talash 2 - 43 books and stories free download online pdf in Gujarati

તલાશ - 2 ભાગ 43

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

જીતુભા ગોડાઉનમાંથી બહાર આવ્યો એના ખભા પર સોલ્ડર પાઉચ હતું અને હાથમાં ફોન હતો. એના આખા ચહેરા પર લાય બળતી હતી. નાકમાં જાણે સળગતા કોલસા ઘુસાડી દીધો હોય એવી બળતરા થતી હતી. આખો તો એને પહેલાથી જ બચાવી હતી પણ તોયે રૂમાલમાં ચીપકી ગયેલ પાર્ટિકલ્સના કારણે આંખો બળતી હતી અને લાલઘૂમ થઇ ગઈ હતી. 'યાર નંબર વાળા ચશ્માં હોતતો બચી શકાત" એને મનોમન વિચાર્યું. એમતો એના પાઉચમાં કેમેરા વાળા ચશ્માં હતા જ. પણ એને જે રૂમમાં બાંધવામાં આવ્યો હતો ત્યાં એનું પાઉચ ન હતું. જીતુભા એ રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે એની સાથે અથડાયેલા નસીબદાર ને 3-4 મજબૂત ફટકા મોં અને પેટમાં મારતાજ એ પોપટની જેમ બધું બોલવા લાગ્યો હતો. કે શેખ રહેમાની અને ખાલિદ બન્ને પાકિસ્તાની છે. એનો જીવ બક્ષવાની બદલીમાં જીતુભા એ પોતાનું સોલ્ડર પાઉચ અને ફોન પાછા મેળવ્યા હતા. અને ગોડાઉનના નળમાં મોઢું ધોયું હતું. દરમિયાનમાં પેલો નસીબદાર ભાગી છૂટ્યો હતો. એને માંડ 500 દિરહામ મળવાના હતા. મોઢું ધોવાથી બળતરામાં થોડી રાહત થઈ. પણ મોં લુછવા માટે નો રૂમાલ હવે કામનો ન હતો જીતુભા ભીના મોં અને હાથ સાથે ગોડાઉનની બહાર આવ્યો અને પૃથ્વી ને ફોન જોડ્યો.

xxx 

મદ્રાસના ડીઆઈજી રાજ પ્રતાપે દિલ્હીના એલજી વિજય કપૂરને ફોન જોડ્યો અને આ આખા કાવતરા વિશે જણાવ્યું અને સાંસદ ચન્દ્રેશનની તાત્કાલિક ધરપકડ કરવાની વિનંતી કરી. એલજી ને લાગ્યું મામલો વધુ સિરિયસ છે એટલે એમને હોમમિનિસ્ટ્રીના ચીફ સેક્રેટરીને વાત ક્રિયા હાઈ પ્રોફાઈલ મામલે મદદ કરવા જણાવ્યું. તાત્કાલિક પોલીસ કમિશનર ને સૂચના અપાઈ અને તમિલનાડુ હાઉસ પર પોલીસ પહોંચી તો જાણવા મળ્યું કે બધા સાંસદ અશોકા હોટેલ પર ગયા છે. પોલીસ ત્યાં પહોંચી અને તપાસ કરી પણ અમ્મા અચાનક નીકળી જવાથી સચેત થયેલ ચન્દ્રેશન છટકી ગયો હતો. 

xxx 

એરપોર્ટ પર લેન્ડ થયેલ ચાર્ટર ફ્લાઈટમાંથી અમ્મા, મુત્થુસ્વામી અને અન્ય 7-8 જણા ઉતર્યા કે તરત જ સેંકડો પોલીસ એમને ઘેરી વળ્યાં અને એસ્કોર્ટ કરીને એરપોર્ટથી બહાર લવાયા. સાવચેતીના ભાગરૂપે એરપોર્ટની નજીકમાં આવેલ એક આખી હોટલ ખાલી કરાવી હતી અને એમાં અમ્માનો ઉતારો રાખવામાં આવ્યો હતો.  

xxx 

"પરબત ક્યાં છે તું?" 

"જારેજા, તું ઠીક તો છો ને?"

"હવે મને શું થવાનું હતું? તું ક્યાં છે એ બોલ,"

"10 મિનિટમાં.'વલ્ડ હબ' પહોંચીશ તને ઝાહીદ મળ્યો?"

"એ દગાખોર મને શું કામ મળે?"

"કેમ કે એ તને છોડાવવા આવે છે. એનો જીવ મારા હાથમાં છે."

"મને મળ્યો નથી પણ, જો એ સુધરી અને સાથ આપવા તૈયાર હોય તો મારી પાસે ખાલિદ અને રહેમાની ને પકડવાનો પ્લાન છે." જીતુભાએ કહ્યું.

"ઓ.કે એનો ફોન આવે તો એને કહું છું. આમેય મેં એને એક કલાકમાં 'વર્લ્ડ હબ' મોલ પર બોલાવ્યો છે. તું ક્યાં છે."

"મારી આંખો સખ્ત બળે છે. અહીં કોઈ ટેક્સી છે નહીં ટેક્સી મળે એટલે હું 'વર્લ્ડ હબ' પહોચીસ."

"જીતુ, સંભાળજે. કહે તો હું લેવા આવું મારી પાસે ટેક્સી છે. મને તારી ચિંતા થાય છે. ક્યાંક ફરીથી તારા પર કોઈ હુમલો ન કરી બેસે"

"પરબત, એ 8 લોકો હતા એમાંથી 1 પાસેથી થોડી માહિતી લઇ અને મેં ભગાડી મુક્યો એ હવે અઠવાડિયું તો દુબઈમાં પગ નહિ મૂકે. અને બાકીના 7 ની હાલત પુછાય નહીં એવી છે. ભયંકર યાતના ભોગવી રહ્યા છે એ લોકો ચાલ હું મુકું છું. સામેથી એક ટેક્સી આવતી દેખાય છે."

xxx

અમ્મા 10 મિનિટ પછી ફ્રેશ થઈને એમને આપેલ રૂમમાંથી બહાર આવ્યા અને પહેરો દેતા એક પોલીસ વાળાને પૂછ્યું 'ડીઆઈજી અને કમિશનર ક્યાં છે?"

"અમ્મા, એ તમારી રાહ જોઈ રહ્યા છે બાજુની રૂમમાં. હમણાં જ મુત્થુ સ્વામી પણ ત્યાં ગયા છે."

"ઠીક છે." કહી અમ્મા બાજુના રૂમમાં પહોંચ્યા. ત્યાં ડીઆઈજી કમિશનર મુત્થુસ્વામી ઉપરાંત એક ઈન્સ્પેક્ટર ને જોઈ એને નવાઈ લાગી. રૂમમાં પ્રવેશતાં જ એમને કમિશનરને કહ્યું. "પહેલા તમારા આ ઈન્સ્પેક્ટર ને અહીંથી બહાર કાઢો પછી મને જણાવો શુ મામલો છે." આ વાક્ય સાંભળી ગણેશન ઉભો થવા જતો હતો એનો હાથ પકડીને ડીઆઈજી એ કહ્યું. મેડમ, આ ઈન્સ્પેક્ટર ના કારણે જ તમે અત્યારે જીવંત છો. એ ભલે અહીં રહ્યો."   

xxx

"મોહિત, તને મારા ઘરે ક્યારે રેડ પાડવાની છે એ સમય ખબર છે? કેમ કે મેં ઘર પૂરેપૂરું ચેક  કરી લીધું મને કઈ શંકાસ્પદ નથી દેખાતું."

"મોહનલાલ જી સાંજે 6 થી 7 વચ્ચે એ છોકરો તમારા ઘરમાં ગેરકાયદે સામાન છુપાવવા આવશે અને એના નીકળ્યાના અર્ધો કલાક પછી નાર્કોટિક્સની ટીમ સાથે પોલીસ ત્રાટકશે."

"થેન્ક યુ દોસ્ત,તારા લગ્ન ક્યારે છે?"

"10 દિવસ પછી પણ તમને મારા લગ્ન વિશે કેવી રીતે ખબર?"

"શેઠજી એ તારા લગ્નની ભેટ તરીકે તારું પ્રમોશન કરાવવાનું પ્રોમીશ જીતુભાને આપ્યું હતું. કેમ કે લગ્ન પછી પ્રમોશન થાય તો તારી પત્ની સારા પગલાંની ગણાય."

"મોહનલાલ જી એક પ્લાન હમણાં જ તમારી સાથે વાત કરતા કરતા મારા દિમાગમાં આવ્યો છે."

"બોલ શું છે પ્લાન?"

"મારુ પ્રમોશન માટે તમે રેકેમેન્ડ કરી શકશો. જો આજે હું તમારા એ છોકરાને રંગે હાથ પકડીને એની પાસે મને ફસાવવાના કાવતરાની કબૂલાત કરાવી લઉ તો."

"એ ભલે મને ફસાવવા માંગતો હોય. પણ તોયે મારે એને ફસાવા નથી દેવો એનો બાપ મારો મિત્ર હતો"

"તો હવે શું કરવું છે?"

"કૈક વિચારું છું જરૂર લાગશે તો તને ફરીથી ફોન કરીશ." 

xxx

"જીતુભા. ગુલાબચંદ બોલું છું." જીતુભા ટેક્સીમાં 'વર્લ્ડ હબ' મોલ જતો હતો ત્યાં એના ફોનમાં ગુલાબચંદનો ફોન આવ્યો.

"અરે વાહ ગુલાબચંદ જી, કેમ છો તમે? મારા મહેમાન પહોંચ્યા કે નહિ? સહેજ ચિંતિત સ્વરે જીતુભા એ પૂછ્યું. 

"અરે એકદમ આરામથી પહોંચી ગયા છે. મારા બંગલે જ ઉતારો રાખ્યો છે. અને તમને એ કહેવા જ ફોન કર્યો કે હું 3-4 દિવસ પછી એક વહેવારીક કામે મુંબઈ જવાનો છું. ત્યારે આ મહેમાન મારી સાથે આવશે. ત્યાં સુધી એ અહીં મારા ઘરે જ રોકાશે."

"તમારો ખુબ ખુબ આભાર ગુલાબચંદજી. બાકી આજ કાલ ભરોસો કરવો મુશ્કેલ થઇ ગયો છે."

"હા અનોપચંદના મેનેજરે કૈક કંપની પચાવી પાડી એવું સાંભળ્યું. પણ સાંભળો તમારે કઈ નોકરીની કે એવી તકલીફ પડે તો યાદ કરજો તમારો એક મોટો ભાઈ કે કાકો અહીં જેસલમેરમાં જામેલો છે. અને હું નોકરીનું નથી કહેતો ભાગીદારીની વાત કરું છું." ગુલાબચંદે દિલથી કહ્યું.

"આભાર. પણ એ બધી અફવા પણ હોઈ શકે. અનોપચંદજીનું સ્પષ્ટ માનવું છે કે કંઈક ગેરસમજ છે. અને એ વિદેશ છે 2-4 દિવસમાં આવશે એટલે બધો મામલો થાળે પડી જશે."

"ખેર જવા દે એ બધી વાત. મારે લાયક કોઈ કામ હોય તો જણાવજે. તું મુંબઈ ક્યારે પહોંચીશ?"

"2 દિવસ માં. અને તમે મુંબઈ આવો તો મને ફોનથી જણાવજો અને ત્યાં સુધી મારા મહેમાન ને સાચવજો" કહી જીતુભા એ ફોન કટ કર્યો. 

xxx


"પપ્પાજી" કરતી નીતા દોડીને અનોપચંદને પગે લાગી અને પછી એને વળગીને રડવા લાગી.  
"અરે, નીતા શું થયું કેમ રડે છે? અચ્છા મને ખોટું કહી અને લંડન આવી હતી એટલે? હા એ વાતથી હું નારાજ છું જ. પણ આપણા ઘરે જાશુ પછી નિરાંતે તને એ બાબતે ઠપકો આપીશ. અને એક વાત યાદ રાખજે જીવનમાં કદી આવી ભૂલ બીજીવાર ન કરતી." સહેજ હસીને અનોપચંદે કહ્યું.
"સોરી પપ્પાજી આવી ભૂલ બીજીવાર નહિ થાય અને તમને પૂરો અધિકાર છે મારી આ બાલિશ હરકત માટે ઠપકો આપવાનો પણ અત્યારે મને સ્નેહા દીદી અને જીજુ ની ચિંતા થાય છે. એટલે રડવું આવે છે."  

"અરે આ સ્ટાફના લોકો સામે તું આ કંપનીની માલકીન આમ ભેંકડો તાણે છે એ સારું લાગે છે?" અનોપચંદે કહ્યું. એ સાથે જ સિન્થિયા અને માર્શા ઉભી થઈને કેબિનની બહાર જવા લાગી તો એને રોકતા નીતા એ કહ્યું "પપ્પાજી મને યાદ છે હું સાવ નાની હતી અને મારા પપ્પાને મળવા કોઈક વાર તમે આવ્યા હો ને હું કોઈક વાત ની જીદ કરી ને રડતી ત્યારે તમે એમ જ કહેતા આટલા લોકો ની સામે રડે છે? તમારી એ ટ્રીક હવે બહુ જૂની થઈ ગઈ છે. મને રડતી રોકવાની. આ લોકો માત્ર સ્ટાફ નથી મારી ખાસ સહેલી પણ છે." કહી સિન્થિયા અને માર્શાનો પરિચય કરાવ્યો. અનોપચંદ સિન્થિયાને એક વાર મળ્યો હતો પણ માર્શાને પહેલી જ વાર મળી રહ્યો હતો એણે માર્શાને પૂછ્યું "તને કેમ છે હવે સાંભળ્યું છે કે તને એ લોકો એ બહુ ટોર્ચર કરી હતી?"

"ના.સર એવું કઈ ખાસ ન હતું. હા ટોર્ચર તો કરી હતી પણ જીતુભા એ જે રીતે ફટાફટ નિર્ણય લઇ મને શોધવાની કાર્યવાહી કરી એ ખરેખર સરસ હતી. મારા નસીબથી માઈકલ બચી ગયો.અને ચાર્લી નાસામાંજ હતો એ વાત જીતુભા એ માત્ર 3 મિનિટમાં પકડી પાડી."

"હવે સુમિત ભાઈ ને શોધવાનું શું કરીશું.એનો ફોન લગભગ 10-12 કલાકથી બંધ આવે છે." સિન્થીયાએ કહ્યું અને બધા સિરિયસ થઇ ગયા. એટલામાં ઓસ્ટ્રેલિયાથી નિનાદ પણ ત્યાં આવી પહોંચ્યો. એણે પણ એજ ચિંતા વ્યક્ત કરી અને ઉમેર્યું "અધૂરામાં પૂરું જીતુભાનો ફોન પણ બંધ આવે છે." 

"આ ચર્ચા થોડી સિરિયસ છે. અને કંપનીના માલિકોને લાગતી છે. ચાલ માર્શા  આપણે બીજી કેબિનમાં બેસીએ" કહી સિન્થિયા ઉભી થઇ એટલે એને રોકતા અનોપચંદે કહ્યું."સિન્થિયા, માર્શા સાંભળો મારા માટે મારો દરેકે દરેક સ્ટાફ મેમ્બર મારા ઘરનો જ સભ્ય છે. અને જયારે માર્શાને શોધવાની હતી ત્યારે પણ મેં મારા રૂમમાં હાજર સ્ટાફ સામે જ બધી ચર્ચા કરેલી. એટલે તમે લોકો બેસો. ઉલ્ટાનું અમે વિચારવામાં કંઈક ભૂલ કરશું તો તમે કંઈક સાચો રસ્તો બતાવશો. હવે વાત જીતુભાની તો દુબઈમાં કોઈ સોર્સ.."

"સર સોરી પણ દુબઈમાં તો પૃથ્વીસિંહ પરમાર ઓલરેડી ગયા છે. આ નીતા ભાભી પર એમનો ફોન આવેલો" સિન્થિયા એ કહ્યું.

"હા પપ્પાજી હું દીદી અને જીજુ ની ચિંતામાં તમને અને નિનાદને કહેતા ભૂલી જ ગઈ હતી." નીતાએ કહ્યું આ સાંભળીને નિનાદ અને અનોપચંદ રિલેક્સ થઈ ગયા. પછી અનોપચંદે કહ્યું "સાંભળો બધા. જીતુભાનો પ્રોબ્લેમ તો સોલ્વ થઇ ગયો. હવે સુમિત અને સ્નેહાની વાત રહી, તો એમા એવું છે ને કે તમને જે લાગતું હોય તે પણ મને મોહનલાલ પર પૂર્ણ વિશ્વાસ છે કે એના જીવતા ભારતમાં ગમે ત્યાં સ્નેહા અને સુમિતને કોઈ એમની મરજી વિરુદ્ધ કઈ ન કરી શકે. એ લોકો સલામત જ હશે અને થોડી વાર માંજ એમના કંઈક સમાચાર મળશે"  એની વાત સાચી હતી કેમ કે એ જ વખતે સુમિત ગોરબાપા સાથેની વાત પુરી કરીને અનોપચંદ ને ફોન લગાવી રહ્યો હતો. તો એને મુસીબત માંથી બચાવનાર મોહનલાલ પોતાને માથે આવનાર મુસીબત માંથી કેમ છૂટવું એનો રસ્તો વિચારી રહ્યો હતો. મોહિતના પ્લાન મુજબ એ નાનકડા છોકરાને ફસાવી પોતાનો જીવ બચાવવો એને મંજૂર ન હતું.

 ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED