વિશ્વાસ - ભાગ-9 Rathod Niral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ - ભાગ-9

(આપણે આગળ ના અંક માં જોયું કે ,અનીલ મૃત્યુ પામે છે,રાધિકા જીવતી લાશ જેવી બની જાય છે તેના સાસુ સસરા પણ ખુબ દુઃખી હોય છે,તેવામાં એક દિવસ રિયા આવે છે અને રાધિકા સાથે એના સાસુ સસરા ની ગેરહાજરી માં વાત કરવા માંગે છે. હવે આગળ...)

ભાગ-9 અનીલ ના મૃત્યુ નું રહસ્ય

રાધિકા ચિંતિત થઇ જાય છે એ વિચારે છે કે આ રિયાની કોઈ ચાલ તો નથી ને ત્યાંજ રિયા એને કહે છે,

દેખ રાધિકા, મને ખબર છે કે તને મારા પર વિશ્વાસ નહિ થાય પણ હું તને કોઈ નુકસાન પહોંચાડવા નથી આવી, હું એક અગત્ય ની વાત કરવા માટે આવી છું.

"મને ખબર છે કે તે દિવસે તે મારી અને અનીલ ની બધીજ વાત સાંભળી લીધી હતી અને જયારે તારા રડવાનો અવાજ આવ્યો તો હું ને અનીલ બહાર જોવા આવ્યા પણ બહાર કોઈ નહોતું પણ અનીલ ને ખબર પડી ગઈ કે એ તું જ હતી" .

"તું ઘરે જઈને કોઈ બખાડો ના કરે એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું કે તને રસ્તા માંજ મારી નાખવી અને એટલા માટે એક ટ્રક વાડા ને તારી ગાડી નો નંબર આપ્યો હતો,અને અમે તારી પાછળ જ આવતા હતા જોવા માટે કે તું બચી ન જાય".

રાધિકા તો સ્તબ્ધ બની ને સાંભળ્યા કરી.

"બધુજ બરાબર હતું પણ કહેવાય છે ને કે 'જે ખાડો ખોદે તે પડે' એવું અમારી સાથે થયું ટ્રકવાળો તારી ગાડી ને ટક્કર મારવા જ ગયો ને એકદમ જ તારી ગાડી ની સ્પીડ વધી ગઈ ને તે થાપ ખાઈ ગયો ને અમારી ગાડી જે પાછળ હતી તેને ટક્કર વાગી ગઈ, જેમાં અનીલ તો ત્યાંજ મૃત્યુ પામ્યો અને મને ખુબ ઇજા થઇ કાલે જ મને હોસ્પિટલ માંથી રજા મળી એથી હું તારી પાસે માફી માંગવા આવી મને ખબર છે કે તું મને માફ નહિ કરી શકે પણ છતાંય પ્લીઝ મને માફ કરી દે.

રાધિકા કઈ બોલે તે પહેલા થાળી પાડવાનો અવાજ આવ્યો અને રાધિકા અને રિયા ચમકી ગયા દરવાજા પર ગોપાલ ભાઈ અને મીના બહેન તેના સાસુ સસરા ઉભા હતા અને કદાચ રિયા ની બધી વાત એમને સાંભળી લીધી હતી.

રિયા દોડી ને તેમની પાસે ગઈ તેના સાસુ સસરા તો ખુબ રડવા લાગ્યા અને તેમને જોઈ ને આજે રાધિકા પણ ખુબ રડવા લાગી અનીલ ના મૃત્યુ પછી રાધિકા પહેલી વાર એટલું બધું રડી હતી, એના સસરા રડતા રડતા બોલ્યા,

"બેટા, આજે મને સમજાયું કે તું એટલી બધી કેમ દુઃખી હતી કારણ કે તારું દુઃખ તો બેવળું હતું એક વિશ્વાસઘાત નું અને બીજું પતિના મૃત્યુ નું કેટલો બધો બોજ માથે લઈને તું ફરતી હતી,અમારા પ્રેમ માં જ ખોટ હશે કે તું અમને ન કહી શકી".ગોપાલભાઈએ દુઃખી સ્વરે કહ્યું.

"ના પપ્પા હું તમને લોકો ને દુઃખી કરવા નહોતી માંગતી એટલે જ મેં તમને વાત ન કરી".રાધિકા એ કહ્યું.

"મને માફ કરી દે મારી દીકરી મેં જ તારી જિંદગી બરબાદ કરી નાખી મારા દીકરા ના ઉછેર માં શી ખોટ રહી ગઈ એ જ નથી ખબર પડતી".ગોપાલ ભાઈએ રડતા રડતા કહ્યું

"કેટલા જતન થી મોટો કર્યો હતો એ આવું કરશે એનો તો મને સપ્નેય ખ્યાલ નહોતો,આ બધું પેલી રિયા ના કારણે જ થયું છે". એમ કહી ને મીના બહેન રડતા રડતા રિયા ને શોધવા લાગ્યા પણ એતો ચાલી ગઈ હતી.

એ દિવસે રાધિકા અને તેના સાસુ સસરા ખુબ રડ્યા હતા.

થોડાક દિવસ પછી રાધિકા એ જોબ ચાલુ કરી પણ એતો એના કામ થી કામ રાખતી ન કોઈ સાથે વાત કરવી કે ના કોઈ સાથે બોલવું હસવાનું તો જાણે ભૂલી જ ગઈ કારણ કે એ હવે કોઈ પર વિશ્વાસ નહોતી કરી શકતી.

એક દિવસ રાધિકા ને રજા હોવાથી ઘરે હોય છે ત્યારે એના સસરા ગોપાલભાઈ ઉતાવળે પગલે ઘરમાં દાખલ થાય છે.

રાધિકા દીકરા તારી મમ્મી ને કે ને કે એક ઓફીસ ની મીટીંગ આપના ઘરે રાખી છે તો એના માટે થોડીક તૈયારી કરી લે.

હા પપ્પા હું પણ એમને મદદ કરવા લાગુ એમ કહીને રાધિકા રસોડા માં જાય છે.

એક યુવાન તેમના ઘર માં દાખલ થાય છે ગોપાલભાઈ તેમને આવકારે છે.

રાધિકા પાણી લઈને આવે છે તે યુવાન રાધિકા ને જોઈ ને ઉભો થઇ જાય છે અને રાધિકા ને જોયા કરે છે.

ક્રમશઃ

એ યુવાન કોણ હશે ?
શું રાધિકા ના જીવન માં કોઈ નવો વળાંક આવશે?
જુઓ આગળ ના ભાગ માં...