Kone bhulun ne kone samaru re - 113 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 113

ઝટપટ બ્રશ પતાવીને ચંદ્રકાંત હાથ પગ મોઢુ ધોઇને મિત્રો ને ભેટી પડ્યા..."આવ આવ ચંદુ આપણારુમમા એક ગેલેરી છે જો.. હાલ ત્યાં બેસીયે ...હરીયા હમણા સીન સીનેરી નઇ દેખાડતો હું આવુ છુંઅનિલે ઉઠતાવેંત શરુ કર્યું

માટુંગાના ભાઉ દાજી રોડ ઉપર ત્રણ માળની ભવ્ય કપોળ બોર્ડીંગમા એટલી સરસ સગવડો અનેએટલુ સુંદર ખાવાપીવાનુ કે એક વખત આવે પોતાનું ઘર ભુલી જાય..નીચે સરસ ભોજનાલય અનેડાઇનીંગ હોલ ત્યાં છાપા વાંચવા માટે ખુરસી ટેબલો....બહાર આવતા મહામહીમ ગોરડીયાજીનીઓફિસ તેનાથી જરા આગળ સરકો એટલે જમણીબાજુ ટ્રસ્ટીઓની ઓફિસ ડાબી બાજુ મોટોવિશાળ હોલ તેમાં બેડમિંગ્ટન ટેબલ ટેનીસ કેરમ જેવા અનેક રમવાના સાધનો... બહાર સુંદરબગીચો...

દરેક રુમને ગૈલેરી મળે તે ગેલેરીથી બધા એકબીજાને વાતો કરતા રહે...

અંહીજ મારા મિત્રો બનેલા હર્ષદ ગાંધી અને યોગેશ મહેતા આજ સુધી લીલ્લીછમ્મ યાદોનેવાગોળીયે છીએ...યોગેશ મહેતા નિલયોગ બિલ્ડર બની કરોડો કમાઇ છે તો હર્ષદ બોરીવલી મંડપેશ્વરક્લબનો કર્તા હર્તા બન્યો બન્ને કપોળ બોર્ડીંગથી ભણીને સીએ માં આખા દેશમા પ્રથમ દસમાઆવી ગોલ્ડમેડાલીસ્ટ બન્યા...!! બીજી બાજુ અમરેલીથી મોટાભાઇ એડવોકેટ બિહારીભાઇએઅનિલને પરાણે એલ એલ બી ભણવા મોકલ્યો હતો જેને ભણવામાં કોઇ રસ નહોતો ..એને મામા સાથેકેમીકલ લાઇસન્સ નું કામ કરવું હતુંબીજો હરેશ જેને અમરેલીમા રહેતા મા બાપ નાનોભાઇ બધાનેમાટે નોકરીએ બેસી જવાનું હતું ..મોટાભાગના અમરેલીથી આવતા યુવાનો માટે નટવરલાલશામળદાસની પેઢી તારણહાર રહેતી જ્યાં ટૂંકા પગારમાં રહેવા મળતું પછી અનુભવ મળે સહુ બીજીકંપનીમાં જોડાઇ જતા.હરેશ એલ એલ બીની ફી ભરીને નોકરી કરતો હતો હવે રાહ પર ચંદ્રકાંતમુંબઇ નોકરી સાથે ભણવા આવ્યા હતા.પણ સહુને તકદીર સાથ નથી આપતુંચંદ્રકાંત થોડા ઉદાસથઇ ગયા હતા

ચંદ્રકાંતને ખેંચીને અનિલ અને હરેશ રૂમની ગેલેરીમા લઇ ગયા...માટુંગાના ફાઇવ ગાર્ડન જવાનો એક સુમસામ રસ્તો...સમીસાંજનો આથમતો સુરજ ...આઆખો એરીયા પારસીઓ કપોળ વાણીયાઅને ઉચ્ચભ્રુ સાઉથ ઇંડીયનનો એરીયા...બોર્ડીંગના સામે એક નાનકડુ રમતનુ મેદાન તેની ચારે તરફરેલીંગ ઉપર યુવાન ગોરીચટ્ટી પારસી છોકરીઓ પોતાના પ્રેમીઓ સાથે ખુલ્લમખુલા ઇશ્ક ફરમાવતીહતી..એક બે જણા દીર્ધ ચુંબનમા મસ્ત હોય અને અનિલના ગેલેરીમા સુસકારા...નિકળી જતા પગઆંટી મારી જતા ..ચંદ્રકાંતને રસદર્શન કપાવતા અનિલ અને હરેશ રસધોયા થઇ ગયાહતા.ચનાજોરગરમ શીંગચનાવાળા મટકાકુલ્ફીવાળા આવા કપ્પલની આજુબાજુ મંડરાતારહે...કપોળબોર્ડીગના જુવાનો આવા નૈસર્ગીક લાભ માટે અનિલ હરેશ વાળા રુમની પડપડી કરતા હતા

પણ બરાબર રુમની નીચે વાઘની ગુફા હતી ...તેમાં મહામહીમ ગોરડીયા સાહેબનુ ફેમીલી રહેતુહતુ..તેમને પણ બે દિકરીઓ હતી એટલે બહુ સાવધ રહેતા ..પણ એમનો પ્રચંડ અવાજ પાંડુએ કહ્યુતેમ ક્યારેય સાંભળ્યો...ઉલટાની એમની દિકરીઓ પણ માટુંગાની હતી એટલે બિંદાસ રીતેરહેતી..."વાંક તો ચંદુ આપણો ને..? આમ જો એની છોકરીઓ આખી પ્રેમગલ્લીમા બિંદાસ રખડે નેઆપણો જરાક સીસકારો કે સીટી વાગી તો એક મિનિટમાં ઉપર લાલધુમ આંખોથી તતડાવવાડાઘિયો વડચકા લેતો આવી જાય...હાળો હાવ ગંજીનો કૂતરો છે”…અનિલે વરાળ કાઢી

ભાઇ તુંયે જોઇ લે ને...ડાહી ડાહી વાત કરે છે છે પણ આવું જૂએ રંગતમા આવી જાય? પણ નાબસ સંસ્કારના પાઠ તો આપણેજ ભણવાના...હાળો ગંગુ ચંગુ ગોરડીયો ..."અનિલે એક સાથે આહકાઢી નાખી...

"ચંદુ આપણી આજુબાજુની રુમવાળા પણ કોઇ ઓછીના નથી...રાત્રે દસ વાગે ગેટ બંધ થઇ જાય,ગોરડીયા એક એક રુમમા આવી એક એક છોકરાની ગણત્રી કરે છે...આજે રાત્રે જોજે...રોજ બધાછોકરાવ એને કેવી રીતે મામા બનાવતા રહે છે ,એટલે હવે ગોરડીયો ગોદડા ઉંચા કરીને જોઇ જાય કેનંગ છે કે નહી..પણ એકએકથી ચડીયાતા નંગો એક ગલેરીથી બીજી ગેલેરીમા વાંદરાની જેમકુદકા માર્યા કરે...!!!ગોરડીયાને માત્ર નંગથી કામ ... દર વખતે ભુલીજાય કે તું ક્યા રુમમાં રહે છેએટલે કાણકીયો વોરાની રુમમા પાના ટીચતો બેઠો હોય જેવુ ગોરડીયા બારણુ ખખડાવે એટલેગેલેરીથી કુદીને બીજી રુમમા...ત્યં બારણુ ખખડાવે તો પહેલી રુમમા...ચંદુ આવા કપોળનિવાસનાકીંગ છોકરાવ અંહીયા રહે છે દસ દસ વરસથી..બોલ..!?"

નીચે જમવાની બેલ વાગી..."હાલ તૈયાર થઇ જા મસ્ત જમવાનુ હોય..."

ચંદ્રકાંત ભુખ્યા થયા હતા એટલે બન્ને સાથે બબ્બે પગથીયા કુદતા નીચે જમવા ગયા...સામે કિરીટવોરા મળ્યો..અમરેલીના દુરના જયાબાનો કુટુંબી મામા પણ ચંદ્રકાંતથી નાના ઉમ્મરમાં પણ ગણાયમામા...આર્કીટેકનું ભણતો હતો ,આજના મોટા ગજાનાં પોલીટીશીયન બીજેપી નેતા દિલિપ સાંઘાણીનોનો ડાબો જમણો હાથ હતો..."અરે ચંદુભાઇ..!?" હતો એટલે હતો...!!???

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED