તૂટી ગયું SUNIL VADADLIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તૂટી ગયું

આજે સવારે સૌરવને સ્કૂલમાં જવું નહોતું તે ખૂબ જોરજોરથી કહી રહ્યો હતો. હું સ્કૂલમાં જવાનો નથી . અરે પણ થયું છે શું ?
સૌરવ કઈ નહિ મેં કીધુને નથી જવુંં. બસ મનેે એકલો છોડી દો ! મને સવાલ ના કરો પલીઝ પ્લીઝ ...મમ્મી , બેન કઈ કે એ પહેલાં એ તેના રૂમમાં જઈ ને બેેઠા તો તેંના મમ્મી કમળા અને બેેેન માંનસી કઈક ચિંતામાં મુકાયા . આજે આ સોરવને થયુ શુ એ સ્ફુલમાં જવા ઉતાવળો હોય , જે તેના મિત્રોની વાતો કરતો ઘરમાં ઓછું બોલતો પણ બહાર મિત્રો વચ્ચે જાણે નેેતા હોય આ છોકરા ને થયું શુ ? આ વિચાર કમળા અને માંનસીને સતાવતા હતા.

આખો દિવસ રૂમ માં પુરાઈ રહેલા સૌરવ કોઈ સાથે બોલ્યો નહિ. બપોરે જમ્યો પણ નહીં. ચિંતામાં તેના મમ્મી અને બેન પણ ના જમ્યા . અને સાંજે બધી વાત ઓફીસ થી આવેલા તેના પપ્પા હસમુખભાઈને કમળાબેને કરી. સોરવને બોલાવી તેના પિતાએ પૂછ્યું કેમ તું સ્કૂલે ગયો નહિ શુ થયું , જે હોય એ કે એમ કહેતા ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા અને કહ્યું પાણી લાવો માનસી પાણી લઈને આવી . પાણી પીધું ન પીધૂં ને હસમુખભાઈ ચાલુ પડી ગયા. જો તારી બેન કેટલુ કામ કરે પછી કોલેજ જાય....એમ કહી તૂટી પડ્યા . સૌરવ મો નીચું નાખી સાંભળતો હતો. અને એકાએક સૌરવ બોલ્યો જે કહેવું હોય તે કહો હું સ્કૂલમાં નથી જવાનો અને હસમુખભાઈ ખૂબ ગુસ્સે થયા જેમ 'તપેલી ગરમ થાય ' તેમ ગરમ થઇ જો ભઈલા તારે જે હોય એ કાલથી સ્કૂલમાં જજે સૌરવ હું નથી જવાનો...જે કરવું હોય એ કરો ...બીજે દિવસે પણ તે ના ગયો એમ કરતાં ત્રીજા દિવસે તેના મિત્રો ઘરે આવ્યા કેમ ભાઈ સ્કૂલે નથી આવતો ..સુરેશ, પિયુષ વગેરે મિત્રો હતા. જોવો યાર ભણીને નોકરી મળતી નથી. અને નોકરી વગર છોકરી ના મળે તો જે ભણતર નોકરી, છોકરી ના અપાવે તે શું કામનું....આમ તેણે તેની ફિલસુફી ચાલુ કરી બધા તેની સામે જોઈ રહેલા અને લાગે કે કોઈ વક્તા વક્તવ્ય આપતો હોય . પિયુષ જો ભાઈ નોકરી મળે કે ન મળે ભણવું તો પડે. અને આ તો એચ.એસ.સી બોર્ડ તું દોસ્ત બારમું કર પછી ના ભનીશ બોલ કાલથી આવજે
..ત્યાં સુરેશ બોલ્યો આવશે પણ સૌરવ હું નથી આવવાનો..પિયુષ સારૂ ના આવીશ પણ સાચું કે શું થયું..કઈ નઈ.. અરર બોલને બધા મિત્રો એકીસાથે ....બોલ્યા...
સૌરવ થોડી વાર ચૂપ રહી ને...બધા શાંત થયા એટલે "મને પ્રેમ થયો છે અને મારું દિલ તૂટી ગયું છે." માટે નહી આવવાનો રસોડામાં ચા બનાવતા કમળાબેન અને માનસી આવી ગયા અલ્યા શું બોલ્યો ? બોલ તો ફરી ....રાતે તારા પપ્પા ને આવવા દે કોણ સે એ છોડી જેણે મારા છોકરા ને બગાડ્યો . માસી તમે બોલશો નહિ. હું સમજાવું છું... પિયુષ અલ્યા પણ કોની જોડે થયો ચાલ બહાર જઈએ અને મિત્રો સાથે એ ગયો અને મિત્રોને બધી વાત કરી. જો પીયૂશ્યા , શુર્ય અને તમે બધા હાભરો પેલી આપણા કલાસમાં ગઈ સાલ આઈ છે. ને લાંબી ને પાતળી સીમા બધાંમિત્રો હા તે તેની બર્થડે હતી ગયા શુક્રવારે તે એને ખબર હોય કે શું તેણે મને સામેથી બોલાઈને ચોકલેટ આપી એ જ દિવસે મારો બર્થડે મેં તેને પૂછ્યું કે શેની એ કે બર્થડે પછી મેં વાસી બર્થડે એટલે બીજા દિવસે એના કરતાં વધારે પૈસાની એક ચોકલેટ અને ગિફ્ટ તરીકે એક રીબીન આપી અને એ રીબીન એની બેને લઈ લીધી તે ખૂબ રડી...પિયુષ સારૂ ચલ જવા દે તે એને એટલે સીમાને આઈ લવ યુ કીધું બોલ સૌરવ ના પણ વાત તો સાંભળો લ્યા પછી એ સીમા રડી અને એની બહેનપણી રેશમાં ને વાત કરી શુરેશ વચ્ચે અલ્યા સૌરવ મારું રેશમાં જોડે સેટીંગ કરાઈ દેને સૌરવ આ ગધેડો આઈ મારું નાવડું ડૂબે છે . ને આને તરવું વહે રેશમાં વારી... ના જોઈ હોય તો.
પિયુષ જવા દે તારી વાત કર અને આમ મારું અને સીમાનું સેટીંગ થયું . અને રેશમાં એ આઈને કીધુકે સીમાને આપેલી રીબીન તેની નાની બેને લઈ લીધી તે એ ખૂબ રડી તે હું હીરો બનવા તેની બેન જે દશમાં ધોરણમાં ભણે તે મેં તેને ખખડાવી તેણે ઘરે બધી વાત કરી તો હિન્દી પિચર જેવું થયું તેના બાપાએ સીમાને ખૂબ મારી એટલે મારું બ્રેકપ થયું . એટલે હું નઈ આવતો અને નઈ આવવાનો..તમે બધા જે કહો તે હું નઈ આવું...પિયુષ એમ વાત છે ભાઈ પ્રેમના વહેમમાં...સૌરવ જો પિયુષ તને શું ખબર પ્રેમ ?.
સકુલમાં જઈ પીયૂશે આખી વાત રમણ સાહેબ જે ગણિત ભણાવે તેમને કરી અને કહ્યું સર કઈક કરો એ સ્કૂલમાં આવે આ રમણમાસ્ટર વિદ્યાર્થીઓ ના માનીતા એ જઇ ચડ્યા એ સોરવને ઘરે જઈ તેંને બહાર લઈ જઈ ખૂબ સમજાવ્યો અને કહ્યું આ એચ.એચ.સી પૂરું કરી અમે એ સીમાને ભૂલી જા..સોરવના ભુલાય હું પ્રેમ કરું છું સાચો રમણ સાહેબ ....જો સૌરવ દુનિયા ખૂબ મોટી છે . તારા માટે એક છોકરી ભગવાને બનાવી હશે સમય આવે તે તને મળશે માટે અત્યારે તું ભણવામાં ધ્યાન આપ અને આટલું કહી કહ્યું જો ઉપર સૌરવ જોઈ રહ્યો....
" જો જેમ આકાશ વિશાળ છે. તેમ ધરતી પણ વિશાળ છે. અને અહીં ખૂબ સ્ત્રી પુરુષો છે. અને તારા માટે જે નારીનું સર્જન થયું હશે તે યોગ્ય સમયે તને મળશે માટે બધું છોડી કાલથી સ્કૂલમાં આવજે અને તારા મમ્મી પપ્પા ને કે જે ચિંતા ન કરે અને તું જેને પ્રેમ કહે છે તે ફક્ત વિજાતીય આકર્ષણ છે. જે દરેકને થાય છે. આ ઉંમરે અને તેને પ્રેમનું નામ આપે છે "
અને જો તું સીમાને ખુશ જોવા માગતો હપય તો તેને ના બોલાવીશ નહિ તો તેની બેનના કહેવાથી ફરી તેના પપ્પા મારશે અને સ્કૂલ પણ છોડીશ દે તો તું તારી જાતને માફ નહિ કરી શકે. બોલ...કાલથી સૌરવ સ્કૂલમાં આવશે ને પ્રોમિસ આપ અને રમણ સાહેબને સોરવે પ્રોમિસ આપ્યું અને બીજે દિવસથી તે નિયમિતતાથી સ્કૂલમાં જવા લાગ્યો....

નોંધ :- આ એક કાલ્પનિક સ્ટોરી છે વાસ્તવ સાથે કોઈ સંબન્ધ નથી......