ચંદ્રકાંત ડાબોડી એટલે ડાબી બાજુથી ધોબીપછાડ કરીને કુસ્તી જીતવાના સપના જોતા હતા પણ હાયે હાયે..રમણચચ્ચા પણ ડાબોડી અને બહુ સીનીયર અખાડીયન હતા...ચંદ્રકાંતે બહુ બધુ તેલ ચોપડી ચચ્ચાની પક્કડમા નઆવવાના કારસા કરેલા .ઓછામા પુરુ ચંપકકાકાને સીટી મારતા જોઇને તેને બહુ હસવુ આવી ગયુ...રમણે હાથ મિલાવી અને જંધા ઉપર થાપી આપી ...ચંદ્રકાંતે પણ જંધા ઉપર થાપી આપી ...સ્વર્ગના દેવતાઓ આ કુસ્તી જોવા ભેળા થયા હતા....રમણ ચંદ્રકાંતના હાથ પકડવા આગળ વધતા હતા ચંદ્રકાંત પાછા પગે પાછા જતા હતા ...રમણને બહુ હસવુ આવી ગયુ ..."લે ચાલ કુસ્તી કર.."
ચંદ્રકાંતે પડકાર ફેક્યો "કરો કરો"
"કોની હીરે કરુ?તું તો પાછળ ભાગે છે..!"
"ઇ મારી સ્ટાઇલ છે..."
ત્યાંતો ચિત્તાની ઝડપે રમણ ચચ્ચાએ ચંદ્રકાંતના બન્ને હાથ પકડી પગની આંટી મારી ધડામ કરી દીધા..
દેવો આકાશમા પાછા ચાલ્યા ગયા...રમણ ચચ્ચા પહેલા નંબરે ઘોષિત થયા અને ચંદ્રકાંત બીજા નંબરે..!!
ચંપકકાકા ચંદ્રકાંતને જોઇને હસતા હતા પણ એમને અખાડાના જાહેર કાર્યક્રમમાં ડબલ બાર્સ ઉપર ખેલ કરવા ગયા ને લપટી પડેલા એ ચંદ્રકાંતને બરાબર યાદ હતુ...આ કાર્યક્રમમા પહેલેથીજ માઇકમા સતત એનાઉન્સ થતુ હતુ કે વયોવૃધ્ધ ચંપકભાઇ મુલાણી અંગકસરતના ખેલ કરશે અને આવો ભગો થયેલો...
…….
આ ચંપકભાઇ મુલાણીની દુકાન ચંદ્રકાંતની દુકાનની બરોબર સામે પડે ...ચંદ્રકાંતના કાકા અને એમના શાગીર્દ તરીકે ચંદ્રકાંતએ દિવસે દુકાન બહાર ઓટલે બેઠા હતા...ચંદુભાઇ આજે જો આપણા ચંપકભાઇની મજાક કરવી છે હોય તું જોયા કરજે .સવારે ચંપકકાકાએ દુકાન ખોલી એને ઝાપટયાથી ધુળ સાફ રોજની જેમ કરી ઝાડુ માર્યું .ઝબ્બા ઉપર ઉકેલી રજ બરાબરઝાપટી અને તેમની સાડા ત્રણ પાયાની ખુરસીને ભીંતને ટેકે ઉભી રાખી .ખખડધજ ટેબલ ઉપર દસ બાર બોટલ ગોઠવી સામેની હલબલ થતી ખુરસીના પાયા સુતળીથી ટાઇટ કર્યા અને અમારી દુકાનેથી માગેલુ છાપુ વાંચતા બેઠા હતા ...તેમના બાસ્તા જેવા સફેદ ધોતી ઝબ્બા અને સોનેરી ફ્રેમ વચ્ચે પોપટની ચાંચ જેવુ નાક ગોઠવાયેલુ હતુ ...દેખાવમાં બહુ પ્રભાવશાળીલાગતા ચંપકકાકાને ન જાણેકેમ કંઇઅપંશુકનની ગંધ આવી ગઇ.શંકિત નજરે ચંદ્રકાંત અને પુરણકાકા બન્ને સામે શંકાથી વારંવાર જોયા કરતા હતા એટલે પુરણકાકાએ ચંદ્રકાંતને કહ્યું “હાલ આપણીદુકાનની અંદર બેસીને જોઇએ.ક્યારનોકેકડો આપણી સામે ડોલકાકીડાની જેમ ડોલતો ડોલતો જૂએ છે.તેમના દવાખાના બહાર બોર્ડ મારેલુ કમજોરી કમ તાકાતના નિષ્ણાત વૈદ્યરાજ ચંપકભાઇ મુલાણી.
…….
ચંદ્રકાંતની દુકાનમાં પટેલો અનાજનો હિસાબ કરી પૈસા લઇને હટાણું કરવા જાય. બાધાભાઇ પટેલે અમારા મહેતાજીને પુછ્યુ "એ મુળજીભાઇ આ વત્તુ કરાવવુ છે તો ક્યા કરાવુ...?"
આ તક ઝડપી લેવામા આવી...ચંદ્રકાંતે કહ્યુ "બાધાભાઇ જુઓ આ સામે જ દુકાન છે..."
બાધાભાઇ રસ્તો ક્રોસ કરીને ચંપકભાઇની દુકાનમા પ્રવેશ્યા ત્યારે અમારી દુકાનનો ઓટલો ખીચોખીચ તમાશો જોવા ભરાઇ ગયો...
બાધાભાઇએ માથા ઉપરથી ફાળીયુ કાઢ્યુ ..ટેબલ ઉપરથી પુઠુ લઇ વાહર ખાતા કહ્યુ .."હાલો હવે શરુ કરો મારે મોડુ થાય છે..."ચંપકકાકા ગ્રાહક આવ્યાના ઉમંગમા કાંડુ પકડવા ગયા...
"એ ભાઇ કાંડુ હું પકડો છો ?વત્તુ આમ થોડુ કરાય? કાતર અરિસો કંઇ નથ્ય રાખતા?"
લાલધુમ ચંપકકાકા ધ્રુજવા લાગ્યા ...એમના તીણાં તાર સપ્તકમા નાગરને છાજે તેમ બાધાને ઉભો કર્યો..."તમને આ હજામતની દુકાન લાગે છે? અ સંસ્કારી અશિષ્ટ.”
બાબાભાઇ બધવાઇ ગયા …શું કેસ? કાંઈ હમજાય એવું બોલને બાપા ..”
બાધો પુરણકાકાનીદુકાન બાજુ ફર્યો ત્યારે ઓટલો સાવ સુમસામ હતો ...
“તમને આ હજામનીદુકાન લાગે છે ? હું હજામ લાગુ છું ?ચંપકલાલ ધ્રુજવવાની હદ વટી ધૂણવા સુધી પહોંચી ગયા.
જોવો કાકા આમ તો તમે હારાઘરના લાગો સો .કપડાંને ઊજળા બાસ્તા જેવા પેર્યા સે બાકી તમારે ત્યાં ટેબલ સે ખુરસી સે તો ઇંવું નો લાગે ?કવ સું”
“ચુપ બિલકુલ ચુપ” લાલ લાલ ચંપકકાકા હિંસક બની શકે તેમ નહોતું બાધાનું કસાયેલું પડછંદ શરીર જોઇને ચંપકકાકા ચંશ્મા ઉંચાનીચા કરતા કપાળે જામેલાં પ્રસ્વેદ બિંદૂઓ લૂછવા ખીસ્સામાં હાથ નાંખે છે બાંધો સરકી જાય છે જતાજતા બોલ્યો,
"તે વત્તુ ન કરતા હોય તો ના પાડોને એમા રાતાપીળા હુ થાવાનુ ?કંઇ મફત નહોતુ કરાવવુ ...બાધો સરકી ગયો ...ચંપકકાકાનાં ઝાપટીયોનો ધા ચુકવીને...
ત્યાર પછી મોટા અવાજે સામેની પુરણકાકાની દુકાનમાંથી મેદનીનીં ચીચીયારી જયઘોષ થયો “ચંપકભાઇ જીંદાબાદ ચંપકભાઇ જીંદાબાદ..”
ચંપકકાકાને પહેલા નસમજાયું કે સાલું મે કંઇ પટેલને માર્યો નથી .કુસ્તી કરી નથીતો પુરણભાઇની દુકાનને ઓટલે અટલા બધા ભેગા થઇને મારો જયઘોષ કેમ કરે છે?એટલે ના સમજમાં ચંપકભાઇ બહાર આવી બાંધાને હાથ હલાવીને અભિવાદન કરતા હતા .ચંપકકાકાએ ધ્યાનથી જોયું..”આ તો પેલો પટેલ પણ જય જય કરે છે…!!!
એ ચંપકકાકાની ચંદ્રકાંતને યાદ આવી ગઇ...