કોને ભૂલુંને કોને સમરુ રે - 150 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 150

ચંદ્રકાંત સવારે માહિમ એમ એસ એમ રીફીલમાં પહોંચ્યા...મનુભાઇને સમાચર મળી ગયેલા એટલેમનુભાઇ બહુ ખુશ હતા..

"ચંદ્રકાંત તેં તો ધમાલ બોલાવી દીધી...તારા કાકાને જબરુ બુચ માર્યુ..."

"હા પણ હવે મારા બાપુજી ગાતા હતા ભજનની કડી તમને કહેવી પડશે.."મારી નાડ તમારે હાથ હરિસંભાળજો રે...મુજને પોતાનો જાણીને પ્રભુ પદે રાખજો રે..એટલે ખેલ તો હવે શરુ થશે..મનુભાઇ..મારાકાકા બહુ પહોંચેલી હસ્તી છેક તો તમે જાણો છો . મારા જેવાને તો તે મચ્છરને ચપટીમાં ચગદોળીનાખે...એમ ખતમ કરી નાંખે .બેસ્ટહાઉસમા તેના ચમચાઓ દરેક જગ્યાએ ગોઠવેલા છે ,એટલે એકલડાઇ લડવાની છે બીજુ પંદર દિવસમાં પેમેંટની લડાઇ છે એટલે મારી પીઠ પાછળ રહેજો...મનુભાઇ,જે દિવસે બેસ્ટવાળા આગળ પાછળ પેમેન્ટમા કરે ત્યારે તમે મને બસ સંભાળી લેજો..બસ,અટલીવિનંતિ છે.."

"તું મુજામાં બસ...તને જ્યારે પેમેન્ટ મળે ત્યારે આપજે બસ..? અમે માણસને ઓળખીને ચંદ્રકાંત . આમ પણ મે ગુણુભાઇને કહી રાખેલું હતું કે છોકરાને સાચવી રાખવા જેવો છે ..”

" બેસ્ટનો ઓર્ડર... ડીલીવરી શેડ્યુલ પેમેંટ ટર્મસનો લેટર તમારી પાંસે રાખજો..." ચંદ્રકાંતે ઓરીજનલ ઓર્ડર લેટર ટેબલ ઉપર મુકી દીધો.

"ચંદ્રકાંત, ગુણવંતકાકાને ખાલી ઓર્ડર ને શેડ્યુલ લખાવી દે જે.. એટલે આપણને ક્યારે કેટલીડીલીવરી આપવાની છે તે યાદ રહે બરોબર..?”મનુભાઇએ જે આત્મીયતા બતાવી તેનાંથી ચંદ્રકાંતપોરસાઇ ગયા હતા.

------

આજે થોડો સમય કાઢીને ચંદ્રકાંત સીધા અંધેરી સાકીનાકા ગયા અને ઉદ્યોગ સંસ્થાનમાં જઇ બોલપેનઇંક બનાવવાની ,રીફીલ બનાવવાની માહિતિ પાછળ લાગી પડ્યા...બનેવીજે ઇંગ્લેન્ડમા દુનિયાનીસૌથી મોટી પેઇન્ટ કલરની કંપનીમાં કેમીકલ એંજીનીયર હતા તેમને પુરી ટપકાવેલી વિગતો ઇંકટેકનોલોજીની લખીને ઇંગ્લેંડ મોકલી દીધી..

મુળ દુનિયામાં આલ્કોહોલ બેઝની સસ્તી ઇંક અને ગ્લાઇકોલ બેઇઝની મોંધી ઇંકની ઝીણી ઝીણીવિગતો..કેમ બનાવવી...?ક્યા કેમીકલ લાગે...પ્રોસેસ વિગેરે માહિતી સંસ્થાની લાઇબ્રેરીમાં બેસીને ટપકાવતા ગયાએક નવુ વિશ્વ ચંદ્રકાંતની કદાચ રાહ જોતું હતું .

----

આજે બજારમાં દિનેશની રાહ જોતા ચંદ્રકાંત ઉભા હતા ,બપોરનાં દિનેશની દર્શન થયા એટલે ચા સાથેપીવા માટે નાનામોટા કામ પતાવીને બન્ને ચા વાળાને ત્યાં બેઠા હતા .. હવે ચંદ્રકાંતે દિનેશને ઉઘાડવાનીફરી કોશીષ કરીઅરે દિનેશ ,તમે લોકો ઇંક માટે બેન્ઝાઇલ આલ્કોહોલ ઇંપોર્ટ કરો છો..?"ચંદ્રકાંતેખણખોદ ચાલુ કરી કે પાછો દિનેશ ચુપ...! દિનેશ મુળ ચિકાવાળા એટલે મહેતા બ્રધર્સ કે મેળપડેતો આપણા અમરેલીવાળા હેમાણી બેન્ઝાઇલ આલ્કોહોલ મોટા કંટેનરમાં વેંચેછે માહિતીસાચી ? બેન્ઝાઇન આલ્કોહોલની તમારે જરૂરતો પડતી હશેને ? દિનેશનીઆંખો ચમકી એટલેદિનેશે હોઠ સાથે આંખો બંધ કરી દીધી તેની આંખોમાં તેની કંપની તરફની બેરોજગાર વફાદારી દેખાઈગઇ પણ ચંદ્રકાંતની આંખોએ ચમક પોતાની આંખોમાં કેદ કરી લીધી હતી .

"મેલીક રેઝીન માર્કેટથી કે ઇમ્પોર્ટ...?"

"અમે નથી વાપરતા..." દિનેશ સહેજ લીક થઇ ગયો

"તો..?"ચંદ્રકાંત

"તું રામભાઇને પુછજે, ચંદ્રકાંત તું યે રામભાઇની જેમ ગુરુઘંટાલ છે મહાગુરુ ઘંટાલ છે...અને તું યેહવે મહા ગુરુ ધંટાલ થતો જાય છે .

------

બેસ્ટનો ઓર્ડરનો માલ ચાલુ થઇ ગયો હતો . બંદરમાં દિવસે પેમેંટ માટે ચંદ્રકાંત ગયા ત્યારેખાઇબદેલા ક્લાર્કથી માંડીને એકાઉંટંટના જુના પ્રોગ્રામ નાટકો ચાલુ થયા..

"સંધવીભાઉ બધા ,એવડી શંબર રીફીલ બરાબર ચાલત નાહી તુમા સોતા બધા..(તમે પોતે જુઓ સોરીફિલ બરાબર ચાલતી નથી...)

ચંદ્રકાંતે બેગમાંથી ડાયમંડ ગ્લાસ કાઢી ચેક કર્યુ..(હીરા ચેક કરવા માટે ફોલ્ડીંગ બિલોરી કાચવપરાય જે રીફિલના નોઝલને જોવા માટે પણ વપરાય જાણકારી ચંદ્રકાંતે મેળવી લીધેલી એટલે હીરા ચેક કરવાનો બિલોરી કાચ એટલે મેગ્નીફાઇંગ ગ્લાસ ખરીદી લીધેલો . ખરાબ રિફિલનું બંડલહાથમાં લીધું અને બરાબર એક એક રીફીલો ચેક કરી .

"જુઓ મીં લાંડે... રીફીલો ડેમેજ કરી છે કે પડીને ખરાબ થઇ ગઇ છે તમે પોતે જુઓ..."ચંદ્રકાંતેસ્ટેટમેન્ટ આપ્યું .લાંડેને કેવી રીતે ડેમેજ રિફિલ જોવાય તે ગ્લાસમાંથી બતાવ્યું અને નવી રિફિલ વચ્ચેભેદ દેખાડ્યો..

લાંડે કાચમાં જોઇ ઝાખા પડી ગયા...”અસા કાય ? હમારા આદમીલોગ મેડમલાગ બોલપેન ગીરાને હૈફરી કંપ્લેન કરતે હૈ તુમચા દોષ નાહી રે ભાઉ.”

"પણ લીકેજ..?"

"લાંડે ડેમેજ ઝાલી મંજે કાઇ તરીતો હોણાર ..(પડી કે પાડ્યા પછી કંઇકતો થાય ને..?)હવે સીધીવાત કરીશ લાડેજી ...વજે સાહેબ પેમેન્ટના ટાઇમે બધા નાટક તમે વિલ્સન રીફિલમાટે કરતાહતા..?પેમેન્ટ આજે નહી મળેતો તમારા જીએમની આજે વાટ લગાડીશ...કોઇને ચા પાણી પણઆપીશ નહી કે..?"ચંદ્રકાંતે ખુલ્લી ધમકી આપી ઉભા થઇ ગયા “ “આપકે પાસ પંદર મીનીટ હૈ નહીતો મે સીધા બાંદ્રેકર સાહેબનો કંપ્લેન કરેગા કળલા કાં ?”

પંદર મીનીટ રીસેપ્શનમાં બેઠા ચંદ્રકાંતે જે પલીતો ચાંપ્યો હતો તેની અસર થઇ...

પહેલા કોફી આવી પછી વઝે એકાંન્ટંટ આવ્યા.."નમસ્કાર ભાઉ, લો તમારો ચેક બરાબર જોઇલોખરાબ રીફિલના પૈસા કાપ્યા નથી ...આભાર ચંદ્કાંત સાહેબ..."

-------

ચંદ્રકાંતને હજી ઘરના મોરચે પણ લડવાનું હતુ ...જીંદગીના બહુ વરસ સતત લડતા ક્યારે તો માણસથાકે ને..?

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો