વિશ્વાસ - ભાગ-8 Rathod Niral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ - ભાગ-8

(આપણે આગળ ના અંક માં જોયું કે અનીલ અને રિયા રાધિકાથી છુટકારો મળે તે માટે પ્લાનિંગ કરતા હોય છે,રાધિકા એ સાંભળી જાય છે તેથી રાધિકા અનીલ તરફ થી મળેલા વિશ્વાસઘાત થી ખુબ જ દુઃખી થાય છે પછી મક્કમ મને કોઈ નિર્ણય લે છે એટલામાં એમ્બ્યુલન્સ આવે છે.હવે આગળ...)

ભાગ-8 રાધિકાની વેદના

રાધિકા તો અમંગડની ભાવના ને કારણે દોડીને એમ્બ્યુલન્સ પાસે જાય છે અને તેની પાછળ તેના સાસુ સસરા પણ તેની પાછળ દોડે છે.

એમ્બ્યુલન્સ માંથી એક લાશ બહાર કાઢવામાં આવે છે તેને જોઈને રાધિકા જાણે જીવતી લાશ બની જાય છે,અને તેના સાસુ સસરા પોક મૂકી ને રડવા લાગે છે,રાધિકા ની હાલત તો એવી હોય છે કે ન આંખ માં પાણી આવે છે કે ના એના મોઢામાંથી કોઈ અવાજ એક જીવતી લાશ ની જેમ ઉભી હોય છે.

રાધિકા એમ વિચારે છે કે જેને છોડવાનો નિર્ણય કર્યો એ આ દુનિયા જ છોડીને ચાલ્યો ગયો.

હા એ લાશ અનીલ ની હતી,રાધિકા કે તેના સાસુ સસરા માં એ સમયે વિચારવાણી શક્તિ નથી હોતી તેથી એ લોકો અનીલ ની અંતિમ ક્રિયા માં ધ્યાન આપે છે એ સમયે કેવી રીતે થયું એ મહત્વ નું નહોતું.

પણ બધું પતિ ગયા પછી એ લોકો ના મન માં સવાલો હતા પણ એનો જવાબ આપવા માટે કોઈ નહોતું.

રાધિકા તો અંદર થી એકદમ તૂટી ગઈ ન કોઈ સાથે વાત કરવી કે ન બોલવું બસ સાંભળ્યા કરવું એ પણ ખબર નહિ ક્યાં ધ્યાન હોય અને ખોવાયેલી જ રહેવા લાગી.

એના સસરા ગોપાલભાઈ અને સાસુ મીનાબેન તો એક તો દીકરો ગયો અને ઉપર થી રાધિકા ની આવી હાલત જોઈ ને ખુબ દુઃખી થતા પણ રાધિકા સામે હળવા બની ને રહેતા જેથી એને દુઃખ ન પહોંચે,ઘણા પ્રયત્ન કરતા એને ખુશ કરવાના પણ રાધિકા ના ચહેરા પર નાની સરખી સ્માઈલ પણ ન આવતી.

એમ કરતા કરતા એક મહિનો પૂરો થવા આવ્યો,હવે રાધિકા ની જોબ ચાલુ થશે અને કામ માં લાગશે તો કદાચ એના મન માં રહેલું દુઃખ બહાર નીકળી જશે એમ વિચારી ને એના સસરા થોડી રાહત અનુભવે છે.

એક દિવસ રાધિકા ડ્રોઈંગ રૂમ માં કૈક કામ કરી હોય છે ને ડોરબેલ વાગે છે,રાધિકા દરવાજો ખોલે છે તો એક છોકરી અંદર આવે છે.

એ છોકરી બીજી કોઈ નહિ પણ રિયા હોય છે જેનું શરીર દુબડુ પડી ગયું હોય છે,અને શરીર પર ટાંકા ના ઘણા બધા નિશાન હોય છે,રાધિકાએ તેને ક્યારેય જોઈ હોતી નથી તે દિવસેે એનો માત્ર અવાજ સાંભળ્યો હોય છે તે પોતાની ઓળખાણ આપે છે,

"રાધિકા હું રિયા છું,તું કદાચ મને નથી ઓળખતી પણ મને ખબર છે કે તે મારી અને અનીલ ની વાતો તે દિવસે સાંભળી હતી.

રાધિકા તો તેને જોઈ જ રહી કે કેવી છોકરી છે તેને ખબર છે છતાં અહીં આવી છે અને અહીંયા હવે શું છે કે તે અહીંયા આવી છે.

"મને ખબર છે કે તને એવું થતું હશે કે અનીલ ના મૃત્યુ પછી હું અહીં શું કામ આવી છું,હવે મારુ અહીં શું કામ છે".રિયા એ રાધિકા ના મન ની સ્થિતિ સમજતા કહ્યું.

રાધિકા ખાલી ડોકું ધુણાવી શકી કારણકે એને સમજાતું નથી કે એ શું કરે.

રિયા આગળ બોલી હું ને અનીલ એકબીજા ને ખુબ પ્રેમ કરતા હતા પણ અનીલ ના મમ્મી પપ્પા ને હું નહોતી ગમતી એટલે એમને અનીલ ને કહેલું કે "મારી લાશ પરથી તું એની સાથે પરણવા જજો". તેથી અનીલ ઢીલો પડ્યો અને તારી સાથે લગ્ન કર્યા એ તો તું જાણી જ ગઈ છે.

મારે તને એક મહત્વ ની વાત કહેવી છે જે અનીલ અને હું જ જાણતા હતા મમ્મી પપ્પા આ સમયે મંદિર જાય છે તેથી મોકો જોઈને જ આવી છું કારણકે એમની સામેં એ વાત કરી શકાય તેમ નથી.

ક્રમશઃ

રિયા શું વાત કરવા માટે આવી હશે?
આ કોઈ રિયા ની નવી ચાલ તો નહોતી?
શું રાધિકા એની વાત માં આવી જશે?

જુઓ આગળ ના ભાગ માં.....