Vishvas - 15 books and stories free download online pdf in Gujarati

વિશ્વાસ - ભાગ-15

આપણે આગળના અંકમાં જોયું કે રાધિકા ગેસ્ટહાઉસ જોવા માટે જાય છે ત્યાંથી પાછી આવતી નથી,માધવ રાધિકાને ખુબ શોધે છે પણ ક્યાંય મળતી નથી, તેના સાસુ જાણતા હોય છે છતાં કહેતા નથી.હવે આગળ..)

ભાગ-15 પુનઃમિલન

બે દિવસ થઇ ગયા પણ રાધિકાનો કોઈ પત્તો નથી,માધવે પોલીસ માં ફરિયાદ નોંધાવી પણ પોલીસ ને પણ કઈ જાણકારી મળતી નથી,પાણી વગર માછલી જેમ તડપે તેવી જ રીતે માધવ રાધિકા વિના તડપતો હતો.

માધવ સોફામાં બેસીને રડતો હતો ત્યાં તેના મમ્મી આવે છે અને બોલે છે,

"માધવ તુએ કેવી હાલત બનાવી દીધી છે તે બે દિવસથી ખાધું પણ નથી અને કશું બોલતો પણ નથી,દીકરા એમ તો તારી તબિયત બગડી જશે".

"મમ્મી મેં એક વાર રાધિકાને ખોઈ ચુક્યો છું એ સમયે મને તેની આદત નહોતી પણ હવે તેની સાથે રહ્યા પછી તેના વગર હું નહિ જીવી શકુ".માધવે ઉદાસ વદને કહ્યું.

"અરે માધવ, તું એના માટે કેમ એટલો બધો દુઃખી થાય છે એને તારી ચિંતા હોત તો થોડી એવું કરતી,મને તો લાગે છે એનું ચક્કર કોઈ જોડે ચાલતું હશે તે એની જોડે ભાગી ગઈ".રમાબેને કહ્યું.

મમ્મી!માધવ ખુબ ગુસ્સે થઈને બોલ્યો.

પણ દીકરા...માધવે તેના મમ્મી ને વચ્ચે થીજ અટકાવી દીધા અને બોલ્યો.

"મમ્મી આજે તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો હું એને બે લાફા ચોડી દેત, તમને ખબર છે તમે શું બોલો છો?મારી રાધિકાને તમે હજુ સુધી ઓળખી નથી શક્યા".એમ બોલી ને માધવ તેના રૂમમાં જતો રહ્યો.

રમાબેનની તો કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઇ ગઈ પણ એમને એટલું સમજાઈ ગયું કે માધવ રાધિકા વિના જીવી નહિ શકે,હવે તેમને પણ ચિંતા થવા લાગી.

**********************************************

આ બાજુ રાધિકા ગેસ્ટહાઉસ જોવા માટે જાય છે તે લોક ખોલીને જેવી અંદર જાય છે કે તરત પવનના કારણે દરવાજો ધડામ કરતો બંધ થઇ જાય છે તે તેના તરફ ધ્યાન આપતી નથી અને તે બધું જોવા માંડે છે હવે તે બધું જોઈ ને જયારે પાછી ફરે છે તો દરવાજો જામ થઇ ગયો હોય છે એ ઘણા પ્રયત્ન કરે છે પણ ખોલી શક્તિ નથી તે મદદ માટે બૂમો પણ પાડે છે પણ ત્યાં કોઈ વસ્તી હોતી નથી એટલે કોઈ સાંભળતું નથી.

હવે રાધિકા દરવાજો ખોલવાના વ્યર્થ પ્રયત્ન કરવાના કારણે થાકી જાય છે તેને તરસ લાગે છે પણ પાણી હોતું નથી.

તે તરસ થી વ્યાકુળ બની ને ફાંફાં મારે છે તરસ એટલી વધારે લાગે છે કે તે બાથરૂમ માં પણ પાણી શોધી જુએ છે પણ મળતું નથી હવે તો ભૂખ પણ લાગવા માંડી પણ શું ખાય રાત પડી ગઈ હતી તે આમતેમ બહાર નીકળવા માટે ફાંફાં મારવા લાગી બારીના પડદા ખોલીને તેને ખોલવાના પ્રયત્ન કરવા લાગી પણ એટલા બધા વર્ષો થી બંધ હોવાના કારણે બારીઓ પણ જામ થઇ ગઈ હોય છે છતાં ભૂખી તરસી તે બારી ખોલવાના પ્રયત્ન કરવા લાગી અને પછી થાકીને ત્યાંજ નિચે ઊંઘી ગઈ.

સવાર પડી ને તડકો આવતા રાધિકાની આંખો ખુલી ગઈ પણ તેનામાં તાકાત નહોતી છતાં તેને ઉભી થઈને બારી અને દરવાજો ખોલવાના પ્રયત્ન કરવા લાગી.

રાધિકાએ ઘણા પ્રયત્ન કર્યા પણ બધા વ્યર્થ હતા હવે તેનામાં બિલકુલ તાકાત નહોતી તેને માધવની યાદ આવવા લાગી તેને વિશ્વાસ હતો કે માધવ તેને શોધી કાઢશે એ માધવ ના વિચારો કરતી કરતી ચાલવા ગઈ ને પગની ઠોકર વાગતા પડી ગઈને તેનું માથું જમીન પર અથડાઈ ગયું,બે દિવસ ની ભુખી તરસી રાધિકા તરતજ બેહોશ થઇ ગઈ.

આબાજુ માધવ રાધિકાને શોધવાના બને તેટલા પ્રયત્નો કરવા લાગ્યો પણ કોઈ જાણકારી જ મળતી નથી.

કહેવાય છેને કે જો ખરા હૃદયથી પ્રયત્ન કરવામાં આવે તો ભગવાન પણ મદદ કરે છે.

જે ગેસ્ટહાઉસ માં રાધિકા ફસાઈ ગઈ હતી તેની રખેવાળી એક નટુકાકા કરીને ખુબ ભલા માણસ કરતા હતા પણ એમની છોકરીના લગ્ન હોવાથી તે ગામડે ગયા હતા તે આવી પહોંચ્યા.

આમતો નટુકાકા બીજા એક ફાર્મહાઉસની રખેવાળી કરતા પણ કોઈક દિવસ અહીં આંટો મારી જતા.એ બહારથીજ ચારેબાજુ જોઈને જતા રહેતા પણ તાળું ન જોયું એટલે એ દરવાજો જોવા ગયા પણ દરવાજો ખુલ્યો નહિ એટલે એ ચારેબાજુ ફરીને અંદર જોવા લાગ્યા એમને પડદા ખુલ્લા જોયા એટલે કૈક અજુગતું લાગ્યું તેથી બારીમાંથી અંદર જોવા ગયા,અંદર જોઈને એતો ચોંકી ગયા કોઈ છોકરી અંદર બેહોશ પડી હતી.

નટુકાકા ખુબ ગભરાઈ ગયા અને એમને દરવાજાને ફરી ખોલવાની કોશિશ કરી પણ ન ખુલ્યો તેથી તેમને હરેશભાઇને એટલે કે માધવના પપ્પાને ફોન કર્યો પણ લાગ્યો ના એટલે માધવને ફોન કર્યો.અને બધી વાત જણાવી.

માધવને અચરજ થયું કે કોઈ છોકરી તેમના ગેસ્ટહાઉસ કઈ રીતે પહોંચી,પણ એકદમ તેને એવો ભાસ થાય છે કે તે રાધિકા તો નહિ હોય એમ વિચારીને તે તો જલ્દીથી ત્યાં પહોંચી જાય છે અને મજૂરોને બોલાવે છે દરવાજો તોડી નખાવે છે જેવો દરવાજો તૂટે છે એતો દોડતો અંદર પહોંચીને જોવા લાગે છે તે રાધિકાની હાલત જોઈને ગભરાઈ જાય છે એમ્બ્યુલન્સ ને પહેલે થી બોલાવેલી હોય છે તેથી રાધિકાને દવાખાને લઇ જવાય છે.

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED