Talash 2 - 40 books and stories free download online pdf in Gujarati

તલાશ - 2 ભાગ 40

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  

ઝાહીદ પોતાના ઘરેથી 10.40 વાગ્યે નીકળ્યો હવે એને જીતુભા જે હોટલમાં ઉતર્યો હતો ત્યાં પહોંચીને તપાસ કરવાની હતી. જો બધું સમું સુતરું પાર ઉતરે તો એને 4 લાખ દિરહામ મળવાના હતા. અને જો જીતુભાનો મિત્ર હાથમાં આવે તો કુલ સાડા સાત લાખ દિરહામ. એ રાજવંશનો હતો, પણ છેક 4થી પેઢીએ, એને સમાજમાં પોતાના વડવાઓની ઈજ્જત પ્રમાણે જીવવું પડતું હતું. પણ વારસામાં જે કઈ આવ્યું હતું એ એના બાપ દાદા એ આડા અવળા જેમાં કોઈ સૂઝ ન પડતી હોય એવા ધંધામાં ઉડાવી નાખ્યું હતું. માત્ર એક મહેલ જેવું મકાન અને બીજા 4-5 મકાનો કે જે બેન્ક અને અન્ય વિદેશી કંપની ને ભાડે આપેલ, એના ભાડાની જ આવક હતી. એને મનમાં થતું કે હું કોઈ ધંધો કરીને કમાઉ.પણ શરૂઆતની મૂડી ક્યાંથી કાઢવી. એક વખત સુમિત એને દુબઈમાં ભેગો થઈ. ગયો હતો અને એણે ઝાહીદને અમુક કામ કરાવી આપવાની વાત કરી અને સારા એવા પૈસા પણ આપ્યા. બસ ત્યારથી એ સુમિતે કહેલા કામ કરી આપતો અને સુમિત એને પૈસા આપતો. પણ દુબઈમાં અનોપચંદ એન્ડ કુ.નું બહુ કામ રહેતું નહીં. ઝાહિદે 2-3 ધંધા સુમિતને સૂચવ્યા હતા કે સુમિત એમાં રોકાણ કરે પણ હાડોહાડ વેપારી સુમિતને એના પ્લાનમાં કઈ દમ ન દેખ્યો. અને વાત પડતી મુકાઈ. હમણા 15 દિવસ પહેલા શેખ રહેમાની ના મેનેજર ખાલિદે એનો સંપર્ક કરીને સુમિતને રસ પડે એવા સમાચાર 4 જણને છોડાવવાના આપ્યા હતા. એમાં ઝાહીદને લગભગ 1 લાખ દિરહામ મળવાના હતા. અને રૂપિયાની લાલચમાં જ એ જીતુભાનું અપહરણ કરાવવા તૈયાર થયો હતો.

xxx

સુલેમાન ની ટેક્સી પૃથ્વીના હાથમાં રહેલ એડ્રેસ વળી જગ્યા પાસે ઉભી રહી, પ્રમાણમાં થોડો મોટો કહી શકાય એવો બંગલો હતો. હકીકતમાં ત્યાં ઘણા બંગલા હતા. વચ્ચે વચ્ચે છુટ્ટી છવાઈ જગ્યા. ત્યાં રહેનારા મોટા ભાગના લોકો ધનાઢ્ય હતા. ટેક્સી ઉભી રહી અને પૃથ્વી એમાંથી બહાર આવ્યો એના હાથમાં ઈશ્વર ભાઈ એ આપેલી ચિઠ્ઠી હતી એમાં ઉર્દુમાં એક સરનામું અને ફોન નંબર લખેલા હતા. જયારે કાગળના અંતે સાવ ઝીણા અક્ષરોમાં લખ્યું હતું કે પરિસ્થિતિ કાબૂમાં આવે એટલે ઉપરના નંબર પર ફોન કરજે. પૃથ્વીએ એ લખાણ વાળો ભાગ વાળીને એ ચિઠ્ઠી વોચમેન ને દેખાડી અને પૂછ્યું. "ભાઈ આ સરનામું ક્યાં આવ્યું જરા સમજાવશો"

xxx 

ઝાહીદ શેખ અને એના મેનેજરને ફોન કરીને કહી રહ્યો હતો. "જીતુભાનો માણસ થોડો વધારે પડતો ચાલાક છે."

"શું એ આવી ગયો છે?"હની એ પૂછ્યું.

"કઈ સમજાતું નથી. અહીં જીતુભાની પૂછપરછ કરવા કોઈ શ્યામ નારાયણ નામનો માણસ આવ્યો હતો એ સવારે જ લંડન થી આવ્યો છે અને આ જ હોટલમાં 1204 માં ઉતર્યો છે." 

"તો એને ઉપાડવી લઈએ. હું 2-3 માણસો એરેન્જ કરવું." ઈરાનીએ કહ્યું.

"એ તો અડધો કલાકમાં જ બહાર નીકળી ગયો છે. પણ રૂમ ખાલી નથી કર્યો કહેતો હતો કે બિઝનેસ મિટિંગ પતાવીને સાંજે આવશે. પણ જીતુભા માટે એક મેસેજ છોડ્યો છે કે પરબત જીતુભાની બપોરે 12 થી 1 વચ્ચે રેસ્ટોરાંમાં રાહ જોશે."

"હવે આ પરબત કોણ છે." ઈરાની એ પૂછ્યું.

"મને શું ખબર. પહેલા પૃથ્વી પછી શ્યામ નારાયણ અને હવે આ પરબત, જીતુભા એ કેટલા લોકો ને અહીં બોલાવ્યા છે. મને સમજાતું નથી અને હવે મારી આબરૂ જવાનો ડર પણ લાગે છે. મને મારા રૂપિયા મોકલી દો એટલે તમે ને હું છુટ્ટા."

"ઝાહીદ દોસ્ત એમ ગભરાવાથી કામ ન થાય અને અમે તને મબલખ રૂપિયા આપવાના છીએ. તને ખર્ચ પેટે 10000 દિરહામ આપ્યા છે ને. એક કામ કર રેસ્ટોરાંમાં થોડી વાર બેસ. અમે લોકો ત્યાં જ આવીએ છે. અને તારો હિસાબ ત્યાં જ પતાવી નાખશું." કહી હની એ ફોન કટ કર્યો. અને પછી પોતાના માણસોને બોલાવી ને સૂચના આપી કે જીતુભા હોશમાં આવે કે તરત મને ફોન કરજો. અને ભાગવાનો પ્રયાસ કરે તો એના હાથ પગ તોડી નાખજો પણ એને ગોળી ન મારતા. હજી એના બોસ પાસેથી રૂપિયા પડાવવાના છે. જોજો છટકી ન જાય અને ગોડાઉનની બહાર એ વ્યો જશે તો ગરબડ થઈ જશે. કાલે કામ પતી જશે તો બધાને નક્કી કરેલ કરતા વધુ રૂપિયા આપીશ. "

"સાહેબ અમે 8 જણા છીએ. જમવાના પૈસા તો આપતા જાવ. કદાચ તમને મોડું થાય તો."

"હની એ લોકોને એના રૂપિયાની જ પડી છે કદી મોટું કામ નહીં કરી શકે." એવું બબડતા ઈરાની એ 500 દિરહામ એ બધાના બોસ ના હાથમાં મુખ્ય અને એ બન્ને. ઝાહીદને મળવા જીતુભાની હોટલ તરફ નીકળ્યા.  

xxx 

"ક્રિષ્નન સાહેબ, મને બચાવી લો, પ્લીઝ" ખબરી કહી રહ્યો હતો. 

"તું ક્યાં. છે. અને કોનાથી તને બચાવું?"

"ગુરુ અન્ના ના માણસો થી મને એમને એક કામ સોંપ્યું છે પણ હું તમારો વફાદાર છું હું એ કામ ન કરી શકું."

"શું કામ સોંપ્યું છે બોલ," સહેજ ગભરાતા ક્રિષ્નને  કહ્યું."

" એ હું તમને કહી દઈશ અને અગર એમને ખબર પડી જશે તો મને મારી નાખશે."

"જલ્દી કહે નહીં તો હું તારું ખૂન કરાવી નાખીસ.'

એમણે મને તમારા ઘર પર બપોરે 10 વાગ્યે બૉમ્બ ફેંકવાનું એ ઘરમાંથી જેટલા ભાગવાની કોશિશ કરે એને અંધાધૂંધ ફાયરિંગ માં ખતમ કરવાનું કહ્યું છે." ગભરાવાનું નાટક કરતા ખબરીએ કહ્યું.   

"એ. એ. એ.. આ તું શું બોલે છે. ઘરમાં મારી માં, પત્ની, બે પુત્રવધુ અને 3 પૌત્ર પૌત્રી હશે હું પણ હોઈશ."

"ગુરુ અન્નાએ કહેવરાવ્યું છે કે સહાનુભૂતિની લ્હેરમાં તમારા બચેલા એક દીકરાને ટિકિટ આપી ને વિધાનસભ્ય બનાવી દેશે એટલે એ આખી જિંદગી એની ગુલામી કરશે."

"એ એ ખબરી જોજે એવું કઈ ન કરતો. નહીં તો. અરે યાર આપણા સંબંધ તો વિચાર અને તારો ભાઈ તો મારો ગુરુ હતો. ખેર તું કઈ ન કરતો હું ગુરુ અન્ના સાથે વાત કરું છું."

xxx   

"ઝાહીદ" કોઈ અજાણ્યા નંબર પરથી આવેલ ફોન ઉંચકતા ઝાહિદે આ વાક્ય સાંભળ્યું;

"શેખ ઝાહીદ કહો નહીં તો ફોન કટ કરો." 

"શેખ કોને કહેવાય એ પણ તને ખબર છે. તે તો શેખ ખાનદાનમાં જન્મી ને એ ખાનદાનનું નામ બોળ્યું છે. "

"હરામ... કોણ બોલે છે અને ક્યાંથી બોલે છે હમણાં તારી સામે આવી ને તારી ખબર લઉ છું. "

"પૃથ્વી બોલું છું જેને ગોતવા તે રાત્રે એરપોર્ટ પર માણસો મોકલ્યા હતા."

"સા .. તું ક્યાંથી બોલે છે તું રાત્રે મારા માણસોથી કેવી રીતે છટક્યો."

"બધી વાત નિરાંતે કરીએ ઝાહીદ. હવે તું ફટાફટ એક કામ કર જીતુભાને લઈને મને મળવા આવી જા."

"ક્યાં મળવા આવું?"

"સાંભળ જીતુભા નો વાળ પણ વાંકો ન થાય એનું ધ્યાન રાખજે અને ફટાફટ અર્ધા કલાકમાં તારા ઘરે એને લઇ ને પહોંચ."

"મારા ઘરે? આ શું મજાક છે. તારી પાસે મારુ સરનામું કેવી રીતે આવ્યું." ઝાહિદ નો અવાજ ફાટ્યો.

"એમાં એવું છે ને તમે લોકો મને એરપોર્ટ અને દુબઇ શહેરમાં શોધતા હતા. અને હું તારા ઘરે પહોંચી ગયો. હવે 2 બીબી 5 બચ્ચા 2 નોકર અને એક વોચમેન ના જીવનની કઈ પડી હોય તો અડધો કલાકમાં જીતુભાને સહી સલામત લઈને તારા ઘરે પહોંચ. મારે બીજા પણ કામ છે 31 મી મિનિટે હું અહીંથી નીકળી જઈશ."

"હરામ...મારા બીબી બચ્ચાને કઈ ન કરતો નહીં તો તું જીવતો નહીં રહે."

"હું રાજપૂત છું સ્ત્રીઓ અને બાળકોની અકારણ હત્યા કરવી કે એમની આબરૂ લુંટવી એવું હલકટ કામ અમે ન કરીએ પણ જો તારી ઘડિયાળમાં સમય મેળવ. 11.25 વાગ્યા છે. 11-55 મિનિટે તું જીતુભાને લઈને નહીં આવે તો 12 વાગ્યે બધાના 12 વગાડીને હું નીકળી જઈશ." કહી પૃથ્વીએ ફોન કટ કર્યો અને સાંભળીને ઝાહીદ અવાચક થઈને બેસી પડ્યો. 

xxx 

જીતુભા છેવટે પોતાની ખુરશી પરથી ઉભો થયો. જરાક આળસ મરડીને એણે રસ્સી ના ટુકડા સામે જોયું જેનાથી એના હાથ બંધાયેલા હતા પછી પોતાના કોલર માંથી કાઢેલા સાવ પાતળી પણ બહુજ કામ ની બ્લેડ જાળવીને શર્ટના ખિસ્સામાં મૂકી પછી પોતાનું ઇનશર્ટ ફરીથી સરખું કર્યું અને પોતાના બંને હાથ પેન્ટના ખિસ્સામાં મુક્યા.ઈશ્વરભાઈ નો મનોમન આભાર માન્યો. ખિસ્સામાં હાથ જતા જ એને ફીલ થયું કે જાણે ખિસ્સું સીવતી વખતે વધારા દોરા કપાઈ જવા જોઈએ એને બદલે બન્ને ખિસ્સામાં સહેજ વધારાની દોરીનો એને અહેસાસ થયો. અને એને ઈશ્વર ભાઈ એ કહેલી વાત યાદ આવી. 'મુસીબતમાં મુકાય ત્યારે તારા ડાબા કોલરને ચાવજે, અને જયારે હથિયાર વગર લોકો સાથે જંગ ખેલવાનો થાય ત્યારે પેન્ટના ખિસ્સાની વધારાની દોરી ખેંચી લેજે. બંધુકની ગોળી ને બાદ કરતા એ તને 10 જણા સાથે લડવાની શક્તિ આપશે. શક્ય હોય તો તારું મોં અને શરીર જેટલું ઢાંકી શકાય એટલું ઢાંકી રાખજે.  

xxx

ઝાહીદ વિચારમાં પડ્યો.કે શું કરવું? કેમ કે પોતે જ્યાં હતો ત્યાંથી જીતુભા પાસે પહોવાનો અડધો કલાક અને પછી જીતુભા ને લઇ ને પોતાના ઘર સુધી પહોંચવાનો બીજો પોણો કલાક, પણ જીતુભા તો ઓલા  ખાલિદ અને એના બોસ ના કબ્જામાં હતો હવે એને કેમ મનાવવા. છેવટે એણે પૃથ્વી પાસે ટાઈમ માંગવાનું નક્કી કર્યું. પણ પૃથ્વી માનશે? અને પૃથ્વી અગર કલાક રાહ જોવા તૈયાર થશે તોય ઓલ લોકો જીતુભા ને છોડવા તૈયાર થશે? એને હવે પસ્તાવો થતો હતો કે શું કામ એ લોકો ની વાત માં આવ્યો. સરસ મજાની સુમિત સાથેની દિલ ચાલુ હતી મહિને 10-15 હજાર દિરહામ મળી જતા હતા. અને ઈજ્જત ની જિંદગી હતી. ખેર હવે સમય પસાર થઇ રહ્યો હતો.એણે ઘડિયાળમાં જોયું 11.32 વાગી ગયા હતા. 7 મિનિટ વીતી ગઈ હતી. મન મક્કમ કરીને છેવટે એણે પૃથ્વી ફોન જોડ્યો.

xxx 

લગભગ સાડા બાર વાગ્યે (મથુરામાં) સુમિત જાગ્યો.એણે જોયું તો સ્નેહા ઘસઘસાટ સૂતી હતી એના ચહેરા પર એક નિર્દોષ સ્મિત છવાયેલું હતું. લગભગ 4 દિવસે એ નિશ્ચિત થઈને સૂતી હતી. સુમિતને એક ધરપત હતી કે પોતે મથુરામાં હતો અને એક વખત ગોરાણી અને એના સાથીઓ કોણ છે એ સમજાય પછી પોતાની ઓળખાણ થી.એ અહીંથી નીકળવાનો માર્ગ શોધી શકશે એવો વિશ્વાસ હતો.એ હળવેથી પલંગ પરથી ઉભો થયો અને બાથરૂમમાં નહાવા ગયો. નાહીને એ બહાર આવ્યો ત્યારે સ્નેહા ઉઠી ગઈ હતી. "અરે વાહ તમે ઉઠી ગયા. ચાલો હું ફટાફટ નાહી ને આપણા બંને ના કપડા ધોઈ નાખું. સોરી તમને ઉઠીને ચા પીવા જોઈએ છે. પણ અહીં તો ગોરાણી માં ની કૃપા થશે તો જ ચા મળશે."

"પણ તું કપડાં શું કામ ..."

તો કોણ ધોશે. ગોરાણીમાં ની મહેરબાની છે કે મને 2 વખત ચા નાસ્તો અને જમવાનું કઈ કામ કર્યા વગર આપે છે એ ધારત તો મારો પાસે આખા ઘરમાં કચરા પોતા પણ કરાવી શક્ય હોત." કહી એ બાથરૂમ માં ઘુસી. સુમિતે ધોતી પહેરવાની ટ્રાય કરી પણ એને ફાવ્યું નહિ છેવટે ધોતી ને લૂંગી ની જેમ વીતી ને ઉપર કુતો પહેરી લીધો. એટલામાં બારણું ખોલવા નો અવાજ આવ્યો અને એજ વખતે સ્નેહા નાહીને બહાર આવી. 

"ઉઠી ગયા તમે લોકો?" કહેતા ગોરાની મેઈ રૂમમાં પ્રવેશ કર્યો એની પાછળ ઘુમટો તાણેલી 2 સ્ત્રી (કાંતા અને શાંતા આવી. "પહેલા જમી લો., સ્નેહા ધોવાના કપડાં કાંતા નીચે લઇ જાય છે. આજથી તારે કપડાં ધોવાની જરૂર નથી"

"એ મહેરબાની કરવાનું કોઈ કારણ" સ્નેહાએ થોડા વ્યંગ ભર્યા અવાજે કહ્યું. 

"મારા વર ગોર બાપાએ કહ્યું છે એટલે. તમે લોકો ઓળખો છો ને એને" સાંભળીને સ્નેહા અને સુમિત અવાચક થઇ ગયા. 

"શું નામ છે. ગોર બાપા નું." સુમિતે પૂછ્યું

"હમણાં તમે જમી રહેશો એટલે તમને મળવા આવશે. તમને એને મળીને આનંદ થશે. અને હા હવે ક્યાંય તાળા નહીં રાખું ખાલી એટલું ધ્યાન રાખજો ઘરની બહાર જવાની કોશિશ ના કરતા. હજી તમે આઝાદ નથી  થયા

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો. 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED