કોને ભૂલુંને કોને સમરુ રે - 153 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 153

દિલીપગાંધીએ બહુ મહેનત કરી ઓળખાણ કાઢવાની કોશીષ કરતા રહ્યા વચ્ચે વચ્ચે જયાબેનજગુભાઇની મદદે આવ્યા કર્યુ..થોડીવારમા ચંદ્રકાંત સામે જીસકા હમે થા ઇંતેજાર વોઘડી ગયી...સુરભી નામની કન્યાનો પ્રવેશ ડ્રોઇંગ રુમમાં થયો...પહેલી કન્યા પહેલો ઇંટરવ્યુ ..પહેલી તેનીસામે નજર માંડવાની હતી.

જયાબેનને ટેવ મુજબ એક્સરે નજરથી છોકરીને આરપાર જોઇ લીધી પણ અવડામોટા ફ્લેટ આવુજાહોજલાલી વાળુ પડખુ મળે તેની લાલચ લપલપાવી રહી હતી. હતી...રમાબેનના હાથમાં હીરાનીબંગડીઓ કાનમાં મોટા હીરાના લવીંગડા લટકતા હતા...(અમારી કપોળ જ્ઞાતિમા મરણ વખતે પણપ્રાથનાસભામાં અવરગંડીની નવી સફેદ સાડી કે હવે પંજાબી પહેરે પણ ફુલ હીરાના દાગીનાનો દેખાડોથાય .. ઝેર અમારા લોહીમાં ઘુસી ગયુ છે...કદાચ હવે બીજી જ્ઞાતિઓ પણ ફેલાયુ હશે...મરણપછી પ્રાથનાસભામાં ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની હવે બધુ સંભાળે...!!!)

ગરમ ગરમ ઇડલી ચટની ઉપમાં ખારા કાજુબદામ પિસ્તાની ટ્રે આવી કાજુકૈસર રોલ આવ્યાહતા...કુવંરજીબાપા ત્રાંસા નજરે જયાબેનના હાવભાવ માણી રહ્યા હતા...

સુરભીએ જમાના પ્રમાણે મોર્ડન ગણાય તેવો પંજાબી ભારેવાળો ડ્રેસ પહેર્યો હતો...નાસ્તાને ન્યાયઅપાતો હતો ત્યારે કુંવરજીબાપા ઉભા થઇને જયાબેનને ઇશારો કર્યો એટલે જયાબેન પણ ઉભા થયાઅને બાપાની પાછળ ગેલેરીમા ગયા..."કેમ લાગે છે જયા...?મિટિંગ છોકરાવની કરવી છે..?હા હોય તોબાજુના રુમમા ગોઠવણ કરાવું..."

"મિટિંગ તો કરીયે નહીતર આપણે જાણે ખાવા આવ્યા હોય એવું લાગે કેમ..બરોબર બાપા..?" જયાબેને સામી બાઉન્ડ્રી મારી .

------

લગ્ન માટેનીએ પહેલી મિટિંગ માટે ચંદ્રકાંત સુરભીની સાથે બાજુની રુમમાં ગોઠવાયા ત્યારે સુરભીઅપલક નેત્રે ચંદ્રકાંતને જોઇ રહી હતી...ચંદ્રકાંત બહુ સંયમથી આછડતી ઉપરછલ્લી શરીફ નજર ફેરવી રહ્યા હતા .

"તમને મેં ક્યાંક જોયા લાગે છે..." સુરભી અચાનક ચંદ્રકાંતને ટકી ટીકીને જોતા બોલી .

"ગયા ભવમા કે...?"ચંદ્રકાંતે મજાક કરી .સુરભી મોટેથી હસતા હસતા બેવડ વળી ગઇ...લાલઘુમ થઇગઇ...રમાબેન દોડતા ધસી આવ્યા સુરભીની પીઠ પસારતા બોલ્યા "બેટા દીકુ ધીરે ધીરે ..લે પાણી પીલે.."પાણી પીવડાવી રમાબેન રવાના થયા એટલે હવે સુરભીનો સંકોચ જતો રહ્યો ...ફરીથી ચંદ્રકાંતનીઆંખોમાં આંખ પરોવી જાણે કહેતી હતી .. તારી આંખની અફીણી તારા બોલની બંધાણી ..! આમપણ ચંદ્રકાંતની વિશાળ નીલી આંખોમાં એવું અજબ ખેંચાણ છે કે માનુનીઓ આજે પણ આફરીનપોકારી જાય છે ત્યારે બાજુમાં બેઠેલી પત્ની એકદમ સાવધાન થઇ જાય છેક અલગ વાત છે.

સુરભી ચંદ્રકાંતની સાવ નજીક બેઠી હતી . તેના ઉછાળતા શ્વાસ ચંદ્રકાંત માણી રહ્યા હતા .“હા તમનેમેં ચોક્કસ જોયા છે પણ માટુંગામાં અને પણ ભવમાં કદાચ એમ હશે પણ મારીઆંખ અટલો મોટો ધોખો ખાય .માટુંગામાં જોયા છે...કઇ જગ્યાએ યાદ નથી આવતુ"

"લ્યોહું યાદ કરાવુ... ગલ્લી બહાર લક્ષ્મીનારાયણ મંદિરમા હું તો જતો નથી પણ પહેલીવારનોકરીમાટે જતો હતો ત્યારે ઓટલેથી દર્શન કરી ભાગ્યો હતો .બાકી ફાઇવ ગાર્ડનમા કે મણી ઇડલીવાળાને ત્યાં રુઇઆ પાંસે... હોઈ શકે .કપોળ બોર્ડીંગમા હું થોડો ટાઇમ રહ્યો હતો પણ લો કરતા હોયતેને બોર્ડીંગમાંથી કાઢી મૂક્યા હતા ત્યાં સુધી સાંજે બધા એરીયામા લટાર મારવાની ટેવ ખરી . પછી બે મહીના રૂઇઆ હોસ્ટેલમા ભાઈબાપા કરીને રહ્યો હતો હતો બાકી અંહીયા મારા માસી રહેકપોોળ નિવાસમાં ,પાછળનાં રોડ ઉપર નટવરલાલ શામળદાસ મારા દુરનાં મામા રહે . બાકી પારસીકોલોનીમાં મારા મિત્ર રહે એટલે માટુંગાનીસુગંધ માણી છે ,એટલે નગરીને રીતે પવિત્ર કરી હતીતથાસ્તુ.."

ફરીથી હાસ્યની હેલીએ સુરભી ચડી ચડે ત્યાર પહેલા રુમાલ મોઢામાં ખોંસીને ફરી લાલઘુમ...થઇ ગઇ.

અરે આમ દરેક વાતે લાલઘુમ થાવતો સામો માણસ ડરી જાય..? ચાલો બીજી વાત કરીએ જેમાંઆમ લાલધુમ થવું પડે કે ?બોલો તમે ટાઇપીંગ જાણોછો તો ટચહેંડ મેથડથી કરો કે ?...યાદહશે આઇ યુ... તેના ઉપર ફૂંગર રાખી મુકવાની ..

"હાં હાં બસ એજ રીતે પણ હજીતો હું શીખુ છુ.." આને તો બધીવાતની ખબર છે એમ મનમાં વિચારીસુરભી થોથવાઇ બોલી .

"તમને શેમા રસ પડે સુરભી...?સાહિત્ય કલા નૃત્ય સંગીત પેંટીંગ..?"ચંદ્રકાંત

"મને પીક્ચર જોવામાં બહુ રસ પડે .. “સુરભીએ નિખાલસતાથી કબૂલ્યું . પણ તેને ખબર રહી કે ચંદ્રકાંત પેટમાં પેસીને વાત કાઢી લેશે .

"ઇંગ્લીશ કે હીંદી..?" ચંદ્રકાંતે ફરીથી નવો સવાલ પુછ્યો ..

"નાના ,મને તો હીંદી ફિલ્મજ ગમે .વધારે તો કોમેડી ફિલ્મ એટલે અટલુ હસી રહી છું ..."

પણ અત્યારે ક્યાં આપણે બન્ને એકલા કોમેડી હિંદી ફિલ્મ જોતા હતા તો પણ તમે મુક્ત રીતેખડખડાટ હસ્યા મને બહુ ગમ્યુંજીંદગીની આપાધાપીમા હાસ્ય આપણને લડવાનું બળઆપે માર્ગ બતાડે કેમ ખરુને ? સુરભી ચંદ્રકાંતના વાક્પ્રવાહમા સાવ ડૂબી ગઇ હતી એટલે બહુમુશ્કીલથી માથું હલાવી હા પાડી.

"નાટક..?"ચંદ્રકાંત ધીરે ધીરે વર્તુળ નાનુ બનાવતા ગયા...

"પપ્પા ને નાટક બહુ ગમે મમ્માને પણ ગમે એટલે ભાગ્યે એકાદ નાટક પણ ગુજરાતીમાં જોયુંહશે .પણ ઇટ ઇઝ ઓકે.."

"તમને પોતાને જો પસંદ કરવાનું આવે તો નાટક ગમે..?કોમેડી સસ્પેન્સ મીસ્ટ્રી...ક્લાસીક..?"

"મને તો ભરત ગુથણ સિલાઇ. બ્યુટીપાર્લરનો મેં નાનકડો કોર્સ પણ કર્યો છે..."

"સરસ સરસ તમે તો બહુ સરસ ટેસ્ટવાળા ટેલંટેડ છો.."

"હેં..?"સુરભીને કંઇ સમજાયુ નહી...પણ ચંદ્રકાંતને સમજાય ગયુ..

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો