With consent. books and stories free download online pdf in Gujarati

સંમતીથી.

અમે બંને એકબીજાની સંમતિ થી અલગ થઇ રહ્યા છીએ. વાત કઈ નથી પણ હવે પહેલા જેવી વાત નથી. જો કોઈ સમયે એવુ લાગે કે સંબંધમાં મીઠાસ નથી. પહેલા જેવું લગાવ નથી. તો પછી એ સંબધો વધારે ખેંચવા એના કરતા કોઈ સરસ સમયે એને છોડી દેવું જોઈએ. જે સમય સાથે રહ્યા એ ગોલ્ડન પિરિયડ હતું. એ સમય કેવી રિતે વીતી ગયું અથવા ગાયબ થઇ ગયું એ સમજ માં નથી આવતું. મિતેષ સાયકોલોજી્સ્ટ ની સામે એક જ સાંસમાં બધું બોલતો હતો. એની સામે શહેર ના ફેમસ માનોવૈજ્ઞાનિક હતા જય પંડ્યા. પંડ્યા સાહેબે એને બોલવા દીધો. મિતેષ થોડુંક રોકાઈ ને પાછુ કહેવાનું ચાલુ કર્યું. અમે બંને એક પ્રસિદ્ધ કંપની માં ઉંચા હોદ્દા ઉપર છીએ. અમારી પ્રથમ મુલાકાત આમ તો ખુબ જય રોમાંચક હતી. અમે બંને અલગ અલગ કંપનીના ટેન્ડર લઇ એક મિટિંગ માં મળ્યા હતા. અને અમે બંને એ ખુબ જ કોશિશ કરેલ કે ટેન્ડર પોત પોતાની કંપની ને જ મળે. અને એ માટે અમારા બંને ની વચ્ચે થોડીક રક જક પણ થયેલ. એ મુલાકાત પછી કુદરતી રીતેજ અમે એક બીજા ને મળતા રહ્યા. પછી નંબર ની આપ લે થઈ અને અમે વાતો કરવા લાગ્યા. એક જ ફિલ્ડ માં હોવાથી અમારી વાતો કલાકો સુધી ચાલતી. રાતો ક્યાં જતી હતી એ પણ ખબર ન પડતી. કેરિયર ની શરૂઆત હતી, હજુ ઘણું આગળ જવાનું છે અને એમાં રિયા જેવા સાથી નો સાથ મળે એ મારાં માટે ખુબ જ મોટી વાત હતી. લ્યો સાહેબ મેં તમને એનું નામ તો કહ્યું જ ન હતું.! એનું નામ રિયા ચતુરવૈદી. પછી તો ધીરે ધીરે અમે બંને ને અમારી ટેવ પડી ગઈ. એક મલ્ટી નેશનલ કંપનીમાં જાહેરાત આવતા અમે બંને એ સાથે એપ્લાય કર્યું અને અમે બંને એક જ કંપનીમાં જોઈન થઈ ગયા. અને લગ્ન કરતા પહેલા બન્ને 2 વર્ષ રિલેશનશીપ માં પણ રહ્યા. સાથે ઓફિસે જવું. આવવું. સાથે લંચ લેવું. ક્યારેક ઘરે થી બનાવેલ લંચ ગાર્ડન માં જઈ ને ખાવુ. રિટર્નમાં સાથે આવવું. ક્યારેક કાર ની જગ્યાએ બાઈક લઇ જવું. ક્યારેક એક સાથે ઓફિસ માંથી રજા લઇ ફરવા જતા રહ્યું. ખુબ જ એન્જોય કર્યું. એક વાત કહ્યું જયારે ઓફિસ માં અમે બન્ને ને જોઈ લોકો ને જલન થતી ત્યારે મને ખુબ જ મજા આવી જતી. જયારે લોકો ને ખબર પડી કે અમે હસબન્ડ વાઈફ નહિ પણ રિલેશન માં છીએ ત્યારે તો કેટલાક લોકોને વિશ્વાસ જ ન થયું.

પણ હવે આ બધું બંધ કરવું છે. હવે એવુ લાગે છે કે અમે બન્ને એક બીજા માટે છીએ જ નહિ. એને વારંવાર લગ્ન માટે કહ્યું પણ એને અત્યારે લગ્ન કરવા નથી. છેલ્લા એક વર્ષમાં છ વાર એને અલ્ટીમેન્ટ ડેટ આપી લગ્ન માટે પણ ખબર નહિ એ નાજ પાડે છે. એને મારી સાથે રિલેશનશીપ માં કોઈ પોબ્લેમ નથી. તો પછી લગ્ન ન કરવાનું કારણ શું હોઈ શકે? એ મારી સમજ બહાર છે. અને એ જ વાત લઇ હું થોડો ટેંશન માં હતો એટલે જ આપની પાસે આવી ગયો.

હમ્મ.. ડોક્ટર પંડ્યા એ મિતેષ સાથે અલગ અલગ વાત કરીને કહ્યું કે એ રિયા ને મળવા માગે છે. બીજા દિવસ રિયા સાથે સમય નક્કી કર્યું. રિયા સાથે ડૉક્ટર વિગતે વાત કરી. રિયા ની વાતથી ડૉક્ટરને એવુ લાગ્યું કે રિયા કદાચ પાસ માં બનેલી કોઈ ઘટનાને લીધે રિલેશનશીપ ફોબીયા થી પીડાય છે. અને એના લીધે જ એ મિતેષ સાથે રિલેશનશીપ તો રાખે છે, પરંતુ એને એક જાત નો ભય રહે છે કે જો એ લગ્ન કરશે તો કદાચ મિતેષ ના રૂપ માં મળેલ કેરિંગ ફ્રેન્ડ એ ખોઈ દેશે. બસ આજ કારણે તે લગ્ન કરવાની ના પાડે છે.

જ્યારે ડોક્ટરએ આ વાત મિતેષ ને કહી તો એ વધારે ટેન્શનમાં આવી ગયો. એને ટેન્શનમાં જોઈ ડોકટરે એને શાત રહેવા જણાવ્યું. થોડી વાર પછી મિતેશ ધરે જવા રવાના થયો એ જ્યારે ઘરે પહોંચ્યો તો રિયા તૈયાર થઇને બેસી હતી. એ કદાચ બહાર જવાની તૈયારી કરી રહેલ હોય એવું લાગ્યું. મિતેષ એને જોઈ થોડી સ્માઈલ આપી. સામે રીયાએ પણ એજ પ્રતિભાવ આપ્યો. અને કહ્યું કે ચલ જલ્દી તૈયાર થઇ જા. આપણે આજે બહાર ડીનર લઈશું. મિતેષ હંમેશા એના સ્વાભાવ પ્રમાણે જ ઉત્તર આપ્યો તૈયાર શું થવાનું ચાલ જઈએ. બોલ કારમાં જવું છે કે બાઈક ઉપર. કાર માં જઈએ મારે તારી સાથે વાત પણ કરાવી છે તો કાર ઠીક રહેશે. બંને ગેટ ઉપરથી જ બહાર આવી ગયા. અને કારમાં ગોઠવાયા . રિયા કઈ કહેવા લાગી તો મિતેશે એના હોઠ ઉપર આંગળી મૂકી કહ્યું બહુ સમય છે આપની પાસે આરામથી વાત કરીશું અને ગાડી ચાલવા લાગી.

વાત કેટલી જરૂરી છે એની ગંભીરતા એ જાણતો હોવાથી સીટીની ભીડભાડ વાળી જગ્યામાં જવાને બદલે એને હાઈ-વે ઉપર ગાડી હાંકી. થોડીક વાર પછી તેઓ હાઈ- વે નાં એક શાંત ઢાબા ઉપર હતા. તેઓ ત્યાં ખાટલા ઉપર ગોઠવાયા એવું જ મિતેશે કહ્યું કે રિયા તું કઈ કહે એ પહેલા મારી વાત સાભળ. જો આપને બંને એ ખુબ જ સરસ સમય સાથે વિતાવ્યું છે. અને એ સમય એવો છે કે હું તો નહિ જ ભૂલી શકું. કદાચ તારા માટે પણ એ સમય ભૂલવું મુશ્કેલ હશે? પણ આપને હંમેશા આ રીતિ લીવ ઇન માં નથી રહી શકતા. આપના સંબધો સ્વીકારે એટલો મેચ્યોર સમાજ મારું પણ નથી અને તારું સમાજ પણ નથી. આ રીસ્તાને કઈક તો નામ આપવું પડે અને એમાં તે લગ્ન કરવા જરૂરી છે. તારી અંદર જે ડર છે એ હું સમજી શકું. આપને એક કામ કરીએ છ મહિના માટે બંને અલગ થઇ જઈએ તારે વધારે મહેનત કરવાની જરૂર નથી. હું મારું ટ્રાન્સફર બીજી સીટી માં કરાવી લઈશ. તું અહિયાં જ રહે. અને આ છ મહિનામાં જો તને એવું લાગે કે તું મારા વગર રહી શકે છે તો તું આજથી જ છૂટી મારાથી. અને આ સમયમાં એવું લાગે કે તું મારા વગર રહી નથી શકતી તો હું તો તારી રાહ હંમેશા જોવાનું છું. ગમે તે સમયે તું મારી પાસે આવી શકે છે અથવા મને તારી પાસે બોલાવી શકે છે.

એક જ સ્વરે બોલેલા મિતેશ નાં શબ્દો ઉપર રિયા ને થોડીવાર તો સમાજ નાં પડી. ધીરે ધીરે બંને એ જમવાનું પૂરું કર્યું અને પાછા ઘરે રવાના થયા. રસ્તામાં કોઈ કઈ બોલ્યું નહિ. બીજા દિવસે રજાનો દિવસ હોવાથી બંને આરામથી જાગ્યા. મિતેષ વહેલા જાગી ગયો. જો કે એને તો આખી રાત ઊંઘ જ નથી આવી. બાજુમાં સુતી રીયાને એકવાર જોઈ અને એ કિચન માં ગયો. સવાર નો નાસ્તો એને જ બનાવી લીધો. એટલી વારમાં રિયા નીચે આવી ગી. મિતેષ સોફા ઉપર ચા લઇને બેસ્યો હતો. રિયાને જોઈને એને કહ્યું કે તારી બ્લેક કોફી બનાવી છે આવીજા સાથે પીઈએ. રિયા બાજુમાં આવી ને ગોઠવાઈ ગઈ. મિતેશે એને કહ્યું કે મારે સાંજની ફ્લાઈટ છે અને આજે આખા દિવસમાં થોડીક પેકિંગ કરી લઈએ. કઈ વધારે લઇ નથી જવું હું ત્યાં કોઈ PG માં રહીશ. તારે મારી જ્યારે જરૂર હોય કહેજે હું આવી જઈશ અને પંદર દિવસ મહિના માં તો આપને એક વાર મળીશું જ .

આ વાતને એક મહિનો થવા આવ્યો અને બંને અલગ થયાને પણ મહિનો થયો. ધીરે ધીરે રીયાને લાગવા માંડ્યું કે એ કઈક ગુમાવી રહી છે. રોજ ઓફિસે સાથે આવવું જવું. જમવાનું બનાવવા માટે ની મીઠી તકરારો ઉપરાંત ઊંઘવાની જગ્યા માટે લડાઈ કરવી એ તેને બધું યાદ આવવા લાગ્યું. મિતેષ ગયો એના પછી પહેલીવાર એકલી મોલમાં ગઈ અને સામાનની ખરીદી કરતી વખતે એને સતત એવું લાગ્યું કે મિતેષ એને બતાવી રહ્યો છે કે કઈ વસ્તુ હજુ લેવાની બાકી છે. સવારે ઉઠી ને માત્ર પોતાના માટે ચા બનાવી એકલા નાસ્તો કરવો એ એને જરાય ફાવ્યું નહિ. ઓફીસમાં લંચ લઇ જવાનું તો એ ભૂલી જ ગઈ હતી. ઓફીસમાં પણ બધા લોકો એને મિતેષ વિષે પૂછ્યા કરતા. કેટલાક તો અંદરો અંદર વાત પણ કરતા કે બંને ને બ્રેક અપ થઇ ગયો છે. આમ તો મિતેષ ટુર ઉપર હોય તો દિવસ માં ૧૦ ફોન કરતો હતો પરતું આજે મહિનો થવા છતાં એનો ફોન આવ્યો ન હતો. એના વગર રિયાને બિલકુલ ફાવતું ન હતું. એ સતત તણાવ માં રહેવા લાગી. અને લાગ્યું કે મિતેષ વગર એને જરાએ ફાવતું નથી. અને હવે તો એ સમય હતો કે એને એવું લાગ્યું કે હવે એ પોતાનો ઈગો સાઈડ માં રાખી મિતેષને ફોન કે મેસેજ કરે. અને એને કહે કે અહિયાં આવી જા. મને તારા વગર ફાવતું નથી. અને એને મિતેષ ને ફોન લગાવ્યો. આખી રીંગ વાગી પરતું કોઈએ રીપ્લાય આવ્યો નહિ.. એને ફરી ટ્રાય કર્યું પણ કોઈ જવાબ નહિ મળતા રિયા ટેન્શનમાં આવી. આમને આમ ૨૦-૩૦ મિનીટ વીતી ગઈ. અને ડોરબેલ નો અવાજ રિયાના કાને પડ્યો. અત્યારે સાડા દસ વાગે કોણ હશે. એ વિચાર સાથે રીયાએ કી-હોલ માંથી જોયું. એને વિશ્વાસ ન થયો કે સાચે જ સામે મિતેષ છે? પણ મિતેષ કેવી રીતે? એ તો બીજી સીટી માં છે જે અહિયાંથી ફ્લાઈટમાં પણ બે કલાક દુર નો રસ્તો છે. એના વિચારોને બ્રેક લગાવતી ડોરબેલ ફરી વાગી. એને તરત દરવાજો ખોલ્યું. સામે મિતેષ એજ સ્માઈલ આપતો ઉભો હતો. રિયા એને જોઈ રહી. મિતેષ એને ભેટી પડ્યો. એના શ્વાસ ઉપરથી લાગતું હતું કે એ રડે છે. રિયા પાસે બોલવા માટે કઈ ન હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED