Vishvas - 4 books and stories free download online pdf in Gujarati

વિશ્વાસ - ભાગ-4

(આપણે આગળ ના અંક માં જોયું કે માધવ અને રાધિકા ના મન માં પ્રેમ ની કૂંપળો ફૂટવા લાગી અને એમાં પણ વેકેસન ના કારણે બન્ને ને એનો આભાસ પણ થવા લાગે છે અને બંને ને મળવાનું મન થાય છે પણ રાધિકા પોતાના મન ને સમજાવે છે જયારે માધવે તેને મળવાનો વિચાર કરી લીધો હોય છે. હવે આગળ. )

ભાગ-4 પ્રેમ નો અનુભવ

માધવ રાધિકાને મળવાનો વિચાર કરી ને ખુશ થતો જેવો એની બાઇક પર બેસે છે એને રાધિકા યાદ આવે છે અને એને લાગે છે કે રાધિકાને નહિ ગમે એમ વિચારી ને પાછો ઘર માં જતો રહે છે,હવે તો તેની યાદ માં તડપવા શિવાય કોઈ બીજો ઉપાય પણ નહોતો.

આ બાજુ રાધિકા પણ માધવ ને ખુબ યાદ કરે છે પણ એવું સ્વીકારી નથી શક્તિ કે તે એને પ્રેમ કરે છે.

એમ કરતા વેકેસન પૂરું થયું અને કોલેજ ચાલુ થઇ.કોલેજ ચાલુ થઇ એ દિવસે બંને ખુબ જ વહેલા કોલેજ પહોંચી ગયા, રાધિકાતો એમની ગમતી જગ્યાએ એટલે કે લાયબ્રેરી માં દોડતી પહોંચી ગઈ કારણ કે એને ખબર હતી કે માધવ ત્યાંજ હશે,તે જેવી ત્યાં પહોંચી કે તેને માધવ ને જોયો અને જાણે એવું થયું કે એને ભેટી પડે અને માધવ ને પણ એવું જ થયું પણ બંને એ પોતાની જાત ને સાંભળી લીધી બે મિનિટ તો બંને એકબીજા ને જોયા જ કર્યાં ત્યાંજ બીજા સ્ટુડન્ટસ આવતા તેઓ ચમકી ગયા.
"રાધિકા કેમ છે,મજામાં ને મારા જેવાની યાદ આવતી હતી કે?મને તો બધાની બહુ જ યાદ આવતી હતી." માધવે તેનું નામ લેવાનું ટાળ્યું.

"હા મજામાં છું, હું પણ તમને બધાને ખુબ યાદ કરતી હતી".રાધિકાએ કહ્યું.

કહેવું હતું બંને ને ઘણું બધું પણ બોલી જ ન શક્યા પણ બંને ને એકબીજા માટે નો પ્રેમ તેમની આંખો માં દેખાતો હતો.

એમ કરતા કરતા બીજું વર્ષ પણ પૂરું થવા આવ્યું અને તેમનો પ્રેમ પણ વધવા લાગ્યો પણ માધવ ને ખબર હતી કે રાધિકા એને પ્રેમ કરે છે પણ એનો જવાબ ના જ હશે એ રાધિકાને ખુબ સારી રીતે ઓળખતો હતો એના માટે એના માતા પિતાનો વિશ્વાસ એ ખૂબ જ મહત્વનું હતું.અને એટલે રાધિકા એનાથી અંતર રાખતી હતી પણ બંને એક બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા કદાચ એકબીજા વગર જીવવું પણ મુશ્કેલ હતું.

એમ ને એમ ત્રીજા વર્ષ માં પણ આવી ગયા,પાંચમું સેમેસ્ટર ચાલતું હતું અને જેમ દિવસો જતા હતા એમ બંને છુટા પડી જઈશું એમ વિચારી દુઃખી થતા, દુઃખ નો અંત રાધિકા જ લાવી શકે તેમ હતી પણ તે એવું ક્યારેય નહિ કરે તેની માધવ ને ખબર હતી.

એક દિવસ રાધિકા ઘરે પહોંચી તો તેના માસી આવ્યા હતા,એતો ખુશ થઇ ગઈ કે માસી આવ્યા પણ એતો એના માટે દુઃખ લઈને આવ્યા હતા એતો એક સારા ઘર નું માગું લઈને આવ્યા હતા.

રાધિકા લગ્ન ની વાત સાંભળી ને ગુસ્સે થઇ ગઈ પણ એના માસી સમજાવા લાગ્યા કે એવું ઘર નહિ મળે બધીજ રીતે સારું છે છોકરો કલેક્ટર હતો અને એના પપ્પા પણ સારી જોબ કરતા હતા અને રાધિકા ને લગ્ન પછી પણ આગળ ભણાવવા માંગતા હતા.

રાધિકા કશુંજ બોલી ન શકી કે કેમ તેને લગ્ન ની વાતે ગુસ્સો આવે છે કારણ કે એ પણ એ રસ્તો નહોતી સ્વીકારવાની જેમાં તેના માં બાપ નો વિશ્વાસ તૂટે,તેથી મળવા માટે માની ગઈ.

બીજા દિવસે રવિવાર હતો તેથી એજ દિવસે છોકરા ને તેના મમ્મી પપ્પા સાથે બોલાવવામાં આવે છે.અને ખરેખર છોકરો ખુબ જ સુશીલ અને સંસ્કારી હતો તેનામાં તેના હોદ્દા નું કોઈ અભિમાન નહોતું અને તેના મમ્મી પપ્પા પણ ખુબ જ વિવેકી હતા કોઈ પણ ના જ ના પાડી શકે તેવું માંગું હતું.

હવે રાધિકાને અને અનીલ ને વાત કરવા માટે એકલા મુકાયા,રાધિકા તો શું બોલે એના મનમાં જે દુઃખ હતું એ દબાવી ને બેઠી હતી અને અનીલ ના સવાલો ના જવાબ આપતી હતી.

અનીલ અને તેના પરિવાર ને રાધિકા ખુબ જ પસંદ આવી તેથી એલોકો એ તો ત્યાંજ હા પાડી દીધી,જયારે રાધિકા ના પપ્પા એ પછી ફોન કરી ને જવાબ અપાશું એમ કહ્યું.

એ લોકો ગયા એટલે રાધિકા ના મમ્મી પપ્પા એ રાધિકાને પૂછ્યું કે,

"જો બેટા આપણે દીવો લઈને શોધવા જઇયે તો પણ એવું સગપણ નહિ મળે,તને ગમે છે ને બેટા."રાધિકાના મમ્મી બોલ્યા.

" હા બેટા જો તને ગમતું હોય તો એમને હું ફોન કરી દવ મને તો ખુબજ ગમે છે."રાધિકા ના પાપ્પા એ કીધું.

રાધિકા શું જવાબ આપવો એના વિચાર માં ખોવાયાલી હોય છે,ત્યારે રાધિકા કહે છે,

મમ્મી બધું એકદમ થયું તેથી કઈ સમજાતું નથી,એટલે હું કાલે વિચારી ને કહીશ.એમ કહી ને તે એના રૂમ માં જતી રહે છે.

રાત્રે તે આખી રાત વિચાર કરે છે તેને ઊંઘ નથી આવતી કારણ કે તે જાણતી હતી કે તે માધવ ને ખુબ પ્રેમ કરે છે,અને તેના વગર રહેવું ખુબ જ કઠિન છે તેથી એ ખુબ વિચારે છે.

સવાર પડતાજ એ કોલેજ જવા માટે તૈયાર થાય છે ત્યારે એને ફેંસલો લઇ લીધો હોઈ છે અને તેના પપ્પા ને જણાવવા માટે તેમની પાસે જાય છે ત્યારે તેનું મન ખુબજ ગભરાયેલું હોય છે.

ક્રમશઃ

શું રાધિકા તેના પપ્પા ને માધવ વિષે જણાવશે?
શું રાધિકા અનીલ સાથે પોતાનું સગપણ સ્વીકારશે?
શું હશે રાધિકાનો ફેસલો?
જુઓ આગળ ના ભાગ માં...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED