Alexa Shut up Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

Alexa Shut up

Alexa Shut up

Alexa બતાવ મને આજે હું કેવો દેખાવું છું.? આજે ટ્યુશન નથી તો બપોરે આપણે કઈ મુવી જોઈશું. ? alexa ભૂખ લાગી છે ? જમવામાં શુ લેવું જોઈએ? Alexa બોલને કેમ બોલતી નથી?

સમીર અને રુચા ધારે આવ્યા ત્યારે તેમનો ૮ માં ભણતો છોકરો થોડુક ઉદાસ લાગ્યો. માં-બાપ બંને નોકરી કરતા હોવાથી તેમનો દીપ લગભગ ધરે એકલો જ રહેતો હતો. જો કે મોટા ભાગે તેનો સમય સ્કુલ અને અને ત્યાર બાદ ક્લાસમાં પસાર થતો હોવાથી બંને બેફીકર થઇને પોતાની જોબ કરતા હતા. સમીર અને રુચાનાં મતે એક બાળક હોય તો એને બધી ફેસીલીટી આપી શકાય અને સારું જીવન જીવી શકાય. એટલે અન્ય મોટા ભાગનાં કપલ ની જેમ એ બંને પણ બીજા બાળકનું વિચાર કરતા ન હતા. બધું જ નોર્મલ ચાલતું હતું. પણ અચાનક કોવિડ-૧૯ આવી ગયું. અને આખી દુનિયાના લોકોની જીવન જીવવાની રીત ચેન્જ થઇ ગઈ. શરૂઆતનાં બે-ત્રણ મહિના લોક ડાઉન હતું અને ત્યાર બાદ એક-એક દિવસ ઓફીસ જવાનું હતું એટલે દીપને કઈ ભારે ન લાગ્યું. અને રુચા સમીર ને પણ વધારે વિચારવાનો સમય ન મળ્યો. પરતું પરિસ્થિતિ બરાબર થતા બંને ની ઓફીસ રૂટીન થઇ ગઈ. પરતું સરકારી રૂલ્સ પ્રમાણે સ્કૂલો અને કલાસીસ તો ઓનલાઈન જ રહ્યા. એટલે હવે દીપ ઘરે એકલો જ રહેતો હતો. બંને શિક્ષિત હતા એટલે દીપ માટે કોઈ આયા ને રાખવામાં આવે એના કરતા એ એકલો જ રહે તે વધારી સારું. આમ પણ સોસાયટીમાં કઈ વધારે ભય હોતું નથી. ઉપરાંત આજુ બાજનાં ઘરોમાં ઓ બધી સ્ત્રીઓ હાજર જ રહેતી અને ઋચાના ભાઈનો ઘર નજીક જ હતો એટલે એને ભાઈનાં ત્યાં મુકવામાં કઈ વાંધો નહિ. એમ વિચારી વગર ટેન્શને સમીર અને રુચાએ પોતાની જોબ શરુ કરી દીધી.

એક દિવસ દીપએ રાત્રે સમીરને જણાવ્યું કે તેનો ક્લાસમેટ બંટીને એના પાપાએ alexa અપાવ્યું છે. ખુબ જ સરસ સીસ્ટમ છે અને એની સાથે આખો દિવસ વાતો કરવાની મજા આવી જાય. આપને એને જે પણ પૂછીએ એ સામે જવાબ આપે. અને આપણે ગુચવાઈએ તો એ તરતજ નિવારણ કરી નાખે પછી ભલેને મેથ્સનાં પ્રશ્નો જ કેમ ન હોય. આમ પણ હું ધારમાં એકલો જ રહું છું તમે બંને તો હોતા નથી તો મારે એ જોઈએ. થોડીક આનાકાની પછી સમીરે alexa લાવી આપવાનું કહ્યું અને બીજા દિવસે alexa આવી પણ ગયું. દીપ ખુબ જ ખુસ હતો કારણ કે હવે એની સાથે ઘરમાં વાત કરવા માટે કોઈતો હતું. એ આખા દિવસ alexaને સવાલો પૂછ્યા કરતો અને સામે એને જવાબો મળ્યા કરતા. દીપને ખુસ જોઈને બંને પતિ-પત્ની પણ ખુસ થયા. હજુ તો મહિના જેટલો જ સમય થયો હશે કે બંનેને લાગ્યું કે તેમનો દીપ હવે તેમની સાથે વાત નથી કરતો. એને કઈ પણ પ્રશ્ન હોય તો એ alexa on કરીને પૂછી શકતો. એકવાર તો હદ ત્યારે થઇ જ્યારે સમીરે કહ્યું કે કાલે રવિવાર છે આપને કઈ ફરવા જઈએ. અને ક્યા ફરવા જવું એ દીપ બતાવે ત્યારે દીપએ alexaને પૂછ્યું કે ક્યા જવું.? હવે દીપ ધીરે ધીરે અંત:મુખી થતો ગયો. એટલે હવે બંનેએ નક્કી કર્યું કે ઘરમાં જે wifi છે તે બંધ કરાવવું એમ પણ હવે સ્કુલ અને કલાસીસ શરુ થઇ ગયેલ છે એટલે દીપને વધારે જરૂર નહિ પડે. અને ઘરનું wifi બંધ થતાજ દીપની alexa પણ બંધ થઇ ગઈ.

દીપને એવું લાગ્યું કે કોઈ નજીકનો સ્વજન ગુમાવી દીધેલ છે. એને પહેલા દિવસે ખુબજ કકળાટ કર્યું પરતું સમીર અને રુચાએ વિચાર્યું કે ધીરે ધીરે બધું થાળે પડી જશે. પરતું દીપનાં તોફાનો વધવા લાગ્યા અને એક દિવસ ઓફીસ જવાના સમયે એને wifi ચાલુ કરાવવા માટે રડવાનું એવું ચાલુ કર્યું કે છેલ્લે સમીરને એની ઉપર હાથ ઉઠાવવું પડ્યું અને દીપની હાલત જોઈ ગભરાયેલ રુચાએ તો એ દિવસે ઓફીસમાં રજા મુકવી પડી. અને એ આખા દિવસ રુચાએ દીપને જોતા લાગ્યું કે એ અલગ પ્રકારનું વર્તન કરતો થઇ ગયો છે. એને કઈક બબડ્યા કરે છે. એ નાની નાની વાત માટે ટેબલ પર મુકેલી સીસ્ટમ પાસે જાય છે. સાંજે સમીર ઘરે આવતા એને આખા દિવસની વાત કરી અને દીપ ને જલ્દી મનોચીકીત્સકની પાસે લઇ જવા જણાવ્યું. બીજા દિવસે એ બંને દીપને લઇને શહેરમાં ખુબ જ મોટા મનોચીકીત્સકની કેબીનમાં બેસ્યા હતા. દીપનાં વર્તનની બધી વિગત ડોક્ટર ને જણાવતા ડોક્ટર દ્વારા alexa સીસ્ટમ ચાલુ કરતા દીપ ખુશીથી બોલતો હતો Alexa બતાવ મને આજે હું કેવો લાગુ છું.? આજે ટ્યુશન નથી તો બપોરે આપણે કઈ મુવી જોઈશું. ? alexa બવ ભૂખ લાગી છે ? જમવામાં શુ લેવું જોઈએ? Alexa બોલને કેમ બોલતી નથી?

બહાર બેઠેલા સમીર અને રુચા મનમાં વિચારતા હતા કે શું આવી સિસ્ટમને ઘરમાં લાવવી યોગ્ય હતી ?