કોને ભૂલુંને કોને સમરુ રે - 141 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 141

એ દિવસે શનિવારે મુંબઇ સતર અઢાર કીલોમીટરનો રાઉંડ પુરો થયો ત્યારે ચંદ્રકાંત બપોરના એકવાગે મુંબઇ કાલાઘોડા ઉપર જહાંગીર આર્ટ ગેલેરીમાં અંદર કોઇ મરાઠી પેઇન્ટરનુ પેઇંટીંગનુ એક્ઝીબીશન હતુ..પોતાને થોડી ફુરસદ હતી .અંદર જઇને જૂનો કલાકાર જીવ ફરીથી જાણે આળસ મરડીને બેઠો થયો .થોડીવાર સુધી અંદર એક એક પેઇન્ટીંગને દુરથી પછી નજીકથી જોતા ખોવાઇ જતા હતા... અડધી કલાક પસાર થઇ ગઇ બહાર કુલરથી ઠંડુ પાણી પીધુ .મુંબઇનુ ક્રીમ આર્ટ લવર ક્રાઉડ જહાંગીર આર્ટગેલેરી ઉપર વધતુ જતુ હતુ ..બહારના પગથીયે ચંદ્રકાંત થાક ઉતારતા બેઠા હતા .બે પગ ઉપર ઇકોલેકની બેગ હતી...ઠંડો પવન,ચારે તરફ હરીયાલી અને કોઇ લધરવધર તો લાંબા ઓડીયાવાળા કોઇ લેંઘાઝબ્બામાં તો કોઇ પંજાબી પહૈરેલી સીગરેટ ફુકતી માનુનીઓનો કલબલાટ ચારબાજુ ચાલતો હતો..ચંદ્રકાંતથી બેફુટ દુર એક કાળી દાંડીના ગોળ ફ્રેમનાં ચશ્માવાળા હો ચી મીન જેવી દાઢીવાળા મોટી તેજસ્વી આંખ સફેદ શર્ટ ઇન કરેલુ જીન્સ પહેરલી પાતળી કાયાના માલીક તેને ટગર ટગર જોઇ રહ્યા હતા..ચંદ્રકાંતની તેમના ઉપર નજર પડી..
"હલ્લો.."આઇ એમ આનંદ સરકાર..”
"ઓહ...વાઉં...ગ્રેટ...મી સરકાર શુડ આઇ કોલયુ આનંદ ઓર સરકાર...?એની વે આઇ એમ ચંદ્રકાંત સંધવી..."ચંદ્રકાંતે પોતાની ઓળખાણ આપી. ચંદ્રકાંતને એટલી ખબર હતી કે આ જહાંગીર આર્ટ ગેલેરીમાં એક એક થી ચડિયાતા આખા દેશના ધુરંધર કલાકારો અને કલા પરખુઓનો રોજ જમાવડો થતો હોય છે . સરકાર પણ કાં બહુમોટા કલાકાર છે કાં કલા પારખુ.
સરકાર થોડા નજીક બેઠા ત્યારે તેમની સીગરેટના ધુંઆની રીગ ઉપર ઉડાડતા હતા.."હોપ યુ ડોન્ટ માઇન્ડ ..માય સ્મોકીંગ...ડુ યુ..ચદ્રકાંટ.?"એમના ટીપીકલ બોંગોલી ઉપચાર સાથે એ મીઠી ભાષાની વડોદરાની સોનાંગી દાસ આંખમાં ચમકી ગઇ..બંગાળી બહુજ ઉચ્ચ સંસ્કારીઓ ચંદ્રકાંતને બહુ મળ્યાછે એટલે ચંદ્રકાંત આમનેઆમ જ તૈમના પ્રભાવમાં આવી જાય...
"નો નો..પ્લીઝ કંટીન્યુ..આઇ લવ બેંગોલી લેંગવેજ એન્ડ પીપલ ટુ.."ચંદ્રકાંત
"ચંદ્રકાંટ તું નોકરી કરે છે જોબ...?"સરકાર
"નોકરી કોઇ આપતુ નથી એટલે નાનકડો બીઝનેસ કરુ છું..તમે..?
"હું ઇરોઝ સીનેમા બિલ્ડીંગમા એક ફર્મમાં કામ કરુ છુ ..તુ નાનકડો શેનો બિઝનેસ કરે છે..?"સરકાર
ચંદ્રકાંતે ટુંકમા સીસ્ટમ મેનેજમેન્ટની કહાનીથી પછડાટો નોકરીના દગાની વાત કરી ત્યારે ધ્યાનથી સાંભળતા કોઇ મિત્ર જેવું લાગ્યુ તેમનો કોમળ હાથ ચંદ્રકાંતની પીઠ પર ફરીવળ્યો.."હવે મારી રીતે ઉભા થવાની કોશીશ કરુ છું"
યાર તારી વાત સાંભળી નાનકડી નવલકથા જેવુ અપ ડાઉન મનમાં ગુંજે છે..તેમના હાથમા બે ઇંગ્લીશ નોવેલ જ હતી..."મને વાંચવુ સાંભળવુ બહુ ગમે .ચંદ્રકાંટ હુ થોડો ઇન્ટ્રોવર્ડ છુ .તુ બોલ્યા કરજે મને ગમશે..."
ત્યાંજ સરકારના એક મિત્ર લગભગ પોણા છ ફુટ ઉંચા ગોરા નાનકડી ટ્રીમ કરેલી મુછોવાળા સજ્જને સરકારની બાજુમા જગ્યા ન મળતા ચંદ્રકાંતની બાજુમા જમાવ્યુ..
"મીટ મિસ્ટર રામકી ...હી ઇસ એક નંબરકા કીડા વીથ ફાઇનાન્સ...હી ઇઝ અવર યંગ ફ્રેંડ ચંદ્રકાંટ"
ચંદ્રકાંતને હસ્તધુનન કરતા કોમળ વજ્ર જેવા પહોળા પંજામા સમાવીને વાતે વળગ્યા ત્યારે સરકારે સરકારે ચંદ્રકાંતની કથા ટુંકમા કહી...
"લુક ફેલ્યોર ઇઝ બેઝ ફોર સકસેસ...ડોન્ટ ગીવ અપ.."એમનો પણ હાથ પીઠ ઉપર ફરતો રહ્યો...
"ચલ સાલે તૈરે કો ભુખ કીતનીભી લગી હોગી સાલે કડકે તું બેઠા રહેગા કબ રામકી આવે કબ ઇડલી ખીલાવે...કોફી પીલાવે...ચલ ઉઠ...એ ચદ્રકાંટ તુમને કભી યે જહાગીર આર્ટ ગલેરીકી કાફેટરીયામે કુછ ખાયા હૈ..?ચલ આજ તીકડી મજા કરેગે.."
એ દિવસે પહેલી વખત મુંબઇના સુપર કલાકારો ઉંચી હસ્તીઓની નજીકથી જીંદગી જવાનો મોકો મળ્યો ત્યારે ચદ્રકાંતને ક્યાં ખબર હતી કે આ એ જ રામકી સાહેબ આદરણીય દિપક પારેખની એચ ડી એફ સી ગૃપ કંપનીના સર્વાસર્વ બનશે....!!???કેટલી ય સાંજો સરકાર, રામકી સાથે જહાંગીર આર્ટ ગલેરી કે ઇરોઝ સીનેમાનાં પગથીયે વિતાવીત્યારે એ લોકોએ જ ચંદ્રકાંતને પહેલી વખત ભ્રષ્ટ કરેલો...
"ચાર સીપ બીયર પી હમ દોસ્તોકી કંપનીમે ...સદા યાદ રહેગા..." (પહેલા નશા પહેલા ખુમાર...!!!)