વિશ્વાસ - ભાગ-5 Rathod Niral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

વિશ્વાસ - ભાગ-5

(આપણે આગળ ના અંક માં જોયું કે રાધિકા ને અનીલ નામનો છોકરો જોવા આવે છે ,જે લોકો ખુબ જ સારા હોઈ છે, રાધિકાના મમ્મી પપ્પા ને ખુબ જ ગમે છે અને તેનો જવાબ માંગે છે ત્યારે રાધિકા આખી રાત વિચારી ને સવાર માં જવાબ કહેવા માટે જયારે જાય છે ત્યારે તેના મન માં માધવ જ રમતો હોય છે. હવે આગળ.)

ભાગ - 5 રાધિકાની અસમંજસ

રાધિકા તેના પપ્પા પાસે જાય છે ત્યારે પણ એ માધવ વિષે જ વિચારતી હોય છે, તેના પગ જાણે લથડિયા ખાતા હતા.તે માંડ તેના પપ્પા પાસે પહોંચી શકી પણ તેના પપ્પા એ જયારે તેને તેનો જવાબ પૂછ્યો ને ત્યારે તેમની આંખો માં જોતા જ તેનો જવાબ બદલાઈ ગયો.

તેને વિચાર્યું હતું કે પપ્પા ને કહેશે કે તેને માધવ ખુબ ગમે છે ,પણ પપ્પાની આંખો માં જોયું ને તેનો જવાબ બદલાઈ ગયો તેને અનીલ માટે હા કહી દીધી.

હવે હા કેતા તો કહી દીધી પણ એનાથી ત્યાં ઉભું જ ના રહેવાયું ને કોલેજ જવા માટે નીકળી ગઈ,આખા રસ્તે તે રડતી રડતી જ ગઈ પણ કોલેજ નજીક આવતા તેને રૂમાલ ભીનો કરી ને તેનું મોઢું લૂછયું.

થોડી વાર ઊંડા શ્વાસ લીધા પછી સ્વસ્થ થઇ ને કોલેજમાં ગઈ આજે તેને ભણવા માં પણ મન નહોતું લાગતું. તેના મનમાં એક જ વિચારો ચાલતા હતા. તે વિચારો સાથે અનેક અટકળો ચાલતી હતી,એને થાતું કે મેં જાતેજ મારા પગ પર કુહાડી મારી દીધી.

રાધિકા આજે લાયબ્રેરી માં પણ ન ગઈ જ્યાં તે માધવ ને મળતી હતી તે સીધી ઘરે જતી રહી અને વિચારવા લાગી, ખુબ વિચાર કર્યા પછી તેને નક્કી કર્યું કે એમ પણ માધવે ક્યાં એવું કહ્યું છે કે એ મને પ્રેમ કરે છે,બની શકે કે તે એને મિત્ર જ માનતો હોય,અને માધવ વિષે એને ક્યાં એટલી ખબર પણ છે એના વિષે વાત કરીને પપ્પા નો વિશ્વાસ તો તૂટશે ઉપર થી એના વિષે કહેશે શું?એના કરતા ભાગ્ય માં લખ્યું છે એમ માની ને સ્વીકાર કરી લેવો જોઈએ એમ વિચારી ને શાંત થાય છે.

આ બાજુ માધવ રાધિકા ની રાહ જોતો હોય છે લાયબ્રેરી માં પણ તે આવતી નથી તેથી તે દુઃખી થઈને જતો રહે છે.

એમ ને એમ ચાર દિવસ નીકળી જાય છે હવે માધવ થી રહેવાતું નથી તેથી એ પાંચમા દિવસે વહેલો આવીને કોલેજ ના ગેટ પાસેજ ઉભો રહે છે.

રાધિકા જેવી કોલેજ ના ગેટ પાસે આવે છે કે તરત જ તેની નજર માધવ પર પડે છે અને તે નજોયું હોય એમ ચાલવા માંડે છે,હવે માધવ ને ગુસ્સો આવે છે અને રાધિકા ને સિધ્ધુ પૂછવા માંડે છે કે શું થયું છે તને કે તું મને મળવાનું ટાળે છે?

રાધિકા તો તેને જોયાજ કરે છે અને પછી જવાબ આપે છે કે ,

"કશું જ નથી થયું એતો તબિયત સારી નહોતી".

માધવ એકદમ ગભરાઈ ને પૂછે છે,"શું થયું તને ?તું એ દવા તો લીધીને?અને તારે આરામ કરવો જોઈએ તો તું કોલેજ શું કામ આવી?

રાધિકા તો એના કાળજી ભર્યા પ્રશ્નો સાંભળી ને રડવા જેવી થઇ ગઈ માંડ તેને તેની જાત ને સંભાળી અને ખાલી ડોકું ધુણાવ્યું.

એ દિવસે તો એ વહેલી નીકળી ગઈ ઘરે મમ્મી એ પૂછ્યું તો એમને પણ તબિયત સારી નથી તેમ કહ્યું અને એના રૂમ માં જતી રહી.

બીજા દિવસે એ કોલેજ ગઈ તો નક્કી કરીને જાય છે કે માધવ ને તેની સગાઇ વિષે જણાવી દેશે જેથી તેના મન માં એના વિષે કોઈ પણ ભાવ હોય તો તે નીકળી જાય.

આ બાજુ માધવ એવું વિચારે છે કે તેને રાધિકા ને જણાવી દેવું જોઈએ કે તે રાધિકા ને પ્રેમ કરે છે,ભલે ને પછી તેનો જવાબ ના હોઈ પણ તેને પણ ખબર તો પડે કે તેના મન માં શું છે?

રાધિકા કોલેજ માં જઈ ને લાયબ્રેરી માં જાય છે ત્યાં માધવ તેની રાહ જાણે જોતો હોય તેવું તેને લાગે છે, તે માધવ પાસે જાય છે અને મન મક્કમ કરી ને કહેવા જાય છે પણ બોલી શકતી નથી.

માધવ પણ કહેવા માટે પ્રયત્ન કરે છે પણ તે બોલી શકતો નથી.

રાધિકા ખુબ પ્રયત્ન કરીને કહી દે છે,

"માધવ મારી આ રવિવારે સગાઇ છે"

ક્રમશઃ

હવે માધવ એના મન ની વાત કહેશે?
રાધિકા શું સાચ્ચે અનીલ સાથે સગાઇ કરી લેશે?
વધુ જાણવા માટે આગળ નો ભાગ જુઓ....