કોને ભૂલુંને કોને સમરુ રે - 74 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 74

અમારી ગ્રીન રુમમાં એન્ટ્રી થઇ ત્યારે શામળદાસના છોકરા છોકરીઓ ઉછળી ઉછળીને "અમેમહીયારા રે ગોકુળ ગામના "જમાવટ કરી રહ્યા હતા અમારા વાળાને કચ્છા ઉપર દોરીબાંધીને તોરણનીજેમ ડાળખા બાંધી દેવામા આવેલા....મોઢા ઉપર કોલસાની ચીરોડીની રેખાઓ તાણી હતી...બધાએકબીજાના મેકઅપમેન હતા...માથા ઉપર કાળા કપડા બાંધેલા તેના ઉપર પણ ડાળખા બંધેલાહતા...અને મોટા મોટા બાંબુ સાથે તમામ "જંગલીઓ"અટ્ટહાસ્ય કરી ટેંપો ઉભો કરતા હતા....હુંબાહુંબા.....

અંતે સ્ટજપર કર્ટનકોલ પહેલા સહુને ક્યુ સ્ટેપ ક્યારે કરવાનુ છે તેની ફાઇનલ સુચના આપી ગજેરાએપડદા પાછળથી મોટેથી માઇક ઉપર હુંબા હુંબા કર્યુ...અને પરદો ધીરે ધીરે ખુલ્યો ત્યારે ભાવનગરનીકોલેજવાળાએ હુરીયો બોલાવ્યા ખડખડાટ હસ્યા પણ મેરુતો ડગે જેના મનડા ડગે નહી જેવા મજબુતમનોબળવાળા અમરેલીના વીર જંગલીઓએ શીસ્તબધ્ધ બાંબુડાન્સ શરુ કર્યો...પણ હાય કિસ્મત...અમારી ટીમના ગોકળની કમર ઉપર બાંધેલો ડાળખાનો હાર ઢીલો થતો થતો સરકવામાંડ્યો...ગકળની બાજુમા નનકુ અને સામે વિઠલથી રહેવાય નહીએવુ હસવુ આવે....ગોકળ રડવાજેવો થઇ ગયો લાઇટોની લબુક ઝબુક વચ્ચે ગોકળે એક હાથથી ડાળખાનુ તોરણ પકડવા કોશીષકરી પણ અંતે ધાર્યુ ધણીનુ થાય ....ગોકળજી હવે કચ્છામા જનુન પુર્વક સ્ટેપ લેવા માંડ્યા પબ્લીકહસીને બેવડ વળી ગઇ ..હવે ઓડીયન્સ પણ તાનમા આવી હુંબા હુંબા કરવા માંડ્યા....છેલ્લાબાંબુડાન્સમા ગોકળે પરફેક્ટ સ્ટેપ કરીને સહુના મન જીતી લીધા....પરદો પડી ગયો કે દોડીને સહુએગોકળને ઉંચકી લીધો...આમ જુઓ તો માલફંક્શન કહેવાય પણ તેમાં કોઇનો દોષ નહોતો.ગોકળની તોરણની સુતળી તુટી ગઇ હતી....રાત્રે રુમ ઉપર "ગોકળા તે ડબ્બલ સુતળી નહોતીબાંધી..."

"બાંધી હતી ."

તો કેમ આવુ થયુ?"

"ઉપરવાળી સુતળીને નીચેવાળી સુતળી સાથે બાંધવાની એમ કોઇએ કીધુ નહોતુ ગજેરો બધાને બાંધી દેતો હતો ને મારા વખતે ધરાર આવ્યો ...મારો બધા ગજેરાને..."

ચાર પાંચ ટેંટવાથી ગજરાજને શું અસર થાય...? એક સાથે ચારને ઉંચા ઉપાડીને ગજેરાએ ગોળ ફેરવીબોલ્યા તમારા ચારેયનું હુંબા હુંબા કરુ ?

......

આજે છેલ્લા દિવસે ભાવનગર ઝોનની આંતર કોલેજ હરિફાઇમા અમારુ નાટક "કનૈયાની કાલ ગઇઅને આવતી....." ૧૯૬૭ની યાદગાર સાંજ હતી...અમૃત પટેલ સુરેશ સંઘવી લિખિત નાટકનુમુખ્ય પાત્ર મનહર શુકલ માસ્તર હતા...જે સો વરસ પહેલા મરી ગયા હતા.પણ તેના ઉપર અનેકપ્રયોગ કરનાર વૈજ્ઞાનિકો જોવા માંગતા હતા કે કદાચ એવું બંને કે માસ્તર અચાનક સો વરસે જીવતાથાય તો ? તેને કેવી અનુભૂતિ થાય ?તેને સો વરસ પછીની બદલાઈ ગયેલી દુનિયા જોવાની હતી.એનેમોટે મહા વિસ્મય હતું કે આવા અલગ પ્રકારના માણસો અલગ નામવાળામાણસો વચ્ચે હુંકેવીરીતે પહોંચી ગયો ? આજે એમને ભાનમાં લાવવાની મથામણમાં પડેલાં છે આવી અજબકથા લઇને કે કે પારેખ કોમર્સ કોલેજ સ્પર્ધામાં ભાગ લેવા આવી હતી .વૈજ્ઞાનિક વાંગ્યા ઉર્ફે ચંદ્રકાતનીટીમ જેમા રુપેશ નાણાવટી ઢાંઢાંના પાત્રમા હતા કે પી દુધાત,પંકજ પરિખ...એમ આખી ટીમ એકમહીનાની સખત પ્રેક્ટીસ પછી આજે મંચને જોવાની હતી....સેટમા એક ટેબલ જેના ઉપર માસ્તર સુતાછે....બાકીના થોડા વિચિત્ર વેશમાં વૈજ્ઞાનિક વાંગ્યા તૈન સહાયક ઢાંઢા અને બાકીના પુરક પાત્રો....

ભાવનગરની ત્રણ કોલેજો પોરબંદરની બે કોલેજ મોરબીની એક બાકી બે મહિલા કોલેજો એકજુનાગઢની બાહુદ્દીન કોલેજ અમરેલીની બીજી આર્ટસ ને સાઇન્સ કોલોજો વચ્ચેના જંગમાઅમરેલીની કે કે પારેખ કોમર્સ કોલેજનો શું ગજ વાગે....?સહુની એવી માન્યતા હતી પણ ડો ગીરીશઠક્કર જે ચંદ્રકાંતની કોલેજનાં પ્રિન્સિપલ હતા તેમણે પુરી મહેનત કરી એક એક સ્ટેજની પ્રેકટીસકરાવેલી તેમને આત્મ વિશ્વાસ હતો .ચંદ્રકાંતે આખી ટીમને સાબદી કરી હતી...

"જુઓ આપણી દશા અત્યારે નગારખાનામાં તતુડીનો અવાજ ...."જેવી છે આપણા ઉપર છે .તતુડી ઉપર આખુ નગારખાનુ ચાલતુ હોય છે .... યાદ રાખજો .માટે ચીયર્સ....ભાવનગરનેસ્વાભિવીક પોરસાવવા ભાવનગરવાળા ચીયર્સ કરશે પણ આપણું કથાનક એટલું પાવરફુલ છે કેજી જાન સે લડેગેં તો જીત હમારી હૈ . શામળદાસ કોલેજનુંશેતલને કાંઠેનીસુપર એક્ટીંગનેપથ્યમાંથી ચંદ્રકાંતને ધ્રુજારી ગઇ હતી પણ હવે તો બમણું જોશ લગાડવું પડશે.

ચંદ્રકાંત


રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો