કોને ભૂલુંને કોને સમરુ રે - 151 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 151

"બા, હવે આ ચંદુડાનુ લગનનુ કરવુ પડશે તું ક્યાં સુધી ઢસરડા કરીશ ?એક બાજુ ભાઇની આવી તબિયત...ક્યારે શું થાય કંઇ ખબર ન પડે..અને આપણી મોટા ઘરની નામની આબરુ હજી તો છે એટલે સારા ઘરની છોકરી મળી રેશે...જયાબેનને જે મનમાં ડર હતો તે મોટીબેન કહ્યો અને સાવચેત કર્યા જયાબેન પણ સમજી ગયા હતા કે આ આબરૂ અને મોટા ખોરડાની વાત બહુ લાંબી નહી ચાલે “ મોટીબેન.
"મને ય ખબર છે પણ આપણે પૈસે ટકે સાવ ધસાઇ ગયા છીએ એટલે આ છોકરાને માટે મોટા ઘરનું માગુ આવે તો બેડો પાર થઇ જાય અને કાયમ ચંદ્રકાંતને સાસરાનો ટેકો રે..એટલે આપણે ઉપાધી નહી.."જયાબેન કેટલા તિરંદાજ હતા તેનો અણસાર મોટીબેનને હતો જ..
"પછી પૈસાવાળી આવે ઇ તારા છોકરાને પોતાનો કરી લે ઇ તને ખબર નથી ...?"મોટીબેન ચેતવણી આપી .
.....
ઘરમાં આ માહોલ વચ્ચે ચંદ્રકાંત પોતાની આવકનાં બે છેડા માંડ ભેગા કરતા હતા...ક્યારેક ખાડો પડે તો બેંકની ઓ ડી છે તેનો ઉપયોગ કરી સાંધા કરતા હતા... ત્યારે પહેલો ઘા રાણા નો કરીને સંઘવી કુટુબના વડિલ કુંવરજીભાઇએ દિવસે વહેલા સવારે વહેલા પધાર્યા...
"અરે કુંવરજીભાઇ...?આવો આવો...કેમ છો..? "જગુભાઇ જરા ચમક્યા અને આવકાર આપ્યો .
"પેલા ઘરમાંતો આવવા દે બહારથી આવો આવો કરે છે હેં જગુ.."કહી જગુભાઇને હડસેલીને કુંવરજી દાદા પધાર્યા...ચંદ્રકાત રવીવારની સવાર હતી એટલે થોડા આરામમાં હતા...અચાનક કુંવરજીદાદાને જોઇ ચમક્યા..અંદર રસોડામાં જયા બા લાલચોળ..."આ બહુ શેતાન કાકો છો હોં ચંદ્રકાંત..લાકડે માકડુ વળગાડવામા એની તોલે કોઇ ન આવે...નક્કી કંઇક જોખમ છે પણ તું મુજાઇશ માં...મને તારાભાઇની બીક બહુ લાગે સાવ તુલા છે તુલા...ભડ ભડ ભકી નાખે..." જયાબેન ભભડ્યા…
રસોડામાંથી બહાર નિકળી જયાબા મીઠે અવાજે આવકારો દીધો..."આવો આવો જય શ્રીકૃષ્ણ . આમ આજે વહેલી સવારે ..?"
"આ મને સમાચાર મળ્યા કે જગુએ પોતાનું ઘર રાખ્યુ છે એટલે થયું ,લાવ મળતો આવું ."કુંવરજીબાપા નાંકમાંથી સહેજ બોલે..."આમ આવ...મારા કુંવર...ચંદ્રકાંત તું તો અમારી વરસો જુની પેનની લાઇનમાં આવી ગયો..?સરસ સરસ...કાંઇ કામ હોયતો જોગેશ્વરી આપણા પેનનાં કારખાને આવજે હોં...ઇસ્ટમા સ્ટેશનને અડીને કરોના બુટની પાછળ.....હું હવે બપોરે ખાલી આટો મારવા જાઉં છું બાકી કિસનભાઇ છે ને તારા મોટાભાઇ એને બેધડક કહી દેવાનું .હવે ઇ જ અરવિંદનો ઓચિંતો જ … ગુજરી ગયો એટલે મારે આ ગઢપણમાં બે ઘરની જવાબદારી આવી ગઇ .. .."
"જરુર બાપા કામ હશે તો ચોક્કસ આવીશ..કેમ છે તમારી તબિયત..?"
"આપણાં સંઘવીના આંબામાં એક તમારુ કુટુંબ છોડીને લગભગ બધા નેવુ ઉપર થાય પછી જ પુછવાનું , કે હવે કંઇ વિચાર છે..?વળી બે ચાર કાઢી નાખીયે.."બાપા ચંદ્રકાંતની પીઠ ઉપર ધબ્બો મારી જોરથી પોતાની વાત ઉપર હસ્યા..
ચા આવી ગઇ હતી સાથે જયાબાનો ચિવડો થોડોક મુકેલો તેને ન્યાય આપી બાપાએ વાત ખોલવાની શરુઆત કરી..."જો જગુ આપણો છોકરો તો છે ચંદરવા જેવો છે અટલો પાણીદાર છે એટલે બહુ ઉતાવળ ન કરતો મારી પાંસે એક એકથી ચડીયાતી છોકરીના મા બાપ કહીને ગયા છે કે આવુ ખાનદાન મળે તો અમારી છોકરી માટે જોજો..એટલે કહી રાખુ છુ.." બાપાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું .
"તમને પુછ્યા વગર ડગલુ કેમ ભરુ..?અમે તો આમેય મુંબઇમા નવા ઉપરથી તમારી તો આખી નાતમા ઓળખાણ એટલે પુછ્યા વગર એમ અજાણ્યાંમા કેમ પડીયે..?"
"જગુ તું વાત મોટી મોટી ભલે કરે છે પણ અંધેરીથી લીલી ઝંડી નહી મળે ત્યાં સુધી તારી ચું કે ચા નથી થવાની...(જગુભાઇની મોટાભાઇ હાવાભાઇને કુંવરજીભાઇ સાથે બારમો ચંદ્રમાં જાણીતો હતો...)
બાકી મારી પાંહેતો લખપતિની એકની એક છોકરીયુયે છે એટલે આપણા કુંવરને મોટુ પડખુ મળે.." બાપાએ વધારાની લાલચનો થાળ ધર્યો.
ચંદ્રકાંત ઉચ્ચકક્ષાના શતરંજના આવા ખિલાડીઓને જોઇ રહ્યા...

રેટ કરો અને રિવ્યુ આપો

Ashok Joshi

Ashok Joshi 8 માસ પહેલા

શેયર કરો