Rakta Charitra - 34 books and stories free download online pdf in Gujarati

રક્ત ચરિત્ર - 34

૩૪


"સુરજ ઉભો રે...."અરુણએ દોડીને સુરજનું બાવડું પકડ્યું.


"હાથ છોડ મારો..." સુરજએ એક ઝટકા સાથે તેનો હાથ છોડાવ્યો.


"તું સાંજ સાથે આવું વર્તન કેમ કરે છે સુરજ?" અરુણ સુરજની સાથે ચાલવા લાગ્યો.


"સાંજએ મારી માં સાથે જે વર્તન કર્યું એ તેં નઈ જોયું?" સુરજ ઉભો રહી ગયો.


"એ વર્તન પાછળનું કારણ હું તને જણાવું, આવ ક્યાંક બેસીને વાત કરીએ." અરુણ સુરજને મંદિરના બગીચામાં લઇ આવ્યો.


"શું કારણ છે હવે બોલ." સુરજ બાંકડા પર બેઠો.


"સાંજના બાપુ અનિલસિંહજી સાથે શું થયું હતું તું જાણે છે?" અરુણ પણ સુરજ સામે બેઠો, સુરજએ નકારમાં માથું હલાવ્યું.


"આજથી ૧૯ વર્ષ પહેલાં સાત જણએ મળીને સાંજની આંખોની સામે અનિલસિંહજીનું ખૂન કર્યું હતું.....


"બાપુ.... નીરજભાઈ ક્યાં ગયો?" ૬ વર્ષની સાંજ અનિલસિંહના ખોળામાં બેઠી હતી.


"નીરજ બજાર ગયો છે દેવજી સાથે." અનિલસિંહએ સાંજને રમાડી રહ્યા હતા અને અચાનક તેમના માથા પાર પાછળથી વાર થયો.


અનિલસિંહ સાંજ સાથે જમીન પર પછડાયા, એ ઉઠે એ પહેલાં તેમની પીઠમાં છરો ખોંપાયો. એક માણસએ સાંજને ઉપાડી અને તેના માથા પર બંદૂક મૂકીને બોલ્યો, "બુમાબુમ કરીને તમારા માણસોને બોલાવશો તો સાંજની ખોપડી ઉડાવી દઈશ.


અનિલસિંહએ ઉપર જોયું, રગનાથ સાંજને ઉપાડીને ઉભો હતો, તેની બાજુમાં રામપાલ લોહીમાં તરબોળ છરો લઈને ઉભો હતો, એમની પાછળ મોહનલાલ, સવાઇલાલ, નાનજી અને મુળજી હથિયાર સાથે ઊભા હતા.


અનિલસિંહએ કોઈ પ્રતિકાર ન કર્યો એટલે બધાંએ વારાફરતી અનિલસિંહ પર છરાથી વાર કર્યાં, નાનજીએ વારાફરતી ત્રણચાર વાર ચાકુ અનિલસિંહના પેટમાં માર્યું અને ખડખડાટ હસી પડ્યો.


મોહનલાલએ ખૂણામાં જઈને એક નંબર ડાયલ કર્યો અને સામે છેડેથી ફોન ઉપડતાજ બોલ્યો,"અનિલસિંહને તેં કીધું એમજ માર્યો છે, પૂરો પતાવી દઈએ?"

થોડીવાર પછી ફોન કાપીને મોહનલાલએ મુળજીના કાનમાં કંઈક કહ્યું, મુળજીએ હકારમાં માથું હલાવ્યું અને ધારિયાથી અનિલસિંહનું પેટ ચીરી નાખ્યું.
"મોહનભાઇ મારી નાખો આમને, આમ તડપાવો મત." સવાઇલાલએ કહ્યું.
"ના સવાઇલાલ, આ માણસએ આપણા ધંધાને ખોટા કહીને આપણા ધંધા બંદ કરાવ્યા. બઉજ હેરાન કર્યાં છે આ માણસએ આપણને, થોડો આને પણ." નાનજીએ અનિલસિંહના પગમાં ચાકુ માર્યું.

"બસ, હું કોઈને તડપતા ના જોઈ શકું." સવાઇલાલએ સાઇલન્સર વાળી બંદૂકથી અનિલસિંહનું હૃદય ગોળીથી વીંધી નાખ્યું.
અનિલસિંહને મરતા જોઈને પણ રડ્યા વગર બધાંને જોઈ રહેલી સાંજના પગમાં ધારિયું ફેંકીને મુળજી અભિમાનથી બોલ્યો, "મેં તારા બાપને માર્યો છે, તારામાં હિંમત હોય તો આવી જજે બદલો લેવા."

બધા પુરુષો અનિલસિંહને માર્યા પછી પાછળના દરવાજેથી ભાગી ગયા, સાંજ દોડતી બા'ર આવી પણ માધવર ઉત્સવ નજીક આવતો હોવાથી બધા માણસો ઉત્સવની તૈયારી કરવા ગયા હતા.
સાંજ દોડતી મહેશભાઈના ઘરે ગઈ, મહેશભાઈનું ઘર બંધ હતું. પાડોશી પાસેથી સાંજને જાણવા મળ્યું કે મહેશભાઈ પરિવાર સહીત ગામ છોડીને શહેર જઈ રહ્યા છે અને એટલે હાલ બધાં મંદિર ગયાં છે.

"મહેશકાકા ક્યાં છે?" સાંજ મંદિરે પહોંચી ત્યારે ભાવનાબેન મંદિરના ઓટલા પર ઊભાં હતાં.
"શું કામ છે?" ભાવનાબેનને સાંજ સહેજેય ન્હોતી ગમતી.
"બાપુને દવાખાને લઇ જવા છે, બાપુને પેલા ખરાબ માણસોએ માર્યા. કાકા ક્યાં છે? બાપુને દવાખાને લઇ જવા છે, કાકાને બોલાવોને." સાંજ રડવા લાગી હતી.

"તારા બાપુ મરતા હોય તો મરે, તારા બાપને આમેય બઉ બધે ઝગડા કરવાનો શોખ છે અને અમારે આ બધાં ચક્કરમાં નથી પડવું. તારા કાકા ગાડી લેવા ગયા છે, તું જા અહીંથી." ભાવનાબેનએ સાંજને ધક્કો માર્યો અને ત્યાંથી નીકળી ગયાં.

સાંજ પાછી હવેલીએ આવી ત્યારે તેને નીરજના રડવાનો અવાજ આવ્યો, દેવજીકાકા શહેરથી પાછા આવી ગયા હતા. નીરજ અનિલસિંહના શબ પાસે બેસીને રડી રહ્યો હતો, દેવજીકાકાએ અનિલસિંહનું શબ ગાડીમાં નાખ્યું, સાંજ અને નીરજને ગાડીમાં બેસાડ્યાં અને હમેંશા માટે ગામ છોડી દીધું.

સુરજની આંખોમાં આંસુ આવી ગયાં હતાં, અરુણએ ભાવનાબેનના મોહનલાલ સાથેના આડા સબંધો વાળી વાત સુરજથી છુપાવી દીધી હતી.
"મેં સાંજને બગીચામાં મળવા બોલાવી હતી, એને કહ્યું હતું કે હું ગામ છોડીને જઈ રહ્યો છું અને હું જાણું છું કે તું મને મળવા જરૂર આવીશ. પણ એ ના આવી, મારું દિલ એટલું દુભાયું કે હું સાંજને નફરત કરવા લાગ્યો." સુરજએ તેની આંખો લૂંછી.

"દેવજીકાકા મારા ઘરની બાજુમાં રહેવા આવ્યા હતા ત્યારે સાંજ ૬ વર્ષની હતી, ત્યારથી આજ સુધી મેં તેની આંખોમાં અનહદ દુઃખ જ જોયું છે. કદાચ તારા મમ્મીએ..." અરુણ આગળ બોલી ન શક્યો.
"મમ્મીએ પપ્પાને બધું જણાવ્યું હોત તો પપ્પા અનિલકાકાને દવાખાને લઇ ગયા હોત, કદાચ અનિલકાકાને બચાવી શક્યા હોત." સુરજ નીચું જોઈને બોલ્યો.

"સાંજ તારાં મમ્મી સાથે સરખી વાત નથી કરતી એનું કારણ તું સમજી જ ગયો હશે સુરજ, અને કાલે તારી મમ્મીએ નીરજ વિશે કેવું બોલ્યું હતું. નીરજ સાંજના માંબાપ, ભાઈ કે પરિવાર જે કહો એ બધુજ હતો, એને ખોયા પછી એ નીરજ વિશે કંઈ કેવી રીતે સાંભળી શકે?" અરુણએ ભાવનાબેન નીરજને મારી નાખવાનું બોલ્યાં હતા એ વાત જણાવી.


"મારી સંજુ દુઃખોના પહાડ તળે દબાયેલી હતી અને હું મારું કાંકરી જેવડું દુઃખ લઈને તેની સામે લડી રહ્યો હતો, મેં બહુ ખોટું કર્યું સંજુ સાથે." સુરજને તેના વ્યવહાર માટે પસ્તાવો થઇ રહ્યો હતો.
"તું સાંજને પ્રેમ કરે છે ને? ના કરતો હોય તો સાંજથી દૂર રેજે, નીરજના ગયા પછી સાંજ મારી જવાબદારી છે. સંજુને મેં હમેંશા મારી દોસ્તથી વધારે મારા પરિવારની સદસ્ય સમજી છે અને મારી સંજુને જરાય દુઃખ પહોંચે એ હું સહન નઈ કરી શકું." અરુણ ઉભો થઈને હવેલી તરફ ચાલવા લાગ્યો.

"તો તું સાંજને પ્રેમ નથી કરતો?" સુરજ તેની સાથે ચાલી રહ્યો હતો.
"પ્રેમની વ્યાખ્યા શું છે સુરજ? એક છોકરો એક છોકરી સાથે લગ્ન કરવાનું વિચારે એજ પ્રેમ? એક છોકરીને પ્રેયસી કે ભાવિપત્ની તરીકે જોવી એજ પ્રેમ?" અરુણએ પૂછ્યું.

સુરજ દોડતો ઘરે આવ્યો અને સાંજને શોધવા લાગ્યો, રતન પાસેથી સુરજને જાણવા મળ્યું કે સાંજ ધાબા પર છે, સુરજ ફટાફટ પગથિયાં ચડીને ઉપર આવ્યો.
સાંજની કોરિધાકોર આંખો જોઈને સુરજનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેં સાંજને ભેંટી પડ્યો, "મને માફ કરી દે સંજુ, મેં તને હમેંશા ખોટી સમજી. મારી માં ને કારણે તેં આટલુ બધું સહ્યું અને હું હમેંશા તનેજ કોસતો રહ્યો, હમેંશા એમ સમજતો રહ્યો કે તું જાણીજોઈને મને મળવા ન્હોતી આવી."

"તને કોણે કહ્યું કે તારી માંએ મારા બાપુને મરાવ્યા હતા? અરુણએ કહ્યું? મેં અરુણને ના પાડી હતી કે આ વાત કોઈને અને ખાસ તમને તો ના જ જણાવે, છતાંય તેના પેટમાં આટલી વાત ન ટકી." સાંજએ અરુણને યાદ કરીને દાંત પિસ્યા.
સુરજને સાંજની વાત સાંભળીને ધક્કો લાગ્યો, એ સાંજ સામે ફાટી આંખે જોઈ રહ્યો હતો, "મારી માં એ તારા બાપુને મરાવ્યા હતા?"

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED