કોને ભૂલુંને કોને સમરુ રે - 67 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 67

આગળના કેટલાક અંકમા જે ભિતિ ચંદ્રકાંતને હતી ,તે થવાનુ છે.... નિયતિ છે.ચંદ્રકાંત તેનાસાથીઓ પાંસે બડાશ હાંકે તેને ખુદને અટકાવે છે .સતત એમ લાગે છે કે આત્મશ્લાઘાછે..છલ નથી ,બનાવટ નથી એક અંશ પણ ખોટો નથી પણ આપણે પોતે આપણી સિધ્ધીઓનીવાત કેમ કરી શકાઇ? ચંદ્રકાંતની અંદર જવુ તો પડશે ...આનો તોડ કરવા....ચાલો....

"જો ચંદ્રકાંત,તારી જીંદગીમા કંઇક મેળવ્યુ હોય ,કંઇક હાંસીલ કર્યુ હોય તારે કહેવુ તો છે ,પણફરીથી તને તારી જાતને અહંમના છાબડે ચડતી જોવી નથી બરોબર?"

"હાં .બરાબર."

"જો ક્યારે તારી ધજા તું ફરકાવી લે કારણકે જીંદગીએ તને સુખના બે ચાર દિવસ આપ્યા હતા.પછી સતત તને લોહીઝાણ કર્યો હતોને...?આજે એકોતેર વરસે તારી વાચા એટલે ખુલી છે કે તારીઆવનારી પેઢીને પણ 'કભી ખુશી કભી ગમ'ની વાત કહેવા તો કોને ભુલુને કોને સમરુ રે ચાલુ કર્યુહતુને..? માટે ભયની ઉપર વાર કર .અને લખ કે તારા પણ સારા દિવસો હતા....શરુ હો જા..."

.........

ગુંજન ચાલુ થયુ ....સુંદર નવલીકાઓ વાર્તાઓ સરસ કાવ્યો ગઝલો રમુજો સમાચારો સુવિચાર એટલુપ્રખ્યાત થતુ ગયુ કે આર્ટસ કોલેજની કન્યાઓ સાહિત્ય રસીક વિદ્યાર્થીઓ સવાર સાંજ વાંચવાઆવતા હતા....ક્યારે પ્રોફેસરો પણ નજર મારી જતા...મનહર અને ચંદ્રકાંતની જોડીએ એવોપોઝીટીવ માહોલ બનાવ્યો હતો તેમા ઘણા મિત્રોનો સાથ હતો...

......

"સર,અમારે ગાંધી વિચાર વર્તુળ ચાલુ કરવુ છે...."એક વરસ વિતિ ગયુ હતુ..નવા નક્કોર કોમર્સકોલેજના મકાનમા નવા સાથીઓ સહિત વીસ મિત્રો ડો.ગીરીશભાઇની કૈબીનમા હાજર થયા...

" અમારો નવો મિત્ર પાઠક અને તારાચંદ એનુંસંચાલન કરશે ."

"જો ચંદ્રકાંત,એક પ્રવૃતિ શરુ કરવી અને ચલાવવી વચ્ચે બહુ ફરક છે.તમારુ ફાઉંડેશન મજબુત હોવુજોઇએ ...બધી પ્રવૃતિ હું કરુ કે અમે કરીએ નહી પણ નવા નવા મિત્રોને જોડતા જવાના....તમે કરીરહ્યા છો એટલે ગો અહેડ....મને બહુ ગમ્યું .

નવા ફસ્ટ ઇઅરના ક્લાસમા એક કન્યા સુનયના(નામ બદલાવ્યું છે)એકભૈરવી(નામ બદલાવ્યુછે)એક શ્યામલિ (નામ બદલાવ્યુ છે...)એમ ત્રણ કન્યાઓએ પદાર્પણ કર્યુ હતુ....ભૈરવી અને શ્યામલિ

ગાંધી વિચાર મંચથી પહેલી મીટીંગમા જોડાવા તૈયાર થયા.

ફરીથી ભવ્ય પ્રોગ્રામ થયો અને ભૈરવીના અદભુત કંઠથી "વૈષ્વજન તો તેને રે કહીયે જે પીર પરાઇ જાણે રે..."પાઠક તથા તારાચંદના મનનિય પ્રવચન પછી ચંદ્રકાંતે આભાર વિધી કરી મંચ સંચાલનમનહર શુક્લએ કર્યુ ....

પ્રસંગ પછી કેટલાયે નવા મિત્રો બની ગયા....નનકુ ઝાલાવાડીયા ,ગજેરા...અને તેમના અનેક સાથીમિત્રોની પ્રગાઢ દોસ્તી ....ચંદ્રકાંત ,મનહરની દરેક પ્રવૃતિઓમા હાજર ને હાજર રહ્યા ...કોલેજમા સીટીગૃહ અને પટેલ ખપ એવાં સ્ટુડંટ યુનિટના વખતે ફાંટા પડ્યા .પણ જી એસ તરીકે પટેલ ગૃપના ગજેરાચુંટાયા, ચંદ્રકાંત મનહર અને બીજા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વાળા કાવાદાવાથી દુર રહ્યા. એમનેકોલેજનીવિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રસ હતો .

પહેલો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો ....સુગમ ગીતોની હરીફાઇ. ભૈરવી મુળ મરાઠી બ્રાહ્મણ એટલેગીત સંગીત તેનાં લોહીના વસે .તેણે ક્લાસિકલ સંગીતની શિક્ષા પણ લીધેલી . તેનો મખમલનીઅવાજ સાંભળી સહુ આફ્રીન થઇ ગયા . ભૈરવીએ સ્પર્ધામાં ગીતથી ચાર ચાંદ લગાવી દીધા...”પગ ઘુંઘરુ બાંધ મીરા નાચી રે...”સહુને ડોલાવી દીધા.સ્પર્ધા પુરી થઇ અને પરિણામ ઘોષિત થયા ત્યારેભૈરવી પ્રથમ આવી હતી . પહેલી વખત સાવ નજીક આવીને ભૈરવીએ ચંદ્રકાંત મનહરજી ઉભા હતાત્યાં આવી ને પુછ્યુસાચુકહેજો ચંદ્રકાતભાઇ મનહરભાઇ મેં ખરેખર સરસ ગાયું હતું ? ચંદ્રકાંતે કહ્યુંકે મને ખબર નહોતી કે આપણી કોલેજમાં તમારાં

ચંદ્રકાંતભાઇ હું તમારાથી નાની છું મને તમે તમે નહી તું કહેવાનું ,મને ગમશે હું તમારો અભિપ્પ્રાયપુછતી હતી ,બોલો

સાચુ કહું છું કે તમારા ખરજ સ્વરમાં જે મીઠાશ છે જે સંગીતનું જ્ઞાનને ગીતની પસંદ છે બધ્ધુ મળીનેઅદ્ભુત

અચાનક ચંદ્રકાંત ખુલીને બોલ્યા ત્યારે સ્ત્રી મિત્રોનો ડર દુર થયો હતો .હવે આંખોમા એક અજીબખેચાણ આવ્યુ હતુ...દરરોજ મળતાં ભૈરવી અને શ્યામલિ...મનહર અને ચંદ્રકાંત સાથે આત્મિયસંબંધમાં પલટાવા લાગ્યા.હવે રીસેસમા ટપ્પાટોળ મસ્તી ફક્ત ચાર્ર જણની ટોળી રંગીન ફુલોનીશોધમાં ભટકતા ભમરાઓની સહેજ અંતર રાખતા થઇ ગયા .ચંદ્રકાંત ભૈરવી તથા શ્યામલી કોલેજનીપાછળનાં રસ્તેથી અવારનવાર વાતો કરતા હસતા હસાવતા ધર સુધી જતાં .હવે તો ચંદ્રકાંતને કોઇભય હતો ભૈરવી કે શ્યામલીને .

ક્યારેક જોઇને મીઠી ઇર્ષામાં દોસ્તો જલી જતા . સંબંધો ચંદ્રકાંત માટે વિજાતિય દોસ્તીમાંપલટાયા હતા...તેમનો પોતાનો નવો આત્મ વિશ્વાસ આવ્યો હતો .

અચાનક તેમા એક નવુ પાત્ર ભળ્યુ "અહિંસાચંદ્રકાંતના ઘર બાજુના કન્યા છાત્રાલયમા નવી અહિંસાનામની કન્યા આવી અને કોમર્સમા દાખલ થઇ તેમા ....


ચંદ્રકાંત