારી લીધો.

જગુભાઇ માં દિકરાની રોજની તડાતડીથી તંગ આવી ગયા હતા.."જયા,ચંદ્રકાંતને જેવી ગમે એવી છેકરી માટે હા પાડશે હજી નથી સમજાતું ..? બધુ તમારું એની પાંસે ચાલવાનું નથી .એટલેજે છોકરાને ગમે તેવી છોકરીને હા પાડે એટલે આપણે હા પાડવાની છે સમજ્યા..?"

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો