લોહીની સગાઈ વાર્તા વિશે નોંધ SUNIL VADADLIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોહીની સગાઈ વાર્તા વિશે નોંધ

નવલિકા:- લોહીની સગાઈ
નવલિકાસંગ્રહ:- લોહીની સગાઈ
સર્જક:- ઈશ્વર પેટલીકર

આ વાર્તા ખૂબ સરસ માતૃપ્રેમ દર્શાવતી વાર્તા છે જે પેટલી ના ઈશ્વર પેટલીકર લિખિત છે. જે જ્યારે જ્યારે વાંચી છે ત્યારે આંખમાં ઝળઝળિયાં આવ્યા છે તેવું વર્ણન ખુબ સરસ રીતે માતાનો સતાંન પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમની વાત છે...

અમરતકાકીને બે દીકરા અને બે દીકરી એમ ચાર સંતાન છે જેમાં તેમની દીકરી કંકુ પરણી ને સાસરે છે જ્યારે બન્ને દીકરા શહેરમાં નોકરી ધધાને કારણે રહે છે. ગામમાં અમરતકાકી અને તેમની સૌથી નાની દીકરી મંગુ જે બાર તેર વર્ષ ની ગાંડી અને મુંગી છે . તેને સહેજ પણ પોતાનાથી અડગી કરતા નથી . કોઈ કહે ગાંડા ના દવાખાને મુકવા તો પાંજરાપોળ ની ઉપમાં આપે છે અને કહે જો હું મા થઈ ને ખ્યાલ ન રાખું તો મારી લોહી ની સગાઈ સાચી નહિ... મંગુ ને સારું થાય તેથી તેમણે ખૂબ પ્રયત્ન કર્યો. ભુવા , જ્યોતિષ કોઈ હીંગવાળો કે ફેરિયો કહે કે આ દવા કરો એ પણ કર્યું બાધાઓ રાખી. એકવાર કોઈ જ્યોતિષ કહ્યું કે માગશર મહિને તેની દશા બદલાશે તેમના માટે તો માગશર મહિનો આરાધ્ય દેવ થઈ ગયો . અને કાગનું બેસવુ ને ડાળ નું તૂટવું માગશર મહિનો આવતા એકવાર મંગુ પેશાબ કરવા બેઠી તે જોઈ અમરતકાકી બધા ને કહેવા લાગ્યા અને તેના લગ્નના દિવાસ્વપ્ન જોવા લાગ્યા . દીકરા અને તેમની વહુઓ વેકેશનમાં આવે પણ અમરતકાકી કઈ પૌત્ર કે પૌત્રી પ્રત્યે બહુ ધ્યાન આપે નહિ. કચારેક તો કંકુ તો કહી દે કે આ ગાંડા હીરાને છાતી એ થી અળગો કરતી નથી . ઘડપણમાં ભાભી જ કામ આવશે એ કજાત નહિ...પણ અમરતકાકીની મનોસ્થિતિ જાણ્યા પછી કોઈ કઈ કેહતું નહિ . તેવામાં ગામની એક દીકરી કુસુમ જે શહેરમાં ભણતી તે ગાંડી થઈ ગઈ. અને ત્યાર બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરી થોડા સમય પછી ગામમાં સમાચાર આવ્યા કે કુસુમને હવે સારું છે થોડા સમય પછી કુસુમ ગામમાં આવી તો જોવા સુઉં થી આગળ અમરતકાકી હતા. ઘણા એતો ત્યાં કહ્યું કે મા જ થઈ....અમરતકાકી એ કુસુમને મળવા બોલાવી હોસ્પિટલમાં રેહવાની જમવાની બધી વાત પૂછી . પછી દિલ પર પથ્થર મૂકી કાગળ લખાવી દીકરાને કહ્યું અને મગુને હોસ્પિટલમાં ભરતી કરવા કહ્યું કાગળ મળતા દીકરો આવી ગયો પણ મન હજી અમરતકાકી નું માનતું નોહતું . મંગુ તો ખુશ હતી નવા કપડાં પેહરી પણ એને ક્યાં ખબર હતી ગાડા માં અને બસમાં મુસાફરી કરનારને તો મજાક ટાઈમપાસનું પાત્ર મળી ગયું ...કોઈ બોલ્યું કે આની મા નથી . અમરતકાકી કઈ કહી શક્યા નહી. કોઈએ કહ્યું તમે મા થઈ ને પછી હોસ્પિટલ વાળાનો શુ વાંક ...અમરતકાકી ની ત્યારની સ્થિતિ ખૂબ હ્યુ વલોવી નાખે ભાવકનું ત્યારબાદ હોસ્પિટલમાં ડોકટર , પરિચારિકા વિધવાબેન નું આશ્વાસન...અમરતકાકી એને દહીં આપજો બે ત્રણ દિવસે એને બેસી ને જમાડજો એ કઈ નહિ સમજે... રાત્રે ઓઢાળજો...એ પેશાબ કરે તો બદલાવજો નહિતર વાય ચઢશે ....એ ને પ્રકાશમાં ઉંઘ નહિ આવે .અંદર ઓરડી જોવા ન જવા દીધી ..તેથી મનમાં ઉદભવતા પ્રશ્નનો કે , અંદર નહિ ગમે એવું હશે તેથી નિયમ હશે. અંદર ખાટલો હશે કે કેમ એ તો પૂછ્યું નહિ જો ભાઈ ન હોત તો પાછી લઈ જાત ...ખરું કહો તો હું હારી...મનોસ્થિતિ માં ખૂબ માતૃત્વ પ્રેમ આલેખ્યો છે દીકરો પણ માતા ની વેદના સમજે છે પણ કઈ કહી નથી શકતો રાત્રે અગિયાર વાગે બન્ને આવે છે બાજુમાં રહેતી તેમની પિતરાઈ એ જમવાનું બનાવ્યું હોય પણ કોઈનું મરણ થાય અને કોઈ આગ્રહ ન કરી શકે તેમ તે કરી શકતી નથી ..ઓરડીમાં અમરતકાકી ખાટલામાં સુઈ જાય છે ત્યારે રડવાનો અવાજ બહાર ઓસરીમાં સુતો દીકરો પ્રતિજ્ઞા લે છે કે હું મંગુ ના મળમૂત્ર સાફ કરીશ.. સવારે જણાવીશ...વગેરે તેની મનોસ્થિતિ નું પરિસ્થિતિ ગત ખૂબ સરસ વર્ણન કર્યું છે. બીજી તરફ અમરતકાકી રોજની જેમ જોજે પલાડતી નહિ...ઓઢળેલી ગોદડી ન કાઢી નાખતી. ઊંઘમાં બબડે છે ...અને પરોઢિયે એકાએક ચીસ પાડે છે કોઈ ધાજો રે ધાજો મારી મગુને મારી નાખી....ને અમરતકાકી પોતે મંગુ ની નાત મા વટલાઈ જાય છે એટલે કે, પોતે મંગુ ની સ્થિતિમાં આવી જાય છે .. આટલો જબરજસ્ત માતૃપ્રેમ ભાવક ને ચોધાર આંસુએ રડાવી જાય છે ....માતૃપ્રેમની ..સ્થિતિ એટલી સુંદર વર્ણનકલા દરેક પાત્રો મંગુ, અમરતકાકી, કુસુમ, કંકુ વગેરે પાત્રોના વર્ણન કલા ખૂબ ભાવાત્મક અભિવ્યક્તિ છે....

માતાના નિઃસ્વાર્થ પ્રેમની ઝાખી કરાવતી વાર્તા ખૂબ સુંદર છે અહીં કોઈપણ જાતની અપેક્ષા મા ન રાખે ભલે એનું બાળક ગમે એવું હોય તે દર્શાવ્યું છે અને એટલે સુધી કે મંગુ ની નાતમાં વટલાઈ જવું પોતે ગાંડપણ આવી જાય....તે ચોટ આપનાર દ્રશ્ય વાંચન સમયે આંખોમાં થી સ્વાભાવિક રીતે આવી જાય તેવી ખૂબ સરસ વાર્તા છે....

ખરેખર કોઇ કવિ એ સરસ કહ્યું છે કે,

" અંધેરે તેરા મુહ કાલા હો ગયા
મા ને આંખે ખોલી ઉજાલા હો ગયા ",

આવી નિસ્વાર્થ માતૃપ્રેમ વાળી નવલિકા ખરા અર્થમાં "લોહીની સગાઈ ", સાર્થક થાય છે યથાર્થતાના શિખર સર કરે છે....મા તે મા ....ચરિતાર્થ કરે છે...