તલાશ 2 - ભાગ 11 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ 2 - ભાગ 11

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

 "લાશ, લાશ પડી છે. સાહેબના બાથરૂમમાં."

"શુંઉઉઉઉ? લાશ ક્યાં?"

"સુમિત સાહેબની કેબીનના બાથરૂમમાં. આપણા પ્યુન બાલામણીની લાશ પડી છે. એક્ચ્યુઅલ માં સાહેબ સુમિત સાહેબે ગઈકાલે તેમની કેબિનમાં ટેબલ અને સોફા ને રિએરેન્જ કરવા કહ્યું હતું અને એચ આર  ડિપાર્ટમેન્ટે બાલામણીને રાત્રે અહીં રોકાઈ કામ પૂરું કરાવવા કહ્યું હતું. અને સવારે સુમિત સર સીધા અહીં તમારી કેબિનમાં આવ્યા અને પછી કોઈ દુબઈ વાળા શેખના મેનેજર ને મળવા કોન્ફરન્સ રૂમ માં ગયા હમણાં 5 મિનિટ પહેલા એમનો મેસેજ આવ્યો કે કેબિનમાં એસી ચાલુ કરવો અને હું કેબીન ખોલીને અંદર ગયો તો એના બાથરૂમનું બારણું ખુલ્લું હતું અને બાલા મણિ  અંદર મરેલો પડ્યો હતો." એક શ્વાસે પ્યુને મેનેજર ને જણાવ્યું. 

"ઓહ્હ. તે સુમિત સાહેબને કહ્યું આ બધું?"

"ના મેં વિષ્ણુને એમની કેબિનની બહાર ઉભો રાખ્યો છે અને તમને ખબર કરવા આવ્યો."

"ઓકે. હવે કોઈ એ કેબિનમાં જતા નહીં અને સુમિત સાહેબને કોન્ફરન્સ રૂમ માં મેસેજ આપી દે કે ત્યાંથી સીધા અહીં મારી કેબિનમાં આવે."

લગભગ અડધા કલાક પછી એક ઇન્સ્પેક્ટર અને 3ન હવાલદાર સુમિત અને મેનેજર ની સામે મેનેજરની કેબિનમાં હતા. ઈન્સ્પેક્ટરે પૂછ્યું. "તો સુમિત સાહેબ શું લાગે છે. તમને. કેવી રીતે તમારો પ્યુન મર્યો હશે. અને બાય ધ  વે તમે એમને છેલ્લે ક્યારે મળેલા."

હું મારા સ્ટાફના બધા લોકોને રોજ રૂબરૂ મળીને વાત કરતો નથી હોતો ઇન્સ્પેકટર. મને રૂટિન એટમોસપિયરથી કંટાળો આવતો હોય છે એટલે દર 6-8 મહિને કેબીનના ફર્નિચરની પોઝિશન ચેન્જ કરવાનું કામ રૂટિન જ છે. મેં ગઈ કાલે મારા એચ આર  ડિપાર્ટમેન્ટમાં કહ્યું હતું અને મિસ્ટર વિજયને માણસો એરેન્જ કર્યા હતા. અને આ બાલામણિ ને રાત્રે કામ પર દેખરેખ રાખવાની સૂચના આપી હતી. બાકી હું છેલ્લે એને લગભગ દોઢ મહિના પહેલા ઓલ સ્ટાફ મિટિંગ વખતે મળેલો. ઉપરાંત એ છેલ્લે અમારા ઘરે 10 દિવસ પહેલા એક નાનકડી ગેટ ટુ ગેધર હતું એમાં હેલ્પ કરવા આવેલો.

"ઓકે. છેલ્લે આ બાલા મણીને જીવતો ક્યારે જોયેલો."

"ગઈ કાલે હું સાંજે 5 વાગ્યે ઘરે જતો હતો ત્યારે વિજયન એને લઇ ને મારી કેબિનમાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ રોકાશે અને કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખશે.ત્યારે મેં એને જીવતો જોયો હતો." સુમિતે કહ્યું. 

"ઠીક છે હું ફોરેન્સિક ટિમ ને બોલવું છું. અને મારી રીતે તપાસ કરવું છું પણ મારે તમારા સ્ટાફના અમુક માણસો જેણે તમારા પછી એને જીવતો જોયો હોય એની પૂછ પરછ કરવી પડશે. અને હા એ કેબીન અમે સીલ કરીએ છે. 2-3 દિવસ ઇન્વેસ્ટિગેશન માટે. અને હા સીસીટીવી પણ તમે લગાવ્યા છે એનું ફૂટેજ પણ મને જોઈશે."  

"તમને અમારા તરફથી જે મદદ જોઈતી હોય એ આપવા હું અને મારો સ્ટાફ તૈયાર છીએ ઇન્સ્પેકટર. પણ મને કાતિલ જોઈએ છે. મારા જ સ્ટાફને મારી જ કેબીન માં મારી નાખનારને સજા મળવી જ જોઈએ. અને એનું પોસ્ટમોર્ટમ થઈ જાય એટલે અમારા મેનેજર ને જણાવી દેજો જેથી એની અંતિમ વિધિ થાય."

"ઓકે સુમિત જી મારુ નામ ગણેશન રાજુ પતિ છે,"

"ઓ.કે ગણેશન ઇન્સ્પેક્ટર છો?"

"હા."

ઠીક છે. તો હવે હું અહીં બેસીને મારે અગત્યના ફોન કરવા છે એ કરું છું તમારે અમારા સ્ટાફમાંથી જેની પૂછપરછ કરવી હોય એની પૂછપરછ કરો. આ મુરુગન તમને એમાં મદદરૂપ થશે. અને તમે તમારા સ્ટાફ ને લઇ ને અમારા કોન્ફરન્સ રૂમમાં બેસવું હોય તો હું ખોલાવી દઉં.". 

"મને લાગે છે કે તમારા સ્ટાફના ટેબલ પર જઈને જ હું ઈન્કવાયરી કરું.પણ તમે એટલું એરેન્જ કરવો કે અત્યારે હાજર છે એમાંથી કોઈ મને પૂછ્યા વગર બહાર ન જાય.

"ઓ કે.કૃષ્ણ સ્વામી (મેનેજર) તમે સ્ટાફને આ વાત જણાવી દો." અને બાલા  મણિના ઘરે આ ખબર પહોંચાડવાની વ્યવસ્થા કરો સાથે જ અત્યારે ખર્ચ પૂરતા 20000 રૂપિયા એના ઘરે મોકલી આપો. પછી આપણી કંપનીની પોલિસી મુજબ એને યોગ્ય વળતર 3 દિવસમાં આપશું." સુમિતે કહ્યું.  

xxx 

"દિલ્હીનું રાજકીય વાતાવરણ 3 દિવસથી ગરમાયુ છે.  ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર  કઝગમ પાર્ટીના અધ્યક્ષા 3 દિવસથી દિલ્હીમાં ડેરા નાખીને પડ્યાં છે. અને સત્તા પક્ષથી નારાજ છે. મજાની વાત એ છે કે એમના સમર્થન થીજ અત્યારે સત્તાપક્ષ સત્તામાં છે. આજે વડાપ્રધાન સાથે એમની લંચ મિટિંગ હતી. એમની કેટલીક માંગણી હતી પણ વડાપ્રધાને એમની માંગ પુરી કરવાની ના કહી દીધી. એટલે એમણે ઓલ પાર્ટી માટે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં એક ટી પાર્ટી માટે આમંત્રણ આપ્યું છે." અનોપચંદની ઓફિસમાં ટીવી પર ન્યુઝ આવી રહ્યા હતા.  "શેઠજી, કેપ્ટનના પીએ નો મેસેજ હતો કે આપણે હમણાં કઈ કરવું નહીં. એમને આ વાત બહુ સિરિયસ નથી લાગતી." મોહનલાલ અનોપચંદ ને કહી રહ્યો હતો.

"તને શું લાગે છે મોહનલાલ?"

"મને આ વખતે થોડું સિરિયસ વાતાવરણ દેખાય છે." 

"તો શું કરવું જોઈએ?' અનોપચંદે બીજો પ્રશ્ન કર્યો.

"મને લાગે છે કે તમે એકવાર ડાયરેક્ટ.."

"એમ ભારતના પ્રધાનમંત્રી ને ડિસ્ટર્બ કરવા યોગ્ય નથી. આપણે જેટલી  શક્ય હતી એ માહિતી એમના  સુધી પહોંચાડી દીધી. હવે નિયતિ એ જે ધાર્યું હશે એ જ થશે."

xxx  

"ચાર્લી એ ચાર્લી. ભાઈ આમ તું આટલી જલ્દી બેહોશ  થઈ જાય તો કેમ ચાલે? ચલ લે તારા માટે અહીં હીટર ચાલુ કર્યું છે. ઉભો થા ભાઈ." ચાર્લી ને લાગ્યું કે કોઈ ઊંડી ગુફામાં પોતે ભરાયો છે અને કોઈ અંધકાર ભર્યા ખૂણામાંથી કોઈ એને પોકારી રહ્યું છે. મહા મહેનતે એણે આખો.ખોલી. અને કહ્યું. "પ્લીઝ મને મુક્ત કરો તમને કઈ ગેરસમજ થાય છે. હું એ નથી જેને તમે શોધી રહ્યા છો."

"તારા મોઢામાંથી મારે કબૂલાત જ સાંભળવી છે. ટેઈક યોર ઓન ટાઈમ " મારી પાસે હજી ઘણો વખત છે." સફેદ શર્ટ અને જીન્સ પહેરેલી લગભગ 35 વર્ષીય વ્યક્તિ ચાર્લી ને કહી રહ્યો હતો. એનો બાંધો કસાયેલો હતો શરીર પર ચરબીનું નામો નિશાન ન હતું. ગૌર વર્ણ ધરાવતા ચહેરા પર ફ્રેન્ચ કટ દાઢી શોભી રહી હતી એના રોયલ દેખાતા રીમ લેશ ચશ્મા એની સુંદરતામાં વધારો કરતા હતા. પણ એ સુંદર ચહેરા પર ડાબી બાજુ એક ખંજરનો લાંબો ઘાવ છેક એના કાનની બાજુમાંથી શરૂ થઈને એની ફ્રેન્ચ કટ દાઢી માં ગુમ થતો હતો. ઉપરાંત એના જમણા હાથમાં કાંડા પાસે દેખાતું  બુલેટનું નિશાન એ સાબિત કરતું હતું કે એને જીવનમાં અનેક સંઘર્ષો જોયા છે અને અનેક લડાઈ એ લડ્યો છે. "લાગે છે કે તારા બ્રેકફાસ્ટ સમય થઇ ગયો છે." કહી એણે તાળી વગાડી.અને ચાર્લી ની બરાબર સામેની દીવાલ ખસી ગઈ અને એક પહેલવાન જેવા દેખાતા માણસે પ્રવેશ કર્યો. "સ્મિથ, આ ચાર્લી છે. એનો નાસ્તાનો વખત થઈ ગયો છે. "જી સાહેબ, કહી પહેલવાને પોતાનો શર્ટ ઉતાર્યો અને જ્યાં ચાર્લીનો સામાન પડ્યો હતો.એની બાજુમાં પડેલી ચાબુકો માંથી એક ચાબુક હાથમાં લઈને હવામાં વીંઝ્યું. અસ્સલ મગરના ચામડા માંથી બનેલા એ ચાબુકનો આવજ સાંભળીને ચાર્લી કંપી ઉઠ્યો. અને પછી એ કમરામાં ચાર્લીની ચીસો લગાતાર ગુંજતી રહી. . 

xxx 

"મોહન લાલ, અમદાવાદ વળી સલમાની વાત જરા ડિટેલમાં ફરીથી કહો."

"પરમ દિવસે એનો ફોન આવ્યો હતો એનો પતિ અબ્દુલ એક વર્દી લઈને મદ્રાસ ગયો છે. એની ટેક્સી 5 દિવસ માટે બુક કરી હતી. ત્યાં કોઈ શેખને મળવા માટે અમદાવાદ ના 2 વેપારી જતા હતા. એમની વાતો પરથી અબ્દુલને શંકા પડી કે પેલો શેખ કોઈ મોટો ખેલ ખેલવાનો છે. એટલે એને સલમા ને કહ્યું આપણ ને ઇન્ફોર્મ કરે. મેં પરમ દિવસે સાંજે જ સુમિતને જણાવ્યું સુમિતે કોઈને મોકલીને અબ્દુલ સાથે વાત કરી અને ગઈ કાલે જ એને એ શેખ જ્યાં ઉતર્યો છે એ હોટલમાં ટેમ્પરરી 7 દિવસ ની નોકરી ની ગોઠવણ કરી દીધી એના માટે હોટેલના રેગ્યુલર 3-4 ડ્રાઈવરને ફૂડ પોઇઝન ને અન્ય કારણોથી બિનાર પાડવા પડ્યા છે. અત્યારે અબ્દુલે અમદાવાદની પાર્ટીને બીજી ટેક્સીની વ્યવસ્થા રિટર્ન માટે કરી દીધી છે અને એ શેખના મેનેજરનો ડ્રાઈવર બની ગયો છે. 

xxx 

ક્રિષ્ના સ્વામી શેખના મેનેજર સાથે કઈ ધન્ધાકીય વાત કરતા હતા એ વખતે સુમિત ઉભો થયો અને વોશરૂમમાં ગયો પછી પોતાના મોબાઇલમાંથી કોઈને ફોન કર્યો. 2-3 મિનિટમાં અબ્દુલ વોશરૂમમાં પ્રવેશ્યો. પણ એને ખબર ન હતી કે ઇન્સ્પેક્ટર ગણેશન રાજુ  પતિ  આ બધું મનોમન નોંધી રહ્યો હતો.

xxx    

સવાર ના 8-45 વાગ્યા હતા. સિન્થિયા પોતાની હોટલ પરથી હોસ્પિટલ માં આવી જીતુભા એકાદ કલાક ઊંઘી અને ફ્રેશ થવા પોતાની હોટલ પર ગયો હતો. માઈકલની હાલત સ્થિર હતી. ડેવિડને 7 યુનિટ બ્લડ ચડાવાય પછી હવે આઉટ ઓફ ડેન્જર હતો પણ હેનરીનું  શરીર ઓપરેશન પછી પણ રિસ્પોન્સ નહોતું આપતું એ હજી કોમામાં હતો. જયારે માર્શા  રાત્રી દરમિયાન 2-3 ઝબકી ઉઠી હતી અને પીડાથી કણસતી હતી એને બહુ ખરાબ રીતે મારવામાં આવી હતી છેવટે ઉંઘની ગોળીની હેવી ડોઝ દઈ  ને એને સુવડાવવી પડી. સિન્થિયા એ વિલિ ને ફોન લગાવી અને ચાર્લી વિષે પૂછ્યું. પણ એના કોઈ ખબર પોલીસ પાસે મળ્યા નહીં. એટલામાં જીતુભા ફ્રેશ થઇ ને હોસ્પિટલ પર પહોંચ્યો. 

"સિન્થિયા ઓફિસના શું સ્ટેટ્સ છે?"

"પોલીસ તપાસ ચાલુ છે 2-3 દિવસ પછી ખોલી શકીશું." 

"આપણી પાસે ચાર્લી ને શોધવાની કોઈ કડી છે? જીતુભા એ પૂછ્યું.

"ના અત્યારે તો નહીં."

ઓકે. તો હું મોહનલાલને પૂછી જોઉં એ ગમે ત્યાંથી ચાર્લી ને શોધી કાઢશે."

"જીતુભા એની કોઈ જરૂર નથી ચાર્લી મારા એટલે કે મારા માણસોના કબજામાં છે" દરવાજામાં પ્રવેશ કરી રહેલા એક અજાણ્યા યુવકે આમ કહ્યું અને જીતુભા અને સિન્થિયા એને જોતા જ રહી ગયા

xxx 

"આ સોનુડી ક્યાં મરી ગઈ." મનમાં ધૂંધવાતો મોહિની બબડી રહી હતી. 'બસ હવે એક અઠવાડિયામાં આ કોલેજ લાઈફ પુરી અને પછી ઘર સંસાર માંડી દેવાનો. મહિનામાં સગાઇ અને 2-3 મહિનામાં લગ્ન. આ સોનુડીની કોલેજ લાઈફ હજી છૂટતી નથી. અત્યારે કોણ જાણે કઈ બહેનપણી ભટકાઈ હશે. ક્યારે આવશે' એમ મનોમન વિચારી રહી હતી ત્યાં સોનલ ને એને કોલેજ ના પ્રવેશદ્વાર પાસે થી આવતા જોઈ. એ નજીક આવી એટલે મોહિની એ સોનલ ને પૂછ્યું. "ક્યાં ગઈ હતી. તું તો કલાસરૂમમાં હતી ને બહાર થી ક્યાંથી આવી." 

"રિલેક્સ ભાભીજાન કંઈક કામ માટે જ બહાર ગઈ હતી." 

"સોનુડી સાચું બોલ, નહીં  તો મારે માં ને વાત કરવી પડશે. કે આ સોનલ બને કોક બીજો છોકરો પસંદ છે. પરમ દિવસે પણ તે રસ્તામાં લગભગ 5-7 મિનિટ બાઈક ઉભી રખાવી મેં પૂછ્યું કે શું છે તો તે કહ્યું કંઈ નહીં ચાલ"

"મોહિની, તને શું લાગે છે એની વાત નથી. ગભરાતી નહીં પણ થોડી સિરિયસ વાત છે."

"સોનુ જલ્દી બોલ મને ટેન્શન થાય છે."

"એટલે જ તને પરમ દિવસે નહોતું કહ્યું. પણ તું ગભરાતી નહીં વાત એમ છે કે મને છેલ્લા 6-7 દિવસથી લાગે છે કે કોઈ આપણો પીછો કરે છે. એક આમ તો સાલીન દેખાતો છોકરો છે 20-22 વર્ષનો પણ દરરોજ મને લાગે છે કે એ આપણી પીછો કરે છે. પરમ દિવસે તું મને લેવા ઘરે આવી ત્યારે હું બાલ્કનીમાં જ ઉભી હતી અને એ તારી પાછળ 2 મિનિટમાં આવ્યો અને આપણા ઘરની સામે ના પાનના ગલ્લે ઉભો રહ્યો આપણે અહીં કોલેજ પહોંચ્યા ત્યારે મેં એને કોલેજના ગેટ પાસે બાઈક માં ઊભેલો જોયો. પછી આપણે ઘરે જતા હતા ત્યારે પણ એ આપણી પાછળ હતો એટલે જ મેં તને રસ્તામાં 5-7 મિનિટ ઉભાડી તો એ પણ બાજુની એક કપડાંની દુકાનમાં ઘૂસી ગયો. આજે સવારે પણ મેં એને જોયો હતો. લાગે છે લે જીતુડા ને કે મોહિત ભાઈ ને વાત કરવી પડશે." સાંભળીને મોહિની મનમાં ધ્રુજી ઉઠી.

ક્રમશ:

સુમિતની ઓફિસની કેબિનમાં સુમીતના સ્ટાફ નું ખૂન કોણે કર્યું.? શું બાલા મણીની લાશના મામલે સુમિત ફસાસે કે પછી સાંગોપાંગ બહાર નીકળશે? કોણ છે આ યુવાન જેના કબ્જામાં ચાર્લી છે.?  દિલ્હીમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ થી અનોપચંદની મુશ્કેલી માં કેટલો વધારો થશે? સોનલ અને મોહિનીનો પીછો કોણ કરી રહ્યું છે?. જાણવા માટે વાંચતા રહો તલાશ 2-ભાગ 12 

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Bhayani Alkesh

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

Priti Patel

Priti Patel 3 માસ પહેલા

Sukesha Gamit

Sukesha Gamit 11 માસ પહેલા

Nishi

Nishi 1 વર્ષ પહેલા

Nimish Thakar

Nimish Thakar માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા