કોને ભૂલુંને કોને સમરુ રે - 75 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 75

અમારા નાટકનો નવમો નંબર હતો એટલે પહલાં ચાર નાટક જોવાનો લાહવો મળવાનો હતો...લગભગદરેક કોલેજ એવા સરસ નાટકો જેમા દામુ સાંગાણી હોય કે જયંતિ દલાલ કે એવા ઉત્તમ સર્જકોનાનાટકો ભજવવાના હતા ...પહેલુ નાટક શેણી વિજાણંદ ઉપર હતુ શેતલના કાંઠે....સ્ત્રી અને પુરુષપાત્રનો મુક્ત અભિનય સહુને બહુ પસંદ પડ્યો...પછી એક ફારસ દામુ સાંગાણીનુ હતુ...એમ ભવકોનીવાહ વાહ વચ્ચે ચાર નાટક પુરા કરી કોમર્સની ટીમ ઉભી થઇ ગ્રીન રુમની પાછળ સેટ સજ્જામેકઅપનો સામાન લઇ પહોંચી ગઇ હતી...અમારા મહાબલી ગજેરા નનકુ ઝાલાવાડીયા અને બાકીનાવિઠુ ગોકળ સહાય માટે તૈયાર ઉભા હતા...મનહર ડાયલોગ ઉપર છેલ્લી નજર મારી રહ્યા હતા..ઢાઢાંઉર્ફે રુપેશ નાણાવટી આમેય ચીંધ્યુ કરવા વાળો પાત્રમા બરોબર બેસતો હતો .મુળતો બે પાત્રોએઆખુ નાટક ઉંચકવાનુ હતુ...મનહર ઉર્ફે માસ્તર કનૈયાલાલ અને વૈજ્ઞાનિક જેમણે પ્રયોગ કર્યોહતો તે વાંગ્યા ઉર્ફે ચંદ્રકાંત...

સ્વયંમ સેવકે અમને મેસેજ આપ્યો હવે પછી તમારુ નાટક છે રેડી થઇ જાવ....ગ્રીનરુમમા આવીજાવ....મનહરને વેશભુષામાં લેંઘો ઝબ્બો હતો પણ વૈજ્ઞાનિકને અને તેમની ટીમને કોર્ટમાં જેમ કાળો કોટહોય તેમ પાછળ ચંદ્રકાંતને પાછળ કાળુ સાસકીનનું કપડું લાગેલું હતું . તેમની ટીમના સભ્યોને લાલકપડું પાછળલાગેલુ હતું .બે ચાર ટ્યુબ બકનળી એવું સાઇન્સ કોલેજથી માંગી લાવેલું પોતાને ઘરેથીબધા મળીને નાની મોટી દસ કાતર લાવેલાં.બસ અમારો અસબાબ હતો.

.......

પહેલેથી મનહર અને ચંદ્રકાંત વચ્ચે એક નિયમ હતો...એક બીજાને અટકે તો બચાવીલેવાનો...પ્રોંમ્પટરો ફર્નિચરમા સ્ક્રીપ્ટ લઇને છુપાઇ ગયા હતા...ચારે તરફ પડદા પાછળ અડીખમ ટીમહાઇ એલર્ટ ઉપર હતી....મનહરે ચંદ્રકાંતને અને ચંદ્રકાંતે મનહરને બેસ્ટલક કહ્યુ ...નાટકની થીમએનાંઉન્સરે કર્ટન ખુલતીપહેલા રજુ કરી અને ક્યુ હતુ "ચાલો માણીયે અમરેલી કે કે પારેખ કોમર્સકોલેજનુ નાટક "કનૈયાની કાલ ગઇ અને આવતી..." કર્ટન ધીરે ધીરે ખુલ્યો ત્યારે આવી સુંદર થીમકોઇની નહોતી બધા ફારસો અને ચીલાચાલુ નાટકો વચ્ચે અમારી હિંમ્મતને દાદ દેતા ભાવનગરેતાલીયોનો ગડગડાટ કર્યો....

કનૈયાએ ઓપરેશન ટેબલ ઉપર સળવળાટ કર્યો...આળસ મરડી અને બેઠો થયો ...."હું ક્યાં છું?

હું અહિયાં ક્યાથી..?તમે બધા કોણ છો?....સ્કુલના છોકરાવ બધા ક્યાં ગયા..?"

"ઓપરેશન સકસ્સફુલ મીં ઢાંઢા..."વાંગ્યા બોલ્યા ક્ષણે ચંદ્રકાંતનો પરકાયા પ્રવેશ થઇ ગયો અનેમનહર કનૈયાનો આત્મા બની ગયો......ત્રીસ મિનીટની નિ:સ્તબ્ધતાએ અને તાલીયોના ગડગડાટે એટલુ સમજાઇ ગયુ કે તીર નિશાને પે લગ ગયા...હૈ .જજ પેનલ સહિત સૌએ સ્ટેંડીંગ ઓવીએશનઆપ્યુ .....પડદો પડી ગયો ત્યારે મનહરની આંખમા આંસુ હતા "દોસ્ત એક ડાયલોગમા હું અટકી ગયેઅને આગળનુ ભુલી ગયો ત્યારે જે રીતે વાળી લીધુ કેમ ભુલી શકુ ?"

"મનહર હવે તું માસ્તર નથી ...માસ્તરતો સ્ટેજ ઉપરથી ચાલ્યા ગયા...હુ પણ વાંગ્યા નથી....ચાલો સહુબહાર ઓડીયન્સમા બેસીયે...મેકઅપ સાથે એજ વેશમા બહાર ઓડીયન્સમા આવ્યા ત્યારે ફરીથીતાળયોનો ગડગડાટ થયો....

છેલ્લા નાટક પછી તમામ પેનલ જજ સ્ટેજ ઉપર પ્રથમ બીજો અને ત્રીજો નંબર દરેક નાટકનો તથા શ્રેષ્ઠઅભિનયનો...એનાઉન્સ કરવાના હતા.....

"ઉત્તમ સ્કીપ્ટ...ઉત્તમ અભિનય ટીમ વર્ક...આહા વાહ વાહ પ્રથમ નંબરે નાટક "કનૈયાની કાલ ગઇઅને આવે છેથોડીવાર પછી શ્રેષ્ઠ અભિનય ....સહાયક પાત્ર ચંદ્રકાંત સંઘવી...દ્વીતિય સ્થાન.." સ્તબ્ધ પુતળાબની ગયેલાં નાટકનાં પાત્રોને સ્ટેજ ઉપર જ્યારે બોલાવવાના આવ્યા ત્યારે હર્ષાશુંનહીહરખની ગંગાવહેતી હતી. ભાવનગરની ખેલદિલ જનતાએફરીથી સીટીઓ વગાડી ઉભા થઇનેસ્ટેન્ડીંગ ઓવીયેશન આપ્યું જિંદગીનું શ્રેષ્ઠ પારિતોષિક બની ગયું. જેની ઝંખના આખી જીંદગી કરીહતી ,જેના માટે ચંદ્રકાંત આર્ટસ કોલેજમા જવાં માંગતા હતા તે કોમર્સ કોલેજે આપ્યું હતું.ડોગીરીશઠક્કર સાહેબે કહેલા શબ્દો આંખ સામે તરતા હતાતારામાં હશે તો પથ્થર ફાડીને બહારનીકળશે

......

ક્ષણોએ અમને વધુ જવાબદાર બનાવ્યા પણ મિત્રો સાંભળે તોને...? એતો આખી રાત ધીંગામસ્તીને સવારની બસમા અમરેલી પહોંચ્યા ત્યારે બધા ન્યુઝ પેપરમા કોમર્સ કોલેજ ઝગમગ થતીહતી...ચંદ્રકાંતને ઉંચકીને આખી ટીમ કોલેજમા ફરી ...પહેલી વખત ખુશીમા કોલેજમા રજાપડી...ચંદ્રકાંત ડો.ગીરીશસરને પગે પડ્યા ..."સર,અમારામાં શું છે તેની તમને ખબર હતી પણ અમનેનહોતી..."

ગીરીશ સરની આંખો પણ છલકાઇ ગઇ

ચંદ્રકાંત