પુનરાવર્તન Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનરાવર્તન

રવિવારની સાંજ હતી. ભાદરવા મહિનાની ગરીમી વિષે તો કઈ કહેવાનું હોય જ નહિ. એક મોટા ફ્લેટનાં ડ્રોઈંગ રૂમમાં નીખીલ પોતાની દીકરી પરી સાથે બેસી સાંજ ની ચાનો આનંદ લેતો હતો. એની નજર પરીનાં હાથમાં રહેલ ફોન ઉપર પડી. અને એને પૂછ્યું કે તું વાંચવા બેસી છે કે મોબાઈલ જુએ છે. આ કોરોનાએ તો આખા ભણતરની પથારી ફેરવી છે. માં-બાપ ને ખબરજ ન પડે કે છોકરો ભણે છે કે મોબાઈલ જુએ છે. નીખીલ એક ધાર્યું બોલી ગયો. 

શું પાપા તમે પણ? બધું જવા દો અને મારું સ્ટેટ્સ જુઓ.  

સંગ હર શખ્સને હાથોમે ઉઠા રખા હૈ જબ સે તુને મુજે દીવાના બના રખા હૈ...

આ તે કેવો સ્ટેટ્સ રાખ્યો છે. ? ધ્યાન આપીને ભણવાનું કર તો ભવિષ્યમાં એક સારું સ્ટેટ્સ બને. આ સ્ટેટ્સથી કઈ થવાનું નથી. 

હં.. પાપા તમને ખબર ન પડે ક્લાસિક સોન્ગ્સ છે એ આતિફ અસલમ નું.

ઓહ! મને ખબર ન પડે એમ ? એમ કેમ ધારી લીધું કે મને ખબર ન પડે

બસ કહ્યુંને ક્લાસિક સોન્ગ્સ છે. તમારા જમાનામાં આવા સોન્ગ્સ ક્યા હતા?

નીખીલ પોતાની ૧૬ વર્ષની દીકરી પરી સાથે વાત કરતો હતો. પરીને એ ખુબ જ પ્રેમ કરતો હતો. અને એની સાથે હંમેશા એની ઉંમરનાં લેવલે આવીને વાત કરતો. આજે પણ જ્યારે પરીએ સ્ટેટ્સ મુક્યો તો હંમેશાની જેમ નીખીલ એ સ્ટેટ્સ ઉપર વાત કરવા લાગ્યો.

તને વળી આવા સોન્ગ્સ કેમ ગમે છે ? મને એ સમજાતું નથી. તારી ઉમરનાં બાળકો સાભળે એવા સોન્ગ્સ સાભળ.. નીખીલે પરી ને કહ્યું.

મારી ઉમરની છોકરીઓ B.T.S સાભળે છે. અને એ સોન્ગ્સ ઈંગ્લીસ તો જવાદો કોરીયન ભાષામાં હોય છે. બોલો B.T.Sનો સ્ટેટ્સ મુકું. અને બંને બાપ દીકરી જોરથી હસી પડ્યા.

બાપ દીકરીની વાતો થોડે દુર ઉભેલી દિવ્યાએ સાંભળી. અને અચાનક જ એક ઊંડા વિચારમાં પડી ગઈ.

શબ્દોએ જ ભૂતકાળનું પરિવર્તન કર્યું હોય એમ એને લાગ્યું.

તું ત્યાં ઉભી ઉભી શું જોયા કરે છે. આ તારી દીકરીને સમજાવ કે આપના જમાનામાં જે સોન્ગ્સ હતા એવા તો ક્યારેય બન્યા ન હતા. અને કોરીયન ભાષાના સોગ કોણે ખબર પડશે.

દિવ્યા અચાનક તંદ્રા માંથી જાગી એને એવું લાગ્યું કે કોઈએ ૧૬ વર્ષ પાછળથી એને ખેંચીને જગાવી દીધી. એ થોડુક હસીને બંને બાપ દીકરી પાસે આવી અને પરી નાં ગાલ ઉપર હળવી ટપલી મારતા અને કહ્યું કે આ સોન્ગ્સ આતિફ અસલમનું નથી. આબેદા પરવીન નું છે.

હેં ! બંને બાપ દીકરી એકબીજાનો મોઢું જોવા લાગ્યા.

નીખીલ દિવ્યા પાસે જઈ પૂછ્યું તને કેવી રીતે ખબર કે આ સોન્ગ્સ આબેદા પરવીન નું છે. દિવ્યા હસી અને કઈ કહ્યા વગર મોબાઈલ માં ઓરીજીનલ સોંગ ચાલુ કર્યું. , ઓરીજીનલ સોંગ ચાલુ થતા જ બંને બાપ-દીકરી ત્યાંથી ઉભા થઇ જતા રહ્યા. અને દિવ્યા પાછી ૧૫ વર્ષ પાછી જતી રહી. એ સમયમાં મોબાઈલનો આવિષ્કાર તો થયો હતો પરતું એ માત્ર અમીર વ્યક્તિઓ પાસેજ ઉપલબ્ધ હતો. પરતું સોન્ગ્સ સાભળવા માટે લોકો પાસે સ્મોલ ટેપ રેકોર્ડર હતો. જેમાં લોકો પોતાના પસંદનાં સોંગ હંમેશા સાંભળી સકતા હતા.

ભાદરવા મહિનામાં ક્યારેક આવેલ વરસાદ અને એના પછીનો ઉકળાટ મારતો તડકો એ માત્ર બે પ્રમથી જ સહન થાય અને આવા તડકા માં પણ બે પ્રેમી બધું ભૂલીને લોં ગાર્ડનમાં કોઈ ઝાડનાં નામ પુરતા છાયડા માં બેસી ભવિષ્યનાં સોનેરી સપ્નાવો જોતા જોવા મળે છે. આવા જ એક બપોરે કોલેજ માંથી રજા મૂકી દિવ્યા અને નિશીથ બંને એક ઝાડ નીચે બેસ્યા હતા. અને નિશીથનાં ટેપ રેકોર્ડમાં સોંગ ચાલ્યું ” સંગ હર શખ્સને હાથોમે ઉઠા રખા હૈ જબ સે તુને મુજે દીવાના બના રખા હૈ..” જેવો સોંગ શરુ થયો દિવ્યા એ નિશીથ ને પૂછ્યું તને આવા સોન્ગ્સ કેમ ગમે છે. અને નિશીથ નો જવાબ હતો તને ખબર ન પડે ક્લાસિક સોંગ છે આબેદા પરવીન નો. આનો એક એક શબ્દ સાભળ તને ખબર પડશે કે સોન્ગ્સ શું હોય છે.  આખો ગીત સાભળ્યા પછી પણ દિવ્યા એ એટલું જ કહ્યું મને કઈ ખબર ન પડી.

સારા દિવસો સપના જેવા હોય છે અને સપના એક રાત પુરતા જ હોય છે. એવુજ કઇક દિવ્યા નિશીથ સાથે થયું. કોલેજનાં દિવસો સપનાની જેમ વિતી ગયા. અને જ્યારે ઘરમાં વાત કરવાનો સમય આવ્યો તો બંને ની ફેમીલી કાસ્ટ ને જ્ઞાતિ ને લઇ દિવ્યા નિશીથનાં સપનાઓ ઉપર બ્રેક મારી. દિવ્યાનાં ઘરમાં તો એ પછી જરાયએ રાહ નાં જોઈ અને એના લગ્ન નીખીલ સાથે કરી દીધા. ઈમોશનલ બ્લેકમેલિંગ અને માં-બાપની મારવા મારવાની વાતો સામે દિવ્યા નિશીથ ને એ પણ ન કહી શકી કે ભાદરવા મહિનાની એ બપોરે જ્યારે આપને એક બીજામાં સમાઈ ગયા હતા  ત્યાર બાદ મને  મારા શરીર માં જે પરિવર્તન આવ્યો એ હું તને કેવી રીતે બતાવું? દિવ્યા નાં લગ્ન થઇ ગયા અને એ પછી નિશીથ વિષે વિચારવાનું સમયજ ન મળ્યો એને. અથવા એ એવું સમય કાઢવું જ ન હતું દિવ્યાને . આજે જયારે પરીએ સ્ટેટ્સ મુક્યું તો અચાનક જ દિવ્યાને નિશીથ ની યાદ આવી ગઈ. અને સાથે સાથે નીખીલની વાત પણ યાદ આવી કે તારી દીકરી ને આવા સોન્ગ્સ કેમ ગમે છે?