ભગવાન સર્વનું કલ્યાણ કરે: Hemant pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભગવાન સર્વનું કલ્યાણ કરે:


તટસ્થ કેવી રીતે બનાય?
ઈશ્વરને પ્રીય બનીને કેવી રીતે રહેવાય?
મોક્ષ નો માર્ગ શું?
મોક્ષ એટલે શું?
જવાબ બીજા પેજ પર છે,
પણ તે પહેલાં સમજો,

તમને ઈશ્વર પ્રીય છે, મતલબ ઈશ્વરને તમે પ્રીય છો કે ચાહીતા છો ઈશ્વરના તમે ,તેમ સમજવાની ભુલ કદાપી ન કરતા..
કારણ કે તમારા કર્મ કેવા છે તે પર ડીપેઈન છે,
તમે કહેશો સારા જ છે , તો ભુલ છે તમારી,

દરેક માણસ ખુદને ખુબજ ચાહતો હોય, અપવાદોને છોડી, માટે ખુદ પોતે જે કરે તેજ બરાબર ને ઠીક લાગતું હોય,

પરંતું બીજાના અવગુણ સ્વભાવ વર્તન તમને શારૂ ન શારૂ લાગે છે, દેખાય છે , તેમ તમારૂ બીજાને દેખાતું હોય, પણ ખુદને ન દેખાય,

બીજી વાત,
માણસ આજે આ રીતે વીચારે છે અને વર્ત છે,
૧) લાલચ કે સ્વાર્થ માટે વખાણ કરે
૨)આપણા બાપનું શું જાય, કે પછી હશે ક બુધ્ધિ છે કાલે સમજશે, આપણે શું કામ ખારા પડીએ,
૩)ક્રોધ અને ગુસ્સાથી સહન શીલતા ની હદ વટાવે ઈર્ષયા માં જીવે
૪)સમ દ્રષ્ટિ , જેવા જેના કર્મ તેવું વર્તન અને ભોગવટો, બધાજ પવીત્ર આત્મા છે, જેને જેમ યોગ્ય લાગે તેમ જીવે, આપણે શું કામ વાધો લઈ એ.

હવે વાત કર્મ ની

પહેલાં તો કર્મ એટલે શું ? તે સમજી લો,

કર્મ એટલે કાર્ય નહીં,
હા તમારા થી જે કાર્ય થાય કે તમે જે કાર્ય કરો તે દરેક કર્મ નથી બનતું,

કર્મ એ બને છે ,જે તમે મનમાં વીચાર કરી ઈરાદા પૂર્વક મે કર્યું કે આને આમ કરી નાખવું છે તેમ કરી ને કરો છો તે, સારૂ તો સારૂ ,ખરાબ તો ખરાબ,
☝️શારૂ એ કે જે કલ્યાણ કારી વીચાર, પરોપકારની ભાવના સાથે ની સ્વાર્થ હોય.
🖕ખરાબ એ છે , જે ની ભાવના અન્ય ને દુઃખ તકલીફ પીડા હાની કે મુશ્કેલી બાધા વીધ્ન આપવાની હોય.
આમ કર્મ બે જાતના છે
૧) પાપ કર્મ ,
૨) પરોપકાર ( પુન્ય ) કર્મ

વળી તમારૂ ધાર્યું કોશીશ કરવા છતા ન થાય તો પણ કર્મ તો બંધાય જ છે,

ઘણી વખત આપણે કોઈને કહેતા બોલતા શાભળ્યા હશે, શાને પાપના ભારા બાંધે છે, શું કામ ખરાબ શબ્દો બોલે છે, કોઈ પ્રત્યે ખોટી ભાવના રાખે છે,
બસ આ ખોટી ,કોઈના અહીતની કે હીતની ભાવના માત્ર કર્મ બંધન છે,

હવે વાત તમે ઈશ્વરને ચાહો છો, પણ ઈશ્વર તમ પર રાજી છે કે નહીં?

સમજી લેજો.. બરાબર...
ફક્ત ઈશ્વરનું નામ લેવાથી, તેની મુરતી ફોટા આગળ રટણ કરવાથી દીવા ધુપ કરવાથી ..ઈશ્વર ખુશ રહે છે તમારાથી એવું તમે માનો છો ને?
તો તદદન ખોટી સમજ છે તમારી...

જરા વીચારો..🤔

કોઈનું ઘર ગંદું હોય , આહાર વીહાર સારો ન હોય, સ્વચ્છતા ન હોય , કચરા ગંદકી હોય, સ્વચ્છતા નો અભાવ હોય તો તમને ત્યા રહેવું ગમે, ખાવું પીવું ગમે???
બોલો???
જવાબ તમે આપશો ના જરાય ન ગમે, ઉભરેણું ન આવે, ... બરાબર ને??

તો ઈશ્વર પણ સ્વચ્છતા પવીત્રા દેખે છે....
પણ ઘરની નહીં....✖️
મનની સ્વચ્છતા, મનની પવિત્રતા,
હા મનની રદય ની આત્માની ,
કહેવત છે ને,

"મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ તેશે તો કાગા ભલા તનમન એકજ રંગ"

હા આજ વાત મનની પવિત્રતા...
મનની પવીત્રતા કે સ્વચ્છતા એટલે શું??
સદગુણ ...પરોપકારી વીચાર......એ મનની પવિત્રતા છે, જે મનને ઉદાર અને સ્વચ્છ રાખે છે..
પણ કયઃ સદગુણ???
દયા
કરૂણા
ક્ષમા
ધેર્ય
શાંતી
સ્થીરતા
પ્રેમ
નીરવીભીમાન
આનંદ અને પ્રફુલ્લીતતા
નીસ્વાર્થ પણું
ભાઈચારો
સમ દ્રષ્ટિ

જયારે મનની ગંદકી કે અપવીત્રા કઈ??
કાળ
ક્રોધ
કામ વાસના
લાલચ
લોભ
અભીમાન
ઈર્ષયા
દ્રેષ
સ્વાર્થ
અભદ્ર વાણી વર્તન
તીવ્રતા
કોઈનું ખરાબ કરવાની ભાવના,

હવે તમે તમને ગમે છે એટલે મારો કાન્હો, મારો ભગવાન, મારો ભોળીયો, મારો રામ, કહીને બસ ખાલી મનને મનાવો છો એટલું જ,

પણ ભગવાન કઈ લાલચી લોભી સ્વાર્થી નથી કે તમારા આવા વર્તન થી ભરમાઈ કે લલચાઈ જશે,
હા આ વાત સમજી લો....
અને સાચા ભક્તોની પણ કમી નથી કે કોઈ વાતની ખોટ નથી,
આ માયા રચનાર છે, માયા પતી છે..તો તમારી માયા માં એ થોડો આવશે...? આવશે?? નહીજ આવે

જે તૃષ્ણા રહીત નીર્વીભીમાની કોઈ પણ જાતના સ્વાર્થ વીના, ભોળા મને પ્રભું ભક્તી કરે છે, તે કંઈ પામવા નહીં , પણ ખુદને પ્રભું ને અર્પણ થઈ જાય છે, જે શીવો મય બની જાય છે , તે પ્રભું ને પ્રીય છે,
કે પછી જે પરોપકારી બની ઈશ્વરની બનાવેલ દરેક ચીજ વસ્તુ પ્રાણી મનુષ્ય પ્રત્યે સમભાવ રાખી, તકલીફ વાળા નીરાધાર ,પીડીત ,દુખી, મજબુર, લાચાર,લોકોની મદદ કરે છે પીડા દુઃખ તકલીફ હરે છે, તેમને આસ્વાસન આશરો, મદદ , કે માર્ગ બતાવે છે, પણ નીર્વીભીમાની બની સ્વાર્થ રહીત કાર્ય કરે તે,

આ બધા ઈશ્વરના કાર્યો છે જે ખુદ કરે તે ઈશ્વરને પ્રીય બને છે,

હવે ખુદને પુછી લો,
તમે શું કરો છો,
શુ કરવું જોઈએ,

અને હા તમે ભલે મનને મનાવો પણ તમે વાસ્તવમાં કેટલા ખુશ છો, કેટલા શુખી છો, આત્મા કેટલા શાંત છે, શાંતી અનુભવે છે, કે કેટલા દુઃખી છો ,
બધુય હોવા છતા કોઈક મોટી ખોટ તો નથી ને,
કે ભૌતીક શુખ છે તો અન્ય રીતે દુઃખી તો નથી ને??

બધાથી બધુય છુપાવી સકાય, પણ ખુદથી નહીં,
માટે આત્માને પુછજો ..કે ભાઈ તું શુખી કે દુઃખી??
જવાબ આપશે
જય સોમનાથ💐🙏🕉️🔱⏳