તલાશ - 2 ભાગ 35 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 2 ભાગ 35

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  

"હેલ્લો જીતુભા. આમને મળો. આ છે શેખ રહેમાની. અને આ એમના મેનેજર ખાલિદ,"

"હેલો સર, કેમ છો તમે લોકો?'

"બસ પરવરદિગારની રહેમ છે. તમે કેમ છો?"

"બસ ઈશ્વર ની કૃપા છે. હવે મુદ્દા ઉપર આવીએ?" જીતુભાએ કહ્યું.

"હા હું પણ એજ વિચારતો હતો." રહેમાની એ કહ્યું. 

"રહેમાની સાહેબ એક બે પ્રશ્નોના ઉત્તર આપશો?" જીતુભાએ પૂછ્યું.

"બોલો."

"આ તમે મને એટલે કે મારી કંપનીને મદદ શું કામ કરો છો?"

"સાચું કહું કે જુઠ્ઠું?

"સાચું જ કહોને."

"એમાં 2 વાત છે, એક તો સુમિતે મને પર હેડ 50 લાખ રૂપિયા આપવાનું કહ્યું છે. આજે જે લોકોને ભારત રવાના કરશું એના 2 કરોડ અને નવી ટિપ જે છે એમાં 2 જણ છે એટલે 1 કરોડ એનો. હવે કુલ 3 કરોડ થાય. તમને ખબર હોય કે ના હોય મારા માટે આ મામૂલી રકમ છે પણ અસલ કારણ બીજું જ છે."

"તો એ કારણ પણ જણાવી દ્યો"

"હું મારો બિઝનેસ ડેવલપ કરવા માંગુ છું ઇન્ડિયા માં. મારે ત્યાંની ગવર્મેન્ટની ગુડ બુકમાં મારા નામની એન્ટ્રી પડાવવી છે. હમણાં હું દોઢ મહિનો મદ્રાસમાં રોકાયો હતો. એમાં હોટલનું ભાડું જ લગભગ 74 લાખ રૂપિયા થયું. જે મેં એડવાન્સ માં ભરેલું. એટલે ટૂંકમાં રૂપિયા માટે નહીં પણ સુમિત જેવા ઉદ્યોગપતિ અને રાજકારણીઓના સાથે સબંધ સારા હોય તો વેપારમાં સરળતા રહે." 

"સરસ, તો હવે મને એ બે જણની ડીટેલ આપો એટલે આગળ વ્યવસ્થા થઇ શકે."

"એ બધી ડિટેલ સવારે મળશે. આજે પહેલી ખેપ માં 4 જણને રવાના કરી દઈએ. પણ તમે એનું લોકેશન કેમ બદલ્યું?'

"કેમ કે મને એ લોકેશનથી વધુ ફાવે એમ હતું અને એમાં એમને જ્યાં પહોંચાડવા છે. ત્યાં પણ જલ્દી પહોંચશે."

"ઓ.કે. તો પછી હું કલાકમાં તમને જણાવી દઈશ, અત્યારે 6 વાગ્યા છે. 7 વાગ્યા પહેલા તમને ખબર આપી દઈશ. અને સાંજે અમારા તરફથી ડિનરનું ઇન્વિટેશન આપું છું. અમારી હોટેલ પર આવો."

"સોરી શેખ સાહેબ આજે તો હું રાત્રે બીઝી હોઈશ મારે ઇન્ડિયામાં વ્યવસ્થા કરવાની છે. ફરી કોઈ વાર વાત."

"તમે મારા આમંત્રણનું અપમાન કરી રહ્યા છો જીતુભા."

"ના હું વિનમ્રતાથી મારી મુશ્કેલી જણાવું છું."

"કઈ નહીં શેખ સાહેબ, અગર જીતુભા બીઝી હોય તો ભલેને એ મોડેથી જોઈન્ટ થાય આમેય આપણે ત્યાં તો રાતના દોઢ બે વાગ્યા સુધી ડીનરનો પ્રોગ્રામ ચાલતો હોય છે. હવે તો કોઈ વાંધો નથી ને જીતુભા?" શેખના મેનેજરે ખાલિદે કહ્યું. હવે જીતુભા ના પાડવાની સ્થિતિમાં ન હતો. ભારે મને એણે કહ્યું "ઓકે. હું લગભગ 10 વાગ્યે તમારી હોટલ પર આવીશ."

"હું અહીં આવીને તમને લેતો જઈશ" શેખ ઝાહિદે કહ્યું. હવે એ લોકો જીતુભાને છટકવા દેવાંના મૂડમાં ન હતા. 

xxx 

સુમિતે પોતાનું ઈ મેઈલ ચેક કર્યું અને એ ચોકી ગયો. એમાં 2-3 ફોટાઓ હતા, એકમાં સ્નેહા એક સ્વચ્છ પણ નાના રૂમમાં એક ટેબલ ખુરશી પર બેસીને જમી રહી હતી. એની બાજુમાં 2 ઘૂંઘટ કાઢેલી ઓરત ઉભી હતી.બીજા ફોટોમાં સ્નેહા એ જ રૂમમાં બારી પાસે ઉભી હતી. 3જ ફોટોમાં સ્નેહની બાજુમાં 3 સ્ત્રી ઊભી હતી પણ કોઈનો ચહેરો દેખાતો ન હતો 3ને ફોટોમાં સ્નેહા અલગ અલગ ડ્રેસમાં હતી. સુમિત એ ફોટો જોઈ રહ્યો હતો ત્યાં જ એના મોબાઈલમાં રીંગ વાગી.એણે જોયું મોહનલાલનો અજાણ્યો નંબર હતો. 

"સુમિત હવે સાંભળ.આ ફોટો તને એટલે મોકલ્યા છે. કે મારે તારું ગમે ત્યારે કઈ કામ પડે તો તું ઇન્કાર ન કરે, એ તો તું સમજી જ ગયો હોઈશ."

"મોહન લાલ તમને પપ્પા એ પોતાના નાના ભાઈ ની જેમ રાખ્યા છે."

"હા એ બધી વાત નિરાંતે કરશું. અત્યારે એક કામ કર ગણેશનને ખબર કર કે સાવચેત રહે. અને બીજું એના ખબરી કાકા ને કહે આપણી મદ્રાસની ઓફિસથી થોડે દૂર એક કાર લઇ ને ઉભો રહે. આગળ શું કરવું છે એની સૂચના હું પછી આપીશ. અને હા આ વાત કોઈ સાથે કરતો નહીં. ક્રિશ્નનને પણ નહીં. નહીંતર મને તુરંત ખબર પડી જશે મારા માણસો તારી આજુબાજુ જ છે તારી મદ્રાસની ઓફિસમા પણ. અને એક ખાસ વાત હું ફરીથી ફોન ન કરું ત્યાં સુધી તારી ઓફિસમાં જ રહેજે. તારી કેબિનમાં, "

"ઓકે." કહીને સુમિતે ફોન કટ કર્યો અને પછી ગણેશનને ફોન લગાવી એના કાકાને એક કારની એરેન્જ કરી ઓફિસ બહાર ઉભવા કહ્યું. 

xxx 

જીતુભા એ ગુલાબ ચંદને લોકેશન જણાવ્યું. અને ફરી તાકીદ કરી કે એ લોકો સહી સલામત રહેવા જોઈએ. 

"તમે ચિંતા ન કરો જીતુભા. થોડા કોન્ટેક્ટ મારા પણ છે. સરહદની બંને સાઈડ ઘણા એવા કુટુંબ છે જેમના સગા વ્હાલા બન્ને દેશમાં છે અને અવારનવાર ચોરી છીપે એમને મળવા આવતા જતા હોય છે. એમાં કોઈકવાર મેય મદદ કરી છે કોઈને."

"ભલે તો હું હવે તમારા પર છોડું છું લોકેશન મેં તમને સમજાવી દીધું છે."

xxx 

"હની, તને ઓલા જીતુભાનો કબજો મેળવવા માં આટલો રસ શું કામ છે." શેખ રહેમાનીનો મેનેજર ખાલિદ ઉર્ફે ઈરાની શેખ રહેમાની ઉર્ફે હની ને ઉછી રહ્યો હતો. 

"કેમ કે એણે મારા પર ગોળી ચલાવી હતી અહીં કપાળમાં છીંડું પડી દેવાનો હતો ખબર નહીં કેમ અચાનક હું ઝૂક્યો એટલે બચી ગયો." 

"તો તારો શું પ્લાન છે?"

"આજે એને બેહોશ કરીને પછી કાલે હોશમાં આવે એટલે એને તડપાવી ને મારી નાખવાનો"

"મૂર્ખ છે તું. અહીં સાઉદીમાં તું મર્ડર કરીશ?"

"દુનિયાના ક્યાં ખૂણામાં આપણે મર્ડર નથી કર્યા ઈરાની? મૂર્ખ જેવી વાત ન કર એને પણ ખબર પડવી જોઈએ કે હની પર ગોળી ચલાવવાનો શું અંજામ આવે છે."

"આપણી ઓફિસમાંથી કડક સૂચના છે કે શેખ અને મેનેજર બનીને દુનિયામાં પાકિસ્તાન તરફ સહાનુભૂતિ અને સોર્સ ઉભા કરવા અને શક્ય હોય એટલું ફંડ જમા કરવું. તો તારો બદલો તો પછી પણ લેવાશે,"

"તું કહેવા શું માંગે છે એને એમનમ જવા દેવો?"

"એવું મેં ક્યાં કહ્યું. એને આજે કેદમાં લઇ લઈએ અને પછી સુમિતનો કોન્ટેક્ટ કરીને રૂપિયા પડાવીશું અને પછી.."

"તારી વાત વિચારવા જેવી છે. એ કેટલા રૂપિયા આપે એવું લાગે છે?"

"મિનિમમ 10 કરોડ. સાવ અજાણ્યા લોકો માટે 1, 1, કરોડ આપનાર માણસ પોતાના ખાસ માણસ માટે એટલા તો રૂપિયા આપશેજ" .

xxx 

ઓહો ગોરાણી માં અત્યારે?" સ્નેહા એ પૂછ્યું. 

"હા ખાસ તને કહેવા આવી છું કે આજે જમવાનું મોડું મળશે. મારા બોસ નો હુકમ છે."

"નહીં મોકલો તો પણ ચાલશે"

"તું નહીં ખાય તો અમારે જબરદસ્તી કરવી પડશે." 

"આ ખરું છે તમારું. તમને મન હોય ત્યારે મારે ખાવું હોય કે ન ખાવું હોય પરાણે જમી લેવાનું."

"હા. અને જો તું વધારે માથાકૂટ કરીશ તો એકટાણા કરવા પડશે."   

xxx 

રાજમાતા વ્યગ્ર ચહેરે પોતાના કમરામાં આંટા  મારી રહ્યા હતા. એમનો ઉદ્વેગ એમના ચહેરા પર દેખાતો હતો.લગભગ 1 કલાકથી આ પરિસ્થિતિ હતી. એમના સેક્રેટરી એ પૂછ્યું પણ ખરું "રાજમાતા કેમ આટલા વ્યગ્ર છો.?

"કઈ નહિ એમ જ એક કામ કરો ડ્રાઈવરને બોલાવો મારે બહાર જવું છે." 

"અત્યારે ક્યાં જવું છે રાજમાતા? કોઈ દિવસ એમની કોઈ વાતમાં ચંચુપાત ન કરનાર સેક્રેટરી એ પૂછ્યું. રાજમાતાના ભવા સંકોચાયા. પણ એમણે સયંત સ્વરે જવાબ આપ્યો. "લાલજી ને મળવા જવું. છે." 

"અરે પાર્લામેન્ટમાં નથી જવું? તમે અધવચ્ચે આવ્યા હતા ચર્ચા છોડી ને."

"ત્યાં પણ જઈશ પણ પહેલા લાલજી ને મળવું જરૂરી છે." થોડીવારમાં ડ્રાઈવર આવ્યો અને એ રવાના થયા અને લાલજીના ઘરે પહોંચ્યા. અને લાલજીને કહ્યું. "પ્રધાનમંત્રીજી બધું ખોવા બેઠા છે. એમને અટકાવો."

"એ અટકે એમ નથી. એ દુનિયા આખી ને પોતાના જેવી સરળ માને છે. એમને હજી કાશ્મીર વાળા સૈફુદ્દીન પર વિશ્વાસ છે બહેનજી પર વિશ્વાસ છે અને ઓલી રાણી  પણ કઈ કમ નથી, અમ્મા સાથે મળીને એ કંઈક ખેલ જરૂર પાડશે." 

"તો હવે?"

"હવે પડશે એવા દેવાશે. ચૂંટણી ની તૈયારીમાં લાગી જવું જોઈએ." લાલજીએ કહ્યું અને એ સાંભળીને રાજમાતા બેસી પડ્યા.

xxx 

"નિનાદ સર,જીતુભા આવ્યા.હતા, એમની સાથે ચર્ચા કરી છે. અને એમને 2 જોડી કપડાં પણ આપી દીધા છે." ઈશ્વર ભાઈ એ નિનાદને ફોનમાં કહ્યું.

"સૂટ નું શું થયું.?" 

"એમની અને પૃથ્વીજી ને લાયક સૂટ 3-4 દિવસમાં બની જશે ત્યાં સુધી ..."

"કઈ વાંધો નહીં. પણ પરફેક્ટ બનાવજો."

"મારા કામ માં કઈ કહેવું ન પડે. કૈક અભિમાન થી ઈશ્વર ભાઈ એ કહ્યું." 

xxx 

જીતુભા પોતાની રૂમમાં અડધો કલાક આડો પડ્યો હતો. ગઈ રાતના મોડે મોડે નીંદર આવી અને પછી સવારે વહેલા ફ્લાઇટ પકડવા એ ઉઠ્યો હતો. એને થાક ખુબ લાગ્યો હતો. પણ એને ઝોલું ન આવ્યું.  એના મનમાં કંઈક આશંકાઓ આવી રહી હતી. કંટાળીને એ ઉભો થયો અને મોઢું ધોઈને ફ્રેશ થયો પછી પૃથ્વીને મેસેજ કર્યો. 'શક્ય છે કે તું દુબઈમાં ઉતરશે ત્યારે હું હોટેલ પર ન હોવ. કદાચ દુબઈમાં પણ નહિ હોવ. તું મંઝર માં રહેતા ભારતીય ટેક્સી ડ્રાઈવર સુલેમાનને પહેલા શોધી કાઢજે અને પછી 'કટિંગ એન્ડ ફિટિંગ'માં ઈશ્વર ભાઈને કે ભગવાન ભાઈને મળજે. કદાચ હું બપોરે 1 વાગ્યા સુધી હોટેલ પર ન આવું તો શેખ ઝાહીદને પુછજે. એને જરૂર ખબર હશે કે હું ક્યાં છુ.' ત્યાંજ ઇન્ટરકોમમાં રિસેપશન પરથી મેસેજ આવ્યો કે શેખ ઝાહીદ તમારી રાહ જોઈ રહ્યા છે."

તો એમને ઉપર મારી રૂમમાં મોકલો"

"ના તેઓ કહી રહ્યા છે કે બહુ મોડું થયું છે."

"ઓકે. હું પાંચ મિનિટમાં આવું છું." કહી જીતુભા એ ફોન નું રીસીવર ક્રેડલ પર મૂકીને ફટાફટ કપડાં ચેન્જ કર્યા.એણે ઈશ્વર ભાઈ એ આપેલા 2 જોડી માંથી એક જોડી પસંદ કરી ને પહેર્યા. પરફ્યુમ છાંટી માથામાં કાંસકો ફેરવીને બુટ પહેરી એ નીચે ઉતર્યો.ત્યારે રાતના સાડા 9 (દુબઈમાં) વાગ્યા હતા. એ જ વખતે લગભગ 11 વાગ્યે (દિલ્હીમાં) ગુરુ અન્ના કોઈને ફોનમાં ધમકાવી રહ્યો હતો. "કેમ હજી ઓપરેશન શરૂ નથી થયું?"

"સર, તમે સમજો અમારે પ્રોટોકોલ મુજબ ચાલવું પડે. ઉપરના હુકમ વગર અમે કઈ ન કરી શકીએ. બધી તૈયારી થઈ ગઈ છે. માત્ર ચીફ સેક્રેટરીના હુકમની રાહ છે."

"ભાડમાં જાય હુકમ . તમને ખબર છે ને વર્તમાન સરકાર કાલ બપોર પહેલા પડી જશે. મારો હુકમ માનો.નીકળો અત્યારે જ. 

"પણ સર,,.."

"તારા માં બાપને ભૂલી જા. 10 મિનિટમાં તને ખબર મળી જશે."

"સર અમે નીકળી ગયા. પ્લીઝ એમને કઈ ન કરતા." કહીએ ઓફિસરે કેટલાક લોકોને ફોન ઘુમાવ્યા અને એક સાથે દેશભરમાં લગભગ 30-32 ઠેકાણે આઇ.ટી અને ફોરેન એક્સચેન્જ ના ઓફિસર રેડ કરવા નીકળી પડ્યા દેશભરમાં લગભગ 20 શહેરમાં અલગ અલગ ઠેકાણે એક સાથે રેડ પાડવા નીકળેલી આ બધી ટીમ નો એક જ ટાર્ગેટ હતો અનોપચંદ એન્ડ કુ.અને એની સબસિડિયરી કંપની. 

જે વખતે જીતુભા પોતાની રૂમ માંથી નીકળીને શેખ રહેમાનીની પાર્ટીમાં જઈ રહ્યો હતો એને ખાતરી હતી કે કંઇક અજુગતું થશે એટલે જ એણે કઈ પણ તૈયારી કરી ન હતી પોતાની ગન પણ લીધી ન હતી. એજ વખતે જેસલમેરમાં ગુલાબચંદ પોતાનો ખાસ માણસ કે જેને આ સ્પે. કામ માટે લોગા વાલા સરહદ પર મોકલી રહ્યો હતો એને રૂપિયા ભરેલી પેટી અને ગન આપતા કહ્યું. 'જ્યાં રૂપિયા વેરવા પડે ત્યાં રૂપિયા આપજે અને જરૂર પડે ત્યાં ભડાકો કરી નાખજે. અને એ ચારેય ને અહીં લઈ આવીશ તો તારો એક પગાર તને બોનસ હું આપીશ.’  તો એજ વખતે મોહનલાલે ફરીથી સુમિતને ફોન લગાવ્યો.     

ક્રમશ:

 તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો.