કોને ભૂલુંને કોને સમરુ રે - 112 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 112

સોમનાથ મેલે સાંજે સાત ત્રીસે છેલ્લી વિહ્સલ મારી .વરાળ એંજીને એક ધક્કાથી વરાળ કાઢતાગાડીને અમરેલી છોડવા ડગલા માંડવા પડ્યા ...સ્ટેશન ઉપર જયાબેન જગુભાઇ હર્ષદ દેથા તારાચંદઅને વિનોદ સાયાણી હાથ હલાવતા રહ્યા...ચંદ્રકાંત ગાડીની બારીના સળીયામા જકડાઇ ગયા છતાછૈલ્લી નજર માટે વલખી રહ્યા...સંધ્યાટાણુ હતુ એટલે ગાડીએ ડબ્બામા દિવા કર્યા ચંદ્રકાતનાઅમરેલીના દિવા ઓજપાઇ ગયા આંખોનુ શું અને કેટલુ ગજુ..?ગાડીનો એક એક ધક્કો અમરેલીમાંનાસાથને છોડાવતો રહ્યો દુર દુર સુધી લહેરાતી હરીયાળી વચ્ચે એકબાજુઆ જુવાની સુધી સેવેલાંસપનાઓ,ભરપૂર માણેલી જીંદગી લહેરાતીહતી તો હરીયાળી યાદોનાંમોલને વાઢીને ગાંસડીભરીને ચંદ્રકાંતના માથા ઉપર ખડકાતી હતીથોડીવાર સુધી ભીની આંખોલુછીને ડબ્બામાં નજર કરીતો એક સંસારથી મુક્તિ માણી રહેલાં સાધુબાવાની સાથે નજર મળી ગઇખુણામાં એક કપ્પલ બેઠુંહતું તેના ખોળામાં નાનકડું બાળક રડતું હતુંબસ બાકી ડબ્બો ખાલી ખમ્મઅમદાવાદથી સવારેગુજરાત એકસ્પ્રેસમાં ચંદ્રકાંત મુંબઇ જવા બેઠાં ત્યારે ખીચોખીચ ભરેલા ડબ્બામાં એકપછી એકમુસાફરો ની આવનજાવન વચ્ચે ફેરિયાઓની પણ સતત બુમાબુમ ચાલુ હતીચંદ્રકાંતને કકડીનેભુખ્યા લાગી હતી એટલે જયાબેનની બાંધેલો ડબ્બો ખોલીને થેપલા સુક્કી બટેટાની ભાજી અને છુંદોઝાપટવા લાગ્યાએક ગ્લાસ પાણી પીને તરસ છીપાની દીધી કારણ નહીજ આપું એમ તો કેમ કહું ? હજી સુધી જીંદગીમાં ચા પીધી નહોતી ને ઉકાળો મળે નહી બીજું કંઇ પોસાય તેમ નહોતુ . વડોદરાસુરત વાપી કરતા કરતાં દહાડું આવ્યું ત્યારે બે કેળા બે રૂપીયાનાં લઇ ને ફરી બાકીના થેપલા શાકછુંદાની જિયાફત કરી ત્યાં બોરીવલી આવી ગયુંલોકલમાં અંધારી મોટાબાપાને ઘરે જઇ અલંગથીજયાબેને આપેલો નાસ્તો ભાભીને આપતા બાપાને પગે લાગી ચંદ્રકાંતે બાપાને બધા કાગળોદેખાડ્યા અમરેલીથીલાવેલો ડ્રાફ્ટ દેખાડ્યો ત્યાં ભાભીએ ગરમ ગરમ ઉકાળો આપ્યો અને સાંજેજમવાનું અને વહેલી સવારે માટુંગા કેવી રીતે જવાનું તે ભાઇની પાંસેથી સમજીલેવાનું કહ્યું, મોટાબાપુએનટવરલાલ વોરા જે બોર્ડીંગનાં મેનેજીંગ ટ્રસ્ટી હતા તેમની સાથે ફોન ઉપર વાત કરી .

સાંજ ભાઇ સાથેતોફાન મસ્તીમાં વિતાવી કારણકે એકજ સરખી ઉમ્મરનો કાકાબાપાનો ભાઇ હતો . વહેલી સવારે અંધેરીથી માટુંગા પહોંચી ટેક્સી કરીને કપોળ બોર્ડીંગ ચંદ્રકાંત પહોંચ્યા

.......

"ગોરડીયા સાહેબ..?"માટુંગાની કે કે પારેખ કપોળ બોર્ડીગના રેક્ટર સામે ચંદ્રકાંત ઉભા છે...

"ગોરડીયા ભાઇ કહેવાનુ... સાહેબ નહી..સમજ્યાં?"એક સત્તાવાહી કર્કશ ઉંચો અવાજ સાંભળીચંદ્રકાંત સમજી ગયા કે હવે રાજાધિરાજ સાથેજ કામ પાડવાનું છે...કાળી દાંડીના ગોળ ચશ્માંમાંથીમોટી ઘુરકતી આંખો બહુ અજીબ લાગી પણ આદત મુજબ ચંદ્રકાંતને સહેજ અંદર હસવુ આવ્યું .

"... ફોર્મ ભરો... નટવરભાઇનો ફોન હતો એટલે એડમીશન આપુ છું પણ જરાક તોફાન મસ્તીકરી તો તેમની શેહ શરમ જરાયે નહી રાખુ તરતજ આઉટ કરી દઇશ...સમજ્યાં...?"

"જી ભાઇ હું તો ભણવા આવ્યો છુ અમરેલીથી.."

"બધા એમ કહે છે. એક એક વેજાને સાચવતા મને પરસેવો છુટી જાય છે ...શરૂઆતમાં બધા હા હાકરેછે.."

જાવ ઉપરના રુમમા બીજે માળે...રુમ નંબર બસો એક... પાંડુ... છોકરાનો સામાન ઉપર લઇજા રુમદેખાડી દેજે... અભી ખાલી નાસ્તા મિલેગા ફિર બપોરે જમવાનું મલી જશે તું સાર ઘરનો છે એટલે ટાઇમ સર જમી લેજે બાબા

વરસોથી પાંડોબા બોર્ડીંગમા કામ કરે એટલે ઉપર ચડતા સાથે બબડતો રહ્યો..."નુસ્ત બડબડબાકી ગોરડીયામાં બાકી કંઇ નથી ડરનેકા નહી પન શાવકશ રહેનેકા બાકી બાબજી તમે ઉપાધી કરુનકા...દિલનો સારો છે ગોરડીયો ...તમારા રુમની નીચે રેછે...આમ બધા સાથે ઘાંટાઘાટ કરે છેપણ ઘરમે ચુહા બનજાતા હૈ.."પાંડુ સાથે વાત કરતા ગોરડીયા સાહેબનુ રેખાચિત્ર મળી ગયુ...

"દેખો ,કલ સુબહમે રોજ આધા લીટર દુધ મીલેગા હમ...યે તપેલી સાણસી ગરણી .ચાઇ સક્કરનીચેસે ખરીદ લેના...હમમ.સુબહ આઠ બજે ગરમ નાસ્તા મિલેગા દુપારી અગીયાર પછીજેવણ...સમજ્યાં...મેં હુ જરાભી ચીંતા નહી આપકા કપડા ધોના મેં કરેગા ઇસ્તરી બહાર સામને હૈટેબલવાલા તંબી વો કરેગા..અબ મે જાંઉ..?"

રૂમમા ત્રણ પલંગ ત્રણ કબાટ ભણવા માટે ડેસ્ક ટેબલ તેના ઉપર ટેબલ લેંમ્પ..હતા ....સવારનાં નવવાગ્યા હતા...બે પલંગ ઉપર બે જણા સુતા હતા .એક થોડો જાડીયો ગુચળુ વળીને ઓશીકાને બે પગવચ્ચે દબાવીને સુતો હતો...બીજો મોઢા ઉપર ચાદર રાખી લાંબો ટાટ થઇને સુતો હતો... ચંદ્રકાંતનીજેમ પતલો હતો...ચંદ્રકાંતે અવાજ નથાય તેમ ધીરેથી બેગ ખોલી બ્રશ પેસ્ટ કાઢીને બહારવોશબસીનમા દંતમંજન કરતા હતા...ત્યાં જાણીતો અવાજ આવ્યો..."આવી ગયો...ચંદુ..?"

પાછળ જોયા વગર ચંદ્રકાંતે ક્હયુ "ના હજી આવ્યો નથી..હરેશીયા..."

બાળપણનો ગોઠીયાનો કાયમ હસતો અવાજ...સાંભળીને ચંદ્રકાંત બાગબાગ થઇ ગયા...

"તને ખબર હતી કે હું મુંબઇ આવવાનો છું...?"

"અરે આપણા ભરતાએ ફોન કરીને કીધુ હતુ..."હજી અનિલ્યોતો જો આખો દીવસ રાત અઘોરીની જેમપડ્યો પડ્યો ઘોરેછે..."

"એટલે આપણે ત્રેણેય અમરેલીના દોસ્તારો સાથે રહેવાનું છે વાહ મજા આવી ગઇ"

અંદર રુમમાંથી મોટા અવાજ આવ્યો..."શુ સાંજના શું મડી પડ્યા છો ..હરીયા સુવા દેને.."

"અરે ચંદુ આવી ગયો છે"

"હેં?"