વિશ્વાસ - ભાગ-2 Rathod Niral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ - ભાગ-2

(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા ખૂબ જ સમજુ છોકરી છે અને કોલેજ માં ફર્સ્ટ આવે છે જયારે માધવ પણ એના જેવોજ હોશિયાર હોય છે,બંને ને એક બીજાને મળવાની ઈચ્છા થાય છે. હવે આગળ જોઈએ)
ભાગ-૨ મુલાકાત

રાધિકા બીજા દિવસે કોલેજ પહોંચે છે અને સમાજશાસ્ત્ર ના લેક્ચર ની રાહ જુએ છે અને એ દિવસે બિજુ જ લેક્ચર સમાજશાસ્ત્ર નું હતું. પણ એ દિવસે પહેલી વાર તેને ભણવા માટે નહિ પણ માધવ ને જોવા માટે એટલી ઉતાવળ હતી.
આ બાજુ માધવ ને પણ એ જ ઉત્સુકતા હતી કે એને ટક્કર આપનાર કોણ છે.તેથી એ પણ લેક્ચર શરૂ થવાની રાહ જોવા લાગ્યો.
લેક્ચર શરુ થયુ અને માધવ અને રાધિકા ની નજર એકબીજા ને શોધવા લાગી,એમ તો એવું કરવાની જરૂર નહોતી એ લોકો એમના મિત્રો ને પૂછી શકતા હતા પણ એમ કરવાથી એ લોકો એમની મજાક ઉડાવશે તેની ખબર હતી તેથી જાતેજ શોધવા શિવાય બીજો કોઈ ઉપાય નહોતો.

હવે પ્રોફેસર પ્રશ્નો પૂછવા લાગ્યા એમાં એમને એક અઘરો પ્રશ્ન પૂછ્યો, જેનો જવાબ આખા કલાસ માં બેજ વ્યક્તિ ને આવડતો હતો રાધિકા અને માધવને.પ્રોફેસરે પહેલા માધવ ને એનો જવાબ આપવાનું કહ્યું જેથી માધવ ઉભો થયો.


માધાવ જેવો ઉભો થયો એટલે રાધિકા તેને જોઈ જ રહી મજબૂત બાંધો અને સપ્રમાન ઉંચાઈ અને બ્લુ જીન્સ અને વાઈટ સર્ટ માં તે કોઈ હીરો જેવો લાગતો હતો.માધવ જવાબ આપી રહ્યો એટલે પ્રોફેસરે રાધિકા ને જવાબ આપવાનું કહ્યું તેથી રાધિકા ઉભી થઇ આ બાજુ માધવ તેને જોઈ રહ્યો.


પિન્ક કલર ની કુર્તી પર બ્લુ દુપટ્ટો ખુબ શોભતો હતો, શણગાર માં એક નાનો ચાંદલો કરેલો હતો.તેની આંખોની ચમક અને તેના ચહેરા નું તેજ જ તેનો મેકઅપ હતો,આજની છોકરીઓ થી સાવ અલગ પડતી હતી જ્યાં આજની છોકરીઓ જે મેકઅપ વગર તો જાણે જીવન ના હોઈ તેમ ફરતી હોઈ છે ત્યારે રાધિકાની સાદગી તેમના માટે ઉદાહરણ સ્વરૂપ હતી જેની સાદગી જ તેની સુંદરતા હતી.


માધવ તો તેને જોઈ જ રહ્યો કારણ કે એટલી સિમ્પલ અને સુંદર છોકરી નહોતી જોઈ અને તે પણ એટલી હોશિયાર.
હવે તેઓ એકબીજાને જોઈ લેતા. હવે તો લાયબ્રેરી માં પણ એકબીજાને જોતા પણ ક્યારેય વાત કરવાની હિંમત નહોતી થતી.
રાધિકા તો એમ પણ કોઈ છોકરા સાથે ખાસ વાત નહોતી કરતી એટલે એતો એવી હિંમત ન જ કરી શકે પણ માધવ ખબર નહિ કેમ એની સાથે વાત કરવાની હિંમત ત જ નહોતો કરી શકતો પહેલા એની સાથે એવું નહોતું થયું પણ રાધિકા નું વ્યક્તિત્વ જ એવું હતું.


હવે એમ કરતા તો બીજું સેમેસ્ટર પૂરું થવા આવ્યું અને જાણે ભગવાન જ એમને મેળવવા માંગતા હોય એમ પ્રિન્સિપાલ સરે એમને બોલાવ્યા અને કહ્યું,

"રાધિકા અને માધવ આપણી કોલેજ માં એન્યુઅલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો આ પ્રોગ્રામ ની જવાબદારી હું તમને બંને ને સોંપું છું, મને ખબર છે કે તમે બંને ખુબ જ સારી રીતે આયોજન કરશો બરાબર ને?"

"હા સર અમે તમને ફરિયાદ નો કોઈ મોકો નહિ આપીએ".માધવે કહ્યું.


"હા સર" રાધિકા એટલું જ બોલી શકી અને ત્યાંથી જતી રહી કારણ કે કોઈ છોકરા સાથે કામ કરવામાં એને સંકોચ થતો હતો, ખબર નહિ કોઈ છૂપો ડર એને સતાવતો હતો.


ત્યાંથી નીકળ્યા પછી તે કોલેજ ની લાયબ્રેરી માં ગઈ અને પુસ્તક વાંચવાનો ડોળ કરવા માંડી પણ વાસ્તવ માં તે વિચારો માં ખોવાઈ ગઈ એ વિચારવા લાગી કે એ કઈ રીતે માધવ સાથે કામ કરી શકશે,એનાથી નહિ થઇ શકે,એવા બધા વિચાર કરતી હતી અને માધવ આવ્યો.

"રાધિકા કેમ શું થયું તને મારી સાથે ના ફાવે એવું હોઈ તો વાંધો નહિ હું બધુજ કરી લઈશ તારે ચિંતા કરવાની જરૂર નથી."માધવે કહ્યું.


રાધિકા એકદમ ભોઠી પડી ગઈ અને તેથી શું બોલવું તેનો ખ્યાલ જ ન આવ્યો,થોડીક હિંમત કરી ને બોલી.


"ના એવું કઈ નહિ ફાવશે."


એટલુંજ બોલી શકી અને પછી માધવે કહ્યું કે,


"રાધિકા બહુ સમય નથી અઠવાડિયું જ છે તેથી આજથી જ કામ શરુ કરવું પડશે."


હવે રાધિકા થોડીક સ્વસ્થ થઇ ગઈ અને પછી બને વાત કરવા માંડ્યા કે કઈ રીતે બધું આયોજન કરવામાં આવે,બધું નક્કી કર્યા પછી માધવ જતો રહ્યો પણ રાધિકા ના ધબકારા હજી પણ વધેલા હતા.થોડીક વાર પછી એ શાંત થઇ ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ કેટલી ગાંડી હતી માધવ તો કેટલો સારો છોકરો છે અને એને તો માધવ સાથે કેટલા દિવસ થી વાત કરવી હતી પણ આ રીતે વાત થશે એવું નહોતું વિચાર્યું.


હવે તો રોજ લેક્ચર ની સાથે સાથે એન્યુઅલ પ્રોગ્રામ ની તૈયારીઓ થવા માંડી અને રાધિકા પણ સહજ રીતે સાથ આપતી હતી.

બધું જ વિચાર્યા પ્રમાણે ચાલતું હતું ત્યાં વળી પાછા પ્રિન્સીપાલે બંને ને બોલાવ્યા અને કીધું કે,


"રાધિકા અને માધવ જુઓ તમે મારી કોલેજ ના તારા છો,તમારા બંને થી જ આપણી કોલેજ શોભે છે એટલે હું ઇચ્છું છું કે તમે બંને પણ પરફોર્મ કરો."

રાધિકા અને માધવ સર ને તો હા પાડીને આવ્યા પણ ઊંડો વિચાર કરતા બેઠા હતા ત્યાં બંને ના ફ્રેન્ડ આવ્યા.

"શું છે બે પંડિતો આજે કયા વિચાર માં પડ્યા છે".કૂસુમ બોલી.


"કઈ નહિ યાર સરે અમને પરફોર્મ કરવા માટે કીધું છે પણ કશુ જ બાકી નથી રહ્યું બધુજ નક્કી થઇ ગયું છે તો અમે શું કરીએ?".રાધિકાએ પોતાની ચિંતા રજુ કરી.


"ઓહો,એમાં શું એમ ઉદાસ થઇ ને કેમ બેઠા છો કપલ ડાન્સ ક્યાં રાખ્યો છે, એ કરીલો ને."જીયા બોલી.


જિયાને ખબર હતી કે રાધિકા ક્યારેય તૈયાર નહિ થાય એટલે જ એની મજાક ઉડાડવા એવું કહ્યું.


રાધિકા માધવ સામે જોવા મંડી માધવ ને પણ ખબર હતી કે એ શક્ય નથી તેથી તે પણ ઉદાસ થઇ ગયો.

ક્રમશઃ

હવે રાધિકા અને માધવ શું કરશે?
રાધિકા અને માધવ કપલ ડાન્સ કરી શકશે કે પછી પ્રિન્સિપાલ સર ને ના પાડી દેશે?
પણ જો ના પડે તો સર ની આશાઓ જે એમના પર છે તે ખોટી પડે તો શું માધવ અને રાધિકા એવું થવા દેશે?