રક્ત ચરિત્ર - 5 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 5

5

ડોં. ની વાત પુરી સાંભળ્યા વગર જ નિરજ વોર્ડ ની અંદર ધસ્યો.
"સાંજ હુ તને હંમેશા બોલ બોલ કરુ છું, તારા પર ગુસ્સો કરું છું. તું ઉઠ હાલ જ તારે જે કરવું છે એ કર, મે કીધું ને સાંજ ઉઠ. નઈ તો હુ ગુસ્સે થઈ જઈશ અને ક્યારેય તારા જોડે વાત નઈ કરું." નિરજ ગળું રુંધાઈ ગયું. શિવાની એ પાછળથી આવીને નિરજ ના ખભા પર હાથ મુક્યો. નિરજ શિવાની ને વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો.
"હોસ્પિટલમાં પુર લાવશો કે શું ભાઈ?"
નિરજ ને ઝટકો લાગ્યો, એણે સાંજ તરફ જોયું. સાંજ નિરજ તરફ જોઈને હસી રહી હતી. નિરજ ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ, એણે જોરથી સાંજ ને આલિંગન આપ્યું.
"આઉચ.... ભાઈ...."
"સોરી...સોરી...સોરી... પણ સંજુ ડોં. એ તો...."
"મે જ એમને રિક્વેસ્ટ કરી હતી કે તમને ખોટું બોલે, હુ જોવા માંગતી હતી કે મારો ડેશિંગ એન્ડ હેન્ડસમ ભાઈ રડતાં કેવો લાગે છે." સાંજ ના અવાજમાં શરારત હતી.
"ગાંડી છોકરી, તારી આવી ભયાનક મજાક એક દિવસ મારો જીવ લઈ લેશે."
"શું તમે પણ ભાઈ, કેટલી વાર કીધું છે કે આવી વાતો નઈ કરવાની." સાંજ એ એનો જમણો હાથ નિરજ ના હાથ પર મુક્યો. હવે એણે નિરજ પાછળ ઉભેલી છોકરીને જોઈ. સાંજ ના મનની વાત જાણી ગઈ હોય એમ શિવાની એ પોતે જ બોલી ઊઠી,"હું શિવાની, યાદ છે તને? બાળપણમાં આપણે જોડે કેટલું રમતાં? મારી બેસ્ટ ફ્રેન્ડ હતી તું."
"શિવાની તું તો બિલકુલ બદલાઇ ગઇ છે, પેલાં તો ગોળમટોળ ટામેટાં જેવી હતી અને હવે જો." સાંજ ઉત્સાહ માં આવી ને બોલી.

***

"સાંજ હોસ્પિટલમાં એડમિટ છે સુરજ, તું કેમ એને જોવા નથી ગયો?" શાંતિ એ પુછ્યું.
"હું શું કામ જઉં એને જોવા? એ મારી કઈ નથી લાગતી." સુરજ હજુયે આકાશ તરફ જોઇ રહ્યો હતો.
"તો શું નિરજ પણ તારો કઈ નથી લાગતો? એના મા-બાપ નથી. એના પરિવારમાં માત્ર સાંજ છે. આ સમયે એને દોસ્તની જરૂર નથી? કે તું સ્વાર્થી થઈને માત્ર તારા સ્વાર્થ વિશે વિચારે છે?" શાંતિ ત્યાંથી ઘરમાં જતી રહી.
"હું સ્વાર્થી થઈ ગયો છું?" શાંતિના શબ્દો સુરજ ને અંદર સુધી હલાવી ગયા. એણે ગાડી ચાલુ કરી અને હાઇવે તરફ લીધી.

***

"નિરજ બેટા તમે સાંજ જોડે જ રહેજો, હું ઘરે જઉં છું. જે લોકોએ સાંજના આવા હાલ કર્યાં છે એમને પાતાળમાંથી પણ શોધીને લઈ આવીશ." દેવજીભાઈ ગુસ્સામાં ધુઆ પુઆ થઈ રહ્યા હતા.
"નઈ કાકા તમે કંઈ જ નઈ કરો. સાંજ ઠીક છે એટલું બસ છે, એ એકદમ ઠીક થઈ જાય પછી એ જ નક્કી કરશે કે શુ કરવુ આ બાબત માં. હું સાંજ જોડે જઉં છું." નિરજ સાંજના વોર્ડ તરફ રવાના થયો.
સુરજ હોસ્પિટલ ના ગેટ જોડે આવીને અંદર જવું કે ના જવું એ અવઢવમાં ઉભો રહી જાય છે.
"નિરજ ને મળવા આવ્યો છે?" પોતાના વિચારોમાં ખોવાયેલા સુરજ ને દેવજીભાઈ ક્યારે ત્યાં આવ્યા એ ખબર જ ના પડી.
"એ વોર્ડ નં 16 માં છે. જા મળી લે જઈને." સુરજ ના જવાબની રાહ જોયા વગર જ દેવજીભાઈ ત્યાંથી નીકળી ગ્યા.

"નિરજ....." સુરજ એ વોર્ડનો દરવાજો હળવેકથી ખોલ્યો અને અંદર દાખલ થયો. બેડ પર ઊંઘેલી છોકરી સિવાય વોર્ડમાં કોઈ નહોતું.
"સોરી હું ભૂલથી અહીં આવી ચડ્યો." સૂરજ ત્યાંથી બાર જવા દરવાજા તરફ ફર્યો, અચાનક એણે પાછળ ફરીને બેડ પર સુતેલી છોકરીના ચહેરાને ધ્યાનથી જોયો.
"તું અહીં કેવી રીતે આવ્યો? મારો પીછો કરે છે?"
"હું અહીં મારા દોસ્ત નિરજ ને મળવા આવ્યો હતો." સુરજ આઘાત અને આશ્ચર્ય થી એ છોકરી તરફ જોઈ રહ્યો જેને એણે ગઈ કાલે મંદિર માં જોઈ હતી.
"તું ભાઈનો દોસ્ત? તું ક્યાંક સુ....."
"તું સાંજ... મારી સંજુ..." સુરજ એક હબક ખાઈ ગ્યો.

ક્રમશ: