કોને ભૂલુંને કોને સમરુ રે - 162 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 162

કાંદીવલી વેસ્ટમા મલાડ બાજુ રેલ્વે લાઇનને અડીને ખજુરીયા વાડી આવે.. સમયે બે મુળ કરોડપતિભાટીયા લોકોના ત્યાં બંગલા તેનાં કંપાઉન્ડને અડીને ખજુરીયા ચાલ...કપોળ બેંકના એક જુનાવસંતવાડીનાં એક કાણકીયા ક્લાર્ક મકાનમાં રહે .ભાદરણ નગરમાં જમાનાંમા મારા એક દુરનામાસીની બહેન પણ રહે..પણ ખજુરીયા ચાલની સીંગલ રુમ દવે કુટુંબની કદાચ જુની રુમ રહી ગઇ હતીએટલે અલગારી નચીકેતને રુમ ફાવી ગઇ હતી ..સરસ પેઇન્ટીંગ કરે મન થાય તો મ્યુઝીકવગાડે..આમ મસ્ત મૌલા જેવો નચીકેત અલગારી હતો ધૂની હતો મુડી હતો જે હતો તેમાં મસ્તહતો

"નચીકેત એક કામ કર તું સ્ક્રીનપ્રિંટીંગ શીખી જા..મલાડ ટેલીફોન એક્સચેંજ પાંસે એક સ્ક્રીન ટ્રીટકંપની હતી જે મોટેપાયે પ્રિંટીંગનું કામ પણ કરતી . કંપની સાકીનો પ્રિંટીંગનો સામાન પણ વહેંચતીહતી . એક પાટલા ઉપર સ્ક્રૂની ફ્રેંડ એક સાઇડમા મીજાગરા મારીને રાખી હોય તેમાં સ્ક્રૂના ઉપર જેક્લબનું પ્રીંટીંગ કરવાનું હોય તે કલરની ઇંક રેડવાની ઉપરથી બર્બરની પટ્ટી જેને સ્ક્વીઝી કહેવાય તેઇંક ઉપર ફેરવવાની એટલે નીચે જેનાં ઉપર પ્રિંટીંગ કરવાનું હોય તે થઇ જાય પણ તે માટે ડીઝાઇનીંગપછી સારીનો ઉપર ફોટો પાડીને એક્સપોઝ કરેલો હોય એટલે ફોટા પ્રમાણે સ્ક્રીનીંગ થાય . એકવાર તું જા લોકો તને ચોટલા કામ શિખવાડશે ..પછી કામ નહી હોય તો કંપની લેબર ઉપર કામપણ કરવા આપશે .જેમને કામ કરવું હોય તેને બરોબર શીખવાડે પણ ખરા.નચીકેત જોમમાં આવીગયો . બીજા અઠવાડીયે તેણે સમાચાર આપ્યા.."મોટાભાઇ કામ તો હું શીખી ગયો પણ કામ..?"

"જો, હું રિફિલ બનાવું છુ તેને જીફ્લોની જેમ નાના પાઉચ પેક કરીને ઇઝીફ્લો નામથી વેંચુ છું..એટલે પાઉચ ઉપર તારે સ્ક્રીન પ્રિંટ કરવાનુ કામ ચાલુ છે તને ફાવશે...? પછી નવા નવા કામ તારી મેળેશોધવાના પણ મારા કામનાં તને એક પાઉચ દીઠ દસ પૈસા આપીશ તારે હજાર પાઉચ રોજ કરે તો સોરુપીયા મળે ..સમજ્યો..?પણ તારે પોતાને કામ કરવાનુ શરત.."

નચીકેતનું થોડા વખત કામ કરતા કરતાં મન ઉઠી જાય.. કામ મુકીને સીગરેટ પીધા કરે..તેમા સંગતબગડી ,આજુબાજુના નવરા રખડુ છોકરાઓ રુમ ઉપર અડ્ડો જમાડીને બેઠા હોય એટલે થોડુ ડ્રીંકશરાબ ઢીંચવાનું ચાલુ થયુ...સખત ડીપ્રેશનમા રહેતા નચીકેતને બહાર કાઢવામા ચંદ્રકાંત તુષાર નાનીબહેન બા સહુએ બહુ મહેનત કરી..તેને ફીલ કરાવ્યા કર્યુ કે તું બહુ કરી શકે તેવો છે તું એકલો નથી..." ચંદ્રકાંતને સમાચાર મળતા રહ્યા કે તેની સંગત વધારે બગડતી જતી હતી એટલે નિયમિત કામ કરી શકે...તે ચંદ્રકાંતની બહુ ઇજ્જત કરતો હતો...ચંદ્રકાંત પણ તેને નાનોભાઇ ગણીને વહાલકરતા...પણ એક કલાકાર સરળ છોકરાની જીંદગી બનાવી શક્યા.

નચીકેતે પછી લગન કોઇ પારસી છોકરી સાથે કરી લીધાના સમાચાર પણ મળ્યા હતા પણ જેમસુરજ દિવસ આથમે ચાલ્યો જાય એમ સંબંધ પણ અદ્રશ્ય થઇ ગયો...ચંદ્રકાંત રાહ જોતા રહીગયા"વો સુબહ કભી તો આયેગી..."પણ કાશ....

-------------

બીજી બાજૂ કુંવરજીભાઇ નવા નવા લગ્ન માટેનાં માંગા લાવતા હતા પણ મોટાબાપુજીને કોઇકે કહ્યુ..." તમારા નાનભાઇનાં દિકરાનું કરવાનું છે..?"હાવાબાપા સમાજસેવામાંથી અમરેલીનાચક્કરમાંથી ઉંચા આવે તેમ નહોતા એટલે મોટીબેનને ફોન કરી બોલાવી..

"બેન એક છોકરીનું માગુ આવ્યું છે આપણા ચંદ્રકાંત માટે .આપણા નજીકના સબંધી નથી ..બહુમોટી પરદેશની કંપનીનાં માલિક છે...મેનેજીંગ ડીરેક્ટર...તે પેડર રોડ રહે છે...એક દિકરો નાનો ને એકદિકરી છે.. દિકરીનુ માગુ આવ્યુ છે આપણા ચંદ્રકાંત માટે.. એમનો ફોન નંબર હું તો કાલેઅમરેલી જાઉં છુ એટલે તું વાત કરજે જમાઇને સાથે રાખજે..બહુ પૈસાવાળા છે એટલે જયાનેબરોબર સમજાવીશ તો ચંદ્રકાંતને સીધ્ધો કંપનીમાં લઇ લેશે તેમ વાત કરતા હતા.."બાપા બીજોફોન આવ્યો એટલે વાતે વળગ્યા પણ ભાભુથી સહન થયુ"..હે ભગવાન.."

મોટીબેને ભાભુને શાંત પાડીને કરોડપતિ(નામ અટક બદલી છે)ગીરીશ કાlણકીયાને બાપાને ત્યાંથી ફોન કર્યો...

"હલાવ..હું હાવાબાપાને ત્યાંથી ફોન કરુ છું મને તમારી દીકરીની વિગત આપશો...પ્લીઝ? .."

"રુપા નામ છે ..ગ્રેજ્યુએટ છે તમને તો ખબર હશે કે અમે પેડરરોડ રહીયે છીએ સમજ્યા?"

મોટીબેનને ચટકો લાગી ગયો.."હા પણ બેન અમે તો કાંદીવલી ઇસ્ટમાં એક રુમ રસોડાના ફ્લેટમાંરહીએ છીએ તમને ખબર છેને..?આપની આવી કરોડપતિની પેડર રોડની છોકરીને આવા દુરકાંદીવલી ઇસ્ટમાં ફાવશે કે?

મીસીસ કાણકીયાને બેને જોરદાર કરંટ માર્યો એટલે નરમ અવાજમા બોલ્યા"હા બેન અમનેહાવાકાકાએ વાત કરેલી છે બીજું અમારે તો છોકરો પાણીદાર હોય એટલે બસ. બાકી .. અમેપરણ્યા ત્યારે પારલાની ડબલ રુમમાં હતા . પણ મારા બાબુજી ફોરેનની કંપનીમાં મેનેજર હતા,પછી અંગ્રેજને ઇંડીયા છોડવું હતું એટલે આખી કંપની મારા બાપુજીને હવાલે કરી હતી . પોતેએકલા ને પહોંચી શકે એટલે તમારાભાઇ ગીરીશને કંપનીમાં રાખી લીધા તે એના પ્રતાપે અમેપછી આસ્તે આસ્તે પેડરરોડ ગયા બેન.”

"હું પણ મારા બા બાપુજી સાથે પહેલા વાત કરી લઇશ કે આવી પેડરરોડની છોકરી આપડા ઘરમાંસમાશે..કે નહી..?”

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો