રક્ત ચરિત્ર - 3 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 3

3

"એ વાત તો ઠીક છે કે મૂળજી હવે નથી રહ્યો, પણ તમે આમાં આટલા ખુુુશ કેમ થાઓ છો?" ભાવનાબેન હંમેશા આ ખૂન-ખરાબા થી દુર જ રહેવા માંંગતા હતાં, એટલે જ વર્ષો પહેલા એ જીદ કરીને કાયમ માટે ગામ છોડી શહેરમાં સ્થાયી થયાં હતાં.
"અરે ભાવના ખુશીની વાત તો છે જ ને, મૂળજીએ ગામવાળાનું જીવવું હરામ કરી દીધું હતું. એ પેલા મારો અને અનિલ નો દોસ્ત હતો પણ એણે દગો કર્યો અનિલ સાથે. સાંજ નખશિખ અનિલ જેવી છે, એણે આ ગામ માટે એ જ કર્યું છે જે અનિલ કરતો હતો. આજે મારો દોસ્ત જીવતો હોત તો સાંજ ને આ ઉંમરે હથિયાર ના ઉપડવા પડત, એ બિચારી એ તો જન્મતાં જ મા ગુમાવી દીધી અને સમજણ આવે એ પહેલાં પિતા ને પણ ગુમાવી બેઠી." મહેશભાઈ એમના સ્વર્ગસ્થ મિત્ર ને યાદ કરીને ગળગળા થઈ ગયા. ઘરનું વાતાવરણ ગંભીર બની ગયું.
"અરે બધા ગામ લોકો સાંજ ના ઘરે ગયા છે તો આપણે પણ જઈએ ને. મારે સાંજ ને મળવું છે જ્યારે ગામ છોડીને ગયેલાં આપણે ત્યારે છેલ્લી વાર મળી હતી એને." શિવાની સાંજની પાક્કી સહેલી હતી બાળપણ માં. મહેશભાઈ એ હકારમાં માથું હલાવ્યું, પપ્પાની પરવાનગી મળતાં જ શિવાની ખુશીની મારી ઉછળી પડી. વર્ષો પછી બાળસખીને મળવાનો ઉત્સાહ સમજીને પરિવાર ના લોકો પણ હસી પડ્યા. પરંતુ આ ઉત્સાહ નું સાચું કારણ માત્ર શિવાની જાણતી હતી. સૂરજ આનાકાની પછી શાંતિના આગ્રહ થી આવવા તૈયાર થયો. અને પારેખ પરિવાર નીકળી પડ્યો સાંજ ના સફર માં એક નવું પ્રકરણ ઉમેરવા.
દેવજીભાઈ ભોજન સમારંભની તૈયારી કરાવતા હતા. વારેવારે એ દરવાજા તરફ જોઈ લેતા હતા. એમને સાંજ ની થોડી ચિંતા થઈ રહી હતી. ફરી એકવાર એમણે દરવાજા તરફ નજર કરી. સામે મહેશ ભાઈ અને ભાવનાબેન આવી રહ્યા હતાં. દેવજીભાઈ એમને જોઈ બધું કામ પડતું મૂકી એમના તરફ દોડ્યા.
"મહેશભાઈ.... મહેશભાઈ..... અહોભાગ્ય કેટલા વર્ષે તમને જોયા. મને ખબર હોત કે તમે પણ આ ગામમાં છો તો હું પોતે તમને આમંત્રણ આપવા આવ્યો હોત, સારું થયું તમે જાતે જ અહીં આવ્યા."દેવજીભાઈ એ મહેશભાઈના હાથ પકડી લીધા હતા.
"અમે હમણાં જ આવ્યાં છીએં ગામમાં દેવજી, આટલા વર્ષે તને મળ્યો. મારી જોડે શબ્દો નથી વ્યક્ત કરવા માટે કે તને મળીને હું કેટલો ખુશ છું." મહેશભાઈ ખૂશીના આવેગ માં દેવજીભાઈ ને ભેટી પડે છે. દેવજીભાઈ ભાવનાબેન અને એમના ત્રણેય બાળકોને અંદર આવવાનું કહે છે.
"મમ્મી હું સાંજ ને મળી આવું?" શિવાની આવી ત્યાર થી આજુબાજુ કોઈને શોધી રહી હતી.
"સાંજ તો અહીં હાજર નથી, જરૂરી કામથી બાર ગઈ છે." નિરજ મહેશભાઈ અને ભાવનાબેન ને જોઈ એ તરફ આવતો હતો, છેલ્લું વાક્ય સાંભળી એ શિવાની ને જવાબ આપે છે. બધાના ચહેરા નો ભાવ કળી ગયા હોય એમ એ ફરી બોલ્યો," અરે મહેશ કાકા મને ના ઓળખ્યો હું નિરજ."
"નિરજ તું અનિલ નો દિકરો નિરજ છે? બેટા હું મહેશ કાકા યાદ છે તને? અને આ તારી ભાવના કાકી છે." મહેશ ભાઈ નિરજ ને ભેટી પડે છે.
"આ બાજુ પણ જુઓ યાર, મને ઓળખ્યો હું સૂરજ બાળપણ નો તારો ગોઠી..."
"ઓ સૂરજીયા.... જેના વગર એકલો અને અધુરો છે નિરજ....."
"એ હુ તારો ભેરું અને ભાઈ જેવો ભાઈબંધ સૂરજ...." બન્ને એકબીજા ને ગળે મળે છે. મહેશભાઈ અને ભાવનાબેન બાળકો ને મૂકી અંદર જાય છે. શાંતિ અને શિવાની નિરજ ને એમની ઓળખાણ આપે છે. શિવાની નિરજ સાથે એકલા માં કઈક વાત કરવા માંગતી હતી, પણ હાલ એ શક્ય નહોતું.
"નિરજ સાંજ ક્યા ગઈ છે અને ક્યારે આવશે?" શાંતિ સાંજ ને મળવા આતુર થઈ રહી હતી.
"એ આવતી જ હશે શાંતિ દીદી, તમે થોડી રાહ જુઓ એ જેવી આવશે હું એને તમારી જોડે મોકલીશ. સૂરજ ચાલ મારી સાથે આમેય હું એકલો પડતો હતો, હવે આખો દિવસ તારે અહીં જ મારી જોડે રેવાનું છે. મારે તને ઘણું બધું કેવું છે અને તારા વિશે ઘણું બધું જાણવું પણ છે." સૂરજ અને નિરજ ત્યાંથી જતા રહે છે.
"આ બન્ને તો ગ્યા ચાલ આપણે પણ અંદર જઈએ ત્યાં આપણા બાળપણ ની સહેલીઓ હશે." શાંતિ અંદર જાય છે, શિવાની એક નજર નિરજ તરફ નાખે છે અને અંદર જતી રહે છે. કલાક એક પછી શિવાની દેવજીભાઈ ને સાંજ વિશે પુછે છે. દેવજીભાઈ ને હવે ધ્યાન માં આવ્યું કે સાંજ ને ઘણો સમય થઈ ગયો છે, એમના માણસો ને ગાડી કાઢવાનું કહી દેવજીભાઈ બાર નિકળે છે. ગાડી માં બેસી ગાડી ચાલુ કરવા જાય છે ત્યાં એમના કાને કંઈક અવાજ આવે છે, ગામ લોકો માંથી અમુક મેઈન ગેટ જોડે હતા એ લોકો સાંજ નું નામ લઈ રહ્યા હતા. દેવજીભાઈ દોડતા ગેટ જોડે પહોંચે છે, હકીકત માં ગામલોકો સાંજ ના નામની બુમો પાડી રહ્યા હતા. સાંજ દરવાજા નજીક જમીન પર ઊંધેકાંધ પડી હતી, એ જ્યાં પડી હતી ત્યાં લોહીનું ખાબોચિયું ભરાયું હતું. એના શરીર પર તીક્ષણ હથીયાર થી ઘા કરેલા હતા.
"સાંઆઆઆઆઆઆજ......" દેવજીભાઈ થી ચીસ પડાઈ ગઈ. એમની ચીસ સાંભળી ઘરમાંથી બધા લોકો બાર દોડી આવ્યા. નીરજ દોડતો બાર આવ્યો, સાંજને આ હાલત માં જોઈ નીરજ ના પગ ખોડાઈ ગયા અને એ જમીન પર ફસડાઇ પડ્યો. શૂન્યમનસ્ક બનીને એ સાંજ ને જોઈ રહ્યો હતો, સૂરજ દોડતો સાંજ જોડે જાય છે અને એને ઉપાડીને ગાડીમાં સુવડાવે છે. દેવજીભાઈ ગાડી ચાલુ કરે છે, સૂરજ ગામના ડોં. ને પણ સાથે આવવાનું કહે છે જેથી સાંજ ની પ્રાથમિક સારવાર રસ્તા માં થઈ શકે. શાંતિ, શિવાની અને મહેશ ભાઈ નિરજ સાથે બીજી ગાડીમાં નીકળે છે. બીજા દસેક જણ 2 ગાડીઓ લઈ એમની પાછળ જાય છે. 4 ગાડીઓ પવનવેગે શહેર તરફ જઈ રહી હતી, બધા ના દિલ અનહોની ના આભાસથી ફફડતા હતાં. ડોં. શિવમ પાટિલ સાંજ ના ઘા અને વહેલું લોહી જોઈ ઊંડો નિશ્વાસ નાખે છે. એ સાંજ ને પ્રાથમિક સારવાર આપે છે પણ ડૉં.ના ચહેરા ના ભાવ જોઈ સૂરજ ગભરાઇ જાય છે.
"ડૉ.શિવમ તમે કંઈક......" બાકી ના શબ્દો સૂરજ ગળી જાય છે.
"હા સૂરજ સાંજ ની બચવાની આશા નહીવત છે, સાંજ ને જીવતી રાખવી હોય તો એને જગાવવી પડશે. અને સારવાર મળે ત્યાં સુધી જાગતી રાખવી પડશે. બેસુધી ની હાલત માં એ ગમે ત્યારે...."
"હું એને જાગતી રાખીશ. જ્યાં સુધી હોસ્પિટલ પહોંચીશું ત્યાં સુધી એને કંઈ નઈ થાય. સાંજ ઊઠ..... જો હું સૂરજ યાદ કર આપણે બાળપણ માં જોડે રમતાં..... આટલા વર્ષે મળી છે તો એવા હાલ માં મળી છે કે ચહેરો પણ નથી દેખાતો બરાબર..... હવે હું તને જોયા વગર તારા વખાણ કઈ રીતે કરું બોલ તું? ચાલ ઉઠ હાલ જ.... સાંજ ઉઠ ને યાર......" સૂરજ ધ્રુસકે ધ્રસકે રડવા લાગે છે. અચાનક સાંજ ના શ્વાચ્છોશ્વાસ વધી જાય છે. ડૉ. શિવમ સ્ટેથોસ્કોપ થી એના ધબકારા તપાસે છે અને બૂમ પાડે છે,"દેવજી કાકા ફાસ્ટ ચલાવો, હોસ્પિટલ જલ્દી પહોંચવું પડશે."

ક્રમશ: