(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા અને માધવ એન્યુઅલ ડે ની તૈયારી કરતા હોય છે અને તેમને પ્રિન્સિપાલ સર ભાગ લેવાનું કહે છે,એમને બધી જ વસ્તુ વહેંચી દીધી હોઈ છે, ત્યારે જીયા તેમને કપલ ડાંસ કરવાનું સુચન આપે છે જે રાધિકા ને ગમતું નથી અને માધવ પણ એની આંખો માં જોઈ ને સમજી જાય છે કે તે અશક્ય છે. હવે આગળ.)
ભાગ-3 પ્રેમ નો આભાસ
માધવ એટલા દિવસ માં રાધિકા ને ખૂબજ સારી રીતે ઓળખી ચુક્યો હોય છે, તેથી તે સમજી જાય છે કે કોઈ બીજો રસ્તો શોધવો પડશે,એમ કરી ને ખૂબ વિચારે છે અને વિચારમાં અડધી રાત વહી જાય છે, ત્યારે તેને એક વિચાર આવે છે અને ખુશ થઈને ઊંઘી જાય છે.
આ બાજુ રાધિકા ની પણ એવી હાલત હતી કારણકે કોઈ છોકરા સાથે કપલ ડાન્સ કરવાનું વિચારતા જ એને પરસેવો વડી જાય, ખુબ વિચારે છે એને ઊંઘ પણ નથી આવતી પણ પછી એને પણ એક વિચાર આવે છે અને ખુશ થઇ ને ઊંઘી જાય છે.
બીજે દિવસે બંને ખુબ વહેલા કોલેજ પહોંચી જાય છે,અને એકબીજાને પોતાનો વિચાર કહેવા આતુર હોય છે રાધિકા સીધી લયબ્રેરી મા પહોંચે છે તો ત્યાં માધવ એની રાહ જ જોતો હોય છે, માધવ રાધિકાને કહે છે,
"રાધિકા હું તારી જ રાહ જોતો હતો મારે તને કશું કહેવું છે, જો તું ચિંતા ન કરતી મને ખબર છે કે તું કપલ ડાન્સ નહિ કરી શકે તને અનુકૂળ નહિ લાગે એટલે મેં ખુબ વિચાર્યું ત્યારે મને રસ્તો મડ્યો છે અને એ છે ગઝલ જે આપણે જોડીમાં ગઈ શકીશું અને એ રિપીટ પણ નથી થતું."એકીશ્વાસે માધવ બોલી ગયો.
"શું વાત છે આપના બંને ના વિચારો કેટલા મળતા આવે છે, મેં પણ એ જ વિચાર્યું હતું, અને થેંક્યું, મારા માટે એટલું વિચારવા માટે અને એ પણ મારા કહ્યા વગર તું સમજી ગયો. રાધિકા એ ખુશ થઈને કહ્યું.
હવે તો એ બંને ગઝલ ની પણ પ્રેક્ટિસ કરવા મંડ્યા અને એમ કરતા કરતા એન્યુઅલડે પણ આવી ગયો.
રાધિકા હજી પણ થોડી ગભરાયેલી હતી કોઈ છોકરા સાથે પહેલી વાર પર્ફોમ કરી રહી હતી પણ માધવ એની સાથે આવતાની સાથે એનો ડર ભાગી ગયો.રાધિકા અને માધવ ની ગઝલ તો જાણે છવાઈ ગઈ અને એ સાથે જ બંને ના મન માં પ્રેમ ની લાગણી ના અંકુર ફૂટવા લાગ્યા.
બંને હવે ખુબ સારા મિત્રો બની ગયા હતા અને એનાથી પણ કૈક વધારે જેની બંને ને ખબર નહોતી હવે તો એકબીજાને મળયા વિના કે જોયા વિના ચેન નહોતું પડતું પણ બંને એનાથી અજાણ હતા કે આ પ્રેમ છે.
એક દિવસ રાધિકા ને કોલેજ માં એક પ્રોજેક્ટ કરવામાં હાથ માં વાગી ગયું ને થોડું લોહી પણ નીકળવા લાગ્યું કે તરત જ માધવે તેનો રૂમાલ બાંધી દીધો અને રાધિકા ને વઢવા લાગ્યો રાધિકા એ તો એનું આ રૂપ પહેલી વાર જોયું હતું તે તો જોઈ જ રહી.
એમ ને એમ પરીક્ષા પૂર્ણ થઇ અને વેકેસન પડ્યું, હવે વેકેસન માં બંને ને એક બીજાની યાદ આવવા લાગી અને બેચેની લાગવા માંડી,હવે બંને ને એવો આભાસ થવા લાગ્યો હતો અને સમજાવા લાગ્યું કે તેમની મિત્રતા ખુબ આગળ વધી ચુકી છે જે મિત્રતાથી પણ વધારે છે.
માધવ ને રાધિકા ને મળવા ની ખૂબ ઈચ્છા થવા લાગી એને ઘણો પ્રયત્ન કર્યો મન ને મનાવવાની પણ વિરહ ની વેદના એનાથી સહન નહોતી થતી એ તો માત્ર તેને જોવા માંગતો હતો.
રાધિકાને પણ માધવ ને મળવા ની ઈચ્છા થવા લાગી પણ એતો ગમે એવું દુઃખ સહન કરી શકે તેમ હતી એટલે વિરહ ની વેદના સહન કર્યે જતી હતી.
માધવે રાધિકા ને મળવા માટે ની એક યુક્તિ રચી,તેને રાધિકાની સોસાયટી માં રહેતા તેના મિત્ર ને મળવાના બહાને જવાનું નક્કી કર્યું એને એમ હતું કે રાધિકા બહાર નીકળશે તો તેને જોઈ શકશે કારણકે રાધિકા ના ઘર ની સામે જ એનું ઘર હતું.
ક્રમશઃ
શું માધવ રાધિકા ને જોઈ શકશે?
શું માધવ રાધિકા ને પોતાના પ્રેમ નો એકરાર કરી શકશે?
જુઓ આગળ ના ભાગ માં.