કોને ભૂલુંને કોને સમરુ રે - 163 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 163

રુપાની મીટીંગની વાત ચંદ્રકાંતને પહોંચાડવામાં આવી...ચંદ્રકાંત લાલઘુમ થઇ ગયો..

"બેન તમે લોકો કેમ નથી સમજતાકે હું પ્રોડક્ટ નથી.."

"તું પ્રોડક્ટ છો સમજ્યો...?તું કેમ નથી સમજતો કે એક વખત તમે છોકરીઓ જોવાનું શરુ કરોએટલે સહુને સમાચાર મળતા રહે .તને જોવા માગતા હોય તો ના નહી પાડવાની નહી . વાત વાતમાંગુસ્સો જરા પણ નહી કરવાનો...શાંતિથી મળવાનુ...બાકી મગજમા ભુસુ ભરીને નહી ચાલવાનુ કે હુપ્રોડક્ટ નથી.."યુ આર ફોર સેલ..રીમેંમ્બર..યુ હેવ ચોઇસ ટુ સે નો ..અંડરસ્ટેંડ"છેલ્લુ વાક્ય બનેવીએઇંગ્લીશમાં તતડાવીને પુરુ કર્યુ.."બાપાને શું જવાબ દેવો..?તને ખબર છે કે જ્યાં સુધી બાપા હા નહીપાડે ત્યાં સુધી તારા બાપા કે માં કે અમે કોઇનામાં ના કહેવાની નથી હિંમત નથી તાકાત કે..?"

ચંદ્રકાંત રવિવારે બપોરે બાપાને ઘરે પહોચ્યાં...ચંદ્રકાંત તેના બાપાના દિકરા હમઉમ્મર ભાઇની રુમમાંભરાઇ ગયો.."ભાઇ તું તો સમજ...ક્યાં કાણકીયો ને ક્યાં આપણે...? કાણકીયો મારી તો પાંચમીનીટમા કણી કરી નાંખે એવો ડામીસ હશે તો તેના સસરાને ડબ્બામાં નાંખીને આખી ફોરેનનીકંપની તેની કરોડોનીજમીન કારખાનું મશીનરી ધંધો ઓહિયા કરી કંપની પચાવી પાડી હશે ને ?મારુ તો ચૂર્ણ કરી નાખશે..!! છે મારાથીયે નીચો પણ છે એટલો ભોંમાંઆખા કાણકીયા કુટુંબનેખબર છે .હજી તો આપણેઆઇટમ'જોઇ નથી બાકી લખી રાખ સાવ ડબ્બુ હશે એટલે છેકકાંદીવલી ગલ નાખી છે..."

"જો ચદુ, થોડા શાંત થઇને પહેલા છોકરી જો..પછી બે નહીને ચાર મીટીંગ કરવાની એટલે રાઝ ખુલીજશે... આઇસ કટીંગની ગેમ છે જે ઉતાવળો થાય હારી જાય.. સમજ્યો ને તું.." ભાઇએચંદ્રકાંતને કોઠાસૂઝ બતાડી .

એક ભાઇ આજે પણ જીંદગીની તમામ મુસીબતોમા અડીખમ ઉભો છે ... સગ્ગો ભાઇ નથીબાપાનો દીકરો છે પણ ભસગ્ગા ભાઇથી અનેક ગણો વિષેશ છે...ભાભી રુમમાં આવીને એક વાક્યબોલ્યા "ચંદુભાઇ તમારી ના હશે તો કોઇની તાકાત નથી કે વાત આગળ વધે બરોબર..?તો તમે પોતે હુક્કમનો એકો છો કેમ ભુલી જાવ છો..બી સ્ટ્રોંગ..."ભાભીએ પાનો ચડાવ્યો .

-----

અડધા કલાક મોડા આવી ગોરાચટ્ટા ટીંગુજી કાણકીયાજી કરોડપતિ સ્ટાઇલમા માફી શરુકરી"સોરી હો જગુભાઇ ટ્રાફીક બહુ હતો .ઉપરથી અટલી બધી ગરમી...ઉફ.."પાછળથી ચારફુટ દસઇંચનુ એક હીરા જડીત કાળુડીબાંગ રત્ન દેખાયું..."જયશ્રીકૃષ્ણ જયાબેન ..." હું રમા .પણ જીસકા ડરથા વો બાત કહાં ગઇ.?

ચંદ્રકાંત સહીત સહુ જેની પ્રતિભામાં હતા ક્યાં એવો પ્રશ્નાર્થ પારખીને રમાબેન ઉવાચબેબીગાડી પાર્ક કરે છે...હમણા આવશે.."

અંતે કન્યાએ થોડી ઉતાવળમા માંડ પડતા પડતા ગોટમડુ ખાતા પ્રવેશ કર્યો ત્યારે લગભગ પાચફુટ બે ઇંચની લાગતી હતી ..પણ જેને લીધે ગોટમડુ ખાધુ તે પાંચ ઇંચની હીલવાળા સેંડલ નિકળ્યા કેપાચ ઇંચ ચંદ્રકાંતે માઇનસ કરી હિસાબ જોડ્યો...પાંચ નવ કે દસ..હમમ...જયાબેનને ચારે તરફહીરોનો ઝગમગાટ દેખાતો હતો . રંગ તેની માં ની જેમ પાક્કો શ્યામ હતો. નમણાશ હતી ચંદ્રકાંતનામનમાં ગીત ગુંજતું હતુંશ્યામ રંગ સમીરે જાંવુ મારે સખી શ્યામ રંગ સમીપે જાઉ. ચંદ્રકાંતના હાવભાવ પારખી મોટીબેન અને ભાઇભાભી સમજી ગયા કે વાતનું હરીઓમ થઇજવાનું નક્કી છે.રૂપાનો હસુહસુ થતો ચહેરો તેના હાથની હીરાની બંગડીઓ કાનની ઝગમગતી ચુંકજયાબેને હિસાબ માંડી લીધો ચર પાંચ લાખના તો છોકરીએ હીરા પહેર્યા છે માં તો તેનાંથી બે વેંત ચડેએવો શણગાર કરેલો છેપાર્ટી બહુ મોટી લાગે છે .જગુભાઇએ આછડતી નઝર છોકરી ઉપર કરીનેતેના બાપ ગીરીશભાઇ સાથે વાતે વળગ્યા.ચંદ્રકાંતે હવે શાંત ચિત્તે રૂપા ઉપર નજર માંડી. રૂપા તો તેનેક્યારનીયે ટગર ટગર જોઇ રહી હતી . તેના હાવભાવ કહેતા હતા કે તેણે તો કે સિક્કો મારી દીધેલો છે . ચંદ્રકાંતની નીલી વિશાળ આંખ નમણો ચહેરા ઉપરથી તેની આંખો હોતી નહોતી .

ઔપચારીક્તા પતી પછી ભાભુએ બનાવેલા ગરમ નાસ્તાને સહુએ ન્યાય આપ્યો ત્યારે ચંદ્રકાંતે પહેલીવખત વિચાર કર્યો કે એક કોડભરી કન્યા પણ કેટલા અરમાન સેવ્યા હશે ? કે હું કફપરેડ જઇશતેના બદલે રુપા હોય કે સોના કેટલા અરમાનોની કતલ કરી જે મળે તેને સ્વીકારવા તૈયાર થઇહશે...?હવે ભાવુકતામાંથી નિકળીને નજર માંડી..સહેજ ભરેલું શરીર(ચંદ્રકાંત ત્યારે સાવ પતલાબેતાલીસ કીલોની આઇટમ હતા ..)આઇટમ રંગે શ્યામ..પણ પાણીદારઆંખો નાનકડા મોઢામાં નાકઉપર લાખ રુપીયાની ચુંક ચમકતી હતી જ્યાંથી જયાબેનની નજર હટતી નહોતી...

અંતે આઇટમને બોલાવવામા મોટીબેન સફળ થયા.."રુપા,ક્યા સબજેક્ટ હતા તમારે બીએ માં..?કઇ કોલેજમા હતી..?"

"સિડનામ ( ઇંગ્લિશ ફાડતા લોકો તેને સિધ્ધનામ કોલેજને રીતે સીડનામ કહે )...ઇકોનોમિક્સમારો મેન સબજેક્ટ. યુ નો મારા પપ્પાએ ઇનસીસ્ટ કરેલુ કે તારે કંપનીમા કામ કરવાનુ છે એટલેઇકોનોમિક્સ માન સબજેક્ટ લીધો હતો ..."

બાપાએ પઢાવેલુ બધુ સાથે પણ ખુલી ગયુ ચંદ્રકાંતે સમજી લીધું...પણ તેનો અવાજ સાહીગલસાહેબ જેવો ખરજ સુર...( ભાઇડા છાપઆજનાં પ્રમાણે ઉષા ઉથ્થુપ)સાંભળીને ચમક્યા...મોટીબેનેસુચક રીતે ચંદ્રકાંત સામે જોયુ...મોટીબેને ધારેલું કે રુપા જેવુ રુપ ભલે નથી પણ ગુણતો હશે રુપાનીઘંટડી જેવો અવાજ તો હશે ને..?

ભાભુએ બહુ ઠાવકાઇથી કહ્યુ "કાણકીયાભાઇ ,છોકરાવની મિટીંગ કરવી છે..હમણાં ..?" રૂપા તોવહેલી ઉભી થઇ ગઇ મિટીંગ માટેની ઉતાવળમાં ….