કોને ભૂલું ને કોને સમરું રે - 43 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલું ને કોને સમરું રે - 43

એ  વરસે ઘરની સામે  ડો.જીવરાજભાઇ મહેતાના બંગલામા  પદ્મશ્રી પ્રતાપરાય ગીરધરલાલ મહેતાની આર્ટસ કોલેજ ચાલુ થઇ .ડો.વસંત પરિખ  અને મુનીમ સાહેબ સહીત થોડા પ્રોફેસરો સાથે શરુ થઇ .અંહી યાદદાસ્તમા કંઇક ભુલ ન હોય તો શાંતિનીકેતનથી ટોળીયા સાહેબ પણ કોલેજ સાથે જોડાયા હતા...રવિન્દ્ર સંગીતના અદભુત મરમી.

એ દિવસે પંદરમી ઓગસ્ટ કદાચ હતી . મંડોરા થિયેટર નજીક કંસારા બજારને છેડે એક વિશાળ મંચ બાંધવાનાં આવેલો . એ જમાનાં મા ઘોડાગાડીમાં આઝાદી દિનનિમિત્તે અમરેલીમાં મફત નાટકનો શો ની જાહેરાત થઇ હતી .માનવ મેદની ઉતરાતી હતી .અવારનવાર થતા સાંસ્કૃતિક કાર્યક્રમમા એક નાટક જેમા કનુભાઇ સૂચક ,ચંદ્રકાંતનાં નાનામામાં  મોટીબેનો અને ચંદ્રકાંત મુંગા પાત્ર તરીકે નક્કી થયા. નાટક દેશભક્તિના રંગે રગાયેલા યુવાનોનુ હતુ .નામ હતુ "જબ મુર્દે ભી જાગતે હૈ.." 

નાટકમાં કનુભાઇ  મામા વિનુભાઇ બધા આઝાદીના લડવૈયાઓ બન્યા હતા.એક સીનમાં નાનકડા ચંદ્રકાંતને ઉંચકીને અભિનેતા કહે છે "દેખો યે ટુટી ફુટી હડ્ડીઓંકા ઢાંચા .."પછી નીચે મુકી દે છે. ચંદ્રકાંતનો એ પહેલો સ્ટેજ પ્રવેશ હતો પણ મૌન એન્ટ્રીહતી !!

છેલ્લે રવિન્દ્રનાથ ટાગોરની અવિસ્મરણીય રચનાનુ ગુજરાતી ભાષાંતર ,ટોળીયા સાહેબનો ઘૂઘવતો કંઠ અને કોરસમા ગવાયુ "આયોરે...આયો આયો રે બજવૈયો આયોરે...સુક્કાવાંસની બંસીમાંયે સાત સુરને લાયો રે...એના કંઠે ઝુલા લેતી કેરબાંકેરી યાદ...સુર શોધવા ઉડી હવાયે વાંકડીયાળી વાત...આયોરે..."બસ પડ્યા પડ્યા સ્ટેજ ઉપર આ શબ્દોએ એવા ધેનમા નાખી દીધેલો કે ચંદ્રકાંતને એ આખુ દ્રશ્ય  સ્મરણ પટપર અવારનવાર આવ્યા કરે ..એ શબ્દો અને ટોળીયાસાહેબને સિતાર સાથે સાંભળ્યા  માણ્યા એ  કેમે કરીને નથી વિસરાતુ....

........

ઉનાળાનું  વેકેશન પડ્યું હતું .ગાંધી વિચાર પ્રસાર  શિબીરની જાહેરાત છાપામાં વાંચી..."શારદાગ્રામમાં  સાત દિવસનો શિબીર...જ્ઞાનસાથે ગમ્મત ગાંધી વિચારપ્રસાર”

"ભાઇ મારે જવુ છે...."ચંદ્રકાંત

જગુભાઇના આઝાદીની લડાઇના મિત્ર માંગરોળના બાલવાડી ચલાવતા વીરસુંતભાઇનો સંપર્ક કરવાનો હતો એટલે બાપુજીએ ફોન લગાડી વાત  કરી અને નક્કી કરાવી દીધુ ... થોડી નોટબુકો કવિતાની બુક ઉલાળીયો...નાનકડી બેગમા કપડા અને શિબીર ફી બસમા આવવા જવાના પૈસા ભરાઇ ગયા..

વેકેશનનો પહેલો દિવસ હતો.વહેલી સવારે  નાનકડી બેગ સાથે ઘોડાગાડીમા  જગુભાઇ મુકવા આવ્યા..."ધ્યાન રાખજે..."પૈસા બેગ સંભાળજે .કંડક્ટરને જગુભાઇએ કહ્યુ “લાસ્ટ સ્ટોપ માંગરોળ ઉતારજે....ભાઇ"ચંદ્રકાંતનો એ પહેલો એકલો પ્રવાસ હતો.

.......

માંગરોળ અગીયાર વાગે પહોંચ્યા ચંદ્રકાંત પહોંચી ગયા ...આજુબાજુ પુછ્યુ "વિરસુતભાઇ? વિરાયતનવાળા ...?"

જો સામ્મે દેખાઇછે ઇ બંગલો વિરસુતભાઇનો ..."

"નમસ્તે કાકા હું ચંદ્રકાત જગુભાઇ સંધવી અમરેલીવાળાનો નાનો દિકરો..."

કાળી ગોળ દાંડીના ચશ્મા પહેરેલા ખાદીના ધોતીઝબ્બાવાળા વીરસુતકાકાએ ચંદ્રકાંતને જોયો ...માપ્યો...

"આવ આવ...અરે સાંભળ જો જગુભાઇનો દિકરો શિબિર માટે આવ્યો છે, એ જરી સ્વસ્થ થાય એટલે જમાડી દે જે બપોરના બે વાગે મનસુખરામ બાપાની જીપ બધા શિબિરવાળાને લેવા આવશે તેમા બેસાડી દેજે.."અટલુ બોલી લખવામાં પડી ગયા...એમને બંગલો એટલે બાળકો માટેની બાલવાડી.નાના હીંચકા હતા લપસીયા હતા..પણ બાળકો વેકેશનના હિસાબે  વિરાયતન બાલમંદિર વિરાન હતુ...ચંદ્રકાંતે થોડીવાર લટારો મારી હીંચકા ખાધા .થોડીવારમા કાકીએ જમવા બોલાવ્યોએટલે ચંદ્રકાંત જમવા બેસી ગયા …શારદાગ્રામની જીપ આવી ગઇ હતી એટલે જમીને કાકા કાકીને પગે લાગી વિદાય લીધી ત્યારે વિરસુંતભાઇએ મનસુખરામ બાપાને ચીઠ્ઠી લખી આપી હતી તે ચંદ્રકાંતને આપી..જીપમા શિબીરાર્થીઓ માટેનો સામાન ભરાઇ ચુક્યા હતો.ચંદ્રકાંતને આગળ બેસાડવામા આવ્યો ત્યાં ધડાધડ ચંદ્રકાંતની ઉમ્મરની ત્રણ છોકરીઓ  અને બીજા બે વડીલ દેખાતા અજાણ્યાઓ જીપમા ચડી ગયા...એક ગોળમટોળ બેન હતા એક સુકલકડી દાઢીવાળા તેજસ્વી ભાઇ હતા...જીપ સ્ટાર્ટ થઇ તે પહેલા એ સુકલકડી  ભાઇ બોલ્યા "મારુનામ અરુણ ભટ્ટઅને આ છે મારી પત્ની મીરા ભટ્ટ..."

ચંદ્રકાંત ભુમિપત્રમા બન્નેના લેખો હંમેશા વાંચતા ..ઓહોહો..આ છે ભાવનગરથી  આશા અને પ્રેરણા અને આ મુંબઇથી હેમાંગીની ...

"હુ ચંદ્રકાંત સંઘવી અમરેલીથી.."  અરુણભાઇ પાછળ બેઠા હતા તેમણે  કહ્યુ "વાહ સરસ."

ચંદ્રકાંતે પાછળ મોઢુ ફેરવી ત્રણ તેની ઉમ્મરની છોકરીઓ ઉપર ઉપલક નજર કરી મોઢુ ફેરવી લીધુ..પણ આ ત્રણ છોકરીઓ ચંદ્રકાંતને જોઇ રહી…”કેટલો સીધોસાદો છોકરો છે નહી?”

“તેની  આંખ જો કેટલી મોટી નીલી આંખો છે  સા ભોળો લાગે છે”

“મને તો એમ લાગે છે ભોપો હશે !”

ત્રણેય છોકરીઓ બહુ બોલકી હતી એટલે  કિલબિલાટ  શરુ થયો...ચંદ્રકાંતની ખામી  અભિવ્યક્તિની  હંમેશા રહી.કોઇ છોકરો બોલાવે તો બોલાય કદાચ સામેથી પણ બોલાવે પણ છોકરી બોલાવે તો ? તેને છોકરીઓની અંદર અંતરની ધુસપુસ સંભળાતી હતી …”ઓ ચુલબુલી ચકલીઓ મારો સમય આવશે ત્યારે જ જવાબ આપીશ”ચંદ્રકાંત સ્વગત બોલ્યા..

 

રેટ કરો અને રિવ્યુ આપો

ashit mehta

ashit mehta 1 વર્ષ પહેલા

શેયર કરો