સંદેસ પ્રેમ અને શાંતી નો Hemant Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સંદેસ પ્રેમ અને શાંતી નો

સંદેશ એક જે ત્યાથી લઈ ને આવ્યા,પ્રેમ  પ્રેમતો એક મોહીમ છે, એનો અંત જીવનનો અંત શૃષ્ટીનો અંત, જીવન ચક્રનો અંત, જયારે કોઈનો શુધ્ધ પ્રેમ શીષ્ટાચાર બને છે, તો પથ્થર જેવી કે જેવા પથ્થર પણ પિંગળી જાય છે, 
પ્રેમનો પ્રયાય ફક્ત ને ફક્ત પ્રેમ છે, શુધ્ધ નિર્મળ પ્રેમ, 
તેને તમે ભૌતીક શુખ સાધન સંપતીથી જોડો મોજ શોખથી જોડો તમારી જરૂરિયાત પુરી કરવાના ઈરાદાથી કરો, તે પ્રેમ નથી , કદાપી નથી, જરૂરી નથી, મા બાપ ભાઈ બહેન પતી પત્ની પુત્ર પુત્રી એતો પરીવારનો પ્રેમ થયો ,લોહીનો સંબંધ થયો, પ્રેમના ઉદાહરણ, કૃષ્ણ અને સુદામા, રાધા અને શ્યામ, મીરા અને મોહન, સાઈ અને શેરડીની પ્રજા, ભક્ત પ્રહલાદ અને નરસિંહ અવતાર શ્રી વિષ્ણુ, માતૃ ભુમી પ્રેમ ,આઝાદી માટે કેટકેટલાએ સહાદત વોરી, મહાત્મા ગાંધી નો પ્રજા પ્રેમ દેશ પ્રેમ, અને લોક ચાહના મહાત્મા ગાંધી પ્રત્યે, 
વિશ્વનું શર્વશ્રેષ્ઠ ઉદાહરણ પ્રેમનું રાધા કૃષ્ણની જોડી ત્યાગ અને બલીદાન , જે આજે પણ આપણામાં જીવંત છે, અરે એતો મહા અવતારી શ્રી વિષ્ણુ ના અંશ હતા, પ્રેમ ત્યાગની સાક્ષાત મુરત જેને આઈ ખોડલના નામથી ઓળખો છો, એમનું નામ શેણી, અને એમનો સાથી વીજાણંદ , ભર જવાનીએ ગામ ખેડી હીમાલય મા હાડ ગાળ્યું પગે ખોડ આવતા ખોડલ બની, પ્રેમનો નહીં પણ જગ હિત માટે જગ કલ્યાણ માટે સ્વાર્થ નો ત્યાગ કર્યો, 
જલારામ બાપા, બાપા સિતારામ બજરંગ દાદા, અલખના ઓટલાના ધણી, રામ રોટલો માંગી લાવી રક્ત પીડીતોની સેવા કરતા બાપા દેવીદાસ, અને ભરજવાનીએ સાસરે જતી એ રાજવીનાર બાઈ અમરબા કે જેણે દેવીદાસ બાપાને રક્ત પીડીતોની સેવા કરતા જોયા, અને વૈરાગ જાગ્યો, દીન દુખીયાની સેવામાં જવાની ગાળી, આ છે પ્રેમ, અરે અત્યારેય મા ભોમની રક્ષા કાજે સામી છાતીએ લડનાર મારા દેશના લડવૈયા મારી મા ભારતીના એ શુરવિરો, કેટલાયે હસતે હસતે સહાદત વોરી આ છે પ્રેમ,  કેટલા રૂપ પ્રેમના, તોય આપણે નફરત ના આદી, ખુદતો સુખ ચેન થી ના જીવી એ ના બીજા કોઈને જીવવા દઈએ, અરે આપણને બનાવનાર હજારો બ્રહમાડનો રચીતા ઓમકાર એ પણ પ્રેમ અને શાંતી નો ચાહક છે,
 આપણે બધાજ નિરાકાર નીરગૃણ એવા ઓમકાર પ્રભુ શીવની તો સંતાનો છીએ, પાંચ તત્વનો આ દેહ (શરીર) એતો માતા પ્રકૃતીએ સેવાના કામ કરતા કરતા આપણા જન્મ મરણના ફેરા ટાળવા અને શીવ પિતાને ઓળખવા માટે આપ્યો છે, ભાડાનું મકાન માટે તો કહેવાયું છે શરીર ને, આત્મા તો એ અવીનાસી શીવ પીતાએ બનાવેલ છે ,એમનોજ અંશ છે, જે અજર અમર અવીનાસી છે, તે ક્યારેય મરતો નથી, ફક્ત શરીર બદલે છે
ઓમ શાંતી 💐🙏
મતલબ હું એક શાંતી પ્રીય આત્મા છું, નીરાકારી અવીનાસી અને સદાય પ્રેમ વરસાવનાર ઓમકાર શિવ પિતા ની સંતાન છું, અને શાંતી જ ચાહું છું, પાંચ તત્વોનું આ નાશવંત શરીર ના દેખો, એતો દીવસે દીવસે કરાવાનું સાહેબ, પણ એમા રહેનાર એ દીવ્ય તેજોમય આત્મા જે બીરાજમાન છે, તેને ઓળખો , એ આ દુનીયાનો નથી, એતો અલૌકિક શીવની દુનીયા થી આવેલ છે કાલે ઉડી જશે, આ દુનીયા ની તો દરેક વસ્તું નાશવંત અને ક્ષણ ભંગુર છે, પછી શરીર હોય કે તમારી કરોડો ખરબોની મિલકત કાંઈ જ કાયમ નથી, વાપરી સકવાના નથી સાથે લઈ જવાના નથી
પ્રીતી હોય તો પણ આત્માથી હોય એ શીવના અંશ થી, 
બાકી રૂપ રંગ મા આજગત માં એક થી એક ચડિયાતા બેઠા ,કેમ કોઈની કમી કોઈ પુરી નથી કરી શક્તું પછી  મિત્ર હોય કે ગુરૂ કે સાથી પુત્ર કે સગા , બધાજના શરીર આ માટીમાં મળતા જોયા આપણે , યાદ કરીએ તો એમની આત્માને, પણ કેવી આત્માને ? કોનાથી પ્રીતી હોય ? જેનો આત્મા પવીત્ર હોય , જેણે કોઈમાટે કંઈક શારૂ કર્યું હોય, કે જેની યાદો વિસમરણીય હોય
જય સોમનાથ 💐🙏
બીજા માટે કશું કરવાની તમ્નના હોય તો પહેલાં મન પર કાબુ મેળવો , ઈચ્છાઓ પર નીયંત્રણ મેળવો સ્વાર્થ ને ત્યજો, કેવીરીતે?? તો સમજો..
 પાંચ ઈન્દ્રિયો પર જેણે પ્રભુત્વ પામ્યું એનો ભવપાર, સપર્શ શરીર ચામડી, આંખ નજર, જીભવા સ્વાદ અને વાણી,  નાક સુવાસ ,કર્ણ (કાન) સાંભળવું, 
બસ આમને કાબૂમાં રાખો , બેડો પાર ,
લાલચ લોભ ક્રોધ ડર ભય વીગેરે દીમાગમા ઉત્પન્ન થાય છે, પણ કાર્ય આ કર્મ ઈન્દ્રીયો કરે છે, 
ઓમ શાંતિ 💐🙏
 અત્યારે માણસની એકજ દીશામાં આંધળી દોટ છે, પૈસા કયાથી વધું મળે છે, જાણે ખરબ કમાણા તો ખરબ ભેગા આવશે, કે તમે બધા વાપરી શકશો કા પરીવાર એ વાપરશે શુખ ભોગવશે,બસ ખડકલાજ કરવાના?  જરા પાંચ પેઢીનો આપણે આપણોજ ઈતિહાસ દેખો, પછી નીર્ણય લો, જન હિતમાં વાપરો, ગરીબ નીરાધાર જરુરીયાત મંદનૈ મદદ કરો, ભગવાને એ માટે આપ્યા છે, ધન પણ એ ટકશે જે નીતીથી કમાયું હોય ,  નહીતર વંશ ખતમ કરી નાખે તે રીતે જગડાવશે, ઉંધુ સુજાડશે, કોઈની હાય બળતરા ,આશું, ખુન કે આતેડાના શ્રાપ લઈ આવ્યું હશે તો કયારેય શુખ નહીં આપે, આપણે અહીયા કોઈને મદદ રૂપ થવા સિધાર્યા છીએ, કોઈનું લુટવા કે કોઈને તકલીફ આપવા નહીં, ભેગું ‌‌‌‌‌શુંકરવાનું છે જે સાથે આવશે, એવા કયા કર્મ સદકર્મ જે તાત્કાલિક ભલે અસર ન આપે પણ છેલ્લે શુખીયા કરશે, કોઈની આતેડી ઠારો, ભુખ્યાને અન્ન , તરસ્યાને જળ, બીમારને દવા, નીરાધાર ને આસરો,  તો ગરીબ બાળકોને અક્ષર જ્ઞાન, કન્યાદાન માટે મદદ, અબોલા પશું પક્ષી ને ધાસચારો કે ધાન્ય, સાધું સંતોની સેવા, ઘણું બધું છે પુન્ય કમાવા માટે ,અને હા આ કમાયેલું પુન્યજ કામ આવશે, લખ ચોરાસી માંથી એજ છોડાવશે,
હા ભેગું કરવું હોય તો કર્મનું આ ત્રીજું ફળ જે મર્યા બાદ ભાથા તરીકે ભેગું આવે છે તે, સારા કર્મ સેવા ના કાર્ય, પુન્ય એટલે કોઈ જરૂરિયાત મંદને કોઈપણ જાતના સ્વાર્થ વીના મદદ કરવી, એક જરા પણ એમા આપણો સ્વાર્થ આવ્યો તો તે પુન્ય નહીં ગણાય..
ઓમ શાંતિ 💐 🙏
કોઈ સ્વર્ગ નરક નથી મર્યા બાદ આત્મા તો એક જયોત બની જાય છે પ્રકિસ કે પીંડ બની જાય છે, જયારે શરીરજ નથી તો દર્દ તકલીફ કેવી, અને ભગવાન કોઈને સજા આપતા નથી, મુત્યું બાદ આત્મા જો અધોગતીયે ન જાય તો પ્રકાસ ની દુનિયા માં પરમ પિતા ના ધામમાં જાય છે, પરમ પ્રકાસી સદાય પ્રેમ અને કરૂણા વરસાવનાર પરમ પિતા નો તેજ પ્રકાસ આત્મા પર પડે છે, આત્મા પવીત્ર અને નીરગૃણ બની જાય છે નીસપાપ બની જાય છે,અને તેના આ જન્મ જે ભોગવીને આવી તેની આખી સમયરેખા તેને દેખાય છે, જેમાં એણે શું કર્યું સારૂ કે ખરાબ, યોગ્ય કે અ યોગ્ય, અને તેની ભુલ તે જાતે સમજે છે, અને પછી ફરી તે તેની ભુલો સુધારવા લોકોને મદદ કરવા , કોઈનું લીધેલુ પરત કરવા, કે કોઈનું રૂણ ચુકાવવા નવો જન્મ ધારણ કરે છે, આમ તેનું અપડેટ વર્જન નવો જન્મ બને છે, નાના બાળક રૂપે અવતાર ધરી , જયા સુધી સમજણ ન આવે સાન ન આવે ત્યા સુધી તેને તેનું આવવાનું કાર્ણ જ્ઞાત હોય છે, પણ જેમ જેમ સમજણ આવે, દુનીયા ની માયામાં ફસાઈ ,અહી ફરી આવવાનો ઉદ્દેશ્ય ભુલી જાય છે, અને પછી સંસ્કાર મુજબ કર્મ કરે છે, જેવા સંસ્કાર જેવી સંગત તેવી અસર થાય છે, 
 શ્રી વિષ્ણુ અવતારી સ્વામી નારાયણ, જેમણે આગલા જન્મ શ્રીકૃષ્ણ અવતારમાં ધર્મ ની રક્ષા કરવા ન જાણે કેટલીય લીલાઓ કરી , જે રીતે ધર્મનું રક્ષણ થાય સામ દામ દંડ બધું જ અપનાવેલ, કપટ પણ કરેલ કરાવેલ શસ્ત્ર પણ ઉઠાવેલ, યુધીષ્ઠર જેવાને તર્ક થી અર્ધ સત્ય બોલવડાવેલ, ૧૬૦૦ ગોપીઓ રાધા સાથે રાસ, રાધા સાથે પ્રીત તો રૂકમણી નું અપરણ કરી તેની સાથે પ્રેમ લગ્ન અને સત્યભામા સાથે લગ્ન કર્યા, તે સીવાય જામવંતી, મિત્રવૃદા, સત્યા, રોહીણી, લક્ષ્મણા અને શૈષ્યા , આમ નવ પટરાણીઓ ઉપરાંત નરકાશુરે લગ્નકરી બલીઆપવાના ઉદેશ્ય થી ઉઠાવી લાવેલ બીજી સ્ત્રીઓ જેમને શ્રી કૃષ્ણ એ નરકાસુર નો વધ કરતા, તેમના પરનું લાછણ દુર કરવા બધી સ્ત્રીઓ ને પત્ની તરીકે સ્વીકારેલ, આમ ૧૬૦૧૦૮ પટરાણીઓ હતી, આ બધાનું પ્રાયશ્ચિત્ત કરવા માટે એક સાધુ સન્યાસી તરીકે આવ્યા
 આપણે કર્મ આપણા આપણા માટે જ કરીએ છીએ, એનું ફળ આપણનેજ મળવાનું છે, પણ બીજા માટે આપણે નીમીત આપણા માટે બીજા નીમીત માત્ર બને છે, આ છે કર્મ નો સિદ્ધાંત, હવે ઈશ્વરને પ્રાર્થના જ કરવી હોય તો એ કરો કે તમે નીમીત બનો કોઈ માટે તો એરીતે બનો કે સામા વાળાનું હિત થાય , તેનું દુઃખ કે તકલીફ ઓછા થાય , નહીં કે તેના દુઃખ નું કારણ તમે બનો 
ઓમ શાંતિ 💐🙏

રેટ કરો અને રિવ્યુ આપો

Hemant Pandya

Hemant Pandya 4 માસ પહેલા