પ્રતીક્ષા SUNIL VADADLIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતીક્ષા




કોલેજમાં આજે સાંસ્કૃતિક કાર્યક્રમો ના ભાગ રૂપે "શિધ્રવકૃતવ" સ્પર્ધા હતી . કોલેજના વિદ્યાર્થીઓ માં એક જોમ અને જુસ્સો હતો. નિયમ પ્રમાણે વિદ્યાર્થીએ ચીઠ્ઠી ઉપાડવાની અને તેમાં જે વિષય હોય તેના પર બે મિનિટ વિચારી ત્રણ મિનિટ બોલવાનું હતું.

સ્પર્ધા માં બધા ખૂબ ઉત્સાહથઈ જોડાયા પણ બધા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ની નજર હતી ."પ્રતીક્ષા"પર તે ખૂબ હોશિયાર અને અધ્યાપકોની માનીતી હતી . તેને સાંભળવા બધાં આતુર હતા . અને પ્રતીક્ષા ઉભી થઇ અને ચિઠ્ઠી ઉપાડી જુવે છે અને વિચારવા બેસે છે અને , કોડિયમ તરફ આવે છે.
કોડિયમ આગળ આવી નિર્ભયતાથી તે કહે છે આજે "હું જો પ્રિન્સિપલ હોવ તો ...." તેના પર પોતાના વિચારો રજૂ કરે છે અને તેના વક્તવ્ય થઈ ખુશ થઈ બધા વિદ્યાર્થીઓ તાળીઓના ગડગડાટ થઈ વધાવી લે છે , વિદ્યાર્થીમાં ચહલ પહલ સંભળાય છે કે , પ્રતીક્ષા નો જ નંબર હશે. ત્યાં બીજો કહે છે હા એનો જ મારવી છે સરત ......અને કોલેજના યુવાનો આવો કલરવ સ્વાભાવિક હતો.

ત્યાં એક ધીર ,ગંભીર લાગતો યુવા વિદ્યાર્થી ઉભો થઇ ને આવે છે. અને ચિઠ્ઠી ઉપાડે છે અને એક અધિમિનિટ વિચાર્યું ના વિચાર્યું અને માઇક પાસે આવી ને બોલવા લાગે છે.

" દિન ના હોતા તો રાત ના હોતી,
મેંરા બચપનના હોતા તો એ જવાની ના હોતી"
બધા તેની તરફ જોઈ રહે છે તે કહે છે કે," જો મારું બાળપણ પાછું મળે તો .... " અને તેના બાળપણની યાદો ને લયઆવે છે કે , બાળ મિત્રો સાથે અમે માછી પકડવા જતા પણ ક્યારેય પકડીના શક્યા ... વગેરે અને તે ખૂબ હસાવે છે ....અને છેલ્લે કહે છે કે

" ભૂતકાળ મીઠો લાગે છે પણ તે મળી નથી શકતો "
અને તેનો વસવસોના હોવો જોઈએ ..આ વક્તવ્ય તેને પ્રથમ ક્રમ આવે છે. તેનું નામ "વિનય",


પ્રતીક્ષા અભિનંદન આપે છે વિનય પણ તેને અભિનંદન આપે છે અને બન્ને બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે એકબીજા ની ખૂબ નજીક આવે છે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ માટે તે ચર્ચા નો વિષય બની ગયા છે. ક્યાંક વિનય ને તેના મિત્રો અકળાવે છે . તો ક્યાંક પ્રતિક્ષાને તેની સહેલીઓ.....

અને થોડા સમય પછી કોલેજના વાર્ષિક ઉત્સવ મા બન્ને સાથે એન્કરીગ કરે છે ત્યારે પ્રતીક્ષા અને વિનય બન્ને વધુ નજીક આવે છે અને બન્ને ના હાથ એકબીજાના હાથ ને અડકે છે . પ્રતીક્ષા હિંમત કરી વિનયનો હાથ પોતાના હાથમાં લઈ બોલી ઉઠે છે કે,
"વિનય હું તને......." અને તે રાત્રે વિનય પોતાની બાઇક પર પ્રતીક્ષાને તેના ઘરે મુકવા જાય છે. મૂકી ને ઘરે આવી વિનય સુઈ શકતો નથી અને તેવી હાલત પ્રતીક્ષા ની પણ છે
બન્ને સવારે કોલેજમાં ભેગાં થાય છે પણ બોલી નથી શકતા અને રીસેસના સમયે વિનય પ્રતિક્ષાને બોલાવે છે અને બન્ને બાગમાં જાય છે.

વિનય પ્રતીક્ષા સમક્ષ ભાષણ આપતો હોય તેમ કહે છે. કે, ડિયર પ્રતીક્ષા તું મારા દિલમાં છે. હું પણ તને ચાહું છું મને ખબર છે તું પણ ચાહે છે મને પણ આપણે એકબીજા સાથે રહી શકીએ નહિ તું ખૂબ સુંદર છે બધી વાત ખરી પણ મારા ઘરે બધા રૂઢિવાદી છે તે તારો સ્વીકાર નહીં કરે અને તું"શાહ "છે ને હું "ઠાકોર " મારા સમાજ અને તારા સમાજ મા ખૂબ ફેર છે તમે પૈસા થઈ પણ સુખી છો અને હું તારા માટે લાયક નથી આમ બોલતો રહ્યો .......અને ....બંધ થયો.
પ્રતીક્ષા કહે, હું બધા દુઃખ વેઠીશ પણ મારા મનમાં તું છે મા રે કઈ ન જોઈએ અને ત્યારે વિનય કહે છે બીજી વાત કે મારા લગ્ન બાળપણમા જ નકકી થઈ ગયા છે .અને હું તને ચાહું છું પણ, મા - બાપ કે સમાજ વિરુદ્ધ ના જવાય અને પ્રતીક્ષા જો તમે તો ખૂબ અમીર અને તું દેખાય છે પણ હિરોઇન જેવી તને સારો છોકરો મળી જશે પણ આપણી આ દોસ્તી દોસ્તી રહેવા દે......અને પ્રતીક્ષા ને પ્રતીક્ષા કરતી મૂકી ચાલ્યો ગયો....

પણ , વિનય ખૂબ રડ્યો અને સમય જતા બધું થાળે પડ્યું અને પ્રતીક્ષાના લગ્નની પત્રિકા વિનય ને મળી તે લગ્નમાં ન ગયો પણ વિનયે નક્કી કરેલું તેમ તેણે લગ્ન ના કર્યા અને તે પ્રતિક્ષાને ખુશ જોઈ ને પોતે ખુશ થતો અને તે સરકારી કચેરીમાં ક્લાર્ક ની નોકરી સાથે .... એક .... કવિ બની ગયો પ્રતીક્ષા ની પ્રતીક્ષા મા અને લખી ઉઠ્યો

"હે માનવી તે કેમ વાડા, બનાયા નાત જાતના
જે થી " હું" અને " તે" મળી ના શક્યા ",



બસ એક મેકની ,એકમેકની પ્રતિક્ષા કરતા રહયા........