કોને ભૂલુંને કોને સમરુ રે - 140 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 140

કાળા કલરની ફાઇબરગ્લાસની પરદેશની ઇકોલેકની ઓફિસબેગ ચંદ્રકાંત સામે ટગર ટગર જોઇરહી હતી..તેનુ બહારનુ ખરબચડુ આવરણ અને અંદર વેલવેટ મઢેલુ હતુ..કિંમતી કાગળો રાખવાઉપર ફ્લેપ અને બે ત્રણ પેન બોલપેન રાખવા માટે ખાંચા હતા...આમે પણ ચંદ્રકાંતને પેન બોલપેનનુંકેટલુ આકર્ષણ હતુ કે બાપુ રોજ ટોંટ મારે"ઠોઠ નિશાળીયો ને વતૈયણા ઝાઝા.."તો પણ આજની ઘડીસુધી ક્રોસ પાઇલોટ એવી મોંધી પેન બોલપેન રાખવાનો અભરખો ગયો નથી . અલગ વાત છે કેફાંઉંટન પેન કેમલની પહેલા વાપરતા હવે ઇંપોર્ટેડ વાપરે છે ઇંક પણ ઉંચામાઇલી એમાં નાખે છે..પછીલેપટોપ કે આઇપેડથી લખવા બેસી જાય છે ...!!! પોણ વરસો સુધી પેનથી લખવાની મજા લીધી છે. નવાઇનીવાત કે પોતે વરસો સુધી રીફીલો બનાવી પણ એક કહેફાંઉન્ટન પેન કાં જવાબ નહી . વિચારોની ઝડપે સરસરાટ પેન ચાલતી રહ પણ ના બોલપેન તેની તોલે આવે કે લેપટોપ કે આઇપેડ તોઆવેજ નહી .ચંદ્રકાંત ફરીથી જુની યાદોનાં સંમદરમા ગોથું ખાવા પહોંચી ગયા

"રમેશ હું પાર્ટી આજે આપુ છું પણ તને બીલબુક આપીનેજ બેગને લઇશ.."

"મને તારા મામા વકિલ વોરા અંહીયા આપણી સાથે બેસે છે તે કહેતા હતા કે કે સંઘવીગાંધીજીવાળા કુટુંબનો છે વાત સાચી છે .અમારી જેવા પહેલા બેગ લઇ પછી આરામથી તુંબિલબુક બનાવે..પણ દોસ્ત જેવી તારી મરજી, પણ ઓફિસબેગ હવે તારી.. બાપનાં બોલથી બસ

અઠવાડીયા પછી રમેશને બિલબુક ઉપરથી અગીયાર રૂપીયા આપ્યા"રમેશ તું કિલ્લા કોર્ટનાહનુમાનજીને તું બહુ માને છે દર શનિવારે તારા કાને સીંદુરનું ટપકું જોઉં છુ તો આપણા બન્ને વતીઆંકડાનો હાર નારીયેળ ફુલ ચડાવજે.."

………..

ચંદ્રકાંત ઇકોલેકની બાગને પંપાળતા પંપાળતા બેગ રીપેર વાળાને ત્યાં ગયા .."ભાઉ ઇસ બેગકો જરાચમકા દે જરા મસ્ત.. હો ભાઉ

બેગવાળાએ હાથી છાપ બુટપોલીશ નું ક્લીયર પોલીશ થોડુ બ્લેક પોલીશ બ્રશમાં લઇ બેગને ઘસવામાંડ્યો..!!!

"હાઇલા..બુટપોલીશ ? બેગ ઉપર..? કમાલ હે"

બેગ ચમકી ગઇ !....અંદર માં અંબાજીનો ફોટો પહેલાં ફ્લેપમા મુક્યો બેગ ખટાક કરતી બંધ કરીએટલે બેગરીપેરવાળાએ લોકને ઉંજીને શીખામણ આપી.."યે આપલા મુલગા આહે એમ સમજીને હલુહલુ બંધ કરનેકા ઝટકા નાહી મારનેકા... નહીતર થોડે દિનમે ખરાબ હો જાયેગા

ઇકોલેકની બેગ વીસ વરસ ચંદ્રકાંત સાથે રહી... ડોકયાર્ડ રોડ ટ્રેનમાં લટકતા બેગ નીચે એક વારપડી ગઇ તો ચંદ્રકાંતે ચાલુ લોકલે જંપ મારી બેગ લેવા દોડ્યા ...પગમાં મચકોડ આવ્યો બેગને પણધસરકો પડ્યો પણ વહાલી બેગને છાતીએ ભીંસી દીધી...કેટલીયે વાર લોકલ ટ્રેન મોડી પડી તોચંદ્રકાંતે બેગ ઉપર સવારી કરીને પ્લેટફોર્મ પર આરામ કર્યો પણ ઇકોલેકે ક્યારેય ઉંહકારો કર્યો...પાછલા વીસ વરસ તો માળીયામા છેલ્લા શ્વાસ લેતા લેતા સદાય ચંદ્રકાંત ઉપર મીઠી નજર રાખી..

બન્ને બેગ લઇને ચંદ્રકાંત પાર્લા ગેસ્ટહાઉસ પહોંચ્યા ત્યારે બાપુજી ઉર્ફે ભાઇનુ ઇનલેંડ હાજર હતુ. શુંહોંશે ઇનલેંડમા ? બાપુજી કાયમ દસ પૈસાનું પોસ્ટકાર્ડ લખે તો ઇનલેંડ કેમ ? ચંદ્રકાંત વિચાર કરતાહતા . ટીફીનવાળો પ્રવિણ ટીફીન લઇને સામે હાજર હતો હવે પહેલા પ્રવિણને પટાવવો પડશે ..

હાં મુકી દે ટીફીન .”ચંદ્રકાંતે માથું નીચુરાખી કહ્યું.

ભાઇ આજે દસ તારીખ થઇ ગઇ મારે રોશન ભરવાનું હોય એટલે જરા મહીનાંના પૈસા કરીઆપોને ..” પ્રવિણ.

ભાઇ વખતે વીસ તારીખ થશે મારે પેમેંટ આવ્યા નથી એટલે જો ધીરજ નહી રાખે તો ટીફીન પાછુંલઇજા બીજું શું કરુ ?” ચંદ્રકાંતે પરિસ્થિતિ સમજાવી .

ઓહ એમ વાત છે ? તમતમારે વીસ તારીખે આપજો હવે વચ્ચે માગણી નહી કરું બસ? મુજાવાનું નહી ભામણ તમને કેછે પાર ઉતરી જાશો બસ !”

પ્રવિણ ગયો પછી હાથપગ ધોઈને રુમમાં પહેરવાના લેંધો ગંજી બદલીને શાંતિથી જમવા ચંદ્રકાંતબેઠા. જમીને ટીફીન સાફ કરી પલંગ ઉપર જમાડીને ઇનલેંડ હાથમાં લીધું ત્યારે બાપુજીની તબિયત નેલીધે હ્રદય એક થડકો ચૂકી ગયું . માતાજી અંબાજીનું નામ સ્મરણ કરીને હળવેથી ઇનલેંડ ખોલ્યું .

ચિ.ચંદ્રકાંત,

મેં અને તમારા બા નિર્ણય કર્યો છે કે હવે નાનકડો ફ્લેટ મુંબઇમા ખરીદીને લઇ લેવો..જેથી તમને કેઅમને રહેવાની સુવિધા થાય...નાની બેનને પરણાવવાની છે એમ બધુ વિચારીને સત્તર અઢાર હજારમાંજગ્યા શોધવાની છે જેમા મારી એલ આઇ સી ની પોલીસી સરેંડર કરી બાર હજાર પેઢી માંથી પાંચહજાર અને કપોળબેંકના હવે તમને દસ હજારના ઓવરડ્રાફ્ટ માંથી જરુર પડે તો નાખીને જગ્યા નક્કીકરવી એમ તમારા બા નો નિર્ણય છે .તબિયત સંભાળજો.લિ. જગુભાઇના આશિષ...નીચે બાનામકડીયા મીંડા જેવા ગડબડીયા અક્ષરમા કડક સુચના લખેલી હતી...

તારા ભાઇ ભલે તને ભાયંદર વિરાર કે પણ આપણે બોરીવલી કાંદીવલીથી આગળ નઇ જાવાનુ..તુંલખે છે કે કામધંધો સારો ગોઠવાય રહ્યો છે પણ વાત કોઇને કેવાની નઇ.નજર લાગે.મોટીબેનનેયનઇ કેવાની..હમજ્યો..? તારાભાઇતો બાપાને ને બનેવીને પુછ પુછ કરશે એટલે તારી બહુ પડપુછકરશે પણ આપણે મકમ અને ચુપ રેવાનુ,,બા ના આશિષ..તારા ભાઇ મારા માટે લખવાની જગ્યા છોડે નહી ને ગામની પટલાયમાંથી હજી ઉંચા આવતા નથી..બસ,,લી જયાબા.

ચંદ્રકાંતને હવે ડબલ ઘોડે દોડવાનુ હતુ...