એક બાજુ કુંવરજીભાઇનાં ફેરા વધી ગયા...
"જગુ એક સરસ માગુ આવ્યુ છે...કેમીકલ માર્કેટનુ બહુ મોટુ નામ છે દિલીપભાઇ ,આપણા જાણીતાછે...સમજને આપણા ઘરના જ છે...સુરભી નામ છે છોકરીનુ ગ્રેજ્યુએટ છે હોં.....સુરભીગાંધી...ચંદ્રકાંત સાંભળે એ રીતે કુંવરજીબાપાએ તાર મેળવી સિતાર વગાડી... બાપાએ દાણા વેરવાનુચાલુ કર્યુ છે એમ સમજી ચંદ્રકાંત સાવધાન થઇ ગયા ,આખરે તો જયાબેનની ટ્રેઇનીંગ લીધી હતી .
છોકરી મજાની કોમર્સ ગ્રેજ્યુએટ છે...એકદમ નમણી છે.સંસ્કારી તો છે જ .બહુ ઉંચી નહી બહુ નીચીનહી બસ આપણાં કુંવર સાથે શોભા એવી …તીરછી નજરે કુંવરજીબાપા ચંદ્રકાંતને જોઇ રહ્યા હતાં. વળીમાં બાપતો સાવ ગાય જેવા છે..જગુ..બહુ રાંક...માણસો ...એક નાનો દીકરો છે બસ…મારો તોપડ્યો બોલ જીલે એવા હોં...વળી આપણા જ ગામના એકદમ જાણીતા એટલે મેં બધી તપાસ કરીનેતને કહ્યું.આમ તો
મે હજીતો આપણા કુંવરની વાત કરી ત્યાંતો ઇ લોકો રાજી રાજી થઇ ગયા..કે"આપણે તો બસપાણીદાર છોકરો જોઇએ..બીજુ શું..?ભગવાનનું દીધેલું બધુ છે ..એ ને માટુંગામા બે ફ્લેટ છેગાડીઘોડા છે બહુ સુખી માણસો છીએ ..."
જગુભાઇનાં મોઢા ઉપરથી ચંદ્રકાંતને ખૂણામાં બેઠાબેઠી એવું લાગતુ હતુ કે આજે જ કદાચ હમણાં જકુંવરજીબાપાને રુપીયો આપી દેશે..."લ્યો કરો કંકુના.."પણ ચાણક્યને પાણી પાઇ દે એવા જયાબેનસો ગરણે પાણી પીવાવાળાએટલે એ ચા સાથે રસોડામાંથી પ્રગટ થયા...
"તમે કેટલી મહેનત કરો છો ?આ મારા દિકરા માટે..પણ ઇ લોકોને તમે વાત કરી કે અમારો છોકરોહજી માંડ માંડ રોટલા કાઢે છે?" જયાબેને ડાયરેક્ટ એટેક કર્યો.
"જયા,તમે સમજો કે કોઇને એમ ક્યો કે માંડ માંડ રોટલા કાઢે છે તો આવા પૈસાવાળા હાપાડે..?"કુંવરજીભાઇએ લોજીકલ દલીલ કરી..
"અને પછી ખબર પડે તો..?"જયાબેને સામી દલીલ કરી...
"જુઓ આપણે ખાનદાન તો છીએ જ..સંસ્કારમા તો કોઇમાં કોઇ બે મત નથી...હવે પોતાની મેળેમહેનત કરીને આપણો કુંવર ઉંચો આવવા મથે છે એમ કહેવાયને..?"કુંવરજીભાઇએ ચોક્કો માર્યો.
જયાબેન પહેલી વખત હારી ગયા...”બોલ જયા?”
જયાબેને કુંવરજીભાઇ જેવા ઉચ્ચ ખેલાડી સામે પહેલી વખત હાર ખાઇ લીધી .
“મેં પેલેથી કહી દીધુ છે અમારો કુંવર મોટી મોટી કંપનીઓ સાથે કામ પાડે છે એમ બી એ ભણ્યો છેએમાં શું નથી...?કેટલો દેખાવડો છે..!બોલ જયા..? આપણે મીટીંગ કરવાની . ક્યાં હા પાડી દેવાની છે? છોકરાવ એકબીજાને મળે સમજે પછી આગળની વાત.....અરે છોકરીનો બાપ અત્યારથી છોકરીને તૈયાર કરવા માટે મને કહે તો હતો કે મારી દિકરીએ ટાઇપીંગ ક્લાસ કર્યા છે છોકરા સાથે બરોબરધંધામા પડખે ઉભી રે એમ છે..બોલો હજી કાંઇ પુછવું છે..?"
જગુભાઇ મુળભુત રીતે સીધા સરળ માણસ એટલે કોઇકની વાતમા જલ્દી આવી જાય . હવે અટલુબધુ કુંવરજીભાઇએ કહ્યું તેમાં તો સાવ મુકબધિર થઇ ગયા હતા...!!!આમ પણ પુરા વહેવાર ઘરસંચાલન વહીવટ જયાબેને હવે પોતાના હસ્તક લઇ લીધેલો એટલે જગુભાઇ માટે આશ્રમ ભજનાવલીપ્રમાણે ભજન જ લલકારવાનુ જ કામ રહ્યુ હતુ..
"ઠીક છે આવતા રવિવારનુ મળવાનુ એમને ત્યાં ગોઠવો..."જયાબેને મંજૂરી આપી.
કુંવરજીભાઇ છલ્લે સબડકે ચા પીતા ચંદ્રકાંત સામે વિજયી સ્મીત કર્યુ..."કેમ પ્રિંન્સ...રેડી...?આમ મોઢુહું ભારેખમ જુવાનીયાએ રાખવાનુ?...મૌજ કર..."બાપાનો ચંદ્રકાંત ચરણસ્પર્શ કરતા હતા ત્યારેકુંવરજીબાપાએ પીઠ ઉપર ફરીથી ધબ્બો માર્યો..
-----
ચંદ્રકાંતની એ ઉમ્મર હતી અને સપના જોવાનો તેને અધિકાર હતો. એ આખુ અઠવાડિયું સવાર સાંજલોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા દિવાસ્વપ્ન આવતા રહ્યા..મનમાં વિચારોનાં ઘોડા બેલગામ દોડતા રહ્યા .. ચંદ્રકાંત વિચારતા હતા કે છોકરીનું નામ તો સરસ મોર્ડન છે સુરભી ..મારુ નામ તો સાવ દેશી છેચંદ્રકાંત .. મારા કરતા તો તેના બાપાનું નામ દિલીપ મોર્ડન છે ..તેને ગમશે ? મુંબઈમાં રુઇઆમા કોમર્સભણી છે એટલે મીડીયમ તો ઇંગ્લિશ જ હોય અને આપણારામ ગુજરાતી મીડીયમ વાળા પણ ઇ તોભલું થજો કીથ સર બરોડાવાળાનું કે મને કડકડાટ અંગ્રેજી બોલતો કરી દીધો નહીતર આ છોકરી પાંસેસાવ ગામડિયા જ લાગીએ .જે હશે તે..પડશે તેવા દેવાશે…ફરી વિચારોનો હિંડોળો આમથી તેમ થતોહતો ..પણ…બાપા એ નમણી કહી છે એટલે કેવી હશે ? બાપો ય બડો પાજી છે ધરાહાર નથી બોલ્યોકે ગોરી છે ?ભીનેવાન છે કે શ્યામ ?…ચાલો રવિવાર ક્યાં દુર છે ?
રવિવારે સવારે દસવાગે જયાબેન જગુભાઇ ચંદ્રકાંત સાથે લોકલમાં માટુંગા પહોંચ્યા ત્યારેકુંવરજીબાપા તો પહેલેથી સહુને પોપટ પઢાવીને લક્ષ્મી નારાયણલેનમાં દિલીપગાંધીના વિશાળફ્લેટમાં હીંચકે ઝૂલતા તૈયાર બેઠેલા...દિકરીના પપ્પા દિલિપ ગાંધી તેમની પત્ની રમા સાથે જયાબેનજગુભાઇ હરખભેર ભેટ્યા...થોડી ઓળખાણોની વાત થઇ પણ જગુભાઇને ઓળખાણની બાબતમાંકંઇ ગતાગમ પડે નહી...
પરમંપુજ્ય સ્વ. જગુભાઇએ તથાસ્તુ કહ્યા વગર ચંદ્રકાંતને એ ગુણ પુરેપુરો સમર્પીત કરેલ છે જે આજેપણ બહુ ગૌરવભર નિભાવી રહ્યા છે..!ચંદ્રકાંતને એવા અનેક પ્રસંગોએ લોકોએ "આ તમારા કાકીનીમોટીબેનની દિકરીના સાળાનો દિકરો ..."ત્યારે ચંદ્રકાંત છેલ્લે સાવ પાટલે બાઘા બની બેસી ગયા છે..
"એ સાંભળ આ કોની વાત કરે છે..?”ઘરવાળા પુછે ત્યારે આજે પણ આ દશા છે.