વરસો બાદ અચાનક અમે ફરીવાર મળ્યા, પણ બન્ને માંથી એક પણ માં વાતની શરૂઆત કરવાની હિંમત ન હતી, ફક્ત એકબીજા ની સામે જોઈ હળવા સ્મિત ની આપ-લે કરી, આવુ તો પહેલા એ ઘણીવાર થયુ હતુ કે અમે આ રીતે એકબીજાની સામે આવી ગયા પણ પહેલા ક્યારેય આટલી હિંમત ન હતી કે સામે ઉભા પણ રહીએ,પણ આજે મે વિચાર્યુ કે જુના સ્મરણ ને પકડી રાખીશુ તો મનમાં ખટરાગ રહેશે એના કરતા બધુંજ ભૂલી આગળ વધવા માં જ સારપ છે, એટલે મે સામેથી શરૂઆત કરી કે કેમ છો તમે? જાણે તેઓ પણ આવીજ કોઈ અપેક્ષા લઈ બેઠા હોય તેમ તરત જ જવાબ આપ્યો કે સારું છે તુ કેમ છે? મે કહ્યુ સારું છે અને પછી થોડી ઔપચારિક વાતો થઈ અમારી વચમાં અને તેમણે સીધું જ કહી દીધુ મને કે... ઓય સાંભળ હું તને હજુય એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતો હતો, હું તો આ સાંભળી થોડી વાર અવાચક થઈ ગઈ, પછી સમય અને જગ્યા નુ ભાન થતા થોડી સ્વસ્થ થઈ બોલી કે પહેલા ક્યારેય કેમ ન કહ્યુ? જો પહેલા હિંમત કરી હોત તો આપણે આજે સાથે હોત, ત્યારે મરા માં એટલી હોંશિયારી ન હતી કે હું આગળ આવી મારા મન ની વાત સૌ સમક્ષ મૂકી શકુ અને જ્યારે હિંમત આવી ત્યારે મોડુ થઈ ગયુ હતુ અને મને ખબર પડી કે તારા લગ્ન બીજે થઈ ગયા છે તેમણે નીસાસો નાખતા વાત પૂર્ણ કરી,હા પણ મને એક વાર કહ્યુ તો હોત કે તુ મારી રાહ જોજે હું બે-ચાર વર્ષ શું આજીવન તમારી રાહ જોવા તૈયાર હતી,મરા હ્દય ના એક ખૂણે આજે પણ એ લાગણીઓ અકબંધ છે, જેના બીજ તમે રોપીને ગયા હતા કહેતા મારી આંખો ભરાઈ ગઈ. હું પણ ક્યા ખુશ રહી શક્યો, તારી ખોટ મરા હ્દય અને જીવન માં આજેય વર્તાય છે, જો આપણે સાથે હોત તો જીંદગી રૂપી બાગ મહેકતો હોત, હવે તો ફક્ત જીવાય છે જીંદગી માણી શકાતી નથી, એમ કહેતા એમણે આંખોના ખૂણા સાફ કર્યા અને પછી ચુપચાપ અમે એકબીજાને નિહાળી રહ્યા... થોડીક ક્ષણ આમજ મૌન વીતી જાણે બન્ને ના હોઠ સીવાય ગયા ,પછી મે સ્વસ્થ થતા વાતની શરૂઆત કરી જવા દો એ બધી જુની વાતો અને કહો શું ચાલે છે? તેમને પણ મારા આ વર્તન થી હળવાશ અનુભવાય ,એટલે કહ્યુ બસ જો બધુંજ સરખુ ચાલે છે, ફેમિલી સાથે રહું છું મલ્ટીનેશનલ કંપની માં જોબ છે,એક નાનકડુ પણ પોતાનુ ઘર છે બીજુ શું જોઈએ ?જીવવા માટે છતાંય તારી કમી આજીવન રહેશે , પછી વાત બદલતા હોય તેમ મને કહે કે તુ બોલ હવે તારી લાઈફ માં શું ચાલે છે,તુ સુખી અને ખુશ તો છેને? મે કહ્યુ હા હું ખૂબ જ સુખી છુું, પાણી માંગતા દૂર હાજર કરે એવા પ્રેમાળ પતિ છે, બે બાળકો છે,અમારો પોતાનો બિઝનેસ છે, મંદિર સમુ ઘર છે,
સરવાળે એક સુખી અને હસતો-રમતો પરીવાર છે અમારો.
આ સાંભળી તેમણે મુખ પર સ્મિત લાવી કહ્યુ હા હોયજ ને તુ છે જ એવી કે તને કોઈ પ્રેમ કર્યા વગર રહી જ ના શકે,હું જ અભાગી હતો કે તુ દૂર થઈ તોય કંઈજ ન કરી શક્યો તને પાછી મેળવવા,મે કહ્યુ જવા દો હવે જે થયુ તે કદાચ આજ આપણી નિયતી હશે જુનુ વિચારી દુ:ખી થવા કરતા નવી યાદો બનાવીએ અને એની શરૂઆત આજથી જ કરીએ હું તમને મારા હ્દય માં એક સુંદર સ્મરણ તરીકે આજીવન અકબંધ રાખવા માંગુ છું જેથી જ્યારે પણ તમારી યાદ આવે તો આંખો માં પાણી નઈ ચહેરા ઉપર સ્મિત આવી જાય, વાત તો તારી સાચી છે તુ મારા જીવનની એ સુંદર ક્ષણ છે જેને હું કદીએ ભુલવા નથી ઈચ્છતો ,તુ મારા મન કેરા પુસ્તક એ પાનુ છે જેને હું વારંવાર વાંચી ને યાદ રાખવા ઈચ્છુ છું, જ્યારે પણ તુ જીવનમાં આ રીતે ફરીવાર મળે ત્યારે તને આમજ ખુશ જોવા ઈચ્છો છું, તુ હમેંશા આમજ સુખી રહેજે અને ક્યારેય પણ મારી જરુર જણાય તો મને યાદ કરજે હું તારા સુખ-દુઃખમાં કોઈ પણ સમયે હાજર રહેવા તત્પર રહીશ આટલુ કહી તેમણે વાત પૂર્ણ કરી. અને પછી ફરીવાર મળવાની આશ લઈ ફરી બે જાણીતા અજાણ્યા બની જુદા પડ્યા...
જય શ્રીકૃષ્ણ 🙏
#shabdbhavna