તલાશ 2 - ભાગ 16 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ 2 - ભાગ 16

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

સાંસદશ્રીના ઘરે પાર્ટીનો માહોલ જામ્યો હતો. ખાસ આમંત્રિતોને બોલાવવામાં આવ્યા હતા. એમના બંગલાની બહાર પાર્કિંગમાં ડ્રાઈવરનું ઝુંડ જમા થયું હતું. શેખના મેનેજરને લઇ અબ્દુલ પહોંચ્યો કાર પાર્ક કરી અને કહ્યું. "ખાલિદ સાહેબ તમે બહાર  આવો એટલે મને કોલ કરજો હું ગાડી ગેટ સુધી લઇ આવીશ."

"ભલે," કહી ખાલિદ રવાના થયો અબ્દુલે પોતાના ખિસ્સા ફંફોસ્યું.એક અત્યાધુનિક મોબાઈલ બહાર કાઢીને રેકોર્ડિંગ ઓન કર્યું અને જાળવીને પોતાના શર્ટની અંદર પહેરેલા ખીસા વાળા ગંજીમાં એ ફોન મુક્યો. હાઈ રેન્જ ધરાવતા એ ફોનમાં શર્ટ ઉપરાંત સ્વેટર પહેર્યું હોય તોયે આજુબાજુના 7-8 ફૂટ સુધી નો બધો અવાજ રેકોર્ડ કરવાની કેપેસીટી હતી. શર્ટ સરખું કરી ઉપર સ્વેટર પહેરીને એ કારમાંથી બહાર આવ્યો અને ત્યાં ઊભેલા બીજા ડ્રાઇવરોના ઝુંડમાં ભળી ગયો એનો સાદો મોબાઈલ એના શર્ટના ખિસ્સામાં હતો.

xxx 

"ચાલ નીતા. હું અને રિદ્ધિ તને એરપોર્ટ ડ્રોપ કરી દઈએ." અમને વિવેક કરતા કહ્યું.

"ના, શંકર કાકા મૂકી જશે. એના કરતા તું છોકરાઓને થોડું મરીન ડ્રાઈવ ફેરવીને કંઈક નાસ્તો કરવું પછી ઘરે જજો એ બહાને તમને બન્નેને થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા મળશે." નીતાએ સહેજ હસીને કહ્યું. 

ઠીક છે તો અમે નીકળીએ. ચાલો બચ્ચે લોગ"  કહી અમન-રિદ્ધિ અને છોકરાઓ વિદાય થયા.પછી નીતાએ પોતાના બેડરૂમમાં જઈને પોતાની બહારગામ જવાની બેગ ખોલી 2-3 ડ્રેસ એમાંથી બહાર કાઢ્યા અને એની જગ્યાએ વોર્ડરોબમાં થી નવા 2-3 બેગમાં મુક્યા. બેગમાં રહેલું દાગીનાનું બોક્સ બહાર કાઢ્યું. પોતાના ગળામાંથી પર્લનો હાર કાઢી ને એમાં મુક્યો અને માત્ર ગળામાં મંગળસૂત્ર અને કાનમાં સાદા એરિંગ પહેર્યા. હાથમાની 2-3 ડાયમંડની રિંગ પણ ઉતારી નાખી બેગ બંધ કરી ને એને વોર્ડરોબ લોક કર્યું અને રૂમની બહાર આવી અચાનક એણે પાછા આવી વોર્ડરોબ ખોલ્યો અને તિજોરીમાંથી વીંટીના બોક્સ માંથી એક વીંટી પસંદ કરી 2 ઇંચનો મોંઘો સ્ટોન જડેલી એ સોનાની વીંટી બહુ આકર્ષક હતી અને એમાંયે સ્ટોનના નીચેના છેડે અલગથી એક નાનકડો પિન્ક કલરનો ડાયમંડ જડેલો હતો. નીતા એ એ  વીંટી પોતાની પહેલી આંગળીમાં પહેરી અને આઈના ની સામે ઉભી રહી અને પોતાના પ્રતિબિંબ ને જોયું 32 વર્ષની વયે અને 8 વર્ષના છોકરાની માં બન્યા પછી યે નીતા અત્યંત આકર્ષક લાગતી હતી.5 ફૂટ 7 ઇંચ ની ઉંચાઈ 65 કિલો વજન ગોળમટોળ ચહેરો અને લાંબા વાળ. અત્યારે એણે લોગ ટોપ અને જીન્સ પહેર્યા હતા એ સાઉથની ફિલ્મોની કોઈ બ્યુટી ક્વિન હિરોઈન જેવી દેખાતી હતી. પોતાનો જમણો હાથ જરા ઉંચો કરીને વીંટી વાળી આંગળી ઉપર પોતાના અંગુઠાથી ડાયમંડને સ્પર્શ કર્યો. પછી એ સહેજ મુસ્કુરાઈ અને મનોમન કહ્યું. "ભુરા,કોઈ પણ સ્ત્રીને એની મરજી વગર પામવી આસાન નથી હોતી. ને તે તો બહુ ઉંચા સપના જોયા, તારે મને પામવી છે. ચલો જોઈ લઈએ. કોણ જીતે છે.' કહી વોર્ડરોબ લોક કરીને એ બેગ લઇ ને નીચે આવી અને શંકરને બોલાવ્યો. 

xxx 

"શું થયું કાકા," ગણેશન ખબરીને પૂછી રહ્યો હતો. 

"એ, એ શીંગ વાળો મળતો નથી. લગભગ 30 જણા શીંગ વેચે છે હું બધે ફરી વળ્યો પણ એ ક્યાંય દેખતો નથી. "

"તને એનો ચહેરો યાદ છે?"

"હા જાડી મૂછો સહેજ ભરાયેલ શરીર પાણીદાર આંખો, ગળામાં ગમછો માથે શીંગનો સુંડલો ઉપાડવા આધાર માટે એક ગમછો ઇંઢોણીની જેમ ગોળ વાળેલો."

"હમ્મ, મને સમજાઈ ગયું. કાકા એ છટકી ગયો ત્યાં એ તમને નહીં મળે."

"કેમ એવું કેમ કહે છે?"

"કેમ કે તમે જે શીંગ વાળા ફેરિયાને અબ્દુલ સાથે વાત કરતા જોયો હતો એ સુમિત હતો. ભરાયેલ શરીર પાણીદાર આખો,  હા એની મૂછ નકલી હતી." 

"પણ, પણ અહીં ફેરીવાળાઓનું યુનિયન જેવું છે એમ કોઈને એ લોકો નવા માણસને ધંધો ન કરવા દે."

"શક્ય છે કે એને કોઈને થોડા રૂપિયા આપી થોડીવાર એનો શીંગનો ટોપલો લીધો હોય અને અબ્દુલ સાથે વાત કરીને નીકળી ગયો હોય."

"પણ એણે ટિપિકલ કપડાં પહેર્યા હતા. મેલું ધોતિયું અને ઝભ્ભો."

"જે માણસ પોતાના 300-350 માણસોના સ્ટાફ વાળી ઓફિસમાં પોતે પોતાના ઘરે પાર્ટી મનાવતા પોતાના સ્ટાફના જ એક માણસનું ખૂન  કરાવી શકે એના માટે આ મામૂલી વાત છે.

ખેર છોડો હવે ઘરે જાવ અને હું કદાચ મોડેથી ઘરે આવીશ. મારે કંઈક બીજો જુગાડ કરવો પડશે કાલે લંચ ટાઈમ પહેલા મારે એની પાસે કબૂલાત કરાવવી છે કે કહું એને જ કર્યું છે" કહી ગણેશને ફોન કટ કર્યો.  

xxx

'મેં ફ્લાઇટ પકડી લીધી છે' નીતાએ ભૂરાના અજાણ્યા નંબર પર મેસેજ કર્યો. 

"ગુડ, હું તને હિથ્રો એરપોર્ટ પર લેવા આવીશ આમેય મેં જીતુભા ને કહ્યું છે કે હું તને એરપોર્ટ પર છોડી જઈશ." ભુરાએ વળતો મેસેજ કર્યો અને પછી સિન્થિયા સામે જોયું અને કહ્યું. "સિન્થિયા જો થોડો સમય હોય તો ચાલ આપણે ઓફિસનું થોડું ડિસ્કશન કરી લઈએ તને ય ખબર તો હશે જ  કોઈ અર્જન્ટ કામ બાકી હોય તો .."

"હા, આમેય હવે માઈકલ સુઈ ગયો છે. એને 2-3 દિવસ પછી રજા મળશે. જીતુભા પેકીંગ કરવા અને હોટલ ખાલી કરવા હમણાં જ ગયો એ એકાદ કલાકે આવશે.  ડેવિડને થોડો સ્વસ્થ છે. જયારે હેનરી હજી કોમામાં છે."

"હું શું કહું છું સિન્થિયા" ભૂરાએ કહ્યું. "તું માર્શાને તારા ઘરે થોડા દિવસ રાખ આમેય એ એકલી રહે છે અને હજી આઘાતમાં છે" 

"હા મને પણ એ વિચાર આવ્યો હતો. પણ એ માનશે?"

"ચાલ હું સાથે આવું છું અત્યારે એને એકલી રહેવા દેવી યોગ્ય નથી. પણ કઈ ઓફિસનું અરજન્ટ કામ બાકી હોય એવું યાદ આવે છે?"

"ના રૂટિન જેને સિક્યુરિટી પ્રોવાઈડ કરીએ છીએ એ સ્ટાફ ડ્યુટી પર છે અને ઓફિસ બંધ છે એટલે નવા ક્લાઈન્ટ.."

"નવા ને છોડ 2 દિવસ પછી ઓફિસ ચાલુ થાય ત્યારે વાત. માઈકલ જર્મની ગયો હતો એ શુ કામ એ કઈ ખબર છે?"

"ત્યાં આપણી નાસા ની સાખ ખુબજ છે ત્યાં નિનાદ સર નવી ઓફિસ ચાલુ કરવાનું વિચારે છે. પણ મને માઈકલે ફોનમાં કહ્યું હતું કે નિનાદ સર બીઝી હતા. એની સાથે ફોનમાં જ વાત થઇ મળાયું નહીં"

"કઈ વાંધો નહીં એ અહીં આવે ત્યારે મળી ને પછી ફાઇનલ કરી લેજો."

xxx

"સોનલ દીકરી હવે બહાર કરવામાં જરા ધ્યાન રાખજે " સુરેન્દ્રસિહ કહી રહ્યા હતા.

"ભલે બાપુ,"

"જમાઈ રાજ સાથે કઈ વાત થઇ" જીતુભાની માંએ પૂછ્યું.

"હા પૃથ્વીજી કહેતા હતા કે 7-8 દિવસમાં એ ઇન્ડિયા આવશે પછી માં અને બાપુ સાહેબ સાથે વાત કરીને સગાઈની વાત કરશે."

"દીકરી હવે તું સાસરા વળી થઇ જશે થોડી ભારમાં રહેતા શીખ. અને જાળવીને રહેજે." 

હા ફૈબા, આ જીતુડાની, સોરી જીતુભાની અને મોહિનીની સગાઈની તારીખ પ્રમોદ અંકલ ફાઇનલ કરતા હતા એનું શું થયું.?"

"અરે જ્યારથી એ લોકો રાજસ્થાનથી આવ્યા છે ત્યારથી કહે છે કે સારો દિવસ જોઈને સગાઈ કરી નાહિયે પણ આ તારું અને પૃથ્વીજીની સગાઈ ગોઠવાય ટાયરે બેઉ પ્રસંગ સાથે ઉકેલીએ તો દોડધામ અને રૂપિયા બન્ને બચે." જીતુભાની મેઈ કહ્યું. એટલામાં સોનલના ફોનમાં ઘંટડી વાગી "અરે જીતુ... જીતુભા નો ફોન છે કહી અને સોનલે ફોન ઉચક્યો સામેથી જીતુભાએ બધા કેમ છે કહી અને પછી કૈક કહ્યું એટલે સોનલ બોલી" અરે.. પણ શું કામ?.."

xxx

"સર, મિસ્ટર બેનર્જીનો મેસેજ છે કે સાવચેતી રાખજો." ગુજરાતના કોઈ ગામડેથી કોઈ મોહનલાલને ફોન કરી રહ્યું હતું. 

"ઠીક છે. તું રજા પર છે કે નોકરી ચાલુ છે?"

"2 દિવસની રજા સાંજે જ મૂકી છે." . 

"ઓકે તારી પત્ની ને કહી દે કે એ તારી ઓફિસમાં પરમ દિવસે ફોન કરે કે તારી માંની તબિયત બરાબર ન હોવાથી તું ગામ ગયો છે અઠવાડિયા પછી આવીશ. અને તું કંડલા પહોંચી જા. ઓફિસમાં સામજીને મળ અને જરૂરી ચોપડાઓ તૈયાર કરાવ. કંડલાની હોસ્પિટલમાં કાલે રાત્રે તારી માના નામનો એક ખાટલો બુક થઇ જશે અને બધા ડોકટરો ..."

"સમજી ગયો. હું હમણાં જ જાઉં છું."

xxx 

શેઠજી બેનર્જી નો ફોન હતો અને મેં મુકેશને કંડલા મોકલી આપ્યો છે." 

સરસ, જેસલમેર નાસિક અને બીજી 2-3 જગ્યાની વ્યવસ્થા?"

"સવાર પહેલા ગોઠવાઈ જશે."

ઠીક છે. સુમિત કાલે પાછો આવે છે એને મિડલ ઇસ્ટમાં જવા માટે પરમ દિવસ નીકળવાનું છે."

"તો પછી સ્નેહા.." મોહનલાલે પૂછ્યું."

"સ્નેહા નું વિચારીયે કઈ મેળ નહીં આવે તો એ દિલ્હી જશે 5-7 દિવસ માટે પણ તું? અનોપચંદે પૂછ્યું.

"કંપનીમાં કોઈ તો જવાબદાર માણસ જોઈએ. હું અહીં મુંબઈમાં જ રહીશ."

xxx 

"ભૂરા તારો હવે શું પ્લાન છે?" જીતુભા એ પૂછ્યું.

"કઈ નહીં અત્યારે સાડા અગિયાર વાગ્યા છે આપણે બન્ને નીચે આંટો મારી આવીએ. એકાદ ગરમ કોફી પી અને થોડા ગપ્પા મરીયે 3 વાગ્યે આપણે નીકળીશું તને હું એરપોર્ટ ડ્રોપ કરીશ "

"અરે પણ તું શું કામ ધક્કો ખાય છે. હું ટેક્સી લઇ લઈશ."

"ના આમેય અહીં ઓફિસ 2 દિવસ પછી ખુલશે અને બીજું કઈ કામ નથી એટલે મેં ઈન્ડિયાથી મારી ગર્લફ્રેન્ડને બોલાવી છે એ પોણા ચાર વાગે ઉતરશે પછી એને લઇ ને હું મારી હોટલ ચાલ્યો જઈશ. ક્રિસ્ટોફર અહીં સવાર સુધી રોકાશે સવારે સિન્થિયા આવી જાય પછી એ ઘરે જશે હું પણ 9 વાગ્યા સુધી આવી જઈશ."

"ભૂરા તું 9 વાગ્યે તો પોલીસ સાર્જન્ટ વિલિયમની કસ્ટડીમાં બધુંકબૂલતો હઈશ. અને સાથે તારી કહેવાતી ગર્લફ્રેન્ડ પણ" જીતુભા મનોમન બોલ્યો પણ એને ખબર ન હતી કે ભૂરો જેને પોતાની ગર્લફ્રેન્ડ કહે છે એ કંપનીની માલિક નીતા નિનાદ અગ્રવાલ છે.   

xxx

"ગણેશન, સર"

"હા કોણ બોલે છે?'

"એ જ જેણે તમને કહ્યું હતું કે બાલા મણીનું ખૂન કોના કહેવાથી થયું છે."

"ઓહ્હ.પણ એમ એ સાબિત કરવું અઘરું છે."

"તમે અમદાવાદના અબ્દુલને ઉપાડી લો એ બધું કબૂલ કરશે, મેં નજરે જોયા છે એ લોકોને વાત કરતા અને અબ્દુલની ટીપ પછી જ બાલા મણીને આ દુનિયામાંથી હટાવાયો છે."

"પણ એમ અબ્દુલ પર હાથ નાખવાથી કંઈ નહીં વળે. 2-3 દિવસમાં એ છટકી જશે."

"પોલીસની થર્ડ ડિગ્રી આગળ ભલભલા 1 કલાકમાં મોઢું ખોલી નાખે તમારી પાસે 5 કલાક છે."

"યસ, હું હમણાં જ મારા માણસને કહી એને ઉપડાવી લાવું છું. સુમિત એના માટે વકીલની ગોઠવણ કરે એ પહેલા એ બધું કબૂલી લેશે."  કહી ગણેશને ફોન કટ કર્યો અને પોતાના માણસોને સૂચના આપવા માંડી પણ સુમિતના નેટવર્કથી હજી એ પરિચિત ન હતો  

ક્રમશ:        

 તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 2 દિવસ પહેલા

Manish Upadhyay

Manish Upadhyay 6 માસ પહેલા

Balramgar Gusai

Balramgar Gusai 8 માસ પહેલા

Binita

Binita 8 માસ પહેલા

Nishi

Nishi 9 માસ પહેલા