તલાશ - 2 ભાગ 31 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

 તલાશ - 2 ભાગ 31

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

"સુમિત ભાઈ, તમે ઇતિહાસ જાણો છો? વાંચ્યો છે?

"જીતુભા. અત્યારે આ પરિસ્થિતિમાં આ તું શું પૂછે છે.'

"એ જ સમજાવવા માંગું છું. અત્યારે આ પરિસ્થિતિમાં ઠંડક થી કામ લેવું પડશે. કોઈ પણ પ્રકારની ઉતાવળથી સ્નેહા ભાભી નો જીવ જોખમમાં આવી પડશે."

"હમમમ, તો તને શું લાગે છે. શું કરવું જોઈએ?" 

"આ ફૂટેજ બાજુ પર રાખો અને મને પૃથ્વીએ એક ફાઈલ આપી છે હું એ જોઉં એ દરમિયાન મારે અહીં શું કરવાનું છે એ મને સમજાવો.શેઠજી કહેતા હતા કે સાંજ પહેલા.."

"હા આમેય મારે કાલે બપોરે નીકળી જવાનું હતું કેમ કે મદ્રાસ માં ઘણું કામ પેન્ડિંગ છે. અને તને જે ફાઇલ પૃથ્વીએ આપી છે એ લઇ આવ એને રિલેટેડ જ મારે તને સમજાવવાનું છે."

"ઓકે. તો હવે આ ફૂટેજ નો વિડિઓ બંધ કરો અને કંઈક મસ્ત ગીત કે કઈ ન્યુઝ ચલાવો ત્યા હુ ફાઈલ લઈને આવું છું."

xxx

"બોલ સ્નેહા શું કામ હતું?"

"શું આ ઘર ખરેખર એ મંદિર માં છે?"

"મેં તને પહેલા જ કહ્યું કે હું તને કઈ નહિ કહું. તારી કોઈ જરૂરિયાત હોય તો બોલ."

"મારે નીચે દર્શન કરવા જવું છે."

"એ શક્ય નથી તને માત્ર આ ઓરડામાં ગમે ત્યાઁ ફરવાની છૂટ છે."

"હું જોઉં છું કોણ રોકે છે મને નીચે જતા. કેમ કે તમારા બોસે તમને મારી સારી રીતે સાર સંભાળ રાખવાનું કહ્યું છે. નહીં તો જેનું અપહરણ થયું હોય એવી વ્યક્તિ ને હાથ પગ ખુલા રાખીને એની સગવડો નું ધ્યાન કોઈ ન રાખે. મને કઈ નુકસાન પહોંચાડશો તો તમારો બોસ તમને સજા આપશે."

"ખાંડ ખાય છે તું સ્નેહા." સહેજ અવાજ ઉંચો કરતા ગોરાણી માં એ કહ્યું. અને ઉમેર્યું. "ભૂલમાંય તને આપેલ સ્વતંત્રતા થી આગળ કઈ પણ કરવાની કોશિશ કરીશ તો જીવનભર પસ્તાશે, તારા હાથ પગ નથી બાંધ્યા અને મોમાં ડૂચો નથી માર્યો એ બદલ અમારો આભાર માન. તને રૂમમાં હરફર કરવાની છૂટ છે 2 વખત સાત્વિક જમવાનું ચા નાસ્તો. પણ આ બધી સ્વતંત્રતા ત્યાં સુધી જ છે જ્યાં સુધી તું અમારા નિયમો ને ફોલો કરીશ. તું કોઈ નિયમ તોડવાની કોશિશ કરીશ તો તારી સ્વતંત્રતા પણ કપાશે.યાદ રાખજે." કહી ગોરાણી માં એના રૂમમાં માંથી બહાર નીકળ્યા બારણે ઉભેલી ચંપાએ તરત જ બહારથી તાળું મારી દીધું.   

xxx

"પપ્પા આ ન્યુઝ જોયા" ટીવીમાં આવી રહેલી ન્યુઝ ચેનલ જોઈને સુમિતે અનોપચંદ ને ફોન લગાવી ને કહ્યું. 

"મને હમણાં જ કોઈએ કહ્યું હું તને ફોન કરવાનો જ હતો." 

"મને તો આમ મોહનલાલ નો હાથ લાગે છે." કહી ને સુમિતે ફુટેજમાં રહેલા ગોટાળા અને દિલ્હીના બંગલાના સ્ટાફના દગાની વાત અનોપચંદ ને કરી. 2 મિનિટ ઊંડો શ્વાસ લઈને કહ્યું. "સુમિત હમણાં તારા સસરાનો તને ફોન આવશે. " કહી ને મોહનલાલે દગાથી 'અનોપચંદ એન્ડ કુ. માં 60% શેર પડાવી પાડ્યા વાળી વાત કહી. એ વાત સાંભળીને સુમિત સહેજ ઉશ્કેરાયો.પણ પછી અનોપચંદે એને શાંત પાડ્યો.અને કહ્યું."એક વાત યાદ રાખજે સુમિત અત્યાર સુધી આપણે આપણા મક્સદમાં કામિયાબ થયા કેમ કે.આપણે સાચા હતા અને બીજું ગમ્મતે પરિસ્થિતિમાં આપણે ઠંડક રાખીને મગજ થી જ વિચાર્યું છે."

xxx

"સાહેબ આ એ ડ્રાઈવર છે. જે સ્નેહને લઈ ને બંગલેથી નીકળ્યો હતો. માંડ મેં એને શોધ્યો છે. આ કામ પૂરું થાય એટલે મને વળતર સરખું આપજો." બંધાયેલા પંજાબી ડ્રાઈવર ને બતાવતા એક લુખ્ખા એ ચઢ્ઢા ને કહ્યું 

"તે વિચાર્યું હશે એનાથી વધુ આપીશ." હવે એનું મોઢું ખોલાવ. એણે સ્નેહાને ક્યાં સંતાડી છે?"

"બસ એકાદ કલાકનો સમય આપો એ બધું પોપટની જેમ બોલશે" 

"ઠીક છે હું કલાક પછી આવીશ ત્યારે મને બધી માહિતી જોઈએ છે.. હું હમણાં જાઉં છું સરકાર ડામાડોળ થઈ રહી છે. મારે જવું પડશે. 

xxx

'અમ્માની પાર્ટીના સાંસદ આજે રાષ્ટ્રપતિને મળીને પોતે સરકારને આપેલો સપોર્ટ પાછો ખેંચી લીધો હોવાનો પત્ર સોંપ્યો છે અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકારમાં અમ્માની પાર્ટીનું પ્રતિનિધિત્વ કરનારા 2 મંત્રીઓએ 2 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હતું.' ટીવી પર બધી જ ન્યુઝ ચેનલોમાં આ સમાચાર પ્રસારિત થઇ રહ્યા હતા. પીએમ હાઉસમાં એક આપતકાલીન મિટિંગમાં સામે રહેલા ટીવી સ્ક્રીન તરફ જોતા જોતા લાલજી એ પૂછ્યું. "હવે શું કરવાનું છે?"

"મેં ગણતરી કરી રાખી છે. આપણા પક્ષમાં 275 જણા વોટ કરશે. અને મદનલાલ જેટલા જોડે એ વધારાના" પ્રમોદ જી એ કહ્યું. 

"મને કંઈક ગરબડ લાગે છે ગણતરીમાં, મને બહેનજી નો વિશ્વાસ નથી અને એ ઉપરાંત ફારૂક નો એક માત્ર સૈફુદ્દીન પણ"  

"પણ રાજમાતા એમણે વચન આપ્યું છે," પ્રમોદ જી એ કહ્યું. 

"છતાં મને વિશ્વ નથી બેસતો ખેર, મદનલાલ જી તમે કેટલા જોડ્યા."

"હરિયાણા ના લાલ ના 4" 

"છતાં સેફ સાઈડમાં પ્રધાનમંત્રી જી તમે તમારા મિત્રો ને કહી દો કે આપણી ફેવરમાં મત આપે."

"એણે જણાવ્યું છે કે એ મતદાન માં ભાગ નહીં લે. અને મને એમને ફોર્સ કરવાનું નહીં ગમે ભલે સરકાર જતી હોય તો જાય" પ્રધાન મંત્રી એ ચર્ચા પુરી કરતાં કહ્યું. 

xxx

 "મોહનલાલ જી ઓલા પંજાબી ડ્રાઈવર ને કોઈ અજાણ્યા ગુંડાઓ ઉઠાવી ગયા છે." કૈક ગભરાતા એક જણે મોહનલાલ ને ફોન જોડ્યો એનો અવાજ તો પ્રભાવશાળી હતો પણ આજે લડખડાતો હતો. કેમ કે છેલ્લા 20-22 વર્ષોમાં એ પહેલીવાર મોહનલાલે સોપેલા કામ માં નિષ્ફળ ગયો હતો. 

"શું વાત કરે છે? " મોહનલાલે ફાટેલા અવાજે કહ્યું. "તમે લોકો શું ત્યાં ભજન કરતા હતા? મારે કોઈ એક્સક્યુઝ નથી સાંભળવા. 30 મિનિટ છે તારી પાસે. મને આપણો માણસ એ લોકોના કબ્જામાંથી પાછો જોઈએ છે જીવતો કે મરેલો. અને એને છોડાવવામાં 5-7 ને મારવા પડે તો તું જોઈ લેજે, પણ અડધો કલાકમાં સમજાયું?" 

"યસ, હું એને જીવતો જ પાછો લાવવાની કોશિશ કરું છું પણ જો એ શક્ય ન બન્યું તો?"

"તો એને પતાવી દેજે. લાશ કદી કંઈ બોલતી નથી. હવે કામ પતે એટલે મને ફોન કરજે 35 મિનિટમાં તારો ફોન ન આવ્યો તો તારા ઘરનાને તારી મોતની ખબર હું એક કલાક પછી આપી દઈશ" કહી મોહનલાલે ફોન કટ કર્યો. 

xxx

દિલ્હી શહેરમાંથી મથુરા જવાના રસ્તે ઉત્તર પ્રદેશમાં પ્રવેશતા ફરીદાબાદ આવે છે 1999ના આજના સમયે જોરશોર થી વિકાસ પામી રહેલા ફરીદાબાદ ના સેક્ટર 21માં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ ના એક અડધા બંધાયેલ મકાન માં 4-5 જણા ઉભા છે વચ્ચે એક ખુરશી સાથે બંધાયેલ ઓલો પંજાબી ડ્રાઈવર એ લોકો ને વિનંતી કરી રહ્યો છે કે "હું કઈ નથી જાણતો તમેં કોની વાત કરો છો?"

"ઓલા મેડમ જેને તે એમના બંગલેથી એમની કારમાં બેસાડ્યા અને પછી એરપોર્ટ લઇ જવાને બદલે રસ્તામાં ક્યાંક ગાયબ કરી નાખ્યા એની. હવે ફટાફટ બોલવા મંદ એ મેડમ ક્યાં છે. નહીં તો" કહી એક ગુંડા એ મોટું રામપુરી પંજાબી ડ્રાઇવરના ગળે અડાડ્યું.

"મને કઈ ખબર નથી. મને મારી નાખી ને તમને શું મળશે?."

"જેટલું જાણતો હો એટલું બોલ. ફટાફટ?" 

"મને મને. એ મેડમ ના ડ્રાઈવરને હું કોઈ દોસ્ત દ્વારા ઓળખતો હતો. મને 4 દિવસ પહેલા કહ્યું કે એક કામ છે. મને 2000 રૂપિયા આપવાનું કહ્યું અને હું તૈયાર થઈ ગયો."

"પછી એ મેડમ ને બેહોશ કરી ને ક્યાં લઈ ગયો?"

"હું કહું છું ને મને કઈ ખબર..." એનું વાક્ય અધૂરું રહ્યું. રામપુરી વાળની અવળા હાથની એક ઝાપટ એના જમણા ગાલ પર પડી અને એ ચીસ પાડી ઉઠ્યો. 

"હવે નાટક કરીશ તો તારા હાડકાં ભાંગી જશે. પણ તોય તારે બોલવું તો પડશેજ. બોલવા મંડ ફટાફટ"

"મેં કહ્યું ને મને કઈ ખબર નથી. " ડ્રાઈવરે કહેલા આ વાક્ય સાંભળતા જ રામપુરી વાળાના ઈશારે બાકીના ગુંડાઓ એના પર તૂટી પડ્યા. લગભગ 5-7 મિનિટ સુધી એની ચીસો એ બંધ કમરામાં ગુંજતી રહી અને છેવટે એ બેહોશ થતા બંધ થઈ ગઈ. રામપુરીવાળાએ એના સાથીઓ ને  અટકાવ્યા. અને એક જણને ડ્રાઇવરના ચહેરા પર પાણી છાંટીને એને ફરીથી ભાન માં લાવવા કહ્યું. લગભગ 5 મિનિટના પ્રયાસ પછી બંધાયેલા ઘાયલ ડ્રાઈવરે આંખો ખોલી અને કહ્યું "પાણી આપો પ્લીઝ"

"પાણી પછી પહેલા કહે કે તે  એને બેહોશ કરી પછી શું થયું?" 

"પ્લીઝ પહેલા 2 ઘૂંટડા પાણી પીવડાવો હું તમને બધ્ધું ..."બંધાયેલા પંજાબી ડ્રાઈવરનું આ વાક્ય અધૂરું હતું ત્યાં કમરામાં એક ચીસ ગુંજી ઉઠી એ ચીસ રામપુરી વાળની હતી રામપુરી એના હાથમાંથી છટકી ને જમીન પર પડ્યું હતું અને એના જમણા હાથમાં વાગેલ ગોળીથી એને અસહ્ય પીડા થતી હતી. એની બરાબર પાછળ રહેલ બારી માં મહનલાલ સાથે વાત કરનાર ખુદ ઉભો હતો ફિલ્ડમાં જવાનું એણે 8-10 વર્ષથી બંધ કર્યું હતું પણ આજે એનો પોતાનો જીવ જોખમમાં હતો એટલે એ મેદાનમાં ઉતર્યો હતો. "કોણ છે ત્યાં વીંધી નાખો સલાને" કણસતા  અવાજે રામપુરી વાળો બોલ્યો અને એના સાથીઓ એ પોતપોતાના ખીસામાંથી ગાન ખેંચી કાઢી પણ ત્યાં સુધીમાં બારીમાં રહેલ મોહનલાલ ના માણસે 2-3 રાઉન્ડ ફાયર કરી એના 2 સાથીઓને ઘાયલ કરી નાખ્યા હતા. બાકીના લોકો ભાગવા દરવાજા તરફ દોટ મૂકી પણ એજ વખતે દરવાજો તૂટ્યો અને મોહનલાલ ના માણસના સાથીઓ અંદર પ્રવેશ્યા. સામસામા ફાયરિંગમાં કોણ કોને મારે છે સમજવું અઘરું હતું ચાર પાંચ મિનિટ પછી પરિસ્થિતિ થાળે પડી ડ્રાઈવરને ઉઠાવી જનાર ચઢ્ઢા ના બધા માણસ મરી પરવાર્યા હતા. મોહનલાલના માણસના 2 સાથી ઘયલ હતા. પણ જેને છોડાવવા આ આખું ઓપરેશન પાર પડ્યું હતું એ પંજાબી ડ્રાઈવરને 2-3 ગોળી વાસામાં છાતીમાં ને પેટમાં વાગી હતી અને એનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. 

xxx

"મોહનલાલ હવે એ કોઈ દિવસ કોઈ ને નહીં કહે કે તે દિવસે શું થયું હતું" પ્રભાવશાળી અવાજે બરાબર ચોત્રીસમી મિનિટે ફોન કરી ને મોહનલાલ ને કહ્યું. 

"શું તું એને બચાવી ન શક્યો? 

"ના સામસામા શૂટઆઉટમાં એને ક્યારે કોની ગોળી લાગી એ ખબર ન પડી મારા બીજા 2 સાથી પણ ઘાયલ છે. અહીંથી હું એની લાશ ઉઠાવી ને નીકળું છું. લોકલ પોલીસમાં ખબર અને પ્રશાદ આપી દીધી છે એ લોકો 20 મિનિટ પછી પહોંચશે અને બન્ને પક્ષે વપરાયેલ બધી ગન એના માણસોના હાથમાં મુકાઈ ગઈ છે."

"એના ઘરના ઓને સાંભળી લેજે. અને ખર્ચની ચિંતા ન કરતો." કહી મોહનલાલે ફોન કટ કર્યો.  

 ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.