જોન્ટીના જવાનું દુઃખ SUNIL VADADLIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોન્ટીના જવાનું દુઃખ

ખૂબ ટાઢ હતી. ડેરીએ સવારમાં ફળિયાના લોકો દૂધ આપવા જતા હતા. તો કોઈ દૂધ લેવા માટે જતા કોણ જાણે કેમ આવામાં કોઈ કુતરી અડારામાં ઉકાઉ ઉકાઉ ઉકાઉ...... કરતી હતી . ટીચ્યો દાતણ નો ડોયો મોમાં ઘાલી ફરતો હતો. અને એણે જોયું તો લાલી કુતરી વાવાની ત્યારીમાં હતી. એણે જોર જોર થી બુમાબુમ કરતો હોય એમ બૂમ પાડી ...કુસુમ કાચી કુસુમ કાચી આ લાલી લાગે વાવાની ત્યારીમાં સે....ત્યારીમાં સે...અને સવારે સાત વાગે લાલી કુતરીએ સાત ગ્લુડિયાને જન્મ આપ્યો તેમાં બધા લાલી જેવા ખૂબ સરસ અને સુંદર હતા કુસુમકાચી દર વરહ ની જેમ ઘઉં નો લોટ , કાંકરી ગોળ અને ઘી વાળો શિરો બનાવીને લાલીને મુક્યો અને ફરિયાના છોકરાઓને કીધું કે, કોઈએ લાલી આગળ ન જવું . વાઈલી કુતરી કરડે , બચકાટ કરે તો ચવુદ ચવુંદ હોયા દવાખાને જઈ દુટી પર મુકાવા પડે પણ હાભરે કોણ અને થયું એવું જ ફળિયાના છોકરા એટલા તોફાની અને માથાભારે ધીગાણે ચઢે તો તો પતી ગયું. બરાબર શાળાએ જવાનો સમયે ભરત, દિપક , કમલેશ, ટેણીયો ,સૂર્યો વગેરે ભેગા થયા. એમાં કમલેશ એટલે કમાલની નોટ હમણાં પાચસોની બંધ થઈ એય નાની હોય એટલી મોટી તેને કુસુમ કાચી કમલો કુતરિયો કહેતા . આ કમલાનો કૂતરા પ્રત્યેનો પ્રેમ ભારે એ આ ગ્લુડિયા સાથે ગ્લુડીયો બની જતો. રમતો અને ખરું કહું તો મલ-કુસ્તી કરતો હોય. આ કમલો ખૂબ તોફાની તેને ગમતી ગ્લુડી નું નામ જોન્ટી પાડેલું . વાઈટ અને લાલાશ પડતા પટ્ટાવાળી કુતરી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયા નો એક ક્રિકેટ ખેલાડી જોન્ટી રોઝ ના નામ પરથી તેનું નામ જોન્ટી રાખેલું કમલો ઘરે એની મા મણી કાચી ને કહે કે મારે નિહારમાં ખાવા રોટલો જોઈએ. એમ કહી ભાગીને લઈ આવે અને ખિસ્સામાં ભરે પાછો મિત્રો આગળ કહે આ તો આપણું બ્રેકફાસ્ટ છે. પોતે ખાઈ અને જોન્ટી ને ખવડાવે બાજરીનો રોટલો ખૂબ જોન્ટીને વ્હાલ કરે જેમ કોઈ પોતાની પ્રેમિકાને કરે આમ કહું તો અતિશયોક્તિ કરતા હું પશુ પ્રેમ મેં કમલાનો જોયો અદભુત ....જોન્ટી ધીરે ધીરે મોટી થઈ અને ગામમાં માન્યતા કે જેટલા ગ્લુડિયા ઓરી (હોળી) જુવે એ જીવે બીજા મરણ પામે અને લાલી કુતરીના સાત ગ્લુડિયા તો દરેક છોકરાઓએ વેહચેલા કે આ મારું મેં પાડ્યું એમ કમલાએ આ જોન્ટી ને પાડેલી..બધા છોકરા સાંજે ડેરીના સમયે ભેગા થઈ ડેરીએ જાય અને પોતપોતાના ગ્લુડિયાને પીવા માટે કોડિયામાં દૂધ ઉઘરાવે જે પવાલુ રેડી આવે તેમાં વધેલું ટીપે ટીપું ઉઘરાવે ભેગું કરી કોડિયામાં લાવી પીવડાવે. પણ આ બહુ ચાલ્યું નહિ . ઓરી નજીક આવતા આવતા તો જોન્ટીના ભાઈ બેન એટલે બીજા ગ્લુડિયા બહુ જીવ્યા નહિ. હવે આ કમલો કુતરિયો જ તેનો ભાઈ, મિત્ર, પ્રેમી જે કહો તે હતો. ઘણી વાર તો આ પ્રેમ જોઈ મણી કાચી એ કેટલીય વાર કમલાને રાડીયે રાડીયે માર્યો હતો . રાડીયું ભાગી જાય ત્યાં સુધી પણ , જો આ બન્ને એકબીજા થી જુદા થાય તો ભારે કેહવાય , કદાચ સૂરજ તેનું કામ છોડી દે પણ આ કમલો અને જોન્ટી કુતરી ખૂબ હળીમળી ગયેલા આ જોન્ટી મોટી થઈ અને મરવા પડી તે દિવસ કમલાએ ચામઠી માતાની બાધા માની અને જોન્ટીને હારુ થતા જીદ કરી શિરો બનાવડાવ્યો અને ચામઠી મંદિરે ચઢાવી તે શિરો જોન્ટીને ખવડાવ્યો. જો કોઈ આ જોન્ટીને મારે તો તેની જોડે રીતસર જંગે ચઢે...આ કમલસનો અને કુતરી જોન્ટી રમે તો લાગે કે કોઈ સર્કસનો રીંગમાસ્ટર DOGI DANCE . જોઈ લો એકવાર આ કિતરીને હડકવા થયો અને તે મરણ પામી તેને પંચાયત નો કામદાર કશનો ભાઈ લઈ ગયો તે ત્રણ દિવસ સુધી કમલાએ ખાધું નહિ મા પરાણે હમજ્યો . અત્યારે આ કમલો મળે ગામ જવ ત્યારે જોન્ટી ને યાદ કરતા ભાવુક થઈ જાય એનામાં હજી પ્રાણી પ્રેમ જીવે છે. ખરેખરું કહું તો આ કમલો હજી બાળપણમાં અને બાળપણ કમલામાં જીવે છે.....

નોંધ :- આ વાર્તા પશુપ્રેમ દર્શાવે છે ...
રાડીયું :- તમાકુનું લાકડું ..
ચામઠી માતા :- વડદલા મારા ગામના ઝાપાની માતા છે તેની બાધાથી કર્યો થાય તેવી માન્યતા...