વનડેનો વરરાજા SUNIL VADADLIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વનડેનો વરરાજા

પ્રભાત થઈ સવાર પડી રહ્યું હતું. ફળિયાની વહુવારુને ઘણા દૂધ રેડવા ડેરીએ જતા હતા. અને ઘણા ભાઈઓ દાતણ ને લોટો લઈ ગુયા તરફ જઈ રહયા હતા. અને ઘણા મોટી ચોકમાં બેઠા હતા. તો બીજા કઈક ઘરના કામકાજ કરતા હતા. સવારે આઠ વાગ્યાની આજુબાજુ કાન્તિ બામણ સાઇકલ સૌની સ્પીડે લઈને આયો. કાન્તિ મહારાજે ડેરીએ બેઠેલા વાઢા માં ના એક એટલે ચકા ભુવાને કહ્યું . અલ્યા ચકલા ઘરે જા તારું કામ સે ઝટ જા હું ઘરે જઈને ચા પિયને આયો ચકો તો ડેરીથી ઉભો થઈને કે, આ કાંતયાને શું કામ હશે ? ઘેર ગયો..
કાંતિએ ચકાના ઘરે જઈ એની માં ને કીધું હિરિકાકી જુવો હું ખટનાલ કાલેે ચોરી કરવા ગયેલો પણ છોડીના કાકા ને અને વર ના બાપાને કઈક કાળો બજાર ઓછો પડઓ તે જોન પાછી વાળી લીલા માંડવે હવે ઈજ્જત અન વટનો હવાલ સે જો કેેતા હોય તો આ ચકાને ઉઘલાઈ દઈએ હિરિકાકી કઈક વિચારે એ પેેલા ચકો તો કુદી પડઓ માં ન પાડીશ નઈ અને ચકાના રેેહતા ચરામાં ભાઈ શિવરામ ને બોલાવ્યા અને બધી ત્યારી કરી એ જ દિવસ સાંજ ચાર વાાગે ગણેશ માંડયા ને લગ્ન ગીતો ગવાય.....

" છોરા ચેદાડા નું પેણું પેણું કરતો તો
ઓલી ભગારો ભચકાતો તો...."

" હળદર કેરો કાંકરો ને વેવણ ક્યાં રમી આવયા "


અને ગઈ સાલ પરણેલા એક ફળિયાના વર ના કપડાં લઈ ને ચકાને ત્યાર કર્યો અને ટેક્ટરમાં જાન રાત્રે નવ વાગે નીકળી અને ગઈ બધાના મનમાં ડર હતો
. કઈક થશે તો પેલા કેસ કરે ને પોલીસ આવે પણ , એવું કંઈ ના થયું ...
નાતના રીત રિવાજ પ્રમાણે લગ્ન થયા . અને સવારે ટેક્ટરમાં બેસી જાનયા અને સાથે વર-વહુ બન્ને આયા. બન્ને ને અમારા ઘરે બેસાડ્યા . હું નાનો નવી વહુ જોવ અને સતાઈ ને જોઈએ.. ચકાની ભાભી અને ફળિયાની વહુવારો ફટાણા ગાતા ગાતા નવપરણીત યુગલ ને વધાવી લેવા આવ્યા. ચકાની ભાભીએ દીવો થાળી લીધેલ માથે ધળી મુકેલ બન્નેની આરતી ઉતારી એમના ઘરે લઈ ગયા. ચકો ખૂબ ખુશ હતો. હોય જ ને પણ, એને શુ ખબર કે, આ ખુશી તૂટવાની હતી. આ બધું પત્યું અને ચકો અને તેની ચકી એક થાય એ પહેલાં તો તેની સાસરીમાં થી તેના સસરા અને અન્ય નાતના માણહો તેડવા આવ્યા બન્ને ને તેડ્યા.. અને બીજા દિવસે ચકો એકલો આયો ક્યારે બેકલો થયો અને ક્યારે એકલો ખબર ન પડી...કાંતયા મહારાજને ખૂબ લડ્યા ..પણ નસીબ આગળ પાંદડું.....
ડેરીએ આ વાઢઓનો અડો બધા ત્યાં બેસી દુઃખ બાટતા હશે. પણ, એમાંથી બાકાત થયેલો આ ચકો નવી રીતનો વાંઢો ગણાતો જે થાળી પાસે હોવા છતાં જમી ન શક્યો .. મધુરજની તો બસ વિચારમાં જ કરવી પડે તેવો તેમ છતાં તે , 'વટના ગાજર ખાઈ નાખે " આ ચકો કે હું પરણેલો તો કેહવવ જ . આમ આ ચકો ભુવો વન ડે નો વરરાજો બનેલો ... ક્યારે લગ્ન થયું , ક્યારે છૂટું થયું એ પણ હમજણ ન પડી . પણ , વટનો માર્યો ગાજરા ખાઈ કે હું , પરણેલો તો કેહવવ જ તેમાં બે મત નથી.... આને કહેવાય " લેવું નહિ ગાજર ને કહે હું હાજર " અત્યારે ગામ જવ તો આ ચકો તેની ચકીની યાદમાં આવશે તેમ ચાતક નજરે રાહ જોઈ ડેરીએ બેઠેલો હોય છે. અને રોજ સાંજ પડે પોટલી પિય ગમ દૂર કરતો જોવા મળતો હોય છે. , ક્યારેક ફળિયામાં ફૂલ ટાઈટ થઈ ગાતો હોય કે,
" તેરા ગમ અગર ન હોતા તો પોટલી મેં ન પિતા " ગાતા ચક્કા ને જોઈ દયા આવે છે.....

નોંધ :- એક પ્રસંગ આવો બનેલો તેનું ચિત્રણ કર્યું છે ...મેં,તર મી મેતરાઈ ના વટ ખાતર આવું પણ સમાજમાં થાય તે બતાવ્યું છે....મેં ગામઠી અને અમારી નાતબોલીના શબ્દો વાપર્યા છે જે ચરોતર વણકર સમાજમાં બોલાતા હોય છે....