4
"તમે ચિંતા ના કરો માલિક, સાંજ જીવતી પાછી નઈ આવે શેર થી." એક માણસ સાંજ ના ઘરની બાર છુપાઈને ઘર પર નજર રાખતા ફોન પર બોલ્યો.
"એ છોકરી બચી ગઈ ને તો તું નઈ બચે."સામે છેડેથી ફોન મુકાઇ ગયો. ગામલોકો મંદિરમાં સાંજની સ્વસ્થતાની પ્રાર્થના કરી રહ્યા હતા. 3-4 જણ સાંજ ને મારવાની તૈયારી કરી રહ્યા હતા.
આ બાજુ એમ્બ્યુલન્સ હોસ્પિટલ આવી ચૂકી હતી, મહેશભાઈ એ એમની ઓળખાણ કામે લગાવી તાબડતોબ ડૉ.ને બોલવડાવી સાંજ નો ઇલાજ ચાલું કરાવડાવ્યો. સૂરજ અને શાંતિ ઓપરેશન થિયેટર ની બાર બેઠા હતાં, દેવજીભાઈ અને મહેશભાઈ પૈસાનો બંદોબસ્ત કરવા ગયા હતા અને શિવાની નિરજ જોડે કાઉંટર પર ફોર્મ ફિલ કરી રહી હતી. બાકીના લોકો હોસ્પિટલ અને ઓપરેશન થિયેટર ની બાર પહેરો ભરી રહ્યા હતા.
"નિરજ તું બિલકુલ ચિંતા ના કર સાંજ ને કંઈજ નહી થાય. હમણા ડૉં. બાર આવીને કહેશે કે સાંજ એકદમ ઠીક છે." શિવાની નિરજ ને દુખી જોઈને પરેશાન થઈ ગઈ હતી, એને સાંજની પણ એટલી જ ચિંતા હતી.
"સાંજ ને કઈ થઈ ગયું તો હું શું કરીશ શિવાની, મારી સંજુ ઠીક તો થઈ જશે ને?" નિરજ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. શિવાની એના ખભા પર હાથ મૂકે છે, નિરજ એનો હાથ પકડી ક્યાંય સુધી હિબકા ભરે છે.
"ભાઈ તું કેમ આટલી ચિંતા કરે છે? સાંજ ને કંઇજ નથી થવાનું." શાંતિ સૂરજ ના ખભા પર હાથ મૂકી એને સાંત્વના આપે છે. એ જાણતી હતી કે સૂરજ હાલ ખૂબજ ડિસ્ટર્બ છે. ડૉં. ઓપરેશન થિયેટર ની બાર આવે છે.
"ડૉં. સાંજ ઠીક છે? એને હોશ આવ્યો? હું એને મળી શકુ? સાંજ ને ઘરે ક્યારે લઈ જઈ શકીએ અમે? ડૉ. તમે કઈ બોલતા કેમ નથી." સૂરજ ઊભો થઈ ડૉં. જોડે જઈ સવાલોની લાઇન લગાવી દે છે. નિરજ અને સલોની પણ ત્યાં આવી પહોંચે છે.
"સોરી... અમે બધા પ્રયત્ન કર્યાં પણ એમની હાલત બહું જ નાજુક હતી...." ડૉં. પોતાની વાત પુરી કરે એ પહેલાં નિરજ ભાગતો અંદર ગયો,"સંજુ..... તું ડરી રહી છે? હું તને બીલકુલ નઈ વઢુ બસ તું પેલાં જેવી ઠીક થઈ જા. તારે જે કરવું હોય એ કરજે, તારે પપ્પા જેવું બનવું છે બન પણ મને છોડીને મત જા. ઉઠને સંજુ...." નીરવ રડવાનું ચાલું કરી દે છે અચાનક એ ગુસ્સે ભરાય છે અને દાંત ભીસતો ઓપરેશન થીએટર ની બાર નીકળે છે અને એ ડોં. ની કેબિન તરફ આગળ વધે છે. શિવાની અને શાંતિ નિરજ પાછળ જાય છે.
સૂરજ ધીમા ડગલે ઓપરેશન થીએટર તરફ આગળ વધે છે અને દરવાજો ખોલે છે પણ ત્યાંથી જ એ પાછો વળી હોસ્પિટલના પાર્કિંગમાં આવી ગાડી લઈ નીકળી જાય છે.
"ડૉં. સેવ હર અધરવાઈઝ આઇ એમ ગોના કિલ યૂ, શી ઈઝ માય સિસ્ટર ડેમ ઈટ." નિરજ રીતસરનો બરાડી ઉઠ્યો. શિવાની અને શાંતિ પણ ત્યાં આવી પહોંચી, બન્ને નિરજ ને શાંત કરાવવાનો પ્રયત્ન કરી રહી હતી. ડૉં. એમનો પોઈન્ટ ઑફ વ્યૂ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
આ બધી ગડમથલ વચ્ચે દેવજીભાઈ ની ચીસ એ વાતાવરણ વધારે ચિતિંત બનાવી દીધું, એમની ચીસ સાંભળી બધા ઓપરેશન થીએટર તરફ દોડ્યાં.
"ડૉં. સાંજ શ્વાસ નથી લઈ રહી....." દેવજીભાઈ માંડ આટલું જ બોલી શક્યા. ડૉં. અને નર્સ અંદર દોડી ગ્યાં, શિવાની નિરજ ને સંભાળી રહી હતી. ઓપરેશન થીએટર ની બાર ગજબનાક શાંતિ હતી. બધાના દિલ આશંકા થી ફડફડતા હતા. ઓપરેશન થીએટર ની લાઈટ બંધ થઈ અને ડૉ. બાર આવ્યા એમના ચહેરા પર હતાશા હતી.
"સોરી મિ. સિંહ." ડૉં. એક નિશ્વાસ સાથે બોલ્યા.
ક્રમશઃ