Rakta Charitra - 7 books and stories free download online pdf in Gujarati

રક્ત ચરિત્ર - 7



આજે ઉત્સવ નો છેલ્લો દિવસ હતો, ઉત્સવ ના ૪ દિવસ કોઈ પણ જાત ની ધમાલ વગર શાંતિ થી નીકળી ગયા.


"બસ આજ નો દિવસ શાંતિ થી નીકળી જાય તો જીવ ને શાંતિ થાય." દેવજી ભાઈ એ મનોમન ભગવાન ને પ્રાર્થના કરી.


ધીરે ધીરે ધરતી પર થી સૂરજ એ પોતાના કીરણો સમેટી લીધા હતા, માધવર ગામ ના સ્ત્રી પુરુષો રંગબેરંગી કેડીઆ અને ઘાઘરા ચોળી માં સજ્જ થઈ ને મંદિર ના આંગણે ભેગા થયા હતા, નવા રંગબેરંગી કપડાં પહેરીને બાળકો અહીં થી તહીં કુદી રહ્યા હતા.


ચારેય તરફ ખુશી અને આનંદ નો માહોલ હતો. સાંજ અને નિરજ દેવજી ભાઈ સાથે આવી પહોંચ્યા હતાં. આસમાની રંગની આભલા ભરેલી ચોળી માં સાંજ ખુબ જ સુંદર લાગી રહી હતી, સોળે કળાએ ખીલેલું યૌવન, મેઘલી શ્યામવર્ણી ત્વચા, પાતળો બાંધો, યુવાની નું નુર, ને પાછા ફરીને જોવાનું મન થઇ જાય એવું અદભુત આકર્ષણ હતું આ યુવતી માં.


સ્ત્રી નું રૂપ ભારતીય પોષાક માં વધુ નીખરી આવે છે એવું કહેનાર ને કોણ ખોટો સાબિત કરી શકે છે?


મર્યાદા અને ગર્વ સાથે ઉપર ઉઠેલી આંખો જોઈ ને કોણ કહીં શકે કે ઝુકેલી આંખો થી જ સંસ્કાર સચવાય છે?


સુરજ એના પરીવાર સાથે આવી પહોંચ્યો, આવતા જ સૌથી પહેલા એ નીરજ ને મળ્યો, બન્ને એ કાળા અને સફેદ રંગ નું કેડીયુ પહેર્યું હતું, પારંપરિક ગુજરાતી પોષાક માં સુરજ અને નિરજ બન્ને ખુબ જ સોહામણા લાગી રહ્યા હતા.


શાંતિ અને શિવાની એ આવી ને સાંજ ને હળવું આલિંગન આપ્યું, શિવાની અને નીરજ ની નજરો મળી, શિવાની ની આંખો ના ભાવ વાંચવા માં નીરજ ને વાર ન લાગી, એ ત્યાં થી બગીચા તરફ જતો રહ્યો.


સાંજ એ સુરજ તરફ જોવાનું પણ ટાળ્યું હતું, એ એવી રીતે વર્તી રહી હતી જાણે સુરજ અહીં હાજર જ નથી, સુરજ હંમેશા સાંજ થી દુર રહેવા માંગતો હતો પણ સાંજ નું આવું વર્તન હાલ એને સોય ની જેમ ચુભી રહ્યું હતું.
ભીડ વધી એટલે સાંજ નો હાથ પકડી સુરજ એને ખેંચી ને ધર્મશાળા માં લઇ ગયો.

"હાથ છોડ મારો સુરજ, શું કરી રહ્યોં છે તું આ?" સાંજ એ તેનો હાથ છોડાવવા નો પ્રયત્ન કર્યો.
"તું શું કરી રહી છે? તું એવું વર્તન કરી રહી છે જાણે મારું કોઈ અસ્તિત્વ જ નથી, કેમ સંજુ?" સુરજ આહત થઈ ગયો.
"તે જ કહ્યું હતું ને કે હું ને સાંજ એકબીજા માટે મરી ગયા છીએ? તો મરેલા માણસ નું કોઈ અસ્તિત્વ નથી હોતું." સાંજ એ તેનો હાથ છોડાવ્યો અને ત્યાં થી જવા માટે બે ડગલાં ભર્યા ત્યાં તો સુરજ એ એને પોતાની તરફ ખેંચી, એ સુરજ ને અથડાઇ અને બન્ને જમીન પર પછડાયાં.

"મતલબ તું એ દિવસે ત્યાં આવી હતી, તો તું મને મળી કેમ નહીં? આટલા વર્ષ મેં એવું વિચારીને તને નફરત કરી કે એ દિવસે તું ત્યાં નહોતી આવી." સુરજ એ સાંજ ના ગાલ પર હાથ મુક્યો.
"સુરજ છોડ મને કોઈ જોઈ જશે...." સાંજ એ ઉઠવા નો પ્રયત્ન કર્યો.
"અહીં કોઈ જ નથી અને સવાર સુધી કોઈ આવવાનું પણ નથી, એટલે કોઈ જોઈ જશે એવો પ્રશ્ન જ નથી." સુરજ ને સાંજ ના વધતા જતા શ્વાસોચ્છવાસ અનુભવાઈ રહ્યા હતા. એણે પોતાના બન્ને હાથ સાંજ ના વાળ માં પરોવ્યા અને બોલ્યો,"તું ત્યાં આવી હતી એનો મતલબ એ છે કે તું પણ મને પ્રેમ કરે છે?"
સાંજ એ આંખો ઉપર કરી સુરજ તરફ જોયું, તેના ગાલે શરમના શેરડા ફુટ્યા એક ઝટકા સાથે ઊભી થઈ ને એ ત્યાં થી ભાગી ગઈ.


ગરબા ચાલુ થઈ ચુક્યા હતા, ભીડ નો ફાયદો ઉઠાવી શિવાની નીરજ ની પાછળ ગઈ. નીરજ બગીચા ની બહાર જઈ રહ્યો હતો, શિવાની દોડતી જઈને નીરજ ને ભેંટી પડી.


"ઓહ નીરજ, મેં તને બહુ જ, બહું જ, બહું જ મીસ કર્યો. તું આટલા વર્ષ કેમ મારા થી દુર રહ્યો?" શિવાની એ તેના હાથ નીરજ ની છાતી પર મુક્યા.


"શિવાની તું ગાંડી થઇ ગઈ છે? આપણી વચ્ચે પ્રેમ શક્ય નથી, તું મારા થી ઘણી નાની છે." નીરજ એ શિવાની ને પોતાના થી દુર કરી.


"હું તારા કરતાં ચાર વર્ષ નાની છું ઘણી નાની નથી, આટલું તો ચાલે. તને ખબર છે ને કે હું તને બાળપણ થી પ્રેમ કરું છું, તું એ વખતે એમ કહેતો કે હું હજી નાની છોકરી છું. પણ હવે હું નાની છોકરી નથી, હું 24 વર્ષ ની યુવતી છું. હવે તો તું મને પ્રેમ કરી શકીશ ને?" શિવાની એ નીરજ ના હાથ તેની કમર પર મુક્યા.


જીવન નો આ પહેલો સ્ત્રી સ્પર્શ નીરજ ને ધ્રુજાવી ગયો, તેણે શિવાની ની આંખો માં જોયું, એ આંખો માં નીરજ માં સમાઈ જવાની તૃષ્ણા, એને પામવા ની તીવ્ર ઈચ્છા, નીરજ ના સ્પર્શ ની માદકતા અને યુવાની ભારોભાર છલકાઈ રહી હતી.


"શિવાની આટલી નજીક ન આવ, હું કોઈ સાધુ પુરુષ નથી. હું મારી જાત પરનો કાબૂ ખોઈ દઉં એના પહેલા જતી રહે અહીં થી." નીરજ એ તેના હાથ શિવાની ની કમર પર જ રાખ્યા હતા.


"તો ખોઈ દે ને તારો કાબૂ, કરી લે ને થોડો પ્રેમ મને. તારા આવવાની કોઈ આશા નહોતી છતાં ય તને 19 વર્ષ ચાહ્યો છે મેં, હવે તો હું હંમેશા માટે તારી બની જવા માંગું છું, તારા માં સમાઈ જવા માંગું છું." શિવાની એ તેના હોઠ નીરજ ના હોઠ પર મૂકી દીધા.


નીરજ એ તેને ઉઠાવી ને પોતાની તરફ ખેંચી, તેના હાથ શિવાની ની કમર થી ઉપર ઉઠ્યા અને ચોળી ની દોરી પર આવી ને અટકી ગયા.
બન્ને એકબીજાને ચુમી રહ્યાં હતાં, નીરજ ના હાથ ચોળી ની દોરી પર ફરી રહ્યા હતા, આખરે તેણે ચોળી ની દોરી ખોલી નાખી.

ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED